________________ ધારતા હતા કે હવે રૂસિદાને આખી જિંદગી ઓશિયાળા બનીને જીવવી પડશે અને એનાં માતાપિતાને એમ લાગતું હતું કે આખી જિંદગી આ દીકરીનો બોજ માથે ઉઠાવવો પડશે. એવામાં નિશાળેથી ઊઠી જતાં રૂસિદાને સખીઓનો સાથ ગુમાવવો પડ્યો અને વેરાન જિંદગી વધુ એકલવાયી બની ગઈ. આ સઘળી અવરોધરૂપ પરિસ્થિતિઓ વચ્ચે પણ રૂસિદા સહેજે ડગી નહીં. એના મનમાં મક્કમ નિર્ધાર હતો, તેથી એણે કામ શરૂ કર્યું ત્યારે સૌથી પહેલાં તો એને કૅમેરાને એડજસ્ટ કરવો પડ્યો. એના હાથ પંજા વિનાના હોવાથી કપાયેલા હાથની વચ્ચે કેમેરો રાખીને ચલાવવો પડતો. કૅમેરાનું બટન પણ અમુક રીતે ગોઠવવું પડતું હતું. વળી નાના ટુડિયોની પણ જરૂર હતી. આ સમયે એનો પતિ ઘણી મદદ કરતો હતો. આનું કારણ એ કે એના પતિને રૂસિદાને પામ્યાનું ગૌરવ હતું. રૂસિદાની કામયાબી જોઈને રાજ્ય સરકારે એને ‘વેલ્ફર એમ્પાવરમેન્ટમાં નોકરી આપી છે. એ કૅમેરો ચલાવવામાં જેટલી કાબેલ છે, એટલી જ કાબેલ રોજિંદાં કાર્યો કરવામાં છે. એ પોતાનાં સંતાનને શાળાએ જવા માટે તૈયાર કરે છે. ઘરમાં વસતા એના એક અપંગ ભત્રીજાને સ્નાન કરાવવાનું અને કપડાં પહેરાવવાનું કામ પણ સંભાળે છે અને આ ઉપરાંત ઘરગૃહસ્થી તો ખરી જ ! રૂસિદાની ફોટોગ્રાફીની ખૂબી જોઈને એને આધુનિક ટૅકનોલૉજીવાળા કૅમેરા પણ મળતા જાય છે અને એ એનાથી જલદી પરિચિત થઈ ગઈ છે. કોઈ પણ પરિસ્થિતિમાં આશા ગુમાવવી નહીં, એ એનો જીવનમંત્ર છે. 152 * તન અપંગ, મન અડીખમ