Page #1
--------------------------------------------------------------------------
________________
'તન અપંગ, મન અડીખમ
કુમારપાળ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
તન અપંગ, મન અડીખમ
[દિવ્યાંગોની સંઘર્ષકથા]
કુમારપાળ દેસાઈ
પ્રાપ્તિસ્થાન ગૂર્જર સાહિત્ય ભવન
રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001
ફોન : 079-22144663, 22149660
e-mail: goorjar@yahoo.com, web : gurjarbooksonline.com
ગૂર્જર સાહિત્ય પ્રકાશન
102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે, 100 ફૂટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380015
ફોન : 26934340, 98252 68759 – gurjarprakashantgmail.com
:
Page #3
--------------------------------------------------------------------------
________________
અર્પણ અપાર શારીરિક મુશ્કેલીઓ છતાં
દઢ મનોબળ અને પૉઝિટિવ વિચારધારાથી
જીવનના કપરા જંગમાં આનંદભેર હિંમતપૂર્વક જીવનાર ચંદ્રેશ પ્રાણલાલ શાહ
અને અડગ ધર્મશ્રદ્ધાથી અપૂર્વ સમતા ધારણ કરનાર
ઉષાબેન ચંદ્રેશભાઈ શાહને
સસ્નેહ અર્પણ
કિંમત : રૂ.
પહેલી આવૃત્તિ : ૨૦૧૬
Tan Apang, Man Adikham
by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1 ( કુમારપાળ દેસાઈ
પૃષ્ઠ : 8+152 ISBN : 978-93
નકલ : 1250
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ,
અમદાવાદ-380001 ફોન : 22144663,
e-mail: goorjar@yahoo.com
મુદ્ર કે : ભગવતી ઑફસેટ સી/૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004
Page #4
--------------------------------------------------------------------------
________________
લેખકની વાત
આજથી ૪૩ વર્ષ પૂર્વે છેક ઈ. સ. ૧૯૭૩માં સમાજમાં અપંગોની થતી અવગણના અને એમને વિશે ચોતરફ પ્રસરેલું અજ્ઞાન જોઈને શરીરબળનો જેમાં સવિશેષ મહિમા છે એવા રમતવિશ્વમાં અપંગોએ સંઘર્ષ ખેડીને મેળવેલી સિદ્ધિના પ્રસંગો ધરાવતા ‘અપંગનાં ઓજસ' પુસ્તકની રચના કરી. માત્ર દિવ્યાંગોની દુનિયામાં જ નહીં, પરંતુ સર્વત્ર એ પુસ્તકને ઉષ્માભર્યો આવકાર મળ્યો. કેટલીક શાળાઓમાં એને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારવામાં આવ્યું. બ્રેઇલ લિપિમાં રૂપાંતર થતાં પ્રજ્ઞાચક્ષુઓને એનો લાભ પ્રાપ્ત થયો. હિંદી અનુવાદની ઑડિયો કૅસેટ પણ તૈયાર કરવામાં આવી. ગુજરાત સરકારની ગુણવત્તાવાળાં પુસ્તકોની સાહિત્ય-સ્પર્ધામાં એને પારિતોષિક પ્રાપ્ત થયું.
‘અપંગનાં ઓજસ’ પુસ્તકની ગુજરાતીમાં આઠેક આવૃત્તિ પ્રગટ થઈ. એ પછી હિંદીમાં ‘પ્રદિન તેન, કિન મન' નામે અનુવાદ કર્યો, તેની ત્રણ આવૃત્તિ પ્રગટ થઈ ચૂકી છે અને એ જ પુસ્તકનો ‘The Brave Hearts’ને નામે અંગ્રેજીમાં અનુવાદ કરતાં એની ચાર આવૃત્તિ પ્રગટ થઈ છે. એ પછી અવારનવાર દિવ્યાંગો વિશે વક્તવ્યો આપવાનું અને ‘ઈંટ-ઇમારત’ અને ‘પારિજાતનો પરિસંવાદ' કૉલમમાં પ્રસંગો લખવાનું બનતું હતું, પરંતુ થોડા સમય પૂર્વે પ્રજ્ઞાચક્ષુ શ્રી રણછોડભાઈ સોની અને અંધજનો માટે ઉમદા કલ્યાણકાર્ય કરનાર શ્રી જસુભાઈ કવિએ આગ્રહપૂર્વક કહ્યું કે હવે ઘણો વખત થઈ ગયો છે. ‘અપંગનાં ઓજસ' જેવું બીજું પુસ્તક આપો. એને પરિણામે આ પુસ્તકનું સર્જન કર્યું. જાણીતા ડૉક્ટર શિલીન શુક્લ પાસેથી મેડિકલની પરિભાષા સમજ્યો. શ્રી જનકભાઈ શાહે આમાંની ઘણી સામગ્રી મોકલાવી, જેને પરિણામે આ પુસ્તકનું સર્જન થયું. દિવ્યાંગોની ક્ષમતા અને સામર્થ્યનો આમાંથી ખ્યાલ આવશે.
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહે એનું પ્રકાશન કરવાનું સ્વીકાર્યું તે બદલ આભારી છું. આ પુસ્તક માત્ર દિવ્યાંગો માટે જ નહીં, પરંતુ પ્રત્યેક વ્યક્તિને જીવનસંઘર્ષ સામે મથામણ કરવાની દૃષ્ટિ અને શક્તિ આપશે અને મુશ્કેલીઓ સામે
ઝઝૂમનારાં લોકોને પ્રેરણા આપશે તેવી આશા રાખું છું.
૩૦-૮-૨૦૧૬
કુમારપાળ દેસાઈ
અમદાવાદ
અનુક્રમ
૧. અમર ખુશબો
૨. અપંગ, નથી સહેજે અશક્ત
૩. જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય
૪. વિજેતા ભુલાઈ ગયા !
૫. હિંમતે મર્દા, તો...
૬. મુસ્કાનનું હાસ્ય
૭. કર્ણાની દેવી
૮. સાહસ પાડે સાદ
૯. જિંદગી માણવાનો તરીકો
૧૦. જીવી જાણનારો
૧૧. નિવૃત્તિને નમાવનારો
૧૨. જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય !
૧૩. કદી હારી ખાવું નહીં !
૧૪. હલેસાં વિના ચાલતી હોડી
૧૫. ઝૂકે તે જેમી નહીં !
૧૬. ‘હૅપી ફિટ’
૧૭.
આફતોની આંધી વચ્ચે
૧૮. અટકવું એ આદત નથી
9
17
27
33
41
53
65
77
82
93
97
ཥི ཎྜ ཎྜ ཟླ་ྦཋ ཝཱ
113
120
131
136
Page #5
--------------------------------------------------------------------------
________________
તન અપંગ, મન અડીખમ
a કુમારપાળ દેસાઈ 9
સાહિત્યસર્જન વિવેચન : શબ્દસંનિધિ * ભાવન-વિભાવન * શબ્દસમીપ * સાહિત્યિક નિસબત ચરિત્ર : લાલ ગુલાબ “ મહામાનવ શાસ્ત્રી અપંગનાં ઓજસ “વીર રામમૂર્તિ * સી. કે. નાયડુ • ફિરાક ગોરખપુરી * લોખંડી દાદાજી * લાલા અમરનાથ * આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર * માનવતાની મહેંક * જીવતરની વાટે, અક્ષરનો દીવો * તન અપંગ, મન અડિખમ * માટીએ ઘડ્યી માનવી પત્રકારત્વ : અખબારી લેખન * અનુવાદઃ નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકન્યાની નાટ્યકૃતિનો અનુવાદ)* નવલિકાસંગ્રહ : એકાંતે કોલાહલ સંપાદન : સાહિત્ય અને પત્રકારત્વ નર્મદઃ આજના સંદર્ભમાં * બાળસાહિત્ય સંગોષ્ઠિ * એકવીસમી સદીનું બાળસાહિત્ય + અદાવત વિનાની અદાલત એક દિવસની મહારામી * હું પોતે (નારાયણ હેમચંદ્ર) * 'The unknown life of Jesus Christ + ચંદ્રવદન મહેતા નાટ્યશ્રેણી ભા. ૧ થી ૫ ચિંતન : ઝાકળ ભીનાં મોતી ૧-૨-૩ મોતીની ખેતી * માનવતાની મહેક તૃષા અને તૃપ્તિ * શ્રદ્ધાંજલિ + જીવનનું અમૃત * દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો * મહેંક માનવતાની + ઝાકળ બન્યું મોતી + ક્ષણનો સાક્ષાત્કાર * ફૂલની આંખે, ઝાકળ મોતી + ક્ષણનો ઉત્સવ * પ્રસન્નતાનાં પુષ્પો “ શ્રદ્ધાનાં સુમન * જીવનનું જવાહિર * મનની મિરાત * શીલની સંપદા બાળસાહિત્ય : વતન, તારાં રતન * ડાહ્યો ડમરો • કેડે કટારી, ખભે ઢાલ + બિરાદરી + મોતને હાથતાળી * ઝબક દીવડી * હૈયું નાનું, હિંમત મોટી * નાની ઉંમર, મોટું કામ * ભીમ + ચાલો, પશુઓની દુનિયામાં ૧-૨-૩ + વહેતી વાતો * મોતીની માળા *વાતોનાં વાળ ઢોલ વાગે ઢમાઢમ “સાચના સિપાહી કથરોટમાં ગંગા હિંદી પુસ્તકો : પાદિન તન, કે મન કે આનંધન કે અંગ્રેજી પુસ્તકો : Jainism • The Cosmic Vision The Brave Heart A Pinnacle of Spirituality Our life in the context of five Anuvrat and Anekantwad Influence of Jainism on Mahatma Gandhi * Tirthankara Mahavir Glory of Jainism * Non-violence: A way of life * Stories from Jainism (તથા સંશોધન, સંપાદન તેમજ હિંદી અને અંગ્રેજીમાં અન્ય ત્રીસ પુસ્તકો)
કુમારપાળ દેસાઈ
Page #6
--------------------------------------------------------------------------
________________
અમર ખુશબો
રોગ તો ઘણા થાય, પણ સૌથી જીવલેણ રોગ ગણાય કેન્સર.
એ જમાનાની વાત છે જ્યારે કૅન્સરનું નામ પડતાં જ ભયથી કંપારી છૂટતી હતી. લાકડાને ઊધઈ લાગે અને અંદરથી કોરાઈ જાય, એમ કૅન્સર થતાં શરીર ગળવા માંડે. પીડા ધીરે ધીરે વધતી જાય, સઘળા ઇલાજ નાઇલાજ બને, વેદનાનો કોઈ પાર નહીં. રિબાઈ રિબાઈને મોત મળે.
આવો રોગ થાય એટલે ભલભલાના હાંજા ગગડી જાય. ગમે તેવો કઠણ હૃદયનો માનવી મીણ જેવો પોચો બની જાય. ૨ાતદિવસ પોતાને બારણે જમરાજને ટાંપીને સામે ઊભેલા જ જુએ !
૧૯૫૬ની ૨૭મી સપ્ટેમ્બરે અવસાન પામેલી અમેરિકાના સ્પોર્ટ્સ જગતની મહારાણી ગણાતી ‘બેબ’ ઝહરિયાસનું સ્મરણ થાય છે. રમતના મેદાન પરની એની
‘બેબ’ ઝહરિયાસ
Page #7
--------------------------------------------------------------------------
________________
કામિયાબીની સાથોસાથ જીવન સંઘર્ષ ખેલવાની એની અપ્રતિમ તાકાત યાદ આવે છે. એક નહીં પણ અનેક રમતોમાં ભવ્ય સિદ્ધિઓ હાંસલ કરનાર બેબ ઝહરિયાસ એક એવી ખેલાડી હતી કે એ જે રમતમાં ઝુકાવે એમાં સર્વશ્રેષ્ઠ બનીને જ જંપે. જ્યાં સુધી એ રમતમાં નવા વિક્રમો સર્જે નહીં ત્યાં સુધી એ બેચેન રહેતી, અથાગ પ્રયત્નો કરતી અને એક સિદ્ધિ મળે એટલે ફરી પાછી બીજી રમતમાં ઝંપલાવતી.
આવી બેબ ઝહરિયાસ બીમાર પડી અને નિષ્ણાત ડૉક્ટરોએ એની ડૉક્ટરી તપાસ કર્યા બાદ કહ્યું, “અમને કહેતાં ઘણું દુઃખ થાય છે કે તમને કેન્સરનો રોગ લાગુ પડ્યો છે. હવે તમારે ઘણાં સાવધ બનીને જીવવું પડશે. શ્રમભર્યું જીવન ત્યજીને સંપૂર્ણ આરામ લેવો પડશે.”
“એટલે ” બેબ ઝહરિયાસે પૂછ્યું.
એનો અર્થ એ કે હવે તમે કોઈ પણ રમતમાં ભાગ લઈ શકશો નહીં. અરે ! થોડાય થાક લાગે તેવું કામ કરવાની તમને સખત મનાઈ છે. આ રોગ જીવલેણ છે. આને વધતો અટકાવવા હજી અમારે ‘કૉલોસ્ટોમી' (મોટું આંતરડું કાપીને પેટ પર કૃત્રિમ ગુદા બનાવવી) નામનું એક મોટું અને ગંભીર ગણાતું ઓપરેશન કરવું પડશે. ઈશ્વરને પ્રાર્થના કરો કે એમાં અમે સફળ જઈએ.”
પણ ગોલ્ફની રમતમાં નિપુણ બનવાની મારી તીવ્ર મહેચ્છાનું શું ? હું બધું છોડી શકું, પણ મારી પ્યારી ગોલ્ફની રમત ખેલવાનું છોડી શકું નહીં.”
ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “શ્રીમતી ઝહરિયાસ, હવે એ સઘળું ભૂલી જાવ. તમારે તમારી પ્યારી રમત છોડવી જ પડશે. હવે તમે ક્યારેય ગૉલ્ફની રમતનાં ખેલાડી તરીકે નહીં, પણ માત્ર પ્રેક્ષક તરીકે જ રહી શકશો. માનવીની ઇચ્છા એક ચીજ છે, એની શક્યતા બીજી બાબત છે.”
બેબ ઝહરિયાસના મુખ પર ચિંતાનું મોજું ફરી વળ્યું. એ ઊંડા વિચારમાં પડી ગઈ. ડૉક્ટરોને થયું કે ની આ રમતની મહારાણી રોગના મહારાજા કૅન્સરથી મૂંઝાઈ ગઈ. બેબ ઝહરિયાસના પતિ અને જાણીતા કુસ્તીબાજ જ્યોર્જ ઝહરિયાસ એને હિંમત આપવા લાગ્યા.
બેબને જીવલેણ કૅન્સરનો ડર ન હતો. એને ગંભીર ઑપરેશનની ફિકર નહોતી. એને ચિંતા એટલી જ થતી હતી કે શું એ હવે પોતાની અતિ પ્રિય એવી ગૉલ્ફની રમત નહીં ખેલી શકે ? એમાં નામના મેળવવાનું પોતાનું સ્વપ્ન સાકાર
નહીં થાય ? એ બધું છોડી શકે એમ હતી, પણ ગોલ્ફ નહીં. ગોલ્ફમાં પારંગત થવાની ઇચ્છા આગળ એ પ્રાણની પરવા કરે તેમ ન હતી.
એના મનમાં એક પછી એક દૃશ્ય પસાર થવા લાગ્યાં. એની જિંદગી ક્યારેય સુંવાળી સેજ
સમી ન હતી. એને ૧૯૩૨ની લૉસ એન્જલિસની ઑલિમ્પિક સ્પર્ધામાં ખુદને એશઆરામ કે ભાલાફેંકમાં વિશ્વવિક્રમ નોંધાવી સુવર્ણચંદ્રક મેળવનારી આળપંપાળ કદીય બેબ ઝહરિયાસ
પસંદ ન હતાં. જીવનના માર્ગમાં ડગલે ને પગલે કંટકોનો અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આવી આપત્તિ અને યાતનામાંથી મૂંઝવણ થવાને બદલે એનો આનંદ ઓર વધતો હતો. એની સિદ્ધિના માર્ગે ચાલતી કૂચ બેવડા જોશ અને ઝડપથી ચાલવા માંડતી.
ટેકસાસના એક અત્યંત ગરીબ કુટુંબમાં બેબનો જન્મ થયો હતો. બાળપણમાં એ બાસ્કેટ બોલ રમવા ગઈ અને એવી તો મજા આવી કે આખી જિંદગી રમતગમતની પાછળ ન્યોછાવર કરી દેવાનો નિરધાર કર્યો. રમતમાં તાકાત ટકાવવા માટે પૌષ્ટિક ખોરાક લેવો પડે. એના ઘેર એક ટંક ભોજનનાં જ ફાંફાં, ત્યાં વળી પૌષ્ટિક ખોરાકની તો વાત જ કેવી ? મનમાં સતત એક ૨ટણ ચાલ્યા કરે. જુદી જુદી રમતમાં ભાગ લઉં અને એમાં આગળ આવું. ભલે ગમે તેટલી મહેનત કરવી પડે, ગમે તેટલાં સંકટો સહેવાં પડે, પણ જે રમતમાં ઝુકાવીશ એમાં નિપુણતા મેળવીશ. ન મળે ત્યાં સુધી આરામ હરામ ! એક વાર એના કોચે કહ્યું કે ભાલાફેંકની સ્પર્ધામાં અમેરિકાની મહિલાનો
અમર ખુશબો • 3
2 • તન અપંગ, મન અડીખમ
Page #8
--------------------------------------------------------------------------
________________
અમુક વિક્રમ છે. બસ, પછી તો ભાલો લઈને મેદાન પર આવી. સતત તાલીમ લેતી રહી. વિક્રમ તુટે નહીં ત્યાં સુધી પગ વાળીને બેસવાની વાત જ કેવી ? અમેરિકાની રાષ્ટ્રીય સ્પર્ધા થઈ. અગાઉનો વિક્રમ તોડીને નવો વિક્રમ રચી દીધો. અમેરિકાની વિશ્વવિખ્યાત બાસ્કેટ બોલની ટીમના ખેલાડી તરીકેની પોતાની રમત યાદ આવી. સોફ્ટ બોલની રમતમાં ઑલ અમેરિકન ટીમમાં સ્થાન મેળવ્યું. સ્વિમિંગમાં કાબેલ બની. ટેનિસમાં મોટા મોટા ખેલાડીઓનાં માન ઝુકાવ્યાં હતાં, જેટલી કુશળતા ઘોડેસવારીમાં મેળવી, એટલી જ કાબેલિયત તીરંદાજીમાં હાંસલ કરી હતી.
માત્ર સત્તરમે વર્ષે ઊંચા કુદકામાં સ્થાપેલા વિશ્વવિક્રમની સિદ્ધિ નજર આગળ તરવરવા લાગી. અઢારમે વર્ષે ઑલિમ્પિક સ્પર્ધા માટેની પૂર્વ તૈયારીરૂપ હરીફાઈમાં ભાગ લીધો. આમાં ખેલકૂદની ટીમ થઈ નહીં, આથી લગભગ એકલી એની જ ટીમ બની. આમાં જુદી જુદી ખેલકૂદની સ્પર્ધામાં ભાગ લઈને ત્રીસ પોઇંટ મેળવ્યા. એણે એકલીએ આટલા પૉઇંટ મેળવીને પોતાની ટીમને ચૅમ્પિયનશિપ અપાવી હતી ! બેબ પાંચ સ્પર્ધામાં વિજેતા બની, પણ એને ઑલિમ્પિકની ત્રણ સ્પર્ધામાં જ ભાગ લેવાની પરવાનગી આપી !
૧૯૩૨માં લોસ એન્જલિસમાં ખેલાનારી ઑલિમ્પિક સ્પર્ધાનો સમય આવ્યો. તાલીમ લેવાની કોઈ સગવડ નહીં. ગરીબી એટલી કે સાધન લાવવાની કોઈ શક્તિ નહીં. પડોશીને વિનંતી કરી કે એના ઘરની પાછળના વિશાળ ખુલ્લા ભાગમાં દોડવાની પરવાનગી આપે. પડોશીએ રજા આપી અને એ ખરબચડી જમીન પર એણે દોડવાની શરૂઆત કરી. પોતાને તો વિપ્નદોડમાં ઊતરવું હતું. આ સમયે સ્ત્રીઓની ૮૦ મીટરની વિપ્નદોડ (હર્ડલ્સ) રમાતી હતી. આમાં દરેક વિન(હર્ડલ)ની ઊંચાઈ બે ફૂટ અને છ ઇંચ રાખવામાં આવતી. ૮૦ મીટરમાં આઠ વિજ્ઞ (હર્ડલ્સ) હોય છે. આથી નાનકડા છોડને કુદી કુદીને વિનદોડની તાલીમ લેવા લાગી. કોઈ સાધન નહીં. કોઈ સગવડ નહીં, છતાં એણે એંસી મીટરની વિપ્નદોડમાં ઝુકાવ્યું.
૧૯૩૨ની લોસ એન્જલિસની આ ઑલિમ્પિક સ્પર્ધામાં જગતના ચુનંદા રમતવીરો મેદાને પડ્યા હતા. આ સમયે એણે અગિયાર મિનિટ અને સાત સેકન્ડમાં એંસી મીટરની વિપ્નદોડમાં નવો વિશ્વવિક્રમ નોંધાવ્યો અને સાથોસાથ પ્રથમ આવનાર માટેનો સુવર્ણચંદ્રક મેળવી ગઈ. એ પછી એકસો તેંતાલીસ ફૂટ અને ચાર ઇંચ જેટલા અંતરે ભાલો ફેંકીને વિશ્વવિક્રમ નોંધાવ્યો અને સુવર્ણચંદ્રક
4 • તન અપંગ, મન અડીખમ
હાંસલ કર્યો. આ સમયે તેનું નામ | (એ સમયે એનું નામ મિલ્ડરેડ ડિડ્રિક્સન) રમતવિશ્વમાં ચોમેર ગાજવા લાગ્યું. એને ખૂબ નામના મળી.
બાસ્કેટ બૉલ, ઊંચો કૂદકો, વિદનદોડ અને ભાલા-ફેંક જેવી તદ્દન જુદી જુદી સ્પર્ધાઓમાં નામના મેળવ્યા પછી એક નવી જ રમત પર હાથ અજમાવવાનું એને મન થયું. એ રમતનું નામ હતું ગોલ્ફ. એની લગની કહો તો લગની, આદત કહો તો આદત અને વ્યસન કહો તો વ્યસન. પણ
જેને ગોલ્ફનું ઘેલું લાગે એ એની ગોલ્ફની સ્પર્ધામાં બેબ ઝહરિયાસ
" પાછળ દીવાનું બની જાય. બેબને
ગૉલ્ફની રમત સાદ પાડવા લાગી. એણે ગોલ્ફની રમત શીખવાની શરૂ કરી. લગની એવી કે જે રમતમાં ઝુકાવે, તેમાં શ્રેષ્ઠ બનીને જ જંપે. ટેકસાસ રાજ્યના ફોર્ટવર્થ શહેરમાં ખેલાયેલી ગૉલ્ફ સ્પર્ધામાં વિજય મળ્યો. આ પછી એક પછી એક ગોલ્ફ સ્પર્ધામાં ખેલતી જતી અને વિજય મેળવતી રહેતી.
