Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 9
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અન્તર્ભાવ થઇ જાય છે પ્રશ્નઃ- સર્વસાધનાનું ધ્યેય રાગ દ્વેષને દૂર કરવાનું છે મરણ કે રાગ દ્વેષ થી પાપ પ્રવૃત્તિ થાય છે પાપપ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. કર્મબંધ થી સંસાર પરિભ્રમણ થાય છે.માટે આ સમગ્ર પરિભ્રમણને અટકાવવા માટેવતીઓનેરાગ-દ્વેષકેકષાયોનહીં કરવાનોનિયમહોવોજોઇએ અભિનવટીકા જેમ ચાવી ખલાસ થતા ઘડીયાળ અટકી જવાની છે તેમ રાગ દ્વેષ દૂર થતા-કષાય નિવારણ થતાં કર્મનો આસ્રવ અને બંધ આપમેળે જ અટકી જશે. પાપ પ્રવૃત્તિ પણ અટકી જ જશે તો પછી હિંસા આદિથી અટકવાનું વિધાન કરવાનેબદલે રાગ-દ્વેષ નહીં કરવા રૂપ નિયમનું વિદ્યાન કેમ નકર્યુ? સમાધાનઃ-પ્રશ્નબરાબર છે. એ વાત પણ સત્ય જછે કે મુખ્ય ધ્યેય કષાયની પરિણતિનું નિવારણ કરવું એ જ છે. પરંતુ રાગ-દ્વેષ-કષાય માનસિક પરિણામો હોવાથી તેને સર્વથા દૂર ક૨વા થોડા મુશ્કેલ છે. – માટે સર્વપ્રથમતો રાગ-દ્વેષને જેનાથી પુષ્ટિ મળતી હોય તેને અટકાવવાની જરૂર છે. આ પુષ્ટિ મળવાનું બંધ થતાં કાળક્રમે રાગ-દ્વેષ પણ સર્વથા નષ્ટ થઇ જાય છે --જે રીતે રોગનો નાશ કરવા માટે પ્રથમ જે કારણોથી રોગ વધતો હોય તે કારણો ને દૂર કરવામાં આવે છે, પછી રોગની દવા કરવામાં આવે છે.તેમ અહીં કષાયો કે રાગ-દ્વેષની વૃધ્ધિનું કારણપાપ પ્રવૃત્તિ છે માટે પહેલાં પાપપ્રવૃત્તિને અટકાવવી જોઇએ પછી શુભ પ્રવૃત્તિ રૂપ કે શાસ્ત્ર વિહિત અનુષ્ઠાનો કરવાથી કાળક્રમે કષાયનો નાશ થાય છે. પરંતુ જો હિંસાદિ દોષો રૂપ સાવદ્ય પ્રવૃત્તિનું સેવન જ ચાલુ હશે તો કષાયો કે રાગ-દ્વેષ કદાપી અટકવાના નથી માટે હિંસાદિ વિરમણ વ્રતો અંગીકાર કરી તેનું યોગ્ય રીતે પાલન કરવાથી કષાય નિવૃત્તિ આવે છે. બીજી દૃષ્ટિએઃ- કર્મબંધ ના ચાર કારણો જણાવેલા છે. મિથ્યાત્વ અવિરતિ,કષાયઅને યોગ આ ચાર માં અવિરતિનો ક્રમ પહેલોછે અને કષાયનો ક્રમ પછીનો છે. તેથી મિથ્યાત્વના ત્યાગ પૂર્વક અવિરતિ –પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યા પછી જ કષાયોનો ત્યાગ થવાનો છે જો કે અવિરતિથી કષાય અને કષાય થી અવિરતિ એકબીજા સાથે જોડાયેલા છે, કેમ કે અપ્રત્યાખ્યાની કષાય ના ઉદયથી અવિરતિ આવે અને અવિરતિ જીવને હિંસાદિ દોષોના સેવનથી કષાયમાં વૃધ્ધિ થાય એટલે સહેજ ગુંચવાડો થતો જણાય પણ આપણને ગુણસ્થાનક ક્રમારોહમાં આ પ્રશ્નનો ઉત્તર મળી રહે છે પહેલા સર્વવિરતિ ગુણઠાણું છે અને પછી કષાયનો ક્ષય થાય છે માટે અવિરતિના ગયા પછીજ કષાયનો ક્ષય થાય છે તે અપેક્ષાએ અહીં હિંસાદિ દોષોની નિવૃત્તિને જણાવી છે પણ રાગ-દ્વેષ ન કરવાનો નિયમ કહ્યો નથી —સ્થાનાંગના પ્રથમ સ્થાનના ૪૮માં સૂત્રમાં પણ પ્રાણાતિ પાતાદિ પાંચ વિરમણ કહ્યું છે જયારે ક્રોધાદિ કષાયનો વિવેક કહ્યો છે માટે તેનું પચ્ચક્ખાણ ન હોય પ્રશ્ન:- સૂત્રમાં કે પૂર્વસૂત્રમાં યિદ્િ શબ્દ ન હોવાછતાં સ્વોપજ્ઞ ભાષ્યમાં હ્રાયવાÉનોમિ: નું ગ્રહણ કેમ કર્યુ? સમાધાનઃ-વિરતિની સાધના આત્મા વડે જ થાય છે, પણ તે આત્મા અવશ્ય તયા કરણ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 170