________________
આવી અને દીકરીની આવી હાલત જોઈને એનું હૈયું ધ્રુજી ઊઠ્યું. એના શરીર પરથી લોહી વહેતું હતું અને બે કપાયેલા હાથ માંડ માંડ લબડી રહ્યા હતા.
અગિયાર વર્ષની ફૂલ જેવી સુકોમળ દીકરીની આવી સ્થિતિ જોઈને માતાથી આ આઘાત જીરવી શકાયો નહીં અને એ બેભાન બનીને ધરતી પર ઢળી પડી. ભાનમાં આવતાં જ એણે લોહીનીંગળતી દીકરીને બ્લેન્કેટમાં વીંટાળી દીધી અને તરત જ સારવાર માટે દીકરીને ટેકો આપીને હૉસ્પિટલ જવા નીકળી. પણ હૉસ્પિટલ કંઈ ઘરની સામે નહોતી! ત્યાં પહોંચવા માટે પગપાળા જવું પડે. આ ગરીબ પાસે વાહન તો ક્યાંથી હોય ? એટલે એના ઘેરથી નીકળીને બાર કિલોમીટર સુધી પગપાળા ચાલીને હાઈ-વે પર આવેલી હૉસ્પિટલ પર પહોંચી.
અહીં આવતાં સુધીમાં ચારેક કલાકનો સમય વીતી ગયો. એ સમય દરમિયાન મરિસેલના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું. વેદના પુષ્કળ થતી હતી, પણ એને ભૂલીને મરિસેલ માતાની સાથે હિંમતભેર ચાલતી હતી. ડૉક્ટરોએ એની હાલત જોઈ. એના શરીર પર છરીના ઘા વાગ્યા હતા. એક ઘા પીઠ પર હતો, એક ઘા ગરદન પર હતો અને બે ઘા બે હાથના કાંડા પર હતા. કાંડા પર એ હાથ લબડી રહ્યો હતો. ડૉક્ટરોને બહુ આશા નહોતી કે આ છોકરી જીવશે. એમણે એને તાત્કાલિક સારવાર આપવાનું નક્કી કર્યું.
એની પીઠ, ગરદન અને કાંડા પાસે ઓપરેશન કરવામાં આવ્યું. પચીસેક જેટલા ટાંકા લીધા. લબડતો હાથ કાપી નાખવો પડ્યો. મરિસેલ આંગળાં અને હથેળી વિનાની બની ગઈ ! માંડ માંડ એ જીવતી રહી, વિધિની વક્રતા તો એવી કે એ દિવસે એનો બારમો જન્મદિવસ હતો. આ જન્મદિવસ એનો મૃત્યુદિવસ બને તેમ હતો, પરંતુ ડૉક્ટરોની જહેમત, મરિસેલની હિંમત અને એની માતાની શુશ્રષાએ આ છોકરીને જીવતી રાખી.
આપત્તિ આવે છે, ત્યારે ક્યારેય એકલી નથી આવતી એની સેના લઈને આવે છે. વળી ગરીબની આફત તો અનેકગણી બેવડાતી હોય છે. એને માટે દુ:ખની એક ક્ષણ એક યુગ બરાબર બની જાય છે. એના આખા જીવન પર સદાને માટે ભરડો લઈ લે છે. હજી તોફાનીઓએ આ મજબૂર ગરીબોનો પીછો
બે હાથનાં કાંડાં વગરની મરિસેલ અપતાન
છોડ્યો નહોતો. આ બાજુ માતા સાથે મરિસેલ હૉસ્પિટલમાં સારવાર લેવા આવી અને પછીના દિવસે પાછા આવીને જોયું તો કેટલાક ગુંડાઓએ એમનું ઘર લૂંટી લીધું હતું. વળી એમણે માત્ર ઘરવખરી લુંટીને જ સંતોષ માન્યો નહોતો. નિર્દયતાને ક્યાં કોઈ સીમા કે તૃપ્તિ હોય છે એટલે લુંટ કર્યા પછી મરિસેલના ઘરને આગ લગાડીને ભસ્મીભૂત કરી દીધું હતું.
હૉસ્પિટલમાં મરિસેલ પર આટલાં બધાં ઑપરેશન કરવામાં આવ્યાં. ડૉક્ટરોએ એને બચાવવા માટે પુષ્કળ જહેમત ઉઠાવી. કેટલાય પ્રકારની મેડિસીન આપવામાં આવી. હવે એ હૉસ્પિટલમાં રહેવાનો અને સારવારનો ખર્ચો ક્યાંથી કાઢવો ? ઘરના મોવડી એવા મરિસેલના કાકાની તો નિર્દય હત્યા થઈ હતી. મરિસેલ ખુદ લાચાર મોતના મુખમાં બેઠી હતી. ઘરવખરી જ નહીં, પણ આખું ઘર ભસ્મીભૂત થઈ ગયું હતું. આથી હવે કરવું શું? માથે આભ ને નીચે ધરતી સિવાય આ માદીકરી પાસે પોતાનું કશું નહોતું. હવે જવું ક્યાં અને રહેવું ક્યાં ?
138 * તન અપંગ, મન અડીખમ
આફતોની આંધી વચ્ચે જે 139