________________
સશક્ત શરીરવાળો માણસ કરી શકે તેવાં ઘણાં કામો તેઓ કરી શકે છે. કેટલીક વાર તો આ કામ તેઓ આપણાથી વધારે સારી રીતે પણ કરતાં હોય છે.
અમારી હિન્દુસ્તાન મિલ્સમાં મીનાક્ષી ભટ્ટ નામે એક પરણેલી યુવતી છે. એ પોતે તો સંપૂર્ણપણે અંધ છે જ, પણ એનો પતિ ઓધવજી ભટ્ટ પણ અંધ છે. તેમના લગ્નજીવનનાં પણ નવ વર્ષ વીત્યાં છે. તેમને બે સુંદર દેખાતી દીકરીઓ છે. લગ્ન થયાં ત્યારથી મીનાક્ષી કોઈ દેખતા માણસની મદદ વગર ગેસ ઉપર પોતાનો શાકાહારી ખોરાક (ત ચુસ્ત શાકાહારી હોવાથી) જાતે રાંધે છે. એને મદદ કરનાર એકમાત્ર વ્યક્તિ છે તે એનો અંધ પતિ. મેં જાતે મીનાક્ષીને રાંધતાં જોઈ છે અને તેણે તૈયાર કરેલા ભોજનનો સ્વાદ પણ માણ્યો છે. આ નવ વર્ષમાં દાઝવાની તો વાત શી, ઊનું પાણી પણ તેના શરીર પર પડ્યું હોય તેવું બન્યું નથી. આ બતાવે છે કે આપણા જેવા દેખતા લોકો કરતાં પણ તે સલામતીના નિયમોની બાબતમાં વધુ સમાન છે. તો હવે મને કહો કે કોણ સાચેસાચું અંધ ? આ જ વાત બીજા પ્રકારનાં અપંગોને લાગુ પડે છે.”
વિજય મર્ચન્ટની એ ભાવના મેરી ગેમનમાં આજે સાકાર થાય છે. એણે અભ્યાસ કર્યો. લોકોને ઉપયોગી થવાનું સતત વિચારતી મેરી ગેમનને લાગ્યું કે એને માટે શિક્ષણ એ જ સૌથી યોગ્ય માર્ગ છે અને તેથી જ ગયે વર્ષે એણે મદદનીશ શિક્ષિકા તરીકે પ્રવેશ લીધો અને આજે છ-સાત અને આઠ ગ્રેડમાં પૂર્ણસમયની શિક્ષિકા તરીકે કામ કરે છે. - ક્લાસના સમય પહેલાં આવીને મેરી એના પગથી બોર્ડ પર એનું લેસન લખી નાખે છે અને વિદ્યાર્થીઓ આવતાં ભણાવવાનું શરૂ કરે છે. એ ગણિત અને વિજ્ઞાનની શિક્ષિકા છે અને એના વિદ્યાર્થીઓ કહે છે કે મેરી ગેમનને જોઈને એમના મનમાં એવો આત્મવિશ્વાસ જાગે છે કે તેઓ જીવનમાં કોઈ પણ અવરોધોનો સામનો કરી શકવાને સમર્થ છે.
છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો જડેન જ્હોન્સન કહે છે કે મેરી પાસેથી એ અભ્યાસમાં એકાગ્રતા શીખ્યો અને એ એકાગ્રતાને પરિણામે ગણિતના વિષયમાં એ નબળો હતો, એની એ નબળાઈ દૂર થઈ.
બહાદુર મેરી ગેમન નિશાળના મદદનીશ આચાર્ય જો ટાસ્કસ કહે છે કે વિદ્યાર્થીઓ એને જોઈને વિચારે છે કે “જો’ એ કરી શકે, તો અમે કેમ નહીં ?'
મેરી ગેમન પોતાના પગ વડે બ્લેકબોર્ડ પર લખે છે, કયૂટર પર ટાઇપ કરે છે અને એક પગ વડે એ પોતાની મોટર પણ ચલાવે છે અને એ કહે છે, “જો તમે તમારા લક્ષ્યો પ્રત્યે ઇમાનદાર હો, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને તે લક્ષ્ય પ્રાપ્ત કરવાથી અટકાવી શકશે નહીં.'
મેરી એના વર્કશીટ એના પગના અંગૂઠાથી કાઢી શકે છે. પગના અંગૂઠા વચ્ચે પેન ભરાવીને લખી પણ શકે છે. આઠમી ગ્રેડમાં ભણતા એના એક વિદ્યાર્થી કેબ્રી ગ્રીફિને કહ્યું, ‘એની પાસેથી એ શીખવા મળે છે કે તમે ગમે તે સ્થિતિમાં હો, તોપણ તમે જે ઇચ્છો તે કરી શકો છો.’
હાર્કિંગ માધ્યમિક શાળાની આ શિક્ષિકા જેટલું પૉઝિટિવ રીતે વિચારે છે એનો ખ્યાલ તો તમને ત્યારે આવે કે એને એના હાથનો અફસોસ નથી, કિંતુ પગ હોવાનો આનંદ છે. એણે એની મોટરની લાઇસન્સ પ્લેટ પર લખ્યું છે ‘હૅપી ફિટ.
134 • તન અપંગ, મન અડીખમ
હેપી ફિટ• 135