Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ અમુક વિક્રમ છે. બસ, પછી તો ભાલો લઈને મેદાન પર આવી. સતત તાલીમ લેતી રહી. વિક્રમ તુટે નહીં ત્યાં સુધી પગ વાળીને બેસવાની વાત જ કેવી ? અમેરિકાની રાષ્ટ્રીય સ્પર્ધા થઈ. અગાઉનો વિક્રમ તોડીને નવો વિક્રમ રચી દીધો. અમેરિકાની વિશ્વવિખ્યાત બાસ્કેટ બોલની ટીમના ખેલાડી તરીકેની પોતાની રમત યાદ આવી. સોફ્ટ બોલની રમતમાં ઑલ અમેરિકન ટીમમાં સ્થાન મેળવ્યું. સ્વિમિંગમાં કાબેલ બની. ટેનિસમાં મોટા મોટા ખેલાડીઓનાં માન ઝુકાવ્યાં હતાં, જેટલી કુશળતા ઘોડેસવારીમાં મેળવી, એટલી જ કાબેલિયત તીરંદાજીમાં હાંસલ કરી હતી. માત્ર સત્તરમે વર્ષે ઊંચા કુદકામાં સ્થાપેલા વિશ્વવિક્રમની સિદ્ધિ નજર આગળ તરવરવા લાગી. અઢારમે વર્ષે ઑલિમ્પિક સ્પર્ધા માટેની પૂર્વ તૈયારીરૂપ હરીફાઈમાં ભાગ લીધો. આમાં ખેલકૂદની ટીમ થઈ નહીં, આથી લગભગ એકલી એની જ ટીમ બની. આમાં જુદી જુદી ખેલકૂદની સ્પર્ધામાં ભાગ લઈને ત્રીસ પોઇંટ મેળવ્યા. એણે એકલીએ આટલા પૉઇંટ મેળવીને પોતાની ટીમને ચૅમ્પિયનશિપ અપાવી હતી ! બેબ પાંચ સ્પર્ધામાં વિજેતા બની, પણ એને ઑલિમ્પિકની ત્રણ સ્પર્ધામાં જ ભાગ લેવાની પરવાનગી આપી ! ૧૯૩૨માં લોસ એન્જલિસમાં ખેલાનારી ઑલિમ્પિક સ્પર્ધાનો સમય આવ્યો. તાલીમ લેવાની કોઈ સગવડ નહીં. ગરીબી એટલી કે સાધન લાવવાની કોઈ શક્તિ નહીં. પડોશીને વિનંતી કરી કે એના ઘરની પાછળના વિશાળ ખુલ્લા ભાગમાં દોડવાની પરવાનગી આપે. પડોશીએ રજા આપી અને એ ખરબચડી જમીન પર એણે દોડવાની શરૂઆત કરી. પોતાને તો વિપ્નદોડમાં ઊતરવું હતું. આ સમયે સ્ત્રીઓની ૮૦ મીટરની વિપ્નદોડ (હર્ડલ્સ) રમાતી હતી. આમાં દરેક વિન(હર્ડલ)ની ઊંચાઈ બે ફૂટ અને છ ઇંચ રાખવામાં આવતી. ૮૦ મીટરમાં આઠ વિજ્ઞ (હર્ડલ્સ) હોય છે. આથી નાનકડા છોડને કુદી કુદીને વિનદોડની તાલીમ લેવા લાગી. કોઈ સાધન નહીં. કોઈ સગવડ નહીં, છતાં એણે એંસી મીટરની વિપ્નદોડમાં ઝુકાવ્યું. ૧૯૩૨ની લોસ એન્જલિસની આ ઑલિમ્પિક સ્પર્ધામાં જગતના ચુનંદા રમતવીરો મેદાને પડ્યા હતા. આ સમયે એણે અગિયાર મિનિટ અને સાત સેકન્ડમાં એંસી મીટરની વિપ્નદોડમાં નવો વિશ્વવિક્રમ નોંધાવ્યો અને સાથોસાથ પ્રથમ આવનાર માટેનો સુવર્ણચંદ્રક મેળવી ગઈ. એ પછી એકસો તેંતાલીસ ફૂટ અને ચાર ઇંચ જેટલા અંતરે ભાલો ફેંકીને વિશ્વવિક્રમ નોંધાવ્યો અને સુવર્ણચંદ્રક 4 • તન અપંગ, મન અડીખમ હાંસલ કર્યો. આ સમયે તેનું નામ | (એ સમયે એનું નામ મિલ્ડરેડ ડિડ્રિક્સન) રમતવિશ્વમાં ચોમેર ગાજવા લાગ્યું. એને ખૂબ નામના મળી. બાસ્કેટ બૉલ, ઊંચો કૂદકો, વિદનદોડ અને ભાલા-ફેંક જેવી તદ્દન જુદી જુદી સ્પર્ધાઓમાં નામના મેળવ્યા પછી એક નવી જ રમત પર હાથ અજમાવવાનું એને મન થયું. એ રમતનું નામ હતું ગોલ્ફ. એની લગની કહો તો લગની, આદત કહો તો આદત અને વ્યસન કહો તો વ્યસન. પણ જેને ગોલ્ફનું ઘેલું લાગે એ એની ગોલ્ફની સ્પર્ધામાં બેબ ઝહરિયાસ " પાછળ દીવાનું બની જાય. બેબને ગૉલ્ફની રમત સાદ પાડવા લાગી. એણે ગોલ્ફની રમત શીખવાની શરૂ કરી. લગની એવી કે જે રમતમાં ઝુકાવે, તેમાં શ્રેષ્ઠ બનીને જ જંપે. ટેકસાસ રાજ્યના ફોર્ટવર્થ શહેરમાં ખેલાયેલી ગૉલ્ફ સ્પર્ધામાં વિજય મળ્યો. આ પછી એક પછી એક ગોલ્ફ સ્પર્ધામાં ખેલતી જતી અને વિજય મેળવતી રહેતી. નૅશનલ ગોલ્ફની (ઓપન) સ્પર્ધામાં વિજય મેળવ્યો. મહિલા ગૉલ્ફના તમામ વિક્રમ તોડી નાખ્યા. પુરુષોની ગોલ્ફસ્પર્ધામાં એને ખેલવાની મનાઈ ફરમાવવામાં આવી, પણ એ પછી એક એમૅચ્યોર (શોખીન ખેલાડીની) સ્પર્ધામાં એને રમવાની તક મળી. આમાં બેન હોગાન, બાયરન નેલ્સન અને શામ સ્નેડ જેવા પોતાના સમયના જાણીતા ગોલ્ફરોને પાછા પાડી દીધા. પણ કૅન્સરના નિદાને એની વિજય-પરંપરા અટકાવી. પોતે ગોલ્ફ નહીં ખેલી શકે એની ચિંતા બેબને સતાવવા લાગી. બેબના જીવનમાં વિચિત્ર પળ આવી હતી. આટલું બધું માન મેળવ્યું, અમર ખુશબો • 5

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82