નૅશનલ ગોલ્ફની (ઓપન) સ્પર્ધામાં વિજય મેળવ્યો. મહિલા ગૉલ્ફના તમામ વિક્રમ તોડી નાખ્યા. પુરુષોની ગોલ્ફસ્પર્ધામાં એને ખેલવાની મનાઈ ફરમાવવામાં આવી, પણ એ પછી એક એમૅચ્યોર (શોખીન ખેલાડીની) સ્પર્ધામાં એને રમવાની તક મળી. આમાં બેન હોગાન, બાયરન નેલ્સન અને શામ સ્નેડ જેવા પોતાના સમયના જાણીતા ગોલ્ફરોને પાછા પાડી દીધા. પણ કૅન્સરના નિદાને એની વિજય-પરંપરા અટકાવી. પોતે ગોલ્ફ નહીં ખેલી શકે એની ચિંતા બેબને સતાવવા લાગી.
બેબના જીવનમાં વિચિત્ર પળ આવી હતી. આટલું બધું માન મેળવ્યું,
અમર ખુશબો • 5
Page #9
--------------------------------------------------------------------------
________________
દેશને ગૌરવ અપાવ્યું. દરેક સ્પર્ધામાં નવા વિશ્વવિક્રમ રચ્યા અને જ્યારે પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે ? ત્યારે એને કેન્સરનો જીવલેણ રોગ લાગુ પડ્યો. આવી યુવાન, આટલી શક્તિશાળી અને આટલી બધી પ્રસિદ્ધિ મેળવનારી નારીને કોઈ કહે કે તમને કેન્સર છે, હવે તમે લાંબું નહીં જીવી શકો, કદાચ આ ગંભીર ઑપરેશનમાં પણ કંઈક અશુભ બની જાય, ત્યારે એના દિલને કેટલો ઊંડો આઘાત લાગે ?
સદાય ઝઝૂમવામાં માનનારી બેબ ઝહરિયાસે પળવારમાં આવા ભીરુ, કાયર વિચારો ખંખેરી નાખ્યા. એને ઓપરેશન કે મોતનો ડર ન હતો. મનોમન ગાંઠ વાળી કે એક દિવસ હું ફરીથી જરૂર ગોલ્ફ ખેલીશ. માત્ર એ રમત જ નહીં ખેલું, પણ વિજેતાનું માન મેળવીને જ જંપીશ.
ઈ. સ. ૧૯૫૩માં “કૉલોસ્ટોમી'નું ગંભીર આપરેશન કરવામાં આવ્યું. બેબ ઝહરિયાસ મોતથી ડરતી ન હતી. એ શાંતિથી પ્રભુપ્રાર્થના કરતી હતી. એના મનની મજબૂતાઈ પોલાદી હતી, એનો નિર્ધાર અચળ હતો, એના આત્માની તાકાત અનેરી હતી. ઑપરેશન સફળ થયું. ડૉક્ટરોએ જણાવ્યું કે હવે એ ગોલ્ફની રમતમાં માત્ર પ્રેક્ષક તરીકે જ ભાગ લઈ શકશે અને એ પણ સહેજે થાક ન લાગે એની પૂરેપૂરી તકેદારી સાથે ક્યારેક જ રમત જોવા જઈ શકશે.
આવા ગંભીર આપરેશનને હજી પૂરા ત્રણ મહિના વીત્યા ન હતા અને બેબ ઝહરિયાસ ગોલ્ફ કોર્સ પર ઘૂમવા લાગી. એ માત્ર ગોલ્ફ નિહાળતી ન હતી, પણ આ રમતની રસાકસીભરી સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી. એણે શિકાગોમાં ઉનાળાની અધવચમાં ખેલાતી ટયમ ઓસેન્ટર અમેરિકન સ્પર્ધામાં ભાગ લીધો. ધીમે ધીમે બેબ એની તાકાત પાછી મેળવતી હતી. ઑપરેશનને હજી છ મહિના થયા હતા અને બેબ ઝહરિયાસે ફ્લોરિડા રાજ્યની સેરબિન ગૉલ્ફ સ્પર્ધામાં ઝુકાવ્યું. આમાં સુંદર રમત ખેલીને વિજય મેળવ્યો.
૧૯૫૪માં બંબ ઝહરિયાસે રાષ્ટ્રીય મહિલા (ઓપન) ગૉલ્ફસ્પર્ધામાં જીત મેળવી. ફરી કૅન્સરનું દર્દ પરેશાન કરવા લાગ્યું. ઝહરિયાસને બીજી વાર
પરેશન કરાવવું પડ્યું. ફરી ગૉલ્ફના મેદાન પર પાછી આવી. એને ટામ ઓસેન્ટર અમેરિકન સ્પર્ધામાં જીત મેળવવાની હતી. આમાં વિજય હાંસલ કરે તો એને ‘ભવ્ય સન્માન' (ગ્રાન્ડ સ્લામ) મળે. આ તો એનું સપનું હતું. એ સાકાર કરવા જાનની બાજી લગાવી ઝઝૂમતી હતી.
બે ગંભીર ઑપરેશનને કારણે ઘણી અશક્તિ આવી ગઈ હતી. હજી જીવલેણ રોગ તો ઘર કરીને બેઠો હતો એટલું જ નહીં, પણ શરીરમાં એની અસર વધારતો હતો, પણ આ આનંદી નારી પોતાના આત્મબળથી ભયાનક રોગને મહાત કરતી હતી. સહુ કોઈ આ રમતની મહારાણીને મનોબળની સમ્રાજ્ઞી તરીકે ઓળખવા લાગ્યા. બેબ ઝહરિયાસે પોતાની તમામ આવડતથી સ્પર્ધામાં ઝુકાવ્યું.
શરીર થાક્યું હતું, પણ મન ગૉલ્ફમાં ગ્રાન્ડ સ્લમ હાંસલ કરી ટ્રૉફી
મક્કમ હતું. દેઢ મનોબળ
આગળ નિર્બળ શરીરની શી મેળવનારી બેબ ઝહરિયાસ
ગણના ? એ બિચારું તો મનની મજબૂતાઈ કહે તેમ કરે, દોરે ત્યાં જાય , દોડાવે તેમ દોડે. ટામ ઓસેન્ટરની સ્પર્ધામાં ઝહરિયાસને જીત મળી. ગૉલ્ફની દુનિયામાં એના નામનો ડંકો વાગી ગયો.
ઝહરિયાસના શરીરમાં રોગ હતો, પણ મન નીરોગી હતું. સદાય હસતીકૂદતી ઝહરિયાસને જોનારને ખ્યાલ પણ ન આવે કે આ નારીના દેહમાં આવો જીવલેણ રોગ ઘર કરી બેઠો હશે ! જેટલા ઉત્સાહથી રમત ખેલતી, એટલા જ આનંદથી જીવન જીવતી.
ફરી એક ઝંઝાવાત બેબના જીવન પર ફરી વળ્યો. પોતાના બે મિત્રો સાથે ટેક્સાસના દરિયાકિનારે મોટરમાં ઘૂમવા નીકળી. ઝડપભેર જતી મોટર રેતીમાં ઘસડાઈ ગઈ. બેબ ઝહરિયાસે ખૂબ પ્રયત્ન કરીને, વાળીને મોટરને રસ્તા પર લાવી દીધી. આમ કરવા જતાં એની કરોડરજ્જુને નુકસાન થયું. ગોલ્ફમાં તો વારંવાર વાંકા વળવું પડે. વાંકા વળીને જ દડો ફટકારવાનો હોય. કરોડરજ્જુમાં સખત વેદના થતી હતી, પણ બંબ ઝહરિયાસ હિંમત હારી નહીં.
અમર ખુશબો • 7.
6 * તન અપંગ, મન અડીખમ
Page #10
--------------------------------------------------------------------------
________________
અપંગ, નથી સહેજે
અશક્ત
જે કૅન્સરને ગણકારે નહીં એને વળી આવી વેદનાનો શો ભય ? એણે ગોલ્ફની ત્રણ સ્પર્ધાઓમાં ભાગ લીધો. એકમાં તો વિજેતા પણ બની.
આખરે બેબ ઝહરિયાસને દવાખાનામાં દાખલ થવું પડ્યું. એની કરોડરજ્જુનું ઑપરેશન કરવામાં આવ્યું. એક ઝઝૂમતી જિંદગીના અંતનો આરંભ થયો. જીવનની અંતિમ પળે બેબ ઝહરિયાસે પોતાના પતિને હસતાં હસતાં કહ્યું, “તમને જરૂર મારા જેટલો પ્રેમ રાખનારી અન્ય સ્ત્રી મળી રહેશે.”
બેબ હરિયાસના આ શબ્દો સાંભળીને એનો પતિ ચોધાર આંસુએ રડવા લાગ્યો. આ સમયે બેબ હરિયાસે પોતાના પતિને હિંમત આપતાં કહ્યું, “આમ ન કરો. આવું રડવું શા માટે ? આ બીમારી દરમિયાન મને એક વાત શીખવા મળી. માનવીના આખા જીવનમાં આનંદની તો એકાદી પળ જ આવે છે, જ્યારે મારું જીવન તો આનંદથી ભરપૂર છે. એમાં કેટલી બધી ઘટનાઓ આનંદદાયક રહેલી છે !”
કેન્સરનું દર્દ ભયંકર પીડા આપતું હતું. વારંવાર ઑપરેશન થવાથી આખું શરીર અશક્ત બની ગયું હતું. જગતભરમાં નામના મેળવી, પણ માત્ર બેંતાલીસ વર્ષની વયે જ મોત માગણી કરતું ઊભું હતું, છતાં પોતાના જીવનની આ સૌથી કરુણ ઘટનાને બેભ ઝહરિયાસે કેવા આનંદથી ખાવકારી ! મોતની મૂંઝવતી પળે આ નારી જીવનના આનંદની વાત કરતી હતી !
ઈ. સ. ૧૯૫૬ માં બેંતાલીસ વર્ષની વયે બેબ હરિયાસનું અવસાન થયું. તદ્દન કંગાળ સ્થિતિમાંથી આપત્તિઓને ઓળંગીને મહાન મહિલા રમતવીર બનનારી બેબ હરિયાસ જેવી બીજી ખેલાડી સ્ત્રી જોવા મળશે ખરી? સાવ જુદી જુદી રમતમાં આટલું બધું પ્રભુત્વ ધરાવનારી નારી થશે ખરી?
ગૉલ્ફની રમતમાં એણે જે ટલા વિક્રમ નોંધાવ્યા, એવી નિપુણતા આ રમતમાં કોઈ સ્ત્રી બતાવી શકશે ખરી ? કદાચ આ બધુંય શક્ય બને, પરંતુ શરીરમાં આવા જીવલેણ રોગને સંઘરીને ગોલ્ફની મહેનતભરી સત્તર-સત્તર સ્પર્ધામાં સતત વિજય મેળવનારી દઢ મનોબળવાળી બીજી બેબ હરિયાસ તો જોવા નહીં જ મળે !
મુસીબતોને પાર કરનારા જવાંમર્દ માનવતાની મહેક ફેલાવે છે!
આસાનીથી ઝૂકી જવાને બદલે જંગ ખેડનારા જવાંમર્દો જ જગતમાં ઇતિહાસ રચે
૨૦૦૮નું એ વર્ષ હતું. અમેરિકાની સુખસાહ્યબી ત્યજીને સ્પેન્સર વેસ્ટ માનવસેવા કાજે પહેલી વાર પૂર્વ આફ્રિકાના કેનિયા દેશમાં આવ્યો. એની પાસે અમેરિકાની ઉચ્ચ પદવી હતી. કોમ્યુનિકેશન્સ જેવા બહોળી માંગ ધરાવતા વિષયમાં સ્નાતક થયો હતો. વળી કૉર્પોરેટ કંપનીમાં ઊંચા પગારની નોકરી હતી.
એની જિંદગીનું હર ખ્વાબ પૂરું થયું હતું. એની પાસે પોતાનું મકાન હતું, મોટર હતી અને સારી એવી સંપત્તિ એકઠી કરી હતી. માનવીને બીજું જોઈએ શું ? બધું હતું,
પેન્સર વેસ્ટ
8 • તેને અપંગ, મન અડીખમ
Page #11
--------------------------------------------------------------------------
________________
છતાં એને કશું ખૂટતું-ખૂંચતું લાગતું હતું. કંઈક ન હોવાનો અહેસાસ એના દિલમાં શુળની માફક ભોંકાતો હતો. ધનિક હતો, છતાં ભીતરમાં ખાલીપાનો અનુભવ કરતો હતો. ઘણું પામ્યો હતો અને છતાં કશું પામ્યો નથી, એવી મુંગી વેદના હૃદયમાં હતી. એના મનને અહર્નિશ એક અજંપો પજવતો હતો.
એ વિચારતો હતો કે મોટી રકમનો પે-ચૅક અને ભૌતિક ચીજ-વસ્તુઓની સીમામાં જ જીવનની ઇતિશ્રી નથી. જીવન તો પોતાના સુખને પેલે પાર પારકાના સુખમાં વસે છે ! એના એક મિત્રે એને દુષ્કાળગ્રસ્ત આફ્રિકાના કેનિયાનો પ્રવાસ ખેડવા કહ્યું. એ સમયે પૂર્વ આફ્રિકામાં સૌથી વધુ ભીષણ દુષ્કાળ પડ્યો હતો. સ્પેન્સર વેસ્ટ કેનિયાનો પ્રવાસ ખેડવાનું નક્કી કર્યું, ત્યારે મનોમન વિચાર્યું કે મારે એ લોકોને એવી વાત કરવી નથી કે જે મેં કદી કરી ન હોય ! મારે એમને કશુંક કરીને બતાવવું છે, જેની એમણે કલ્પના પણ કરી ન હોય !
સ્પેન્સર વેસ્ટ જનસેવા માટે કેનિયા પહોંચ્યો કે એની આસપાસ મેલાંઘેલાં, ગરીબ આફ્રિકન બાળકો વીંટળાઈ વળ્યાં. કેટલાંકનાં શરીર હાડપિંજર જેવાં હતાં, તો કેટલાંકે શરીર ઢાંકવા માત્ર એક નાનું અધોવસ્ત્ર પહેર્યું હતું. આ અશ્વેત બાળકોને શ્વેત વર્ણ ધરાવતા સ્પેન્સર વેસ્ટને જોઈને અપાર જિજ્ઞાસા જાગી ઊઠી. આફ્રિકન બાળકો સ્વાહિલી ભાષામાં એની આજુબાજુ ઠઠ્ઠા-મજાક કરતાં ઘૂમવા લાગ્યાં. એણે અમેરિકાથી કેનિયાની એક નિશાળમાં સહાય કરી હતી, ત્યારે નિશાળની બહાર ઘાસના મેદાન પર એ બેઠો અને બાળકો એને ઘેરી વળ્યાં. બંને પગવિહોણા સ્પેન્સરને એક બાળકે પૂછવું, અરે, તમારા પગ ક્યાં ખોવાઈ ગયા છે?”
તો બીજાએ કુતૂહલથી સવાલ કર્યો, ‘તમે અમેરિકાથી આવો છો, તો અમેરિકામાં પગ ભૂલીને તો આવ્યા નથી ને !'
સ્પેન્સર વેસ્ટે કહ્યું, ‘ના, એવું નથી. હું કશું ભૂલ્યો નથી. હું જભ્યો, ત્યારે વારસાગત રોગને કારણે મારા બંને પગની શક્તિ ગુમાવી બેઠો હતો. પગ ખરા, પણ જોર નહીં, પગ ખરા, પણ સહેજે ચાલે નહીં ! મારે આગળપાછળ ખસવું હોય, તો બે હાથ જમીન પર મૂકીને ઢસડાતા ઢસડાતા આગળપાછળ માંડ ખસી શકતો. હું માત્ર ત્રણ વર્ષનો નાનકડો બાળક હતો, ત્યારે આ
પ્રવચન આપતો પગવિહોણો સ્પેન્સર વેસ્ટ રોગને કારણે ઢીંચણથી નીચેના મારા બંને પગ ડૉક્ટરોએ ઑપરેશન કરીને કાપી નાખ્યા અને પાંચ વર્ષની ઉંમરે તો કમરથી નીચેના બાકીના મારા બંને પગ ડૉક્ટરોએ ઑપરેશન કરીને કાપી નાખ્યા અને નિરાશ વદને એમણે કહ્યું કે હવે તારું જીવન કશા કામનું નથી, તું તારા જીવનમાં સમાજને ઉપયોગી એવું કશુંય કામ ક્યારેય કરી શકીશ નહીં.'
બાળકોથી ઘેરાયેલા સ્પેન્સર વેસ્ટની બાજુમાં ઊભેલી છોકરીએ આંગળી ઊંચી કરીને પૂછયું, ‘એને એ સમજાતું નથી કે ખરેખર ગોરા લોકો પણ આવી રીતે પગ ગુમાવી શકે છે.”
એ છોકરીના આ એક વાક્ય સ્પેન્સર વેસ્ટના જીવનમાં સમૂળગું પરિવર્તન કરી નાખ્યું. ગોરા-કાળાની વિકરાળ ખાઈનો એને ખ્યાલ આવ્યો ! આ ગરીબ બાળકો ગોરી પ્રજાને સ્વર્ગમાં રહેનારી અને સર્વ વાતે સુખી પ્રજા માનતાં હતાં !
પગવિહોણા સ્પેન્સરે સેવાકાર્ય માટે અમેરિકાની ઊંચા પગારની નોકરી ફગાવી દીધી. એણે જનસેવાની શક્યતા જોઈને અમેરિકા છોડી કેનેડામાં વસવાનું પસંદ કર્યું અને એ “મી ટૂ વી’ નામની સંસ્થામાં જોડાયો. પહેલું કામ
અપંગ, નથી સહેજે અશક્ત • 11
10 • તન અપંગ, મન અડીખમ
Page #12
--------------------------------------------------------------------------
________________
એ કર્યું કે જુદાં જુદાં સ્થળોએ જઈને આ બંને પગવિહોણો યુવાન જીવનમાંથી અવરોધો પાર કરવા માટે જરૂરી પુરુષાર્થ વિશે પ્રવચનો આપવા લાગ્યો.
એની વાણીમાં એનું જીવન વહેતું હતું. એણે કહ્યું કે એ જન્મ્યો, ત્યારે જ ડૉક્ટરોએ એનાં માતા-પિતાને એમ કહ્યું હતું કે એમના દીકરાના પગ એટલા અશક્ત છે કે સાવ નકામાં ગણાય. એનો કોઈ અર્થ જ નથી. એણે જિંદગી ઘરના ખૂણે બેસીને, નસીબને દોષ દઈને પસાર કરવાની રહેશે. સાથોસાથ એવી સોનેરી સલાહ પણ આપી કે આ બાળક કોઈ હલનચલન કરી શકે તેમ નથી, માટે એની નિરાધાર જિંદગીને જીવવા માટે કોઈ આધાર તો જોઈશે ને ! બીજું તો શું કરી, શીખી શકે, પણ એનામાં વાચન અને સંગીતનો શોખ કેળવજો, જેથી એનું જીવન કંઈક સારું જાય અને સાર્થક બને.
પોતાના દીર્ધ અનુભવોને આધારે ડૉક્ટરોએ આ સલાહ આપી હતી, કારણ કે એમણે આવી વ્યક્તિને ક્યારેય કશું કરતો જોઈ નહોતી. બે વર્ષના શિશુ સ્પેન્સર વેસ્ટ પર સર્જરી કરવામાં આવી ! ડૉક્ટરોએ એક શક્યતાની ખોજ કરવાનું નક્કી કર્યું. આ બાળકના ઢીંચણથી એના નીચેના પગને કાપી નાખવામાં આવે તો કદાચ એ કૃત્રિમ પગ દ્વારા હરી-ફરી શકે. બે વર્ષના નાનકડા શિશુ પર ઓપરેશન તો થયું, પણ સદંતર નિષ્ફળ બાળકે સ્પેન્સર વેસ્ટને કૃત્રિમ પગથી તો વધુ મુશ્કેલી થવા લાગી. પહેલાં તો એ બે હાથ નીચે રાખીને ઘસડાઈને ચાલી શકતો હતો, હવે એય અટકી ગયું ! અંતે ડૉક્ટરોએ પાંચ વર્ષના આ બાળકના કમર નીચેના બાકીના બંને પગ ઑપરેશન કરીને કાઢી નાખ્યા.
સ્પેન્સરના પિતા ટૉનેટ અને માતા કૅની અત્યંત નાના શિશુની આવી દુઃખદ દશા જોઈને ભાંગી પડ્યાં નહીં, બલ્લે એમણે એમની પુત્રી એનીની માફક સ્પેન્સરને પણ સ્વતંત્ર રીતે જીવતા શીખવ્યું. સ્પેન્સરે પરાવલંબી બનવાને બદલે પોતાની જાતે પોતાની સંભાળ લઈ શકે એમ કરવાનો પ્રયત્ન કર્યો. એની માતા કૅનીએ એવાં વિકલાંગ બાળકોને જોયાં હતાં કે જે પોતાની અપંગતાને કારણે નિષ્ક્રિય બનીને લાચારીથી અન્ય પર નિર્ભર બની જતાં, બીજાની મદદ કે સહારા વિના એક ક્ષણ પણ જીવી શકતાં નહીં.
માતા કૅનીએ મનોમન નક્કી કર્યું કે મારે મારા દીકરાને આવો પરાવલંબી
બનાવવો નથી, બલ્ક, એ સ્વાવલંબનથી શું કરી શકે એ એને શીખવવું છે. એમણે આ શિશુ જાતમહેનતથી પોતાનાં કામ કરે, એવો પ્રયત્ન કર્યો. એને જાતે કપડાં પહેરતાં શીખવ્યું. આમાં વારંવાર પ્રયત્ન કરવા પડે. કેની સહેજે થાકી નહીં અને સ્પેન્સર સહેજે પાછો પડ્યો નહીં ! પોતાની સંભાળ પોતે જાતે જ કઈ રીતે લઈ શકે, એના પાઠ શીખવ્યા. બીજાં બાળકો ભાંખોડિયાંભેર ચાલે, એમ પોતાના પગવિહોણા બાળકને પણ ભાંખોડિયાંભેર ચલાવવા લાગી. એના ધડને - બાકીના દેહને - ઉછાળીને કઈ રીતે ખુરશી કે સોફા પર બેસી શકાય. તે શીખવ્યું અને એને રમવાની સઘળી મોકળાશ આપી.
માતા-પિતાના આવા ઉત્તમ ઉછેરને પરિણામે સ્પેન્સર વેસ્ટની દુનિયામાં ચોતરફ આનંદ ફેલાયેલો હતો. એના ચહેરા પર સતત હાસ્ય ફરકતું રહેતું. એને કલ્પના પણ ન હતી કે એ બીજા લોકોથી તદ્દન જુદો છે. એની તો એને ત્યારે જાણ થઈ કે જ્યારે એ ઘરની બહાર નીકળ્યો અને લોકો એને વિચિત્ર નજરે જોવા લાગ્યા ! સ્પેન્સર વેસ્ટને બહાર ચાલતો જોઈને લોકો એકબીજા સાથે કાનમાં ગુસપુસ કરવા લાગ્યા. કેટલાક એને તાકી તાકીને જોઈ રહેતા હતા.
એકાદ વાર એવું પણ બન્યું કે એ વ્હીલચેરમાં બેસીને નિશાળે જતો હતો, ત્યારે કોઈ છોકરાએ એની હીલચૅરને જોરથી પાછળથી પકડી. પેલા છોકરાને ખ્યાલ નહોતો કે સેન્સર ઊથલી પડશે. સ્પેન્સર એનાં પુસ્તકો સાથે વહીલચૅરમાંથી ગબડી પડ્યો ! પેલા છોકરાએ એને મદદ કરવાની કોશિશ કરી હોત, પરંતુ એ બધું કઈ રીતે કરવું એની સમજ ન હોવાથી એ ભાગી ગયો. આ ઘટનાને પરિણામે સેન્સર દુ:ખી દુ:ખી થઈ ગયો, પણ એ હાર્યો નહીં.
એ રૉક સ્પ્રિઝ હાઈસ્કૂલની ચિયરલીડિંગ મંડળીમાં દાખલ થયો. એના મનમાં તો એવી ઇચ્છા હતી કે આજે ચિયરલીડિંગ મંડળીમાં રહીને ખેલ ખેલતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને એક દિવસ એ ખુદ રમતવીર બનશે અને બીજાઓ એને હર્ષધ્વનિથી વધાવશે ! પરંતુ આમ કરવા જતાં એ ઘણી વાર પડી ગયો. છતાં એની ટીમ જ્યારે રાજ્યમાં પહેલી આવી, ત્યારે એના આનંદનો પાર ન રહ્યો.
કોઈ પણ બાબતમાંથી ‘શ્રેષ્ઠ'ને કઈ રીતે શોધવું, એ સ્પેન્સર વેસ્ટની
12 • તેને અપંગ, મન અડીખમ
અપંગ, નથી સહેજે અશક્ત • 13
Page #13
--------------------------------------------------------------------------
________________
ખાસિયત છે. કોઈ એની સામે દયામણી નજરે આવીને કહે કે “બેટા સ્પેન્સર, તું પગ વિનાનો છે, ભારે દુઃખની વાત છે.’ ત્યારે એની વાતને હસીને ઉડાડી દેતા. એ કહે છે કે એ એના પગ ઘેર એના બીજા પેન્ટમાં ભૂલીને આવ્યો છે! અથવા કોઈને એમ પણ કહે છે કે શાર્ક માછલી મારા બંને પગ ખાઈ ગઈ, શું કરું ?
એક સમયે ડૉક્ટરોએ એમ માન્યું હતું કે આ છોકરો માત્ર એક જ સ્થળે રહીને બેઠાડું નિષ્ક્રિય જિંદગી પસાર કરશે, પણ એણે ૧૯૯૯માં હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો અને પછી સોલ્ટ લેક સિટીની વેસ્ટમિનિસ્ટર કૉલેજમાં જોડાયો. અહીં સ્નાતક થયો, કૉર્પોરેટ જગતમાં ઊંચી નોકરી મેળવી. એ સમયે એણે સુખસાહ્યબીમાં પોતાનું જીવન નિરાંતે વિતાવવાને બદલે સાવ જુદો જ વિચાર કર્યો. દુનિયા દીવાનો કહે, તેવું કામ કર્યું. એને લાગ્યું કે મેં બાળપણમાં બંને પગ ગુમાવ્યા હતા અને છતાં જિંદગીમાં આટલી અપાર સમૃદ્ધિ અને આનંદ પામ્યો છું, વિરાટ પડકારો અને પ્રચંડ મુશ્કેલીઓનો હસતે મુખે સામનો કર્યો. તેનું કારણ એ છે કે આવી મુશ્કેલી અનુભવતી વ્યક્તિઓનું હું કંઈક ઋણ ફેડી શકું અને એમને પ્રેરણા આપી શકું. દિવસને અંતે એ એટલી જ આશા રાખતો કે હું જરૂરિયાતમંદ લોકોને મદદ કરું. વળી એ માનતો કે આપણા સહુને માથે સામાજિક ઋણ હોય છે અને પછી તો સ્પેન્સર વેસ્ટે એક સૂત્ર બનાવ્યું, ‘બીજાને પાછું આપવામાં આપણને સૌથી વધુ સુખ મળે છે અને એ સુખ સેવાકાર્યોથી પામી શકાય છે.’
પછી તો સ્પેન્સર વેસ્ટ કૅનેડા અને અમેરિકામાં ઘૂમવા લાગ્યો. એક વાર એણે અમેરિકાના પૂર્વપ્રમુખ અલ ગોરે, દલાઈ લામા, નોબેલ પારિતોષિક વિજેતા ઇલિક વિસેલની હાજરીમાં ૧૮ હજાર લોકોને પોતાની પડકારકથા કહી, ત્યારે સહુ કોઈ ભાવવિભોર બની ગયા હતા.
એવામાં આફ્રિકામાં પડેલા ભીષણ દુષ્કાળના સમાચાર આવ્યા, ત્યારે એણે એ વિચાર્યું કે પોતે શું કરવું જોઈએ ? કિલબર્ગર સંસ્થાના સ્થાપક ક્રેગ લિબર્ગર આફ્રિકાના કિલિમાંજારો પર્વત પર આરોહણ કરીને આવ્યા હતા. એમણે એક વખત વાતવાતમાં સ્પેન્સર વેસ્ટને કહ્યું કે તું આ ઊંચા પર્વતને આંબી શકે ખરો ? ક્રેગ કિલબર્ગર જાણતા હતા કે સ્પેન્સરને માટે આ શક્ય 14 • તન અપંગ, મન અડીખમ
CONGRATULATIONS!
YOU ARE NOW AT UHURU PEAK
5895 M-AME TANZANIA
20 AFRICA'S HIGHEST POINT&C WORLD'S HIGHE
TANDING MOUNT
WORLD HERITAGE SITE
કિલિમાંજારો પર્વતના શિખર પર સ્પેન્સર વેસ્ટ
નહોતું, પણ એમનો ઇરાદો તો એના મનમાં આ વિચાર મૂકવાનો હતો અને જો સ્પેન્સર આ વિચારને લક્ષમાં રાખીને પર્વતારોહણ કરવાનો વિચાર કરે, તો એ દ્વારા જનસેવા કાજે સારી એવી રકમ એકઠી કરવાનો હતો. આ માટે આરોહણની ઘણી તાલીમ લેવી પડે, બે માઈલ જેટલું એકસાથે દોડવું પડે. સ્પેન્સરને માટે આ શક્ય નહોતું, પરંતુ ભારોત્તોલન, પુશ-અપ અને પુલપ્સ કરી શકતો હતો, આથી પર્વતારોહણની તાલીમ લેવાનું શરૂ કર્યું. કિલિમાંજારો પર્વતના પાછળના ભાગથી ૧૯૩૪૧ ફૂટ ઊંચે ચડવાનું હતું. પર્વતની ઊંચાઈના બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધવાનું હતું.
અપંગ, નથી સહેજે અશક્ત * 15
Page #14
--------------------------------------------------------------------------
________________
જન્મવાનો હેતુ ને
જીવનનું ધ્યેય
સ્પેન્સરને માટે ખાસ પ્રકારની ઓછા વજનવાળી મજબૂત હીલચેર તૈયાર કરવામાં આવી. આખીય ટીમની રચના થઈ. આફ્રિકાના સૌથી ઊંચા કિલિમાંજાર પર્વત પર ચડવા માટે અગાઉ પચીસ હજાર આરોહકોએ પ્રયત્ન કર્યો હતો, એમાંથી દસ હજાર નિષ્ફળ ગયા હતા. સ્પેન્સર વેસ્ટ સહેજે નિરાશ થયો નહીં. એનું હાસ્ય સહેજે કરમાયું નહીં. વળી એ એમ માનતો કે એને માટે ધ્યેય નહીં, પણ પ્રવાસ અને પ્રયાસ મહત્ત્વનાં છે. વળી એણે વિચાર્યું કે જો આપણે પ્રયત્ન નહીં કરીએ, તો એને જાણીશું કઈ રીતે ?
સ્પેન્સરે પોતાને માથે જીવસટોસટનું કામ લીધું હતું. બાળપણમાં ડૉક્ટરોએ રોગના નિદાનની સાથે એમ પણ કહ્યું હતું કે એ સમાજને ઉપયોગી એવું કોઈ કામ કરી શકશે નહીં. સ્પેન્સર એ વિધાનને ખોટું ઠેરવવા માટે સાહસ કરતો હતો. એણે પોતાની ‘ફ્રી ધ ચિલ્ડ્રન' નામની ચેરિટી સંસ્થા મારફતે આફ્રિકા અને અન્ય ગરીબ દેશોમાં સ્વચ્છ પાણીની યોજનાઓ અને નિશાળો શરૂ કરી હતી. ૩૧ વર્ષના સ્પેન્સરે આફ્રિકાના ૧૯૩૧૪ ફૂટ ઊંચા પર્વત કિલિમાંજારોના શિખર પર એના સાથીઓ સાથે માત્ર બે હાથે ચાલીને ઘસડાતાંઘસડાતાં આફ્રિકાના સર્વોચ્ચ પર્વતનું શિખર સર કર્યું. આ સમયે પોતાની સંસ્થાનાં સામાજિક કામો માટે પચાસ હજાર ડૉલર કરતાંય વધુ ફાળો એકત્રિત થયો. એણે એની જવાંમર્દી સાથે ખુમારીભર્યા નીચેના શબ્દો કહ્યા,
‘કિલિમાંજાર પર્વતનું આરોહણ કરવાની પાછળ મારે મારી ક્ષમતા માપવી નહોતી, પરંતુ અન્ય માનવીઓ પોતાના અવરોધો અને પડકારોનો સામનો કરી શકે અને જરૂરિયાતવાળા લોકોને મદદ કરીને સામાજિક ઋણ ચૂકવી શકે તે જીવંત રૂપે દર્શાવવું હતું. કિલિમાંજાર પર્વત ચડવાનું મારે માટે માનસિક અને શારીરિક રીતે ઘણું પડકારભર્યું બન્યું, પરંતુ એમ કરીને મેં સહુને એક એવો મજબૂત સંદેશ આપ્યો કે તમે તમારામાં આત્મવિશ્વાસ રાખો અને બીજામાં શ્રદ્ધા રોપો.'
પુત્રજન્મના આનંદથી ઉત્સાહિત પિતા જેમ્સ બુજીસિકે પ્રચંડ આઘાત અનુભવ્યો. એને માટે પુત્રનો જન્મ એ અનેક આશાઓના ઉદય સમાન હતો, પરંતુ પુત્રનું પ્રથમ દર્શન જ આશાઓની સઘળી ઇમારતોને ભસ્મીભૂત કરનારું નીવડ્યું. એણે મનોમન કલ્પના કરી હતી કે ખિલખિલાટ અને કિલકિલાટ કરીને હાથ-પગ પછાડતું શિશુ જોઈને એનું જીવન ધન્ય બની જશે, પરંતુ એને બદલે એણે જોયું કે એકેય હાથ અને પગ વગરનું એ શિશુ હતું.
એનો દેખાવ જોઈને જ જેમ્સ એટલો બધો હતપ્રભ થઈ ગયો કે જાણે એના માથા પર એકાએક વીજળી ત્રાટકી ન હોય ! એથીય વિશેષ એને આ બાળક એટલું બધું બેડોળ અને વિચિત્ર લાગ્યું કે એ આ ખંડ છોડીને દોડ્યો. એને ઊબકા આવવા માંડ્યા અને નજીકમાં વૉશબેસિન હતું ત્યાં ગયો અને જેમ્સને વૉમિટ થઈ.
નિકોલસ લ્યુસિક
16 • તન અપંગ, મન અડીખમ
Page #15
--------------------------------------------------------------------------
________________
વિચિત્ર દેહાકૃતિ ધરાવતા પોતાના શિશુનો દેખાવ એના મનમાંથી ખસતો નહોતો. જેમ્સ અકળાયો, મૂંઝાયો. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં વસતો આ સર્બિયન જાતિનો મૂળ વતની પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. વળી મનોમન છળી ગયો કે આવા બાળકને ઉછેરવું કઈ રીતે ? જેને જોઈને આવી જુગુપ્સા થાય છે, એનું પાલનપોષણ કરવું કઈ રીતે ? જેનો દેખાવ માત્ર બિહામણો લાગે છે, એની સંભાળ લેવી કઈ રીતે ?
એકાઉન્ટન્ટ અને કમ્યુટર પ્રોગ્રામર તરીકે આંકડાઓનો અને ૨કમોનો મેળ બેસાડી શકતા જેમ્સને એનું જીવન અંધકારમય લાગ્યું. ધીરે ધીરે એ સ્વસ્થ બન્યો અને પછી એણે અને એની પત્નીએ નિશ્ચય કર્યો કે બાળક એ પ્રભુની દેન છે. પ્રભુએ આપેલી એ ભેટ જતનથી જાળવવી જોઈએ અને માટે બંનેએ આ બાળકનું તમામ પ્રકારે પાલનપોષણ કરવાનું નક્કી કર્યું. એમાં સહેજેય ચૂક ન થાય એનો ખ્યાલ રાખ્યો. એમ પણ વિચાર્યું કે ઈશ્વરે એને આપણે ત્યાં મોકલ્યો હશે, એનું કારણ જ એ કે એને આપણા પર વિશ્વાસ હશે કે આપણે એની પૂરેપૂરી સંભાળ લઈશું. આથી જેમ્સ અને એની પત્ની એમના હાથ અને પગ વગરના પુત્ર નિકોલસને બહાર ફરવા લઈ જતાં. ઘરમાં સાચવીને ચલાવતાં અને દોઢેક વર્ષે તો જેમ્સ પુત્ર નિકોલસને તરતાં પણ શીખવ્યું.
માતા-પિતા તો ખૂબ ધ્યાન રાખે, પરંતુ આજુ બાજુ ના સમાજનું શું ? અને એનો પહેલો આઘાત બાળક નિકોલસે નિશાળમાં પ્રવેશતાંની સાથે જ અનુભવ્યો. બીજાં બાળકોને માટે નિકોલસ એ મજાક કરવાનું વિચિત્ર રમકડું બની ગયો. બાળકો એને હેરાન-પરેશાન કરવા માંડ્યાં. બંને હાથ અને બંને પગ વગરનો નિકોલસ કઈ રીતે પ્રતિકાર કરી શકે ?
કોઈ બાળક એની મજાક કરે, તો કોઈ એને ધક્કો લગાવે આવી પરિસ્થિતિથી આઠ વર્ષનો નિકોલસ એટલો બધો અકળાઈ ગયો કે એણે એક વાર તો આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. નિશાળમાં ગોઠિયાઓ દ્વારા થતી પજવણીથી એ સતત પરેશાન રહેતો. દસ વર્ષના નિકોલસે તો નક્કી કર્યું કે આજે તરવા જતી વખતે હોજમાં ડૂબી જવું છે ! આવી યાતનામય જિંદગીનો
હવે કોઈ પણ રીતે અંત આણવો છે ! આવી મજાકમશ્કરી, મહેણાં-ટોણા, ટીખળ અને શારીરિક પજવણી સહન કરીને ક્યાં સુધી જીવી શકાય? પરંતુ માતા-પિતાનું હેત નિકોલસને આપઘાતના માર્ગે જતાં અટકાવી ગયું. માતાપિતાની સારસંભાળ એ કઈ રીતે વીસરી શકે?
દીવાલ પર ગોઠવેલા
બ્રશ દ્વારા માતાપિતાની હાથ-પગ વિહોણો કપ્યુટર પ્રોગ્રામર મદદથી એ દાંત સાફ કરતાં
શીખ્યો. પંપ-સૉપ વડે માથું
ધોવાનું શીખ્યો. બાળક નિકોલસ ક્યારેક ઈશ્વરને પ્રાર્થના કરતો અને કાકલૂદીભરી આજીજી કરતાં કહેતો કે કોઈ એવો ચમત્કાર કરો કે મારા હાથ અને પગ વિકસવા લાગે. અત્યારે તો એના હાથ એના ખભાના સમાંતરે હતા અને પગ નહોતા. એ પગના પંજા પણ નહોતા. માત્ર તેનો થોડો ડાબો પગ હતો અને એ ડાબા પગ પર બે આંગળીઓ હતી. મનોમન વિચારતો કે પ્રભુ જરૂર એની પ્રાર્થના સાંભળીને એને હાથ-પગ આપશે.
હકીકતમાં નિકોલસને ટેટ્રા-અમેલિયા-સિન્ડ્રોમ નામના જન્મથી બંન હાથ અને બંને પગ ન હોય તેવો ભાગ્યે જ જોવા મળતો વરસાગત રોગ થયો હતો. આ રોગ લાખોમાં કોઈ એકાદ વ્યક્તિને થાય છે અને એ રોગનું લક્ષણ * ટેટ્રા-અમેલિયા-સિન્ડ્રોમ એ માતા-પિતા બંનેના WNT3 નામના જનીનની વિકૃતિથી ઉદ્ભવતા આ રોગમાં ચહેરો, ખોપરી, પ્રજનનના અવયવો, ગુદામાં કુરચના થયેલી જોવા મળે છે. અવિકસિત ફેફસાંને કારણે આ શિશુઓ મૃત જન્મે છે કે અલ્પાયુષી હોય છે.
જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય • 19.
18 • તેને અપંગ, મન અડીખમ
Page #16
--------------------------------------------------------------------------
________________
માથાથી ફૂટબોલને મારતો (હેડર) નિકોલસ
એ કે આવી વ્યક્તિ બે પગ-બે હાથ વગર જન્મ. પોતે આવી વિકલાંગતા સાથે જન્મ્યો એને પરિણામે એ ક્યારેક પોતાની જિંદગી પ્રત્યે સાવ ઉદાસીન કે કટુતા ધરાવનારો બની જતો. મોત એને આવા ખારા જીવન કરતાં વધુ મીઠું લાગતું.
તો વળી ક્યારેક એ ઈશ્વરને ધિક્કારવા લાગતો કે એની સૃષ્ટિમાં માત્ર અન્યાય જ નથી, પરંતુ સાવ અંધેર અને ક્રૂરતા પણ છે. શા માટે બીજાં બધાં બાળકોને હાથ અને પગ આપ્યા અને પોતાના હાથ અને પગ બંને છીનવી લીધા. એમ પણ વિચારતો કે એકાદ હાથ કે એકાદ પગ ન હોત તો ચાલત, પણ બંને હાથ-પગ વગર તો આખી જિંદગી લૂંટાઈ ગઈ ! ધીરે ધીરે નિકોલસ ઈશ્વર તરફ નફરતની લાગણી સેવવા લાગ્યો.
આ તે કેવો ઈશ્વર, જેણે મને આ ધરતી પર મોકલ્યો, પણ આવી દશા કરીને ! આ તે કેવો ઈશ્વર કે જે કરુણાનું ઝરણું કહેવાય, એ મારે માટે ક્રૂરતાનો ધોધ બન્યો. આવા અનેક વિચારો નિકોલસના મનમાં આવતા હતા. એમાં પણ અધૂરામાં પૂરું એના પિતાએ એને મેઇનસ્ટ્રીમ સ્કૂલમાં ભરતી કર્યો. એના પિતા જેમ્સ એને આવી સામાન્ય નિશાળમાં પ્રવેશ મળે, તે માટે મોટી લડત ચલાવી હતી.
એ સમયે ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યનો કાયદો એવો હતો કે આવી મેઇનસ્ટ્રીમ નિશાળમાં આવાં વિકલાંગ બાળકોને પ્રવેશ મળી શકે નહીં. નિકોલસ માનસિક રીતે તો પૂરેપૂરો સ્વસ્થ, સ્કૂર્તિવંત અને ચપળ હતો, પરંતુ શારીરિક મર્યાદાઓ ધરાવતો હતો. એના પિતાનો સ્પષ્ટ આગ્રહ હતો કે એને આવી સામાન્ય વિદ્યાર્થીઓની શાળામાં મૂકવો. એમણે વિક્ટોરિયા રાજ્યનો આ કાયદો દૂર કરાવ્યો, એટલું જ નહીં, પણ નિકોલસ એ આવી મેઇનસ્ટ્રીમ સ્કૂલમાં ભણનારો વિક્ટોરિયા રાજ્યનો પ્રથમ વિદ્યાર્થી બન્યો.
એક વાર નિકોલસની માતાએ એને અખબારનો એક લેખ બતાવ્યો, જેમાં શારીરિક મર્યાદા ધરાવતો માનવી સંકલ્પબળથી જીવનમાં અનોખી પ્રગતિ સાધે છે. આ લેખ વાંચીને નિકોલસના મનમાં વિચારોનો ઝંઝાવાત જાગ્યો. એને થયું કે આજ સુધી મેં મારો સમય ઈશ્વરને આજીજી કરવામાં કે એના પ્રત્યે ધિક્કાર દાખવવામાં વિતાવ્યો. નિશાળમાં સતત એ વિચારતો રહ્યો કે બીજા વિદ્યાર્થીઓ
પાસે હાથ અને પગ બંને છે અને મારી પાસે બે હાથ કે બે પગ એકેય નથી, પણ આવા બળાપો કાઢવાનો અર્થ ખર્ચે ?
દુનિયા પ્રત્યે ગમે તેટલી કટુતા કે તિરસ્કાર દાખવીશ, પણ એનાથી મારો કોઈ વિકાસ થશે ખરો ? આ બળાપો એ માત્ર બળાપો અને હૈયાઉકાળો બનીને અટકી જશે. પ્રાર્થના માત્ર પ્રાર્થના થઈને થંભી જશે. આને બદલે મારે ખરો સંઘર્ષ તો મારી શારીરિક મર્યાદાઓને પાર કરવાનો ખેલવાનો છે. કઈ રીતે મારું રોજિંદુ જીવન મારી રીતે જીવી શકું? કઈ રીતે મારાં દિવસભરનાં કાર્યો મારી જાતે કરી શકું ? એનો વિચાર કરવાનો છે. આમ નિકોલસની દુનિયા બદલાઈ ગઈ. એને પોતાની મર્યાદાઓને પાર કરવી હતી અને તેથી તેને માટે એક નવા સંઘર્ષની એણે તૈયારી શરૂ કરી.
કઈ રીતે આ શારીરિક મર્યાદાઓને પાર જઈને આગળ વધી શકાય એની મથામણ કરવા લાગ્યો. આમાં ઘણી વાર એને નિષ્ફળતા મળતી. ક્યારેક સાવ નાસીપાસ થઈ જતો. કોઈક ક્ષણ એવી પણ આવતી કે એને એમ થતું કે અમુક કામ જાતે કરવાનો પ્રયત્ન છોડી દઉં, પરંતુ પેલો લેખ નિકોલસને સતત
20 કે તેનું અપંગ, મન અડીખમ
જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય • 21
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રેરતો હતો કે તમે તમારી વિકલાંગતા સામે લડો અને એ તમારી લડાઈ જ તમારી વિશેષતા બનશે.
મારી પાસે આ નથી એની ચિંતા છોડી દો અને જે છે એનાથી કામ લો. “આ મારાથી શક્ય નહીં બને” એવો અફસોસ છોડીને “આ મારે શક્ય કરવું છે? એવી અંતરની ઊલટ સાથે આગળ વધો. આજ સુધી ઈશ્વરને યાચના કરનારો કે એની પર ફિટકાર વરસાવનારો નિકોલસ હવે વિચારે છે કે શા માટે દુનિયા અને દેવ તરફ આટલી બધી કડવાશ રાખવી ? ઈશ્વરે આપ્યું તે કંઈ ઓછું છે? એણે એક એવું સંકલ્પબળ પણ આપ્યું છે કે જેને કારણે જીવનની આફતોની પાર જઈ શકાય છે. તો પછી એનો તો આભાર માનવો જોઈએ, તિરસ્કાર નહીં.
નિકોલસ ધીરે ધીરે એના કામમાં ડૂબી ગયો. એણે પોતાના રોજિંદા કામમાં નિપુણતા હાંસલ કરવાનો પહેલો પ્રયત્ન કર્યો. એણે જોયું તો એની પાસે થોડો ડાબો પગ અને એ પગ પર બે આંગળીઓ હતી. મનમાં વિચાર્યું કે પેન ભરાવવાની આનાથી વધુ સારી બીજી જગા કઈ હોય ! એણે ડાબા પગની બે આંગળીઓ વચ્ચે પેન ટેકવીને લખવાનું કામ શરૂ કર્યું. એના પિતા કમ્યુટર નિષ્ણાત હતા, તો નિકોલસ પણ ડાબા પગની થોડી દેખાતી એડી અને પંજા વડે કમ્યુટરનો ઉપયોગ કરવાનું શીખવા લાગ્યો.
એ છ વર્ષની ઉંમરનો હતો, ત્યારે એના પિતા પાસે બેસીને એ પગ વડે ટાઇપ કરતાં શીખ્યો હતો. અને પછી તો નિકોલસ શારીરિક મર્યાદાઓના એક પછી એક શિખર પર કપરું આરોહણ કરીને વિજય હાંસલ કરવા લાગ્યો. એ જાતે પાણીનો ગ્લાસ લઈને ભરવા લાગ્યો. બ્રશ વડે વાળ ઓળવા લાગ્યો. આવતા ટેલિફોનનો જવાબ પણ આપવા લાગ્યો. ક્યારેક મોજ માં એને ડ્રમ વગાડવાનું મન થતું, તો ડ્રમ વગાડતો અને પછી તો સર્ડિંગ અને સ્વિમિંગ, ગૉલ્ફ અને ફૂટબૉલ જેવી રમત પણ ખેલવા લાગ્યો.
બધાં કામ જાતે જ કરવાનો એણે દૃઢ નિર્ધાર કર્યો અને તેથી એ સાતમા ધોરણમાં વિદ્યાર્થીમંડળની ચૂંટણીમાં ઊભો રહ્યો. બીજા બધા ખૂબ દોડધામ કરે, જીતવા માટે મહેનત કરે, સહાધ્યાયીઓનાં ટોળાં એકઠાં કરે, ત્યારે નિકોલસ
પ્રવચન આપતો નિકોલસ એની સ્કૂર્તિ, તાજગી અને મહેનતથી વિદ્યાર્થીઓમાં પ્રિય બની ગયો અને નિશાળના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયો.
એક સમયે એ નિશાળનું વાતાવરણ અને આત્મહત્યા કરવા પ્રેરતું હતું, એ જ વાતાવરણ એના જીવનમાં નવો ઉત્સાહ પ્રેરવા લાગ્યું. ત્યારબાદ એ વિદ્યાર્થી-પ્રવૃત્તિઓમાં ઉમંગભેર ભાગ લેવા લાગ્યો. જે વિદ્યાર્થીઓની ઠઠ્ઠામજાકથી નિકોલસ ભયભીત થતો હતો, હવે એ જ વિદ્યાર્થીઓ સાથે એને ગાઢ ભાઈબંધી થઈ ગઈ અને એમના પ્રશ્નો ઉકેલનારો વિદ્યાર્થીનેતા બની ગયો. એ વિદ્યાર્થી પરિષદમાં જોડાયો અને એમાં સામેલ થયા પછી એણે સ્થાનિક કલ્યાણ કાર્યો માટે ઉઘરાવાતા ફંડમાં તેમજ અપંગો માટે થતી ઝુંબેશમાં ભાગ લીધો.
નિકોલસને થયું કે એની જિંદગીનો ખરો હેતુ તો બીજાને મદદરૂપ થવાનો છે. પોતે જે યાતના, યંત્રણા અને મુશ્કેલીઓમાંથી પસાર થયો છે, એમાંથી બીજાઓને ઉગારવાના છે. આથી એણે એક સંસ્થા શરૂ કરી અને એનું
22 • તેને અપંગ, મન અડીખમ
જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય • 23
Page #18
--------------------------------------------------------------------------
________________
નામ રાખ્યું, ‘લાઇફ વિધાઉટ લિઝ'. ૧૭ વર્ષના નિકોલસની આ સંસ્થાને અપાર પ્રસિદ્ધિ મળી. એનું કારણ એ કે વિકલાંગોની શક્તિ બતાવવા માટે એને વ્યાખ્યાન કરવાની જરૂર નહોતી. એનું જીવન અને એનું આચરણ જ એનો જીવતો-જાગતો પુરાવો હતું. હવે નિકોલસને જિંદગીનાં નવાં નવાં શિખરો પર ડગ માંડવાનો વિચાર જાગ્યો.
આવી શારીરિક મુશ્કેલીઓની સાથે નિકોલસને માનસિક પડકારો પણ ઝીલવાના હતા અને એને સૌથી મોટો પડકાર એ હતો કે એ કઈ રીતે એના જીવનમાં પળે પળે આવતી હતાશાથી ઘેરાઈ જવાને બદલે એને પાર કરી જાય. એને માટે જીવન એ કોઈ મૂંઝવણ પછીની મોજ નહોતું, પરંતુ જીવનની પ્રત્યેક ક્ષણ અને મૂંઝવનારી હતી. આવી પરિસ્થિતિમાં ક્યારેક એ સૂનમૂન પડ્યો રહેતો અને ધીરે ધીરે એકલતા એની આસપાસ વીંટળાવા લાગી. શારીરિક મુશ્કેલીઓ ઓછી હોય તેમ આ માનસિક મુશ્કેલીઓ પણ તેને પજવવા માંડી અને આ બધાની સામે માત્ર માતાપિતાના સ્નેહના બળે નિકોલસે જીવનનો જંગ આદર્યો.
આજુબાજુના પોતાના ગોઠિયાઓને જોઈને એ વિચારતો હતો કે શા માટે આ બધાં બાળકોથી એ તદ્દન જુદો છે ? ક્યારેક એમ પણ વિચારતો હતો કે આ બધાને હાથપગ છે અને પોતે કેમ હાથ-પગ વિહોણો જભ્યો? આવા પ્રશ્નો આ બાળકને સતત પજવતા હતા. ઈશ્વરે કયો હેતુ સિદ્ધ કરવા માટે એને જન્મ આપ્યો હશે ? પોતાનાથી સામાન્ય કાર્ય પણ થઈ શકતાં નથી, તો બીજા કયા હેતુ એ સિદ્ધ કરી શકે ?
માતાપિતા જ્યારે એને એમ કહેતાં કે ઈશ્વરે આપણને આપેલા જીવનની પાછળ એનો કોઈ હેતુ હોય છે, ત્યારે નિકોલસ મનોમન ગડમથલ અનુભવતો કે એના આવા વ્યર્થ જીવનની પાછળ તે વળી ઈશ્વરનો કયો હેતુ હોય ! આવે સમયે એનામાં ઈશ્વર શ્રદ્ધા જાગી અને એ ઈશ્વરશ્રદ્ધાના બળે એણે આગળ વધવાનું નક્કી કર્યું. પ્રાર્થનાના બળનો એને ખ્યાલ આવ્યો.
| નિશાળનો અભ્યાસ પૂર્ણ કરીને નિકોલસે કૉલેજનો અભ્યાસ શરૂ કર્યો અને અહીં ગ્રિફિથ યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ
પ્લાનિંગમાં એ સ્નાતક થયો. એણે સ્નાતકની બે પદવી મેળવી અને ૧૯મા વર્ષે તો એ પોતાના સ્વજીવન આધારિત પ્રેરણાદાયી વ્યાખ્યાનો આપવા લાગ્યો. ઈશ્વરશ્રદ્ધાએ એનું જીવન બદલી નાખ્યું અને એનામાં ઉજ્વળ ભવિષ્યનો પ્રબળ આશાવાદ જગાવ્યો. પછી તો નિકોલસ કહેતો, ‘મારા જીવવાનું ધ્યેય અને આવા સંજોગો પાછળનો હેતુ મને મળી ગયો છે.'
એના ચિત્તમાં નવા નવા વિચારો જાગવા માંડ્યા. એને સમજાયું કે આપણા જીવનમાં આવતી પ્રત્યેક મુશ્કેલીઓની પાછળ કોઈ હેતુ રહેલો છે અને તેથી એ મુશ્કેલીઓ પ્રત્યે આપણે કેવા ઝઝૂમીએ છીએ અને તેને માટે કેવી ઈશ્વર-શ્રદ્ધા દાખવીએ છીએ એ મહત્ત્વની બાબત છે. એ હસતાં હસતાં એમ કહે છે, “જો ઈશ્વર હાથ અને પગ વગરના માણસને પોતાનો હાથ અને પગ બનાવે છે, તો એ કોઈ પણ શ્રદ્ધાવાન હૃદયને અજવાળે છે.'
એણે ‘લાઇફ વિધાઉટ ડ્રીમ્સ' નામની સંસ્થાની સ્થાપના કરી. વિશ્વના પાંચ ખંડના ચોવીસ દેશોમાં લાખો શ્રોતાજનો સમક્ષ એણે વક્તવ્ય આપ્યું. વ્યક્તિ આખી જિંદગીમાં જેટલું પામી શકે નહીં તેટલી સિદ્ધિઓ નિકોલસે મેળવી. ૨૦૦૭માં એ ઓસ્ટ્રેલિયાનું બ્રિસબેન શહેર છોડીને અમેરિકાના કૅલિફૉર્નિયા શહેરમાં વસવા આવ્યો. અહીં એ ‘લાઇફ વિધાઉટ લિઝ' સંસ્થાના પ્રમુખ અને સી.ઈ.ઓ. બન્યો.
૧૯મે વર્ષે પોતાની જીવનકથા કહેનારો નિકોલસ આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો, વેપારીઓ, મહિલાઓ, ઉદ્યોગ સાહસિકો અને ચર્ચની સભાઓમાં પ્રેરણાદાયી વક્તવ્ય આપી ચૂક્યો છે. એણે પોતાની જીવનગાથા રજૂ કરી છે અને વિશ્વભરમાં ટેલિવિઝન પર એની મુલાકાતો રજૂ થઈ છે. પોતાના શાળાજીવનનાં સ્મરણો કહેતાં એના પર ફિલ્મ પણ ઊતરી છે. એનો ‘સમથિંગ મોર' નામનો મ્યુઝિક વીડિયો પણ મળે છે અને ટૂંકી ફિલ્મોમાં એણે અભિનય કરીને શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ મેળવેલ છે. ૪૩ દેશોમાં પ્રવાસ ખેડનાર નિકોલસ ભારત પણ આવી ચૂક્યો છે.
પોતાનાં વ્યાખ્યાનોમાં શાળાના દિવસોનું સ્મરણ કરતાં એ કહે છે, “એ અત્યંત પીડાજનક સમયની વેદના અવર્ણનીય છે. તમારા જીવનમાં એવો
24 • તન અપંગ, મન અડીખમ
જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય • 25
Page #19
--------------------------------------------------------------------------
________________
વિજેતા ભુલાઈ ગયા !
સમય આવે કે જ્યારે તમે જમીન પર પડી જતા હો અને ઊભા થવા માટે સક્ષમ ન હો, આવી ઘડીએ તમે મારા તરફ જોજો. હું ભાંખોડિયાંભેર ચાલતો બાળક હતો ત્યારે મેં સેંકડો વખત સ્થિર ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં મને નિષ્ફળતા મળતી હતી પરંતુ એથી મેં કંઈ મારો પ્રયત્ન છોડ્યો નહીં, બલ્ક દરેક સમયે મને કોઈ વિશેષ તાકાત પ્રાપ્ત થઈ છે. હું મારામાં રહેલી તાકાત અને મારી ટેનિકની સૂઝથી સભાન બન્યો.'
| નિકોલસ માને છે કે સૌથી પડકારભરી પરિસ્થિતિમાં પોતાના ઉદ્દેશો પ્રતિ પ્રતિબદ્ધતા કેળવે એ જ સાચો શૂરવીર કહેવાય. એના આ કાર્યથી તો એકાદ વ્યક્તિ પણ પ્રોત્સાહિત થશે તો એ પોતાની જેિ દગીને સાર્થક માને છે. નિકોલસે જીવનની મર્યાદાઓને નવી નવી શક્યતાઓ અને ઊજળી તકોમાં ફેરવી નાખી. એ આવતી મુસીબતોને આત્મવિશ્વાસથી આવકારતો હતો અને અવરોધોની પરવા કર્યા વિના પોતાની સીમિત શક્તિને અસીમમાં ફેરવી દેતો હતો.
પ્રબળ પુરુષાર્થ અને ઊંડી ઈશ્વરશ્રદ્ધા ધરાવનાર નિકોલસ એમ માને છે કે જો આપણે આપણી જાતનું પ્રમાણિકતાથી પૃથક્કરણ કરીએ તો ચોક્કસ આપણને ખ્યાલ આવશે કે ઈશ્વરનો કેવો મોટો આશીર્વાદ આપણને મળ્યો છે. એણે ‘લાઇફ વિધાઉટ લિઝ ' નામનું એક પુસ્તક પ્રગટ કર્યું, જેમાં એનો જીવન પ્રત્યેનો વિશિષ્ટ દૃષ્ટિકોણ જોવા મળે છે.
પિતાને માટે આનાથી વધુ બીજી કોઈ કપરી ક્ષણ હોઈ શકે ખરી, સામે ચાલીને પુત્રીને પ્રાણઘાતક રોગના સમાચાર આપવાના હોય ?
ચોવીસ વર્ષની કોરીનાના જીવનમાં માત્ર બે જ બાબત હતી. એક અભ્યાસ અને બીજી ટેનિસની રમત. આ સિવાય બાહ્ય જગતથી સાવ અજાણ અને તદ્દન અલિપ્ત.
આવી કોરીનાને એના ડૉક્ટરપિતા એલ્બિન મોરારીઉને પુત્રીને જઈને કહેવું પડ્યું કે તારી ટેનિસની મહત્ત્વાકાંક્ષાઓ પર હવે તારે પૂર્ણવિરામ મૂકવું પડશે. હવે તારે જીવવા કાજે યાતનાભરી ચિકિત્સા લેવી પડશે. કોરીના માટે મધુરાં શમણાંની રાખ બની જાય એવી સ્થિતિ આવીને ઊભી રહી. હજી જીવનમાં સિદ્ધિના શિખરે પગ મૂક્યો
કોરિના મોરારીફ
26 કે તેનું અપંગ, મન અડીખમ
Page #20
--------------------------------------------------------------------------
________________
હતો, ત્યાં એકાએક સાવ તળેટીમાં આવી ગઈ ! | ડૉક્ટરપિતાએ ૧૯૭૮ની છવ્વીસમી જાન્યુઆરીએ જન્મેલી કોરીનાને કહ્યું કે તારી શારીરિક તપાસ અને બધા ટેસ્ટ કરતાં એવું તારણ નીકળ્યું છે કે તને એક્યુટ પ્રોમિલોન્ટિક લ્યુકેમિયા થયો છે. લ્યુકેમિયા એટલે લોહીના કોષો ઉત્પન્ન કરતી પેશીનું કેન્સર. કોરીનાએ એની જિંદગીમાં ક્યારેય રોગનું આવું અટપટું નામ સાંભળ્યું નહોતું. એને આ પ્રકારનો રોગ લાગુ પડતાં આમાં દર્દીને કેવી કેવી બીમારીઓ ભોગવવી પડે છે, તેની જાણ થઈ. પિતાએ આશ્વાસન આપતાં કહ્યું કે આ રોગમાં પંચોતેરથી એંશી ટકા દર્દી જીવી જાય છે. માત્ર એની સારવાર ઘણા લાંબા સમય સુધી ચાલે છે અને તે અત્યંત વેદનાભરી હોય છે.
આ ઘટના પૂર્વે કોરીનાને માત્ર એક જ ફરિયાદ હતી અને તે એ કે અવારનવાર એના નાકમાંથી લોહી પડતું હતું અને શરીર પર એકાએક ચકામાં થઈ જતાં હતાં. એના પિતાને એણે આ વાત કરી. ટેનિસ ખેલવાની સાથોસાથ શારીરિક ટેસ્ટ કરાવવાની હારમાળા ચાલી. પાંચ મહિને રોગનું નિદાન થયું. મામૂલી રોગને બદલે મહારોગ નીકળ્યો !
કોરીનાની દુનિયા રાતોરાત પલટાઈ ગઈ. વીસેક મહિના પૂર્વે તો એ સ્ત્રીઓની ડબલ્સની સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને બિરાજતી હતી. ૨૦૦૧ની ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં એલિસ ફરેરા નામની યુવતી સાથે એણે મહિલાઓની ‘ડબલ્સ'નું ટાઇટલ જીત્યું હતું. કોરીનાની પ્રગતિ વણથંભી ચાલતી હતી અને એના ઉત્સાહથી તરવરતા ચહેરા પર કાયમ હાસ્ય ફરકતું રહેતું. એ હાસ્ય લૂછીને ત્યાં આંસુ મૂકવાનું કામ એના પિતા એલ્બિનને કરવું પડ્યું.
અત્યાર સુધી ટેનિસના કોર્ટ પર સૂર્યપ્રકાશમાં ટેનિસ બૉલને ફટકારતી કોરીના માટે હવે એ સૂર્યપ્રકાશ વિલીન થઈ ગયો. ઘરના વાતાવરણમાં અને તે પથારીમાં પડ્યા રહેવાનું અંધારઘેરું દુર્ભાગ્ય આવ્યું. ટેનિસની રમતની બોલબાલા એટલી કે દુનિયાભરમાં કેટલીય ટેનિસ સ્પર્ધાઓ ખેલાય અને એમાંથી ખેલાડીને મબલખ કમાણી મળતી હતી. ઉત્કૃષ્ટ ખેલાડી તો બધે પહોંચી વળવા માટે પોતીકું જેટ વિમાન રાખે અને ઘરના આંગણામાં એ તૈયાર જ હોય, કોરીનાના જીવનનો મોટાભાગનો સમય આ રીતે દેશ-વિદેશમાં સ્પર્ધાઓ
ખુશખુશાલ કોરીના મોરારી;
ખેલવામાં ગયો હતો. ઘેર રહેવાનું બહુ ઓછું બનતું. આવે સમયે કોરીનાને એકાએક ઘરની ચાર દીવાલોમાં રહેવાનું ફરજિયાત બન્યું.
જીવનના આ આશ્ચર્યજનક પરિવર્તન તરફ જોતી કોરીનાના દેહ પર પણ પરિવર્તનના પડછાયા પડવા લાગ્યા. એના ભૂખરા ટૂંકા વાળ ધીરે ધીરે ખરવા લાગ્યા, હસમુખો ચહેરો અને ટૂંકા ભૂખરા વાળથી જાણીતી કોરીના સાવ બદલાઈ ગઈ. કંમોથેરાપી લેવા જાય ત્યારે પ્રત્યેક સમયે એની કેટલીય આડઅસરો અનુભવવા લાગી. કેન્સરની વેદના એના શરીરને યાતનાનાં આંસુ સાથે મચડી નાખતી હતી અને ટેનિસ ખેલાડી તરીકે મજબૂત મસલ્સ ધરાવતી કોરીનાના મસલ્સ ગળવા લાગ્યા.
આ સમયે કોરીના મનોમન વિચારતી કે શું હું હવે ફરી ક્યારેય સ્વસ્થ નહીં બની શકું ? ટેનિસની વાત તો દૂર રહી, કિંતુ દસ મિનિટ ચાલવું હોય તોપણ કોરીનાને પારાવાર પીડા થતી અને વારંવાર નબળાઈને કારણે વચ્ચે
28 • તન અપંગ, મન અડીખમ
વિજેતા ભુલાઈ ગયા • 29.
Page #21
--------------------------------------------------------------------------
________________
બેસી જઈને થાક ખાવો પડતો. ટેનિસના કોટ પર એક છેડેથી બીજે છેડે હરણીની માફક ઊછળતી-કૂદતી કોરીનાને માટે એ દિવસો, એ શક્તિ, એ ઝડપ - બધું જ જાણે અતીતનું સ્વપ્ન બની ગયું.
ટેનિસનો લગાવ એટલો કે એ પછીય અમેરિકન ઓપન સ્પર્ધા ખેલાતી હતી, ત્યારે એને નિહાળવા માટે ગઈ. એને જોઈને સહુ કોઈ સ્તબ્ધ બની ગયા. આ કોરીના ! ટેનિસની ‘મિક્સ ડબલ્સની સ્પર્ધામાં વિરોધીની એકેએક ચાલને નિષ્ફળ બનાવનારી કોરીના સાવ નિર્બળ અને અશક્ત બની ગઈ ! એ બે દિવસ સુધી અમેરિકન ઓપન ટેનિસ સ્પર્ધા જોવા આવી. એના નિર્બળ દેહ અને ગંભીર રોગને જોનારાઓએ એટલું તો પાકે પાયે માન્યું કે હવે પછી તેઓ કોરીનાને ક્યારેય ટેનિસ ખેલતી જોઈ શકશે નહીં.
કોરીનાએ નક્કી કર્યું કે ગમે તે થાય પણ ટેનિસના મેદાન પર પાછા આવવું છે. એનું આ સ્વપ્ન જોઈને એના સ્વજનો હસતા હતા. એના સાથીઓ એની આ વાત સ્વીકારવા હરગિજ તૈયાર નહોતા. એના ડૉક્ટરપિતા એને એટલી હિંમત આપતા કે તું જરૂર સ્વસ્થ થઈશ, પરંતુ કોઈ એમ માનતું નહોતું કે કોરીના ફરી ટેનિસ ખેલવા પાછી આવશે. ૨૦૦૧ના નવેમ્બર સુધી તો કોરીનાની કંમોથેરાપીની સારવાર ચાલુ રહી. વીસ મીટર ચાલવું હોય તોપણ એને આકરું પડતું હતું. વચ્ચે થોભીને, થાક ખાઈને આગળ ચાલી શકતી. આ હાલત પછી દસ મહિના બાદ કોરીના ટેનિસ કોટ પર દેખાઈ. એણે સાબિત કરી આપ્યું કે સંજોગો માણસને ઘડતા નથી, પણ માણસ સંજોગોને ઘડે છે. આ પછી કોરીના ૨૦૦૨ની અમેરિકન ઓપન ટેનિસમાં ભાગ લેવાના મનસૂબા સાથે ખેલવા લાગી. એની નજર સામે એવા કિસ્સા હતા કે જેઓએ અપ્રતિમ હિંમત દાખવીને મુશ્કેલીઓને મહાત કરી હતી. એણે ફરી ટેનિસ ખેલવાનું શરૂ કર્યું, ત્યારે પારાવાર મુસીબત આવી. માત્ર દસ મિનિટ ખેલે અને એટલી બધી થાકી જાય કે જાણે સાડા ત્રણ કલાક ખેલી હશે. કોરીનાના પુનરાગમને ટેનિસ જગતને વિચારતું કરી મૂક્યું.
કોરીના વિશ્વવિખ્યાત સેરેના વિલિયમ્સ સામે ખેલવા ઊતરી. સેરેના વિશ્વની પ્રથમ-દ્વિતીય ક્રમની ઉત્કૃષ્ટ મહિલા ખેલાડી ગણાય. આવી સેરેના પાસેથી એણે બીજા સેટમાં વિજય મેળવ્યો. સેરેના સાથેની મૅચ પૂરી થતાં
કોરીનાનો પરાજય થયો, પરંતુ કોરીનાનો ૬-૨, ૬-૩થી થયેલો પરાજય વિજય કરતાં પણ મહાન હતો. એક તદ્દન અશક્ય સ્થિતિમાંથી એણે દૃઢ મનોબળથી એ શક્ય કર્યું હતું. આમેય રમત એ હારજીતની બાબત નથી.
માત્ર ખેલદિલીપૂર્વક ખેલવું એ જ એનો મહામંત્ર છે. કોરીનાએ ટેનિસના ખેલાડીઓને નવા
વિશ્વનો પરિચય ટેનિસ ખેલતી કોરીના મોરારીક કરાવ્યો.
ટેનિસના ખેલાડીઓની દુનિયા આજે અજાયબ દુનિયા છે. પોતાના જેટ વિમાનમાં અંગત કાફલા સાથે આ ખેલાડીઓ જગતભરમાં ઘૂમતા હોય છે. એમના કાફલામાં કોચ હોય, પાળેલો કૂતરો હોય, આહારવિદ્ હોય અને મનોચિકિત્સક પણ હોય. આવા ખેલાડીઓને જીવનના સંઘર્ષોનો કોઈ પરિચય હોતો નથી. માત્ર કઈ રીતે રમતમાં વિજય મેળવવો તે એક જ ધ્યેય હોય છે અને આવા વિજયોથી મળતી કમાણીની ગણતરી જીવનમાં હોય છે. કોરીના અમેરિકન ઓપનના મેદાન પર આવી, ત્યારે એક નવું જ વાતાવરણ જાગ્યું. એમાં કયો ખેલાડી રમતમાં વિજય મેળવે છે તેનું મહત્ત્વ નહોતું, પરંતુ જીવનના સંઘર્ષમાં જે વિજેતા બન્યા છે તેનું અભિવાદન હતું.
આજે કોરીના સહેજ વ્યાકુળ કે પછી થોડી હતાશ થાય ત્યારે ૨૦૦૧માં જે મેદાન પર એણે જીત મેળવી હતી, એ મેદાન પર જાય છે અને એનાં
30 • તેને અપંગ, મન અડીખમ
વિજેતા ભુલાઈ ગયા • 31
Page #22
--------------------------------------------------------------------------
________________
સ્મરણોને યાદ કરીને રોમાંચિત બને છે. કોરીના જ્યારે અમેરિકન ઓપનમાં ખેલવા માટે જતી હતી ત્યારે એના ડૉક્ટરપિતાનો સંદેશો આવ્યો. પિતાએ સમાચાર આપતા કહ્યું, “તારા કેન્સરનું જોર ઘટી રહ્યું છે.”
જિંદગીની અજાયબી પણ કેવી છે ! જે પિતાએ પ્રત્યક્ષ રૂપે કૅન્સર થયાના સમાચાર આપ્યા હતા, એ પિતાએ ફોનથી કેન્સરનું જોર ઘટ્યાની જાણ કરી. - જે સ્પર્ધામાં કોરીના પહેલા રાઉન્ડમાં જ પરાજય પામી, એ જ સ્પર્ધામાં બધા વિજેતાઓ ભુલાઈ ગયા અને કોરીના જીવન-વિજેતા બની રહી.
હિંમતે મર્દા, તો...
5
ભીષણ યુદ્ધને કારણે ચોતરફ મોતનું તાંડવ ખેલાતું હતું. આકાશમાંથી અફઘાનિસ્તાનનાં તાલિબાની સંસ્થાનો પર અવિરત બૉમ્બવર્ષા થતી હતી અને ભૂમિ પર પશ્ચિમના સાથી દેશોના સૈનિકો શસ્ત્રસંરજામ સાથે આગળ વધી રહ્યા હતા. સ્વાભાવિક રીતે જ દુશ્મનની અજાણી ધરતી પર ચોતરફ ભયનો માહોલ હોય છે. કોઈ અણધાર્યો હુમલો થાય, એકાએક ટેકરી કે ઝાડીમાં છુપાયેલા સૈનિકો બહાર આવીને અંધાધૂંધ ગોળીઓનો વરસાદ વરસાવે. ક્યારેક વિદેશી સૈનિક કે દારૂગોળો ભરેલી ટૅ સહેજ આગળ ચાલે કે ધરતીમાં છુપાયેલો દારૂગોળો પ્રચંડ ધડાકા સાથે વાતાવરણને ધ્રુજાવીને સર્વનાશ વેરે.
સેનાનું એક એક કદમ એ વિજય તરફની આગેકૂચ બની શકે છે, એ જ રીતે
જેમ્સ સિમ્પસન
32 • તેને અપંગ, મન અડીખમ
Page #23
--------------------------------------------------------------------------
________________
એનું પ્રત્યેક કદમ એ પછીની ક્ષણે મોતનો પૈગામ પણ બની રહે. અફઘાનિસ્તાનની ધરતી પર પશ્ચિમી દેશોની સેના સાવધ બનીને આગળ ધપતી હતી. સાવ અજાણ્યા પ્રદેશ પર હુમલો, એ ખાંડાના ખેલ ગણાય.
અફઘાનિસ્તાનના સંગિન શહેરમાં બ્રિટિશ રૉયલ આર્ટિલરીની પાંચમી રેજિમેન્ટમાં ફરજ બજાવતો જવાન જેમ્સ સિમ્પસન પેટ્રોલિંગ કરીને પગપાળા પાછો ફરતો હતો. પાછા વળતાં એના પગ દુશ્મનોએ છુપાવેલા અદ્યતન પ્રકારના વિસ્ફોટક પર પડ્યા અને એ સાથે પ્રચંડ ધડાકો થયો. જેમ્સ સિમ્પસન દૂર ફંગોળાઈ ગયો.
૨૦૦૯ની નવેમ્બરની આ ઘટના જેમ્સ સિમ્પસનને માટે અભિશાપરૂપ બની ગઈ. એના ઘૂંટણથી નીચેના બંને પગ માત્ર કપાઈ જ ન ગયા, પણ સાવ છુંદાઈ ગયા. એના બે હાથ પર ઈજા થઈ. હૉસ્પિટલની પથારીમાં પડેલો સિમ્પસન મનોમન વિચાર કરતો હતો કે એ હવે ફરી કઈ રીતે ચાલી શકશે ? એને અદ્યતન સારવાર મળી. લશ્કરી પુનર્વસવાટની આધુનિક પદ્ધતિને કારણે જેમ્સ સિમ્પસને થોડા જ સમયમાં કૃત્રિમ પગ પ્રાપ્ત કર્યા અને ત્વરાભેર ચાલવાની નિપુણતા હાંસલ કરી.
પોતાનું રોજિંદું કામકાજ સ્વયં કરવા લાગ્યો. સેનાની કામગીરી સંભાળવા લાગ્યો, એણે વિચાર્યું કે હવે કોઈ દોડમાં ભાગ લેવો છે. આ જ ખમી સૈનિકનું દિલ બીજા જખમી સૈનિકો માટે અત્યંત કરુણા ધરાવતું હોવાથી એણે ઈજાગ્રસ્ત સશસ્ત્રદળના સૈનિકોના લાભાર્થે યોજાતી દોડમાં ભાગ લેવાનું નક્કી કર્યું.
આ દોડનું નામ છે ‘વોરિઅર ગેઇમ્સ'. યોદ્ધાઓ માટે યોજાતી આ દોઢસો મીટરની દોડમાં આ હિંમતવાન યોદ્ધાએ ભાગ લીધો. એને માટે આ વિરાટ પડકાર હતો. વળી આ દોડ એ કોઈ સીધી સપાટ, સમતળ જમીન પરની દોડ નહોતી. કાદવથી ખીચોખીચ ભરેલા રસ્તા પર આ દોડ યોજાતી હતી. કેટલાક મહિના સુધી એણે ચાલવાની તાલીમ લીધી. કૃત્રિમ પગે કાદવમાં ચાલવું અતિ મુશ્કેલ ગણાય. ક્યારેક સરકી જવાય. ક્યારેક ગબડી પડાય, વારંવાર સમતોલન ચૂકી જવાય, પરંતુ જેમ્સ સિમ્પસનની દૃઢતા અને સાહસ સદાય એની વહારે આવતાં હતાં. એણે અકસ્માતની ઘટના પૂર્વે ક્યારેય દોડ અંગે
વિચાર્યું નહોતું, એણે આ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું એટલે દોડવાનું શરૂ કર્યું.
પોતાની આ પહેલી દોડમાં જેમ્સ સિમ્પસનને અત્યંત આનંદ આવ્યો. આની સાથોસાથ એની લશ્કરી કામગીરી પણ ચાલુ હતી. લશ્કરના સૈનિકો સાથે એ કામ કરતો હોવાથી એનો જુસ્સો બરકરાર રહ્યો. પોતાના સાથીઓ સાથે એ ઉત્સાહભેર લશ્કરી આયોજનો કરતો હતો અને એ રીતે અત્યંત સક્રિય અને ઉત્તેજનાપૂર્ણ જિંદગી જીવતો
હતો. એવામાં એણે કૃત્રિમ પગ સાથે જેમ્સ સિમ્પસન ટેલિવિઝન પર પોતાના
કેટલાક સાથીઓ અમેરિકાની સ્પાર્ટન રેસમાં ભાગ લેતા હોય એવું દૃશ્ય જોયું.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એ કૃતનિશ્ચયી બન્યો. આ ‘સ્પાર્ટન રેસ' એ કોઈ સામાન્ય દોડસ્પર્ધા ન હતી. આ દોડ-સ્પર્ધાને તો લોકો ‘સ્માર્ટન ડેથ રેસ' તરીકે ઓળખાવે છે. એમ કહેવાય છે કે આ સ્પર્ધામાં ભાગ લેતી વખતે ખેલાડીને અસહ્ય પીડા સહન કરવી પડે છે. પ્રસવની પીડા કરતાંય આ સ્પર્ધામાં ખેલાડીને વધુ પીડા થતી હોય છે. એમાં માત્ર શારીરિક તાકાતનો જ મહિમા નથી, શરીરબળ હોય એટલે વિજય મળે તેવું નથી, પરંતુ અત્યંત દૃઢ મનોબળ અને ચપળ ચિત્ત હોવું જોઈએ તથા મુશ્કેલીઓને પાર કરીને મોતની વચ્ચેથી જીવતા રહેવાની અદમ્ય જિજીવિષા હોવી જોઈએ.
34 * તેને અપંગ, મન અડીખમ
હિંમતે મર્દા, તો... + 35
Page #24
--------------------------------------------------------------------------
________________
‘સ્પાર્ટન રેસ' એ માત્ર દોડ નથી, પરંતુ જુદા જુદા પ્રકારની મુસીબતોનો સામનો કરવાની વિવિધ અંતરની, વિવિધ પ્રકારની વિપ્નદોડ છે અને આ અંતર એટલે કેટલું ? છેક એક માઈલથી માંડીને છવ્વીસ માઈલની મેરેથોન દોડ સુધીનું. એમાં ત્રણ માઈલ, આઠ માઈલ, બાર માઈલ અને છવ્વીસ માઈલની વિદનદોડ યોજાય. એમાંય વળી એક માઈલનું અંતર. અમુક મર્યાદિત સમયમાં જ પાર કરવાનું હોય. પરંતુ આ બધા કરતાં સૌથી વધુ અઘરી બાબત તો એમાંના અવરોધો છે. એ અવરોધો કાં તો સ્પર્ધકોએ પાર કરવા પડે અને નિષ્ફળ જાય તો એના દંડ રૂપે અમુક કવાયતો કરવી પડે. જેમ કે, સ્પર્ધાના આરંભે ‘ફાયજિમ્પ' હોય છે, જેમાં સ્પર્ધક આગમાં ઝંપલાવે છે, તો વળી કાંટાળા તારમાં સ્પર્ધકોએ સરકવાનું હોય છે. કાંટાળા તારની ઈજાથી બચવા માટે એને કાદવમાં ખુંપી જવું પડે છે અને આવી રીતે વીસથી એકસો વાર જેટલું અંતર પસાર કરવું પડે છે.
દસથી વીસ વારના અંતરે દોડીને વાંસનો ભાલો નિશ્ચિત નિશાન પર ફેંકવાનો હોય છે. લાકડાની ચારથી આઠ ફૂટની વાડ ઓળંગવાની હોય છે અને આ વાડ ક્રમશઃ ગોઠવવામાં આવે છે. તો વળી દીવાલ ઉપરથી, નીચેથી અને અંદરથી પસાર થવું પડે છે. દીવાલની સ્પર્ધા તો ભારે કપરી ! પહેલાં દીવાલ ચડીને ઓળંગવાની હોય, પછી દીવાલની નીચે રાખેલી જગામાંથી પસાર થવાનું હોય અને અંતે ટાયર કે ચોરસ બાકોરામાંથી બહાર નીકળવાનું હોય. આવું ત્રણ કે ચાર વખત કરવાનું હોય. આમાં એક સ્પર્ધા એવી કે ત્રીસથી સિત્તેર પાઉન્ડ જેટલું વજન ધરાવતી રેતીની થેલી કે રેતી ભરેલી ડોલ ઊંચકવી પડે, તો હરક્યુલિઅન હોઇસ્ટ સ્પર્ધામાં ભાગ લેનારે સિમેન્ટનો મોટો વજનદાર બ્લોક કે વજનદાર ડોલ થાંભલા પર દોરડાની મદદથી ધ્વજની જેમ ઊંચે ચડાવવાની હોય છે. મોટી મુશ્કેલી તો એ હોય કે આને માટેની દોરી અત્યંત કાદવવાળી કે એવી લીસી હોય છે કે સતત હાથમાંથી સરકી જવાનો ભય રહે. ટાયરોલીન ટ્રાવર્સ નામની સ્પર્ધામાં તો બે ઝાડની વચ્ચે સમાંતરે લટકાવેલા દોરડા પર સરકીને નિશ્ચિત ધ્યેય પર પહોંચવાનું હોય છે. આ લટકાવેલા દોરડા નીચે પાણી હોય છે. જો સ્પર્ધક દોરડા પર આગળ સરકી ન શકે, તો એ પાણીમાં પડી જાય છે.
કોચ પાસે તાલીમ મેળવતો જેમ્સ સિમ્પસન ‘સરકણી દીવાલ' નામની સ્પર્ધા તો એવી છે કે જેમાં ૪૫ અંશના ઢોળાવ ઉપર બંધાયેલી દીવાલ પર સાબુ કે તૈલી પદાર્થ લગાડેલો હોય અને તેના પર ચાલીને અને કદાચ જરૂર પડે તો દોરડાની મદદ લઈને દીવાલ ઓળંગવાની હોય. ગ્લેટિએટર એરિઆના સ્પર્ધા એવી છે કે જેમાં મુક્કાબાજો સ્પર્ધકને પછાડવાના પેંતરા કરતા હોય અને એમાંથી સ્પર્ધકે હેમખેમ વિજયરેખા સુધી પહોંચવાનું હોય છે.
‘હોબી હોપ” સ્પર્ધામાં બંને પગની ઘૂંટી આજુબાજુ બંને પગને જોડતી જાડી પટ્ટી બાંધીને વીસથી વધારે ટાયરની હરોળ વીંધવાની હોય છે, જ્યારે લાંબા કુદકામાં સીધેસીધો લાંબો કૂદકો હોતો નથી, પરંતુ વાંકીચૂકી કે સર્પાકાર ગોઠવાયેલા લાકડાના અવરોધને જમીનને સ્પર્શ કર્યા વિના કુદી જવાના હોય છે. ‘રોક ક્લાઇમ્બ” સ્પર્ધામાં પાણી કે કાદવનાં ખાબોચિયાં ઉપર દોરડા સાથે ઘંટ બાંધવામાં આવે છે અને આમાં ભાગ લેનારે દોરડા પરથી ઊતરતાં પહેલાં એ ઘંટ વગાડવો પડે છે. આવી એક એકથી જુદી અને વિશેષ, કઠિન અને મુશ્કેલ છે. આ સ્પર્ધાઓ.
‘સ્પાર્ટન રેસની આ તેર જેટલી સ્પર્ધાઓ એ માનવના મન અને તનના બળની સર્વોચ્ચ કસોટી ગણાય છે. ચપળતા, ત્વરિતતા, સ્કૂર્તિ, સૂઝ, શક્તિ,
36 • તન અપંગ, મન અડીખમ • 36
હિંમતે મર્દા, તો.. • 37
Page #25
--------------------------------------------------------------------------
________________
ચતુરાઈ અને સાહસ - એ બધાંની આમાં અગ્નિપરીક્ષા હોય છે. આવી તેરતેર સ્પર્ધાઓમાંથી કોઈ એક સ્પર્ધામાં પણ સફળ થવું મુશ્કેલ ગણાય છે. આને પરિણામે તો મજબૂત શરીર અને કદાવર બાંધો ધરાવનાર સૈનિકો પણ આમાં ભાગ લેતાં પૂર્વે ઘણો લાંબો વિચાર કરે છે. એવું પણ બને કે ઘણી તૈયારી કર્યા પછી ખરે વખતે આ યોદ્ધો પીછેહઠ કરી જાય ! એનું કારણ એ છે કે આમાં સ્પર્ધાના યોજકો કયા કયા અવરોધો પાર કરવાના છે તેની પૂર્વે કોઈ યાદી આપતા નથી, આથી ક્યારે કર્યો પડકાર તમારી સામે આવશે અથવા તો આવનારા પડકારોનો ક્રમ કેવો છે એની કોઈ સ્પર્ધકને લેશમાત્ર જાણ હોતી નથી.
જેમ્સ સિમ્પસને પોતાના કેટલાક સાથીઓને આવી દોડમાં ભાગ લેતા
જોયા અને એને પણ મન થયું કે આ સ્પર્ધામાં હું પણ ઝંપલાવું. એના ઘરની
નજીક આવેલા જંગલના પ્રદેશોમાં જઈને એ પોતે આવા અવરોધો તૈયાર
કરીને ઓળંગવાની તાલીમ લઈ આવ્યો. દોડવા માટે પેરાલિકિપ્સ ટ્રેકને ઉપયોગમાં લેતી વખતે એની બ્લેડને નાની, મોટી કે ટૂંકી કરવાનો ઉપયોગ કરવાનું શીખવા માંડ્યો. એની સામે પડકારોની શૃંખલા હતી. કૃત્રિમ પગ સૌથી મોટો અવરોધ હતા. વધુ તો જ્યાં ઊંચાઈની જરૂર હોય, ત્યાં એના કૃત્રિમ પગને કારણે એ ઠીંગણો બની જતો હતો. પરિણામે માત્ર બાવડાં અને ટૂંકા પગ પર આધાર રાખીને એને અવરોધો પાર કરવાના હતા. જેમ્સ સિમ્પસને ઇંગ્લેન્ડની સ્પાર્ટન રેસમાં ભાગ લઈને એક નવીન વિક્રમ સ્થાપ્યો. એ પહેલો વિકલાંગ રમતવીર બન્યો, એથીય વિશેષ આ સ્પર્ધામાં ભાગ લેનાર માટે એ આદર્શ ઉદાહરણ બની ચૂક્યો હતો.
કેટલાક સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેવાનો પ્રારંભ કરે, પરંતુ તેરમાંથી ત્રણ-ચાર રમત માંડ ખેલે અને પછી પીછેહઠ કરે. આવા સ્પર્ધકોને માટે જેમ્સ પ્રેરણારૂપ બની ગયો. અધવચ્ચેથી તાલીમ છોડીને જતા રમતવીરો જેમ્સનું મક્કમ મનોબળ જોઈને પાછા ફર્યા છે.
જેમ્સની સાહસિકતા તો એવી છે કે એના કુટુંબીજનો પણ આ જવાંમર્દના દિમાગને ઓળખી ગયા છે. અપાર શારીરિક મર્યાદાઓ હોવા છતાં એને પાર કરવાના એના ખમીરને એ બરાબર જાણે છે, આથી જેમ્સના દરેક 38 • તન અપંગ, મન અડીખમ
સાહસને એ લોકો સહજતાથી સ્વીકારતા થઈ ગયા છે. માત્ર જેમ્સને એટલું જ કહે કે તમે આ મંગળવારે સાહસની શરૂઆત ન કરશો, કારણ કે અમે એ સાંજે તમારે ત્યાં ભોજન માટે આવી રહ્યા છીએ. એ પછી જ્યારે સાહસ કરવું હોય ત્યારે કરજો.
પોતાના વેસ્ટ યોર્કશાયરના ઘર પાસેની વનરાજીઓમાં અવિરત તાલીમ લેતા જેમ્સને જોવો, એ પણ એક પરમ આનંદ છે. પોતાની હિંમતથી એ પોતાની મર્યાદાઓને ઓળંગવાનો બખૂબી પ્રયાસ કરે છે. આ સ્પર્ધામાં એ બે નાનામાં નાની કદની બ્લેડ પહેરીને દોડવાનો છે, જે એને ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ સમતોલન પૂરું પાડશે. દોડવાની બ્લેડથી જો પોતાના અવરોધભર્યા રસ્તાઓ પાર થઈ શકે તેમ નહીં હોય, તો એ એની સાથે બીજા થોડાક કૃત્રિમ પગો પણ રાખશે.
એ કહે છે ‘સ્પાર્ટન રેસ'ને માટે હું સખત તાલીમ લઈ રહ્યો છું. શક્ય તેટલું લાંબું દોડવાનું ધ્યેય રાખું છું. દોડ પૂર્વે મારી ઈજાની દરકાર કર્યા વિના હું દોડમાં આવતા એકેએક અવરોધને વીંધીને મારી જાતે અંતિમ રેખા ઓળંગવાની ખ્વાહિશ ધરાવું છું, પછી ભલે એને માટે મારે ગમે તેટલી મહેનત કરવી પડે અને ગમે તેટલો સમય આપવો પડે.
PA
સ્પાર્ટન રેસની તૈયારી કરતો જેમ્સ સિમ્પસન
વચ્ચે આવતા અવરોધો પાર કરવાની બાબતમાં એવું પણ બને કે કોઈ અવરોધ માત્ર ત્રીસ સેકંડમાં પાર થઈ જાય, તો કોઈ અવરોધ ઓળંગતાં દસ મિનિટ લાગે. પણ આ દરેક અવરોધને પાર કરવા માટે જેમ્સ અડગ હોય છે.
હિંમતે મર્દા, તો... • 39
Page #26
--------------------------------------------------------------------------
________________
મુસ્કાનનું હાસ્ય
આવો અવરોધ પાર કરતી વખતે તેને પોતાના પગ બદલવા પડશે, તો તેને બદલીને પણ તે પોતાની જાતે જ પોતાના માર્ગને પસાર કરશે.
કોઈ જેમ્સને કહે છે કે ‘શા માટે એ આ જીવનને છોડીને મોતની દોડ માટે તૈયાર થયો છે.' તો એ જવાબ આપે છે કે “મારે મોત સાથે બાથ ભીડીને દુનિયાને બતાવવું છે કે ભલે તમારી પાસે કૃત્રિમ પગો હોય, તો એનાથી જીવનની કે સ્પર્ધાની દોડમાં થોભી જવાની જરૂર નથી. - જેમ્સની આ જવાંમર્દી જોઈને એનો મુખ્ય કોચ માઇકલ કોહેન કહે છે કે આ જેમ્સ સાથે કામ કરતો હોઉં, ત્યારે એની પાસેથી હું પ્રેરણા પામું છું. કાદવ-કીચડથી ભરપૂર, લપસી જવાય તેવા ઢાળ ઓળંગતો અને બધી હદને વટાવતો જોઈને એનું અદ્ભુત મનોબળ અને દઢ સંકલ્પ મને કોઈ અવર્ણનીય આનંદની અનુભૂતિ કરાવે છે.'
જેમ્સ સિમ્પસન આવી મોતની દોડમાં ભાગ લેવાનો છે, તેની પાછળ તેનું એક ધ્યેય પણ છે. એણે જોયું કે છેક દ્વિતીય વિશ્વયુદ્ધથી માંડીને આધુનિક યુગના અફઘાનિસ્તાનમાં જંગ ખેલી રહેલા સૈનિકો માટે કામ કરતા મંડળને સારી એવી સખાવતની જરૂર છે. એનું ધ્યેય પોતાની સ્પર્ધા દ્વારા આ મંડળમાં મોટી રકમની સખાવત આપવાનું છે અને તેથી જ આ જવાંમર્દ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે મુસીબતો સામે બેપરવા બનીને અને મોતને હાથતાળી આપીને આ સપ્ટેમ્બરમાં સેનામાંથી નિવૃત્ત થયા બાદ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા ભગીરથ પ્રયાસ કરશે.
દંપતીના જીવનમાં આનંદનો સાગર ઊછળવા લાગ્યો. ભાવિ સુખની કલ્પનાએ અરુણભાઈ અને જૈમિની દેવતાના જીવનમાં અવનવા રંગો પૂરી દીધા. આવનારા સંતાનના સંકેતો માતા-પિતાની આજની દુનિયાને પલટાવી નાખે છે. વર્ષોની વારંવારની પ્રભુપ્રાર્થના ફળવતી બનતી હતી. સમગ્ર પરિવાર હૃદયમાં છાનીછાની ખુશીઓ લઈને ફરતો હતો.
સુખના આ વડલા પર એકાએક વજાઘાત સમી વીજળી ત્રાટકી. કેટકેટલીય આશાઓનાં તોરણ એકસાથે કરમાઈ ગયાં. અધૂરા મહિને દીકરીનો જન્મ થયો. એના ચહેરા પર સતત રેલાતું હાસ્ય જોઈને સહુએ એનું નામ ‘મુસ્કાન’ પાડવું.
બાળક જન્મે ત્યારે વહાલું તો લાગે, પણ એથીય વિશેષ ખિલખિલાટ હસતું બાળક
મુસ્કાન દેવતા
40 * તન અપંગ, મન અડીખમ
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કૃતિ ‘આઇ ડ્રીમ' સાથે
સહુ કોઈનું મન હરી લે. મુસ્કાનનાં માતાપિતા હરખઘેલાં બની ગયાં, પરંતુ ડૉક્ટરો અતિ પરેશાન હતા. મુસ્કાનના શરીરની ચેષ્ટાઓ અને હલનચલન વિચિત્ર લાગ્યા. જરા ઝીણવટભેર તપાસ્યું તો અધૂરા મહિને જન્મેલી મુસ્કાન હેમિપ્લેજિયા (પક્ષઘાત : શરીરના ડાબા કે જમણા ભાગનો લકવો. જ્યારે નાયુની અક્ષમતા (અશક્તિ) અપૂર્ણપણે ઘટી હોય ત્યારે તેને ચેતાઘાત (Paresis) કહે છે અને જ્યારે તેનો લકવો થઈ ગયો હોય ત્યારે તેના ચેતાઘાત (Paralysis અથવા plegia) કહે છે. તેથી એક બાજુના (ડાબા કે જમણા) હાથમાંના સ્નાયુઓની અપૂર્ણ સક્ષમતા (અશક્તિ, Weakness) થઈ આવે ત્યારે તેને પક્ષાલ્પઘાત (hemiparesis) કહે છે. બંને પગનો લકવો થાય તો તેને દ્વિપાદઘાત (Paraplegia) અને ચારેય ગાત્રો (બંને હાથ અને બંને પગ)નો લકવો થાય તેને ચતુર્ગાત્રી ચેતાઘાત (quadriplegia) કહે છે.) નામના દર્દથી પીડાતી હતી. દર્દનાં લક્ષણો એવાં હતાં કે એનું ડાબું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું અને આ પ્રકારની સ્થિતિને આંશિક હેમિપ્લેજિક કહેવાય.
આ રોગને પરિણામે દર્દી એકસાથે અનેકાનેક વ્યાધિઓથી ઘેરાઈ વળે . દર્દીના શરીરની જમણી બાજુ લકવાગ્રસ્ત બની જાય. એટલું ઓછું હોય તેમ ફેફસાં સાવ અવિકસિત રહે, એમાં આંખો નબળી થઈ ગઈ હોય અને હૃદયમાં એક છિદ્ર પડી ગયું હોય.
પરિવારજનો પર પ્રચંડ આઘાત થયો અને એમાં પણ ડૉક્ટરે જ્યારે એમ કહ્યું કે આવી બાળકીનું આયુષ્ય અતિ મર્યાદિત હોય છે. એની જીવનરેખા સાવ ટૂંકી હોય છે, એ પૂરા એકસો દિવસ પણ જીવી શકશે નહીં.
બાળકીની સ્થિતિ એવી હતી કે એનું મગજ એનાં ફેફસાંને શ્વાસ લેવા માટે અને હૃદયને ધબકવા માટે કોઈ સંદેશા આપતું નહોતું. જ્યાં મગજ જ સંદેશા આપે નહીં, ત્યાં શી સ્થિતિ થાય? પોતાની પુત્રીની સ્થિતિ જોઈને માતાપિતા દ્રવી ઊઠયાં. એમની આશાના મિનારાઓ તો ભાંગીને ધૂળ ભેગા થઈ ગયા હતા. હવે કરવું શું ? જિંદગીના જંગમાં એ હાર સ્વીકારી લેવી કે પછી એની સામે આખર સુધી લડી લેવું ?
અરુણભાઈ અને જૈમિનીબહેન એમ સંજોગોથી પરાસ્ત બને, તેમ
નહોતાં. સંજોગો એમને દોરે, તેને બદલે તેઓ સંજોગોને ઘડવા ચાહતાં હતાં. એમણે મનોમન નિર્ધાર કર્યો કે મુસ્કાનનું હાસ્ય વિલીન થવા દેવું નથી. ગમે તેટલો ખર્ચ થાય, તોય દીકરીની હિફાજતમાં પાછું વળીને જોયું નથી. એને ઉત્તમ ડૉક્ટરી સારવાર મળે તે માટે વિદેશમાં જવાનું વિચાર્યું. જ્યાં ઉત્કૃષ્ટ મેડિકલ સારવારની સાથોસાથ પુત્રીને હૂંફાળું, સમભાવી વાતાવરણ પણ મળી રહે. મુસ્કાન પાંચ વર્ષની થઈ, ત્યારે એના પિતાએ ભારત છોડીને ન્યૂઝીલૅન્ડ જવાનું નક્કી કર્યું.
ગંભીર બીમારી ધરાવતી મુસ્કાન ન્યૂઝીલેન્ડ ગઈ, પણ એના ચહેરા પરનું હાસ્ય સહેજે ઓછું થયું નહોતું. પારાવાર મુશ્કેલીઓ હતી, મોટા ભાગનો સમય પલંગમાં સૂતાં સૂતાં પસાર કરવો પડતો હતો. સતત જુદી જુદી સારવાર લેવાની રહેતી, છતાં મુસ્કાન આનંદથી જીવતી હતી. જાણે દદથી એક પછી એક આવતી મુશ્કેલી સામે મોજ થી હસતી ન હોય !
ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડ શહેરમાં વિલ્સન હૉમ નામની બાળકો માટેની સેવાભાવી સંસ્થાનો સંપર્ક થયો. મુસ્કાનનું દેવતા કુટુંબ ઑકલૅન્ડ શહેરમાં આવ્યું. મુસ્કાન વર્ષમાં ત્રણથી ચાર વખત એના વિલ્સન હોમમાં જતી હતી. અહીં ઑર્થોપેડિક સર્જન ટેરી બિડવેલ એની સારવાર શરૂ કરી. બિડવેલ
મુસ્કાનનું હાસ્ય • 43
42 • તન અપંગ, મન અડીખમ
Page #28
--------------------------------------------------------------------------
________________
સારવાર આપતા હતા, પણ દર્દીના ચહેરા પરના આનંદથી એમના ચહેરા પરના આનંદમાં ઉમેરો થતો હતો. મુસ્કાન વિલ્સન હોમની લાડકી બની ગઈ. ટેરી બિડવેલે કહ્યું, ‘અરે, આ હસમુખી મુસ્કાન તો બધા જ ડૉક્ટરો અને નર્સ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ. પોતાના સ્વાથ્ય અંગેના પડકાર ઝીલતાં ઝીલતાં એ ઘણી પાકટ બની ગઈ છે.’
મુસ્કાન માટે જિંદગીનો આનંદ જાળવી રાખવો અત્યંત કપરો હતો. એને ઝાંખી દૃષ્ટિને કારણે જાડા કાચનાં ચશ્માં પહેરવાં પડતાં. જમણા પગે પટ્ટા બાંધવા પડતા, એની ચાલ પણ વિચિત્ર પ્રકારની હતી. વળી બીજાં બાળકો ઝડપથી ચાલી શકતાં, ત્યારે મુસ્કાન એટલી ઝડપથી થોડું હલનચલન પણ કરી શકતી નહીં, આથી બીજાં બાળકોને મુસ્કાનનું હલનચલન વિચિત્ર લાગતું. ઘણા એને તાકી-તાકીને જોઈ રહેતા. લંચના સમયે કોઈ એની સાથે રમવા ઇચ્છતું નહીં.
આવે સમયે એ એકલી જાતે નિશાળના પ્રાંગણમાં લટાર મારતી હતી. કોણ એની પાસે આવે ? કોણ એનું મિત્ર બને ? એક બાજુ આવી ઉપેક્ષા હતી, એકલતા હતી, સહજ રીતે જ ઉદાસીનતામાં સરી પડાય તેવું વાતાવરણ હતું, પણ મુસ્કાન પોતાના શરીરની સ્થિતિ જોઈને વિચારતી કે જ્યારે હું જ મારી જાતને સ્વીકારી શકતી નથી, ત્યારે બીજા મારો સ્વીકાર કરે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકું ?
મુસ્કાનનું હૃદય મગજના સંદેશા ધાર્યા પ્રમાણે ઝીલતું નહોતું. તેમ છતાં એની સંવેદનાનો તંતુ હૃદય સાથે જોડાયેલો હતો. પરિસ્થિતિથી હતાશ થવાને બદલે એને વિશે પોતાની રીતે વિચાર કરતી હતી. એ બીજાની માફક દોડી શકતી નહીં, સખીઓ સાથે રમી શકતી નહીં. આવી એકલી નાનકડી મુસ્કાન હતાશા દૂર રાખીને જિંદગીનું હાસ્ય જાળવીને જીવતી રહી.
પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની તરીકે મુસ્કાન પાસે કોઈ પ્રવૃત્તિ નહોતી. એની શારીરિક સ્થિતિએ એની આસપાસ એક કિલ્લો રચી દીધો હતો. એવે સમયે મુસ્કાન પુસ્તકની દુનિયામાં ડૂબી જતી. એને માટે રોજ સવાર એ નવી ઉત્સાહભરી આશાનો સંચાર હતી. ઉષાની લાલિમા સાથે એના હોઠો પરનું હાસ્ય ખીલી ઊઠતું. દિવસનો આરંભ જ એવા ઉત્સાહભેર કરતી કે જગત
આખું એને જીવવા જેવું લાગતું. પોતાનાં દુ:ખ-દર્દની કોઈ ફિકર કે ચિંતા કરતી નહીં. એના પરિવારજનોને પણ થતું કે જીવનના અવરોધો સામે ઝઝૂમતી આ નાનકડી વીરાંગના છે. શરીરની મર્યાદાઓને સાથે રાખીને એને પાર કરતી પર્વતારોહક છે.
એ નવમા ધોરણમાં આવી, ત્યારે વેસ્ટલેક હાઈસ્કૂલમાં ટી-શર્ટ અને શોર્ટ પહેરીને તરવરાટ ભરેલી છોકરીની માફક નિશાળે જતી હતી. પ્રતિકૂળતાઓથી ભરેલી આ જિંદગીની રફતારમાં અપાર શારીરિક બંધનોની વચ્ચે મુસ્કાન જિંદગીનું જોશ જાળવીને જીવતી હતી.
ક્યારેક એ વિચાર કરતી કે ડૉક્ટરોએ કહ્યું હતું કે વધુમાં વધુ એકસો દિવસનું એનું આયુષ્ય છે. આયુષ્યની આ દોરી કેવી મજાથી લંબાતી રહે છે !
ક્યારેક એમ પણ વિચારતી કે કદાચ જિંદગીના આનંદને કારણે જ આયુષ્યની દોરી લંબાતી હશે ! ઉદાસીનતા અને હતાશામાંથી બચવું એનું નામ જ મુસ્કાન. જિંદગીમાં અજવાળું અને અંધારું આપણે જ બનાવીએ છીએ, એમ માનતી મુસ્કાન પહેલેથી જ હેમિપ્લેજિયાના રોગથી સહેજે ચિંતિત નહોતી.
કાળા આકાશમાં કોઈ વીજળીનો ચમકારો થાય, એ રીતે ૨00૫ની ૯મી જૂને મુસ્કાનની દુનિયા બદલાઈ ગઈ. એને ત્યાં એના ભાઈનો જન્મ થયો અને ભાઈના જન્મ સાથે જન્મથી જ શારીરિક મર્યાદાઓ ધરાવતી મુસ્કાનનો ‘નવો જન્મ' થયો. મુસ્કાને પોતાના ભાઈ અમનને ખોળામાં લીધો, ત્યારે એને જુદા પ્રકારનો રોમાંચ થયો. એની મમ્મી જૈમિનીએ નાનકડી મુસ્કાનને કહ્યું, ‘હવે તારે તારા નાના ભાઈ અમનને સંભાળવાનો છે.”
આ સાંભળીને મુસ્કાનને પોતે મોટી થઈ ગઈ હોય તેમ લાગ્યું, એથીય વિશેષ જિંદગીમાં પહેલી વાર જવાબદારીનો અહેસાસ થયો. મુસ્કાનને માટે એક નવી દુનિયા સર્જાઈ ગઈ. બીજાં બાળકો જ્યારે એનાથી દૂર ભાગતાં કે અળગાં રહેતાં, ત્યારે અમન મુસ્કાનની પાસે દોડી દોડીને આવવા લાગ્યો. અમનને એની આ હસમુખી બહેન ખૂબ પસંદ પડી ગઈ. મુસ્કાનનો આત્મવિશ્વાસ વધી ગયો અને તે એના ભાઈની વધુ ને વધુ સંભાળ લેવા લાગી.
બસ, પછી તો મુસ્કાનની દુનિયામાં એક નવો અર્થ ઉમેરાયો. એના આનંદમાં નવો રંગ ભળ્યો. એને એક એવો સોબતી મળ્યો કે જે એને સામે
A • તેને અપંગ, મન અડીખમ
મુસ્કાનનું હાસ્ય • 45
Page #29
--------------------------------------------------------------------------
________________
ભાઈ-બહેનની જોડી ચાલીને વહાલ આપતો હતો. પોતાનાથી અળગા રહેવાને બદલે પોતે જેવી હતી તેવી એણે સ્વીકારી લીધી હતી. એને માટે એક નવી દુનિયાનું સર્જન થયું. એને લાગ્યું કે ભગવાન મુસીબતો આપે છે, પણ સાથોસાથ એની સામે લડવાની તાકાત પણ આપે છે.
પહેલાં પોતાના સાથીઓની ઉપેક્ષાથી મુસ્કાનના દિલમાં ક્યારેક દુ:ખ થતું હતું. એમની અવગણનાથી ક્યારેક આઘાતની થોડી લાગણી થતી હતી. ક્યારેક એકલતા ડંખતી, તો ક્યારેક સાવ અટૂલી પડી ગઈ હોય તેમ જણાતું હતું, પરંતુ હવે ભાઈ મળતાં મુસ્કાન જાણતી હતી કે નિશાળમાં ભલે કોઈ એની સાથે રમેખેલે નહીં, પણ ઘરમાં તો એની સાથે ખેલકૂદ કરવા માટે એનો ભાઈ અમન ક્યારનોય રાહ જોઈને બેઠો હશે !
આમ ભાઈ-બહેનના હેતની કડી વધુ ને વધુ મજબૂત બનવા લાગી. વળી માતા-પિતાની સતત મળતી પ્રેરણાને કારણે મુસ્કાન આગળ વધતી ગઈ. એ સમયે મુસ્કાન પોતાના અભ્યાસનો મોટા ભાગનો સમય શાળાના પુસ્તકાલયમાં ગાળતી હતી. વખત મળે એ સ્કાયપીની મદદથી ભારતમાં વસતાં પોતાનાં કાકા-કાકી અને પિતરાઈઓ સાથે વાત કરતી હતી. એનું એક કુટુંબ ન્યૂઝીલૅન્ડમાં વસતું હતું અને બીજું ભારતમાં.
નવ વર્ષની મુસ્કાને વિલ્સન હોમની મુલાકાત સમયે જાણ્યું કે એ સંસ્થાને
કસરત માટેની એક બાઇકની જરૂર છે. મનોમન વિચાર્યું કે મને મદદ કરનારી સંસ્થાને માટે મદદ કરવી તે મારું કર્તવ્ય છે. સંસ્થાને બાઇક ભેટ આપવાની એના મનમાં તીવ્ર ઇચ્છા જાગી. ઘેર પાછા ફરતી વખતે એની માતા જૈમિનીને કહેવા લાગી કે કઈ રીતે વિલ્સન હોમના ફિઝિયોથેરપિસ્ટ જોં વાંકરને આપણે ઉપયોગી બની શકીએ ? કઈ રીતે આપણે એમને જરૂરી એવી બાઇક આપી શકીએ ?
નિશાળેથી પાછા આવતી વખતે માતાને સતત આ પ્રશ્ન પૂછતી રહી. મુસ્કાને વિચાર કર્યો કે મારે ભેટ આપવી છે, તો એની રકમ પણ મારે જ આપવી જોઈએ. મુસ્કાનને થયું કે પોતે દોડીને કોઈ સેવાનું કામ તો કરી શકે તેમ નથી, પરંતુ એ જાતે કંઈક લખી શકે તેમ છે. આમેય નિશાળમાં અભ્યાસ પછીનો મોટા ભાગનો સમય એ પુસ્તકોની દુનિયામાં ગાળતી હતી. ઘેર હોય ત્યારે પણ પુસ્તક એનાં સાથી હતા, તેથી મનોમન વિચાર્યું કે કોઈ એક પુસ્તક લખી તેને વેચી રકમ મેળવું અને એમાંથી જો વાંકરને બાઇક ભેટ ધરું.
દાદીમાએ કહેલી એક પૌરાણિક કથા એને ખૂબ ગમી ગઈ હતી. દાદીમાએ એને ગણેશજીની કથા કહી હતી. કઈ રીતે બુદ્ધિ અને સફળતાના દેવ વિપ્નહર્તા ગણેશજીએ હાથીનું મસ્તક મેળવ્યું હતું તેની વાર્તા લખવાનું નક્કી કર્યું. નવ વર્ષની મુસ્કાન ન્યૂઝીલેન્ડમાં બેસીને ગણેશજી વિશે પૌરાણિક કથા લખવા માંડી ! એને આમાં ખૂબ આનંદ આવ્યો અને પોતાની વાર્તા તૈયાર થયા પછી એણે એનું શીર્ષક આપ્યું, ‘ધ સ્ટોરી ઑફ ગણેશા'.
એક નવ વર્ષની છોકરી આવી કથા લખે, તેનાથી સઘળે આનંદ વ્યાપી ગયો, ન્યૂઝીલેન્ડમાં રહેતા એના પિતા અરુણભાઈના ભારતીય મિત્રોમાં અને અમદાવાદમાં વસતા એના પરિવારજનોમાં. આ વાર્તા ન્યૂઝીલેન્ડમાં શાળાના સામયિકમાં પણ પ્રકાશિત થઈ. આમાંથી મુસ્કાનને વિલ્સન હોમના જરૂરી સાધનો ખરીદવા માટેની રકમ મળી ગઈ. આને કારણે મુસ્કાનનો આત્મવિશ્વાસ વધ્યો અને એથીય વધુ બીજાને મદદ કરવાનું મુલ્ય શું છે તેની અનુભૂતિ થઈ.
એની માતાએ કહ્યું, ‘મુસ્કાન એ એવી નાનકડી બાળા છે કે જે બીજાને મદદ કરવા હંમેશાં તત્પર હોય.” પણ હજી મુસ્કાન શરમાતી હતી. સામાજિક
46 • તન અપંગ, મન અડીખમ
મુસ્કાનનું હોય • 47
Page #30
--------------------------------------------------------------------------
________________
સ્વીકૃતિ પામવાની ઝંખના રાખતી હતી.
આ નાનકડી બાર પાનાંની પુસ્તિકા વિમોચન માટે તૈયાર થઈ, ત્યાં વળી મુસ્કાનના નાનકડા મનમાં થયું,
“આની પહેલી નકલ ભગવાન ગણેશને જ અર્પણ કરું તો !' ન્યૂઝીલૅન્ડના પાપાકૂરા શહેરમાં આવેલા ગણેશમંદિરમાં ગણેશજીની પુસ્તિકાનું વિમોચન નક્કી કર્યું અને મુસ્કાને પોતાની પહેલી પ્રત પોતાના માનીતા દેવના ચરણમાં અર્પણ કરી, ત્યારે સંસ્કૃત શ્લોકોનું પઠન ગુંજતું હતું. એક અનોખું વાતાવરણ સર્જાયું હતું. હાજર રહેલા સ્વજનો અને ભક્તજનોએ આ નાનકડી છોકરીની પુસ્તિકાને અંતરના ભાવથી વધાવી લીધી.
મુસ્કાનનું જમણું અંગ લકવાગ્રસ્ત હતું, એનાં ફેફસાં મહામહેનતે શ્વાસ લેતાં હતાં. આંખો થોડી નબળી હતી અને હૃદયમાં એક હોલ પડી ગયો હતો. પરંતુ આ કામે મુસ્કાનને એની વેદના ભુલાવી દીધી અને ઉપસ્થિત સહુ કોઈ એના પર પ્રસન્ન થઈ ગયા. મુસ્કાનની આત્મશક્તિ અને ભીતરની ભક્તિનાં દર્શન થતાં સહુના હૃદયમાં ભાવભીનાં સંચલનો જાગી ઊઠ્યાં. આ સમયે ઉપસ્થિત એક ભક્તજને તો એવી ભાવના વ્યક્ત કરી કે “હે પ્રભુ ! મારે મુસ્કાન જેવી દીકરી હોત તો કેવું સારું !'
મુસ્કાનની આ વાતો ન્યૂઝીલેન્ડના ‘રેડિયો તરાના' પર હજારો શ્રોતાજનોએ સાંભળી અને સહુનાં હૃદય ગદ્ગદિત બની ગયાં. ગણેશજીની પુસ્તિકા ગર્ણશચતુર્થીના દિવસે જ પ્રગટ થાય, તે કેવો પાવન યોગ ! એ દિવસે જ આ પુસ્તિકાની એકસો નકલ વેચાઈ ગઈ અને મુસ્કાને એની સઘળી આવક વિલ્સન હોમને અર્પણ કરી.
મુસ્કાન હજી શાળામાં સંકોચ અનુભવતી હતી. બધાં બાળકો સાથે હળીભળી શકતી નહોતી. એના શરીરની સ્થિતિને કારણે આસપાસનાં બાળકો પણ એને હેતાળુ વહાલ કરતાં નહોતાં. વળી મુસ્કાન પણ મિત્રો બનાવવા માટે કોઈ પ્રયત્ન કરતી નહીં. એનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ સારું હતું. હિંદી તો એ છટાદાર રીતે બોલી શકતી. મુસ્કાને રેડિયો તરાના પર આપેલો ઇન્ટરવ્યું શ્રોતાજનોની અનેરી ચાહના પામ્યો. આ જોઈને ભારતીય સમાજના રેડિયો સ્ટેશન ‘રેડિયો તરાનાએ મુસ્કાનને એક કાર્યક્રમની એન્કર બનવા માટે
પ્રસ્તાવ મૂક્યો.
જ્યારે રેડિયોના અધિકારીઓએ મુસ્કાનને મુલાકાત માટે બોલાવી, ત્યારે એનો હિંદી ભાષા પરનો કાબૂ જોઈને પ્રોગ્રામ મેનેજર પ્રસન્ન થઈ ગયો અને ઈ. સ. ૨૦૧૨માં ન્યૂઝીલૅન્ડમાં મુસ્કાન સૌપ્રથમ સૌથી યુવાન રેડિયો જોકી બની. એણે બાળકોને અનુલક્ષીને કાર્યક્રમ આપવાનો હતો. વિશ્વભરમાંથી એના આ કાર્યક્રમને બાવન ન્યૂઝીલૅન્ડના રેડિયો તરાના પર કાર્યક્રમ હજાર જેટલાં શ્રોતાજનોએ
આપતી મુસ્કાન સાંભળ્યો. આને કારણે તો મુસ્કાનનો દર અઠવાડિયે ‘યુ એન્ડ મુસ્કાન” નામનો કાર્યક્રમ પ્રસારિત થવા લાગ્યો. એ જુદા જુદા વિષયો પર રેડિયોમાં વાર્તાલાપ આપવા લાગી. બાળકો તરફથી મળેલા જન્મદિવસના સંદેશાઓ અને ગીતોની વિનંતી પ્રસારિત કરતી હતી.
પોતાના કાર્યક્રમની પહેલાં પૂરી સમજ મેળવી લેતી અને પછી એને પોતાની આગવી રીતે પ્રસારિત કરતી હતી. બાર વર્ષની મુસ્કાને એની આવડત બતાવી. એવામાં એક પત્રકારે મુસ્કાનની મુલાકાત લીધી અને એની ભીતરમાં પડેલી શક્તિઓ ઓળખીને એને સમાજના સમાચારપત્રની સૌથી યુવાન કૉલમલેખિકા બનાવી.
બસ, આમ મુસ્કાનની સફર આગળ વધતી રહી. આ સફરમાં આવતા અવરોધોની મુસ્કાન ક્યારેય પરવા કરતી નહીં. બન્યું એવું કે રેડિયોના પ્રોગ્રામનિર્માતા અને અખબારના પત્રકારોએ મુસ્કાનમાં એક શક્તિ જોઈ અને એને કારણે એના સહાધ્યાયીઓ પણ એનાથી પ્રભાવિત થયા. વિજ્ઞાન અને ભાષાના વિષયમાં એ ઊંચી કક્ષા મેળવવા લાગી, એટલું જ નહીં પણ એની
48 • તેને અપંગ, મન અડીખમ
મુસ્કાનનું હોય 49
Page #31
--------------------------------------------------------------------------
________________
બીજાને મદદરૂપ થવાની વૃત્તિ અભ્યાસમાં પણ પ્રગટ થવા લાગી. આનું કારણ એ કે મુસ્કાનને એક જીવનમંત્ર મળી ગયો કે બીજાને મદદ કરવાથી પોતાને અનેરો આનંદ આવે છે અને જેમને મદદ કરી હોય તે એના તરફ સાચા દિલથી ચાહના અને પ્રેમ રાખે છે. એમને માટે મુસ્કાન ‘ખાસ’ બની જાય છે અને પોતાની આસપાસના સમાજમાં ‘ખાસ’ બનવાનું એ મુસ્કાનને ગમે છે.
એની માતા જૈમિની કહે છે, ‘તે શાળામાં તેના વર્ગના સહાધ્યાયીઓની ખૂબ સંભાળ લે છે. લંચના સમયે એ બીજાં બાળકોને એમના અભ્યાસમાં મદદરૂપ બને છે અને આમ કરવા જતાં ઘણી વાર એનો નાસ્તો એમ ને એમ ઘેર પાછો આવે છે.’
મુસ્કાન તેર વર્ષની થઈ. ઑકલૅન્ડમાં આવેલી સ્ટારશિપ હૉસ્પિટલે એના જમણા પગને સીધા કરવા માટે અને પગની પિંડીના સ્નાયુઓને લંબાવવા માટે સર્જરી કરવાનું નક્કી કર્યું. આને પરિણામે એનું હલન-ચલન ઓછું થઈ ગયું. આવે સમયે કરવું શું ? પથારીમાં બેસી રહેવું, તો ગમે ક્યાંથી? આવી સ્થિતિમાં પણ એ કોઈ સર્જનાત્મક અને ઉત્પાદક કાર્ય કરવા ચાહતી હતી. એને થયું કે લાવ, ફરી કલમ ચલાવું.
કઈ વાત લખવી ? ગણેશની કથાથી લેખનકાર્યનો પ્રારંભ કર્યો હતો. હવે શું લખવું ? એણે પોતાની આત્મકથા લખવાનું નક્કી કર્યું અને શારીરિક મર્યાદા ધરાવનાર બાળક તરીકે પોતાની જિંદગીની કથા લખવા-આલેખવાનો વિચાર કર્યો. આઠ મહિનામાં તો એની એ કથા આઇ ડ્રીમ’ તૈયાર થઈ ગઈ. વળી પાછો મુસ્કાનને એક વિચાર આવ્યો. આ પુસ્તકના વેચાણમાંથી જે કંઈ આવક આવે, તે આ સ્ટારશિપ હૉસ્પિટલને જ દાનમાં આપી દઉં. બન્યું એવું કે મુસ્કાનની માતા જૈમિની જ્યાં કામ કરતાં હતાં તે બેંક ઑફ ન્યૂઝીલૅન્ડે આ પુસ્તકને સ્પોન્સર કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને એના પિતા અરુણભાઈ જ્યાં કામ કરતા હતા, તે ફાસ્ટ-વે કુરિયર્સે કોઈ પણ મૂલ્ય લીધા વિના આ પુસ્તક ખરીદનારને પહોંચાડવાની તૈયારી બતાવી.
આ પુસ્તક પ્રકાશિત થયું અને થોડા જ મહિનામાં અઢીસો ડૉલર એકઠા થયા. મુસ્કાને પોતાને સારવાર આપનારી સ્ટારશિપ હૉસ્પિટલને આ રકમ દાનમાં આપી. મુસ્કાનના આ પુસ્તકને ઑકલૅન્ડની વેસ્ટલેક ગર્લ્સ હાઈસ્કૂલના
50 • તેને અપંગ, મન અડીખમ
સ્ટેજ પર ગિટાર વગાડતી મુસ્કાન દેવતા
નવમા ધોરણની વિદ્યાર્થિનીઓ ‘કરેજ’ શીર્ષક હેઠળ ભણે છે. એની આવકનો બીજો તબક્કો મુસ્કાને ‘ધ બ્રેકફાસ્ટ ક્લબ’ નામની સંસ્થાને આપ્યો. આ સંસ્થા સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારની શાળાનાં બાળકોને અપાતા ભોજન માટે કલ્યાણકાર્ય કરે છે. વળી મુસ્કાન ‘એટિટ્યૂડ લાઇવ’ માટે બ્લોગ પણ લખે છે અને એની બે સંક્ષિપ્ત વાર્તાઓ ‘બૅંક ઑફ ન્યૂઝીલૅન્ડ લિટરરી ઍવૉર્ડ'ની વિવિધ કૅટેગરીમાં સમાવેશ પામી છે.
એક વક્તા તરીકે પણ મુસ્કાન ધીરે ધીરે પ્રભાવશાળી બનતી રહી છે. કપરી જિંદગીની વચ્ચે એનો આનંદ અક્ષત રહ્યો છે. એની ઇચ્છા તો એ છે કે ભારતના ઓરિસામાં આવેલા નાના ગામડામાં એક કન્યાશાળા બાંધવા માટે ફાળો એકત્રિત કરવો.
જીવન પ્રત્યે સદાય ઉત્સાહી એવી મુસ્કાન માને છે કે એ ઘણું બોલે છે, ઘણું લખે છે અને ઘણી વાર પુસ્તકાલયમાં કોઈ ઉત્તમ પુસ્તક વાંચવામાં ઘણી મશગુલ બની જાય છે.' સ્વાસ્થ્ય સામેની અસંખ્ય લડાઈઓ લડીને એને પાર ઊતરનાર મુસ્કાન વળી હળવાશથી પોતાની વાત કહે છે,
‘જેમ હું વાત કરું છું, તેમ લખું છું. મને વાતો કરવી ખૂબ ગમે છે. હું મારી જિંદગીની સફરની વાત કરીશ, જેથી મેં વેઠેલા સંઘર્ષો, જીવનમાં આવેલી ચડતી-પડતીની તો લોકોને જાણ થશે, પરંતુ એથીય વિશેષ એમાંથી હું કઈ રીતે પાર નીકળી એ વાંચશે અને સહુ કોઈ પ્રોત્સાહન પામશે.'
એ કહે છે કે ‘હું વાસ્તવિકતા સ્વીકારવાથી ડરતી નથી, નિખાલસપણે
મુસ્કાનનું હાસ્ય * 51
Page #32
--------------------------------------------------------------------------
________________
કરુણાની દેવી
મારા અલગ હોવાની હકીકતનો સ્વીકાર કરું છું. મારી જિંદગી પડકારભરી હતી, પણ કુટુંબના સાથ અને નિર્ણયશક્તિથી મારી જીવનનૈયા ચલાવી શકું છું. આજે હું જે કાંઈ છું, તે મારા આશાવાદ અને પ્રોત્સાહનને લીધે છું.’
વળી પાછી એના પગને સીધા કરવા અને સ્નાયુઓને લંબાવવા માટે ફરી સર્જરી કરવી પડી. તેર વર્ષ પછી મુસ્કાને તપખીરિયા રંગનાં સેડલ પહેર્યા અને આત્મવિશ્વાસથી ભરેલી મુસ્કાન કહે છે કે, ‘તમારામાં રહેલી અલગ બાબત જ તમને અજોડ બનાવે છે.'
આમ મુસ્કાન લેખન અને પત્રકારત્વના માર્ગે ધીરે ધીરે આગળ વધી રહી છે. એને એટલું જ બતાવવું છે કે કોઈ વ્યક્તિ શારીરિક ક્ષમતા ધરાવતી ન હોય, તો તે કોઈ બીજી દુનિયાનું પ્રાણી બની જતી નથી. આજે મુસ્કાનની સાફલ્યગાથા વાંચીએ ત્યારે લાગે કે ભલે વિધાતાએ એને અનેક પડકારો ઝીલવા માટે મજબૂર કરી હોય, પરંતુ પોતાના મનોબળ અને સંકલ્પશક્તિથી એણે એવી સિદ્ધિનાં શિખરો હાંસલ કર્યો છે કે સમર્થ વ્યક્તિ પણ વિસ્મયમાં ડૂબી જાય ! - ન્યૂઝીલેન્ડમાં વસતી પંદર વર્ષની મુસ્કાન એના પિતા, માતા અને ભાઈને માટે તો મુસ્કાન બની રહી છે, પરંતુ જિંદગીમાં શારીરિક મર્યાદાઓને કારણે લાચારી અનુભવતા કે પછી સંજોગોથી ઘેરાઈને શરણાગતિ સ્વીકારતા અથવા તો અફસોસ અને નકારાત્મકતાથી જીવતા લોકોને માટે એ ચેતનવંત નવજીવનની મુસ્કુરાહટ બની ગઈ છે, કારણ કે આ મુસ્કુરાહટની પાછળ એક નાનકડી બાળકીએ અદમ્ય ઉત્સાહ, આત્મવિશ્વાસ અને આનંદભેર ખેડેલા જીવનસંઘર્ષની કથા છે.
માનવજાતિની આંધળી શસ્ત્રઘેલછાએ આ દુનિયા પર કેવા કેવા દાનવો ઊભા કર્યા છે ! પોતાની સત્તા જાળવવા ઇચ્છતો માનવી કેવાં વિકરાળ કૃત્યો કરે છે ! એના મનમાં હિંસા ફાટફાટે થાય છે, શરીરથી હિંસા અને હત્યા કર્યું જાય છે, જીવન આખું હિંસાભર્યા વર્તનોથી ખદબદે છે.
હિંસાની ટોચ પર દુનિયા માંડ માંડ શ્વાસ લેતી ધ્રુજી રહી છે, પણ હજી એને આ અનિષ્ટનાં ઘોર પરિણામો જોવાના બાકી છે.
તાજેતરમાં ઇરાકમાં થયેલા યુદ્ધ દરમિયાન મનુષ્યજાતિએ સર્જેલાં સૌથી ભયાનક શસ્ત્રોનો પ્રયોગ થયો. ઇરાકે કેમિકલ શસ્ત્રોની અજમાયશ કરી, પણ તે અજમાયશને પરિણામે જાગેલા પ્રદૂષણ અને સર્જાયેલી પારાવાર આપત્તિએ એવાં પિશાચી રૂપ લીધાં કે માતાના ગર્ભમાં રહેલાં કે પછી
મોઈરા કેલી
52 • તેને અપંગ, મન અડીખમ
Page #33
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી પર આંખો ખોલતાં શિશુઓના જીવનને તબાહ કરી નાખ્યું.
ક્યારેક જિંદગી એવો રંગ બતાવે છે કે જેને કોઈ વિજ્ઞાની પણ સમજી શકતો નથી. ક્યારેક માણસ સાથે તકદીર એવો ખેલ-પ્રપંચ ખેલે છે, કે જેને માનવી બેબસ બનીને સ્વીકારે છે. માનવી પર આવેલી આપત્તિઓનો શાસ્ત્રગ્રંથો ઉત્તર આપી શકતા નથી. વિચારકો અને અનુભવીઓ પણ એને જોઈને ખામોશ બની જાય છે.
જિંદગીના રંગ અને તકદીરના ખેલનાં વાવાઝોડાંનો ઇરાકમાં ૧૯૯૧માં જન્મેલ અહેમદ અને ઇમેન્યુલ નામના બે ભાઈઓને તત્કાળ અનુભવ થયો. વિધાતાએ આ નાના ભૂલકાંઓની શી દશા કરી તેની તો વાત શી કરું ! પરમાણુ શસ્ત્રોની પ્રતિકૂળ અસરને પરિણામે આ બંને બાળકો હાથ-પગ વગરના જન્મ્યા ! માતાપિતા વિચારવા લાગ્યાં કે હાથ-પગ વગરનાં આ બાળકોને ઘરમાં કઈ રીતે રાખી શકાય ? એમનો ઉછેર આપણે કરી શકીશું ખરાં ?
આવાં બાળકોને જન્મતાંની સાથે જ એનાં માતાપિતા એમને ઇરાકના બગદાદ શહેરમાં આવેલા એક અનાથાશ્રમમાં છોડી ગયાં. મોટા અહેમદને અનાથાશ્રમના દરવાજે ત્યજી દીધો અને નાના ઇમેન્યુલને બાજુમાં આવેલા એક ઉદ્યાનમાં એક નાનકડી પેટીમાં મૂકી દીધો. માનવીની શસ્ત્રઘેલછાએ નિર્દોષ શિશુઓ પર બેરહમ સિતમ વરસાવ્યો.
અનાથાશ્રમના સંચાલકોને બે ત્યજાયેલાં શિશુઓ મળ્યાં. એમને માટે પણ આ મોટો પડકાર હતો. હાથ અને પગ વિનાનાં બાળકોની સંભાળ લેવી કઈ રીતે ?
પરંતુ જેનું કોઈ નથી એનો ઈશ્વર હોય છે અને એ રીતે આ બાળકોને ૧૯૯૮માં મોઇરા કેલી નામની એક દયાની દેવી મળી. મોઇરા કેલીએ દુનિયાભરનાં બાળકોને મદદ કરવાનો ભેખ લીધો છે. એની સંસ્થાનું નામ જ ‘ચિલ્ડ્રન ફર્સ્ટ ફાઉન્ડેશન'. એ બગદાદના અનાથાશ્રમમાં આવી. એણે અહેમદ અને ઇમેન્યુલને અતિ દુર્દશા વચ્ચે નરકની જિંદગી જીવતાં જોયા. સાત વર્ષનાં આ બાળકો અનાથાશ્રમમાં અરેરાટીભરી જિંદગી જીવતાં હતાં. મોઇરા કેલીએ આજથી બાર વર્ષ પહેલાં ઈ. 2000માં આ બે બાળકો
54 + તન અપંગ, મન અડીખમ
અહેમદ અને ઇમેન્યુલ સાથે આપવાની અનાથાશ્રમને વિનંતી કરી. બાળકો અત્યંત બદતર સ્થિતિમાં અનાથાશ્રમમાં જીવતાં હતાં, પરંતુ આવાં બાળકોને પણ બીજાને દત્તક આપવાની અનાથાશ્રમની કોઈ તૈયારી નહોતી. મોઇરા કેલીના પ્રયત્નો પર પાણી ફરી વળ્યું. એની વિનંતીઓ અનાથાશ્રમના સંચાલકોના બહેરા કાન પર અથડાઈ.
ગમે તે થશે, પણ અમે હરગિજ આ બાળકોને આપીશું નહીં, એવો ઉત્તર મળ્યો. મોઇરા કેલીના મનમાં તો એટલી જ ઇચ્છા હતી કે આ બાળકોને સાચવીને ઑસ્ટ્રેલિયા લઈ જાઉં. ઓસ્ટ્રેલિયાના વાતાવરણથી આ બાળકોને જીવવાની આશા મળશે. ઑસ્ટ્રેલિયાની અતિઆધુનિક ચિકિત્સા-પદ્ધતિનો લાભ મેળવી શકશે અને તકદીરની બલિહારી હશે તો એમને જિંદગી જીવવાનું આશાકિરણ સાંપડશે.
સંસ્થાની ઉપેક્ષા અને જનસમૂહનો ઉપહાસ મોઇરા કેલી સહન કરતી હતી, પણ મનમાં તો એમ હતું કે ગમે તે થાય, પણ આ બે બાળકોને માટે કશુંક કરી છૂટવું છે. એમને હાથ અને પગ નથી પણ એવું હૈયું આપું કે જેથી એ પોતાના પગ પર જીવી શકે. આખરે મોઇરા કેલીએ અદાલતનાં બારણાં ખખડાવ્યાં અને અનાથાશ્રમે આ યુવતીને હાથ-પગ વિનાના બે શિશુઓ આપ્યા. એમને લઈને મોઇરા કેલી ઓસ્ટ્રેલિયા આવી. મોઇરાને માટે આ કામ
કરુણાની દેવી • 55
Page #34
--------------------------------------------------------------------------
________________
અતિ કઠિન હતું, પરંતુ મનમાં હિંમત પણ એટલી જ હતી. એ આ બંને ભાઈઓને હિંમતભેર ઉછેરવા લાગી.
મોટા ભાઈ અહેમદના પગના નીચેના ભાગ અતિ વિકૃત હતા. એને આખો પગ તો નહોતો, માત્ર ઢીંચણની આગળ લબડતો બેડોળ, વિચિત્ર નાનકડો પગ હતો. આવા પગને પરિણામે એ ઊભો થઈ શકતો નહીં, પછી ચાલવાની તો વાત જ શી ? પરંતુ આ પરિસ્થિતિથી મોઇરા સહેજે હિંમત હારી નહીં. એણે અહેમદના પગનું ઓપરેશન કરાવ્યું. એની એ વિકૃતિ દૂર કરી અને પછી કૃત્રિમ પગ લઈ આવી. અહેમદને ધીરે ધીરે આ કૃત્રિમ પગ પહેરીને ચાલતાં શીખવ્યું. પહેલી વાર એણે ધરતી પર ડગ માંડ્યા, ત્યારે હૃદયમાં અતિ રોમાંચ થયો. એણે અનુભવ્યું કે ઓહ ! ધરતી કેવી કઠણ છે ! એની પાસે પગની પાની નહોતી, પગનાં તળિયાં નહોતાં, પગનો પંજો નહોતો, પરંતુ એના શરીરનો બાકીનો ભાગ ધરતી પર પગ મૂકવાથી થતો અહેસાસ અને રોમાંચ અનુભવી રહ્યો.
આમ કૃત્રિમ પગથી અહેમદ ધીરે ધીરે ચાલવા લાગ્યો. સમય જતાં પોતાની ચાલ વેગીલી બનાવી. ત્યારબાદ દોડવા લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે મેદાનમાં દોડવા લાગે તો કેવું ?
તવારીખ તો કહેતી હતી કે વિકલાંગ માનવી કદાચ શિક્ષક કે સંગીતકાર બની શકે, પરંતુ ખેલની દુનિયાનો ખેલંદો નહીં.
અહેમદના દિલમાં તો એક જ ભાવ હતો અને તે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા'. મુશ્કેલી આવે એટલે પાછા વળી જવું નહીં, આફત દેખાય એટલે અટકી જવું નહીં, પરંતુ જિંદગીનું તમામ જોશ જગાડીને એનો સામનો કરવા માટે તૈયારી કરવી. આ જોશને આધારે જ , અહેમદ જીવતો રહ્યો હતો. આ જોશને કારણે જ એ તમામ મુશ્કેલીઓને પડકાર માનતો હતો. એવો પડકાર છે જેને પહોંચી વળવામાં ભારે આનંદ આવે. બે કૃત્રિમ પગથી અહેમદ દોડવા લાગ્યો. એની જિંદગીનું આ જોશ જોઈને એને બગદાદના બિસમાર અનાથાલયમાંથી ઓસ્ટ્રેલિયા લઈ આવનાર હિંમતબાજ મોઇરા કેલી આનંદથી ઝૂમી ઊઠી. વિક્ટોરિયા રાજ્યની આ મહિલાએ એવાં બાળકોની હિફાજત કરવાનું નક્કી કર્યું હતું કે જે બાળકોને મોતને હવાલે કરી દેવામાં આવ્યાં હોય. એ શ્વાસ એ
માટે લેતાં હોય કે એમને માત્ર અંતિમ શ્વાસની જ રાહ હોય.
મોઇરા કેલી આવાં બાળકોની માતા બનીને એમને ઉછેરતી હતી અને તેથી મોઇરાએ અહેમદને નાસીપાસ થયા વિના કાર્ય સિદ્ધ કરવા પ્રોત્સાહન
આપ્યું. બંને કૃત્રિમ પગથી
Telstra બરાબર દોડવા લાગેલા પગના પંજા વિનાનો અહેમદ અહેમદને એક નવી ઇચ્છા
જાગી. એના મનમાં થયું કે જો ફૂટબૉલ રમવા મળે તો કેવું સારું ! જેને ‘ફૂટ’ નથી, એ ફૂટબૉલ કઈ રીતે રમી શકે ? પણ મોઇરા એના હોંસલાને વધાવતી રહી, પ્રેરણા આપતી રહી અને ધીરે ધીરે અહેમદ વિક્ટોરિયા રાજ્યની કિલમોરે નામની ફૂટબૉલ ક્લબમાં જોડાયો.
ફૂટબૉલની રમત ક્રિકેટની રમત કરતાં વધુ થકવનારી ગણાય, કારણ કે એમાં ખેલાડીને સતત દોડતા રહેવું પડે. અહેમદ વિરોધીઓનો જોરદાર મુકાબલો કરતો હોવાથી તથા એની ‘નખ જેવી સખત’ રમવાની શૈલીને કારણે અહેમદ ‘નેઇલ્સ’ તરીકે ફૂટબૉલના સાથી ખેલાડીઓમાં જાણીતો થયો. ફૂટબૉલમાં તો પડવાનું, આથડવાનું, ટકરાવાનું, લાત મારવાની અને લાત ખાવાની - એ બધું જ હોય. અહેમદ પોતાની દૃઢ સંકલ્પશક્તિથી આ બધાને પાર કરતો ગયો. એણે કાબેલિયતથી પોતાના હરીફોને થાપ આપવા માંડી અને ટીમના ખેલાડીઓમાં આ પગ વગરનો ખેલાડી એની ફૂટબૉલની રમતને કારણે ચાહના પામ્યો.
એ પછી આજથી ચાર વર્ષ પૂર્વે ૨૦૦૮માં એણે વળી નવો દાવ અજમાવ્યો. એના મનમાં થયું કે તરણ સ્પર્ધામાં પણ ભાગ લેવો જોઈએ.
56 * તેને અપંગ, મન અડીખમ
કરુણાની દેવી ... 57
Page #35
--------------------------------------------------------------------------
________________
બગદાદના અનાથાલયમાં જેની કલ્પના પણ ન કરી હોય તેવી બાબતો ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં સાકાર થવા લાગી. પોતાના વિસ્તારમાં આવેલા સ્નાનાગારમાં અહેમદ તરવાની તાલીમ મેળવવા લાગ્યો. બે કૃત્રિમ પગ ધરાવનાર માનવી પ્રબળ ઇચ્છાશક્તિ હોય, તો જ પાણીમાં તરવાનું સાહસ વિચારી શકે. અહેમદની દૃઢ ઇચ્છાશક્તિને પરિણામે જ એ સતત આગળ વધતો રહ્યો અને પછી એણે વિચાર કર્યો કે હવે તરણ સ્પર્ધામાં પણ ભાગ લેવો જોઈએ.
જેમ દર ચાર વર્ષે રમતવીરો માટેની ઑલિમ્પિક સ્પર્ધા યોજાય છે, એ જ રીતે વિકલાંગ રમતવીરો માટે એક જુદી જ ઑલિમ્પિક સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધામાં જુદી જુદી અનેક રમતોમાં દુનિયાભરના વિકલાંગો પોતાનું હીર કસવા માટે મેદાનમાં ઊતરે છે. અહેમદને આવી ઑલિમ્પિકમાં ભાગ લેવાનાં સ્વપ્નાં આવવા લાગ્યાં. એ આને માટે સખત અને સતત તાલીમ લેવા માંડ્યો. માત્ર એક વર્ષ અગાઉ જેણે ગંભીર રીતે તરવાનો પ્રયાસ કર્યો હતો તેવો અહેમદ ૨૦૦૯માં તો ઓસનિયા પેરાલિમ્પિક ચેમ્પિયનશિપમાં તરણબાજ તરીકે ભાગ લેવા આવ્યો અને ત્યારબાદ એણે વિકલાંગોની ઑસ્ટ્રેલિયન ચેમ્પિયનશિપમાં (૨૦૧૦-૨૦૧૧) ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકની સ્પર્ધામાં ભાગ લેવા ગયો અને આ સ્પર્ધામાં અહેમદે નવો વિશ્વકીર્તિમાન રચ્યો..
એની પાલક માતા મોઇરા કેલીના આનંદનો પાર ન રહ્યો. એનો ભાઈ ઇમેન્યુલ તો ગીત ગાઈને પોતાની ખુશી પ્રગટ કરવા લાગ્યો. માતા મોઇરા કેલીની સાથે એની બે દત્તક પાલક પુત્રીઓ તૃષ્ણા ને ક્રિષ્ના પણ અહેમદની સિદ્ધિ પર મીટ માંડીને બેઠી હતી. આ તૃષ્ણા અને ક્રિષ્ના બંનેનાં માથાં જન્મથી જ એકબીજાના અંગ સાથે જોડાયેલાં હતાં. એમની સ્થિતિ પણ અહેમદ અને ઇમેન્યુલ જેવી બની હતી. આ બંને બહેનોને એમના પિતાએ જન્મ આપતાંની સાથે ત્યજી દીધી હતી. પ્રેમની દેવી મોઇરા કેલી એમને લઈ આવી. બંનેનાં માથાં જોડાયેલાં હોવાથી એમની જીવવાની આશા પણ ઘણી ઓછી હતી. ૩૨ કલાક સુધી સર્જરી કરીને ડૉક્ટરોએ બંને બહેનોનાં માથાં જુદાં પાડ્યાં અને આ બંને બહેનો પણ અહેમદની સિદ્ધિ મેળવતી વખતે આનંદિત બની ગઈ.
આજે ૧૭ વર્ષની ઉંમરે પહોંચેલો અહેમદ કહે છે, ‘તમે અડગ હો અને
તમારા લક્ષ્યને સિદ્ધ કરવા માગતા હો, તો તમારી મુશ્કેલીનો કદી વિચાર કરતા નહીં, તમે તમારા લક્ષ્યને સિદ્ધ કરવા માટે સતત મથ્યા રહો અને તેને સિદ્ધ કરવા માટે જે કંઈ કરવું પડે તે કરો. આ જ છે લક્ષ્યસિદ્ધિનું રહસ્ય.'
અહેમદની આ સિદ્ધિ જોઈને એના ભાઈ ઇમેન્યુલના દિલમાં પણ કંઈક કરી છૂટવાનાં અરમાન જાગ્યાં.
ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી ઇમેન્યુલ સારવાર અને સાધનોના સહારે નવજીવનનો પ્રારંભ કર્યો. એણે અભ્યાસ શરૂ કર્યો. એના મનમાં પહેલેથી જ એક તમન્ના હતી કે મારે કામયાબ ગાયક બનવું છે અને આને માટે એ અથાગ પ્રયત્ન કરવા લાગ્યો. મોઇરા કેલી એના આ સંતાનસમાં બાળકને એની ઇચ્છાના ક્ષેત્રમાં આગળ વધવા માટે અવિરત ઉત્સાહ આપવા લાગી.
વ્યવસાયી ગાયક બનવાની પોતાની ઇચ્છાને લક્ષ્ય બનાવીને આંતરિક બળ અને સંકલ્પશક્તિથી ઇમેન્યુલ પોતાનો માર્ગ કરતો ગયો. ગયે વર્ષે ૨૦૧૧ની ૨૯મી સપ્ટેમ્બરે રિયાલિટી શો ‘ધ એક્સ ફેક્ટર'ની ખૂલતી રાત્રીએ ઍલ્બોર્નમાં ઇમેન્યુલે પોતાની રચના પ્રસ્તુત કરી. એની આ રચના સાંભળીને સહુ કોઈની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.
એ સમયે ઉત્કૃષ્ટ ગાયકની નિર્ણાયક સમિતિના એક સભ્ય રોનાલ્ડ કૅટિંગ તો ઇમેન્યુલે પ્રસ્તુત કરેલી ઇંગ્લેન્ડના વિખ્યાત ગાયક અને ગીતલેખકે જ્હોન લેનોનની ક્લાસિકલ રચના ‘ઇમેજિનની હૃદયસ્પર્શી રજૂઆતથી એવા તો દ્રવી ગયા કે એમણે નિર્ણય આપતાં પૂર્વે નિખાલસપણે સ્વીકાર કર્યો કે જિંદગીમાં આજ સુધી ક્યારેય કોઈ પ્રસ્તુતિ સાંભળીને હું આટલો બધો દ્રવિત થયો નથી.
એ રાત્રે તાળીઓના ગડગડાટ અને જોશીલા હર્ષધ્વનિ સાથે ઇમેન્યુલને સહુએ વધાવી લીધો અને એની “ધ એક્સ ફેક્ટર ના ઑડિશન દરમિયાનની વીડિયોની વીસ લાખ લોકોએ સમીક્ષા કરી અને માત્ર છ મહિનાના ગાળામાં તો એક કરોડ અને દસ લાખનો વિરાટ જનસમુદાય ઇમેન્યુલના ગાન પર વારી ગયો. પછી તો ઇમેન્યુલ કેલીએ એક જ વર્ષમાં ત્રણ કરોડ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું અને ફેસબુક પર એના ચાહકોનો ધસારો થવા લાગ્યો.
58 + તન અપંગ, મન અડીખમ
કરુણાની દેવી ... 59
Page #36
--------------------------------------------------------------------------
________________
ગીત ગાતો ઇમેન્યુઅલ
મહાન ક્લાસિકલ રચના ‘ઇમેજિનના રચયિતા સ્વ. જ્હોન લેનોનની પત્ની અને ૧૯૭૧માં આ ગીતના આલબમનાં સહનિર્માત્રી યોકો ઓનો તો આ ગીત સાંભળીને એટલાં બધાં પ્રભાવિત થયાં કે એમણે કહ્યું કે આજે જ્હોન લેનોન નથી, પરંતુ તારી આ રચના સાંભળીને એ જ્યાં હશે, ત્યાં ગૌરવ અનુભવતા હશે.
એક ગાયક તરીકે ઇમેન્યુલની ચાહના જગતવ્યાપી બનતી ગઈ. આ ઇમેન્યુલે પોતાનાં બે ગીત રજૂ કર્યા અને એનું પહેલું ગીત એણે એની પાલક માતા મોઇરા કેલીને અર્પણ કર્યું. એને પૂરો અહેસાસ છે કે જો મોઇરા કેલીનું વાત્સલ્ય એને મળ્યું ન હોત, તો એ આજે શ્વાસ લેતો ન હોત અને ક્વચિત્ શ્વાસ લેતો હોત, તો લાચાર જિંદગી માટે માત્ર સતત નિઃશ્વાસ નાખીને જીવન બસર કરતો હોત.
મોઇરા કેલી પાસેથી એને જીવન મળ્યું, પણ એથીય વિશેષ મોઇરાને ત્યાં બીજાં વિકલાંગ બાળકોને જોઈને ઇમેન્યુલને લાગ્યું કે એની વિકલાંગતા તો આ અન્ય બાળકોની વિકલાંગતાની સરખામણીમાં કશી વિસાતમાં નથી. એની પડકાર ઝીલવાની હિંમત વધી ગઈ. એણે જોયું કે મોઇરા આ સહુ બાળકોને અગાધ પ્રેમ કરતી હતી. આ સમયે ઇમેન્યુલે અનુભવ્યું કે એક ગાયક તરીકે સુંદર અવાજ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, પણ આ જગતમાં સહુને મંત્રમુગ્ધ કરે તેવું કોઈ સંગીત હોય તો તે પ્રેમનું સંગીત છે. પ્રેમ સહુ કોઈને જીતી લે છે.
ઇમેન્યુલને માટે જિંદગી એટલે સંઘર્ષ. સતત અવરોધો આવતા જાય અને અવરોધોનો પડકાર ઝીલવા પ્રયત્ન કરતો જાય, એ માને છે કે ઊંચાં સ્વપ્નો સિદ્ધ કરવા માટે મહાકાય વિષમતાઓનો સામનો કરવો જોઈએ. એના જીવનની મથામણ, મૂંઝવણ, પ્રયાસો એ બધું એની આ વાતનો જીવંત ચિતાર આપે છે.
જ્યારે સંગીતથી ઇમેન્યુલ એ સંદેશો આપવા માગે છે કે આ એક એવી કલા છે કે જે સરહદ, દેશ, ધર્મ અને સંસ્કૃતિના સીમાડાઓને ઓળંગીને વિશાળ જનસમૂહ પર અસર કરે છે. જગત આખું ચિતાના બોજથી દબાયેલું છે. માણસનાં મન માનસિક તનાવથી અત્યંત ક્ષુબ્ધ રહે છે, ત્યારે મેન્યુલ
આત્મવિશ્વાસથી કહે છે કે તરવરતો યુવાન હોય કે આધેડ વયનો આદમી હોય, એ બધાને જગાડી જાય એવો સ્પર્શ એના સંગીતમાં છે.
ઇમેન્યુલની આપવીતી એ માટે અનોખી છે કે આ માનવીએ વિશ્વભરના સંગીત-ચાહકો પર અજબનું કામણ કર્યું છે, પરંતુ એ કહે છે કે કદાચ મારો અવાજ કે દેખાવ ઉત્કૃષ્ટ ન હોય, પણ મારામાં એક પ્રકારનું દુનિયા કાજે ગાવાનું જોશ અને જોમ છે. એ કહે છે કે મારા સંગીત દ્વારા હજારો વ્યથિત લોકોના હોઠ પર મારે સ્મિત લાવવું છે અને સ્વપ્નશીલ બાળકો અને યુવાનોને એમ બતાવવું છે કે તમે સ્વપ્ન સેવો છો, તેમાં ક્યારેય પાછા પડશો નહીં. જિંદગીનું મુખ્ય ધ્યેય તો ઊંચાં સ્વપ્નો જોવાનું, એને સાકાર કરવા માટે પરિશ્રમ કરવાનું અને અંતે મહાન સિદ્ધિ પામવાનો અધિકાર પ્રાપ્ત કરવાનું છે.
પોતાની જીવન સંઘર્ષની વાત કરતાં ઇમેન્યુલ પોતાની કરુણામયી માતા મોઇરા કેલીનું એ સ્મરણ કરે છે.
આ ઓસ્ટ્રેલિયન યુવતી મોઇરા કેલી પણ અલગ મિજાજ, અલગ અંદાજ અને આગવું ખમીર ધરાવતી નારી છે. ૧૯૬૪ની ૩૧મી
60 * તેને અપંગ, મન અડીખમ
કરુણાની દેવી ... 61
Page #37
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયાના મૅલબોર્ન શહે૨માં જન્મેલી મોઇરા કેલીને માત્ર આઠ વર્ષની વયે જ પોતાના આદર્શની પ્રાપ્તિ થઈ. એ સમયે એણે મધર ટેરેસા પરનું દસ્તાવેજી ચિત્ર જોયું અને એ ડોક્યુમેન્ટ્રીએ મોઇરાના મનમાં અનેક સંચલનો સર્જ્યો. એ નિશાળમાં અભ્યાસ કરવા માટે જતી ત્યારે એની પ્રાથમિક શાળાની બાજુમાં જ વિકલાંગો અને અશક્ત બાળકો માટેની શાળા આવેલી હતી. આઠ વર્ષની મોઇરા પોતાની પ્રાથમિક શાળાનો કોટ કૂદીને બાજુમાં આવેલી શાળામાં જતી અને રિસેસના ગાળામાં સમાજથી બહિષ્કૃત બાળકોની પાસે જઈને એમને પોતાને હાથે નાસ્તો કરાવતી હતી.
આવાં બાળકોને વધુ ને વધુ મદદરૂપ થવા માટે એના મનમાં એમને વિશે જાણવાની વધુ ઉત્કંઠા જાગી. એણે ખાસ મદદનીશ શિક્ષિકા બનવાનો અભ્યાસક્રમ પસંદ કર્યો અને એ પછી મોઇરાએ સાધ્વી બનવાને બદલે સેવિકા બનવાનું પસંદ કર્યું અને પહેલું કામ પોતાના જ વતન ઑસ્ટ્રેલિયાનાં ગરીબ આદિવાસી બાળકોની સહાય માટે કર્યું. વિકાસની તેજ રફતાર ધરાવતા ઑસ્ટ્રેલિયામાં આદિવાસી પ્રજાની ઘોર ઉપેક્ષા થઈ. એમને એમની ભૂમિથી વેગળા કરવામાં આવ્યા. આને પરિણામે એનાં બાળકોની સ્થિતિ તો એવી બદતર બની કે જેની કલ્પના કરવી મુશ્કેલ બને!
૧૮ વર્ષની મોઇરા પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓ વચ્ચે રહીને કામ કરવા લાગી. ૨૧મા વર્ષે એના મનમાં થયું કે એક વાર મારા જીવનના આદર્શ સમાન મધર ટેરેસાને પ્રત્યક્ષ મળીને જીવનપંથ નક્કી કરું. એમની નિકટ રહીને સેવાભાવનાના મર્મને પામું. પરંતુ ઑસ્ટ્રેલિયાથી ભારત આવવા માટે મોઇરા પાસે પૈસા નહોતા. એણે એની મોટર વેચીને ભારતની ટિકિટ ખરીદી, મધર ટેરેસાના આશ્રમમાં છ મહિના સુધી રહીને સેવા અને માનવતાના પાઠ શીખી. એના વિઝાનો સમય પૂરો થતાં, છ મહિના બાદ એ ઑસ્ટ્રેલિયા પાછી ફરી, પરંતુ હવે એની આંખમાં નવી ચમક હતી અને મનમાં અનોખી મુરાદ હતી.
સમાજના તરછોડાયેલાં, રખડતાં, તિરસ્કૃત, અવિકસિત અંગોવાળાં અને વિકલાંગ બાળકો માટે કામ કરવાનું શરૂ કર્યું. આવાં બાળકોને ‘નોબડી’ઝ ચિલ્ડ્રન' કહેવામાં આવે. એણે આવાં અનાથ બાળકોને મદદ કરવા માટે
62 • તેને અપંગ, મન અડીખમ
બોનિઆ અને હેરઝેગોવિનામાં આવેલી નિર્વાસિતોની છાવણીમાં કામ કરવાનું શરૂ કર્યું. યુદ્ધ સમયે આ બંને દેશો વચ્ચે સામસામે થયેલા તોપમારાને કારણે અનેક લોકો માર્યા ગયા હતા. એમનાં મકાનો કાટમાળ બની ગયાં હતાં અને એમનાં બાળકો રઝળતાં હતાં. આવાં બાળકોને આરોગ્ય, શિક્ષણ અને આનંદ આપવાની જવાબદારી મોઇરાએ સંભાળી અને પાંચેક વર્ષ સુધી અનાથ બાળકો અંગેના પ્રાદેશિક કાર્યક્રમની ડાયરેક્ટર તરીકે કાર્ય કરીને અનુભવ મેળવ્યો.
આ સમય દરમિયાન યુદ્ધને પરિણામે ગંભીર રીતે ઘવાયેલા અથવા તો
સારવારના અભાવે માંદગીને કારણે પીડાતા લોકોને દરિયાપારની હૉસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરવાનો પ્રારંભ કર્યો. મોઇરા કેલીની અનોખી વાત એ છે કે એ જે કોઈ સ્થળે સેવાકાર્ય માટે જાય, ત્યાં જો પૂરતાં સાધન-સગવડ ન હોય તો એમને ઑસ્ટ્રેલિયામાં લાવીને પોતાને ત્યાં વસાવે છે. આ બાળકોને જીવન અર્પવાનું હતું અને તે પણ કશાય ફળની આશા વિના. મોઇરાએ જોયું કે જુદા જુદા દેશમાંથી બાળકોને લાવીને ઑસ્ટ્રેલિયામાં એકત્ર કરવાં એ થોડું મુશ્કેલ હતું. આથી એણે અમેરિકા, કૅનેડા અને આયર્લેન્ડની હૉસ્પિટલો અને ડૉક્ટરો સાથે નેટવર્કિંગ શરૂ કર્યું, યુદ્