Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૭ સૂત્ર: ૧
-સાધનની અપેક્ષા રાખે છે તેથી મન-વચન-કાયાનું ગ્રહણ કરેલું છે એ સાધનની અપેક્ષાએ છે અને તેથી જ તે યોગ્ય છે
U [સંદર્ભ
$ આગમ સંદર્ભ-પંપ મહદ્ગય પછી, તંગ સેવા પતિવાવાઝો વેરમM जाव सव्वातो परिग्गहातो वेरमणं * स्था. स्था. ५-उ.१, सू.३८५-१
# તત્વાર્થ સંદર્ભઃहिंसा-सूत्र-७:८ प्रमत्तयोगात् प्राणव्यायपरोपणं हिंसा अनृत - सूत्र-७:९ असदभिधानमनृतम् स्तेय - सूत्र - ७:१० अदत्तादानं स्तेयम् अब्रह्म - सूत्र. -७:११ मैथुनमब्रह्म परिग्रह्य सूत्र- ७:१२ मृर्छा परिग्रहः ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)પાક્ષિક સૂત્ર વૃત્તિ (૨)સામાઈય વય જુનો સૂત્ર-પ્રબોધટીકા U [9]પદ્ય (૧) હિંસા અસત્ય ચોરી મૈથુન પરિગ્રહ અટકવું
વ્રત જાણીએ એમ પાંચ ભેદે પાપકૃત્તિથી વિરમવું (૨) હિંસા અસત્ય ને ચોરી, મૈથુન ને પરિગ્રહ
કાયા વાણી અને તેથી, થવું નિવૃત્તિ તે વ્રત
[10]નિષ્કર્ષ - જીવનમાં સર્વ પ્રથમજીવો એ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. આસમ્યગ્દર્શન પ્રગટ કર્યા પછી સમ્યજ્ઞાનપૂર્વક સ્વ-સ્વરૂપમાં સ્થિર રહેવું તેજ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ પણ જયાં સુધી સ્વ-રૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી અશુભભાવોને દૂર કરી હિંસાદિ દોષોથી નિવર્તવું એ જ શ્રેયસ્કર છે
આ અશુભ ભાવોના નિર્વતના અને સમ્યક ચારિત્ર ના પ્રાગ્ટય માટે જ હિંસા-મૃષાઅદત્ત-અબ્રહ્મ અને પરિગ્રહથી નિવર્તવાનું સૂત્રકાર મહર્ષિ એ સૂચિત કરેલ છે.
અને જયારે જીવ આવા દોષોથી વિરમે છે કે વ્રતથી પરિવરેલો હોય છે ત્યારે તે ક્રમશઃ ગુણ સ્થાનકની શ્રેણિએ ચઢે છે દેશ વિરતિ-સર્વવિરતિ-ક્ષપક શ્રેણી આદિ માંડીને ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત કરી મોક્ષ પામી શકે છે. અર્થાત આમ્રવનો ત્યાગ-સંવર અને મોક્ષના સાધન ભૂત આ વ્રતોનો સ્વીકાર એજ આ સૂત્રનો નિષ્કર્ષ છે
OOOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org