________________
૨૦
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૪ તત્ત્વોમાં સંખ્યાબેદ
અન્યત્ર નવતત્ત્વ વગેરે ગ્રંથોમાં પુણ્ય અને પાપની સાથે નવ તત્ત્વોનો નિર્દેશ છે.
પુણ્યતત્ત્વના દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય તે દ્રવ્યપુણ્ય અને દ્રવ્યપુણ્યના બંધમાં કારણભૂત દયાદાન આદિના શુભ પરિણામ તે ભાવપુણ્ય.
પાપતત્ત્વના પણ દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય તે દ્રવ્યપાપ અને દ્રવ્યપાપના બંધમાં કારણભૂત હિંસા આદિના અશુભ પરિણામ તે ભાવપાપ.
અહીં પુણ્ય અને પાપ એ બે તત્ત્વોનો આસવ તત્ત્વમાં સમાવેશ કરીને સાત તત્ત્વોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પુણ્ય શુભાસવરૂપ હોવાથી તેનો શુભ આસવમાં અને પાપ અશુભ આસવરૂપ હોવાથી તેનો અશુભ આસવમાં સમાવેશ થઈ જાય છે.
આ પ્રમાણે અન્ય તત્ત્વોનો પણ જુદા જુદા તત્ત્વમાં સમાવેશ કરવામાં આવે તો પાંચ કે બે તત્ત્વો થાય છે. આસવ થતાં બંધ અવશ્ય થાય છે. આથી આસવનો બંધમાં સમાવેશ કરવામાં આવે, અને નિર્જરા મોક્ષનું કારણ છે, જેટલે અંશે નિર્જરા તેટલે અંશે મોક્ષ થાય છે; આથી નિર્જરાનો મોક્ષમાં સમાવેશ કરવામાં આવે, તો પાંચ તત્ત્વો રહે છે. અથવા સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્ત્વો જીવસ્વરૂપ છે. કારણ કે જેટલે અંશે સંવર આદિ થાય તેટલે અંશે જીવ સ્વ-સ્વરૂપમાં આવે છે. આથી એ ત્રણ તત્ત્વોનો જીવમાં સમાવેશ કરવામાં આવે, તથા પુણ્ય, પાપ, આસવ અને બંધ એ ચાર તત્ત્વો અજીવ સ્વરૂપન્નકર્મસ્વરૂપ હોવાથી એ ચાર તત્ત્વોનો અજીવમાં સમાવેશ કરવામાં આવે, તો જીવ અને અજીવ એ બે તત્ત્વો રહે છે.
તત્ત્વજ્ઞાનનું પ્રયોજન
તત્ત્વોને જાણીને હેય તત્ત્વોનો ત્યાગ કરવો જોઈએ અને ઉપાય તત્ત્વોનું સેવન કરવું જોઇએ. હેય તત્ત્વોનો ત્યાગ અને ઉપાદેય તત્ત્વોનું સેવન=પ્રહણ એ જ તત્ત્વજ્ઞાનનું પ્રયોજન છે. સર્વ તત્ત્વો શેય (જાણવા યોગ્ય) છે. જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર તત્ત્વો ઉપાદેય (આદરવા યોગ્ય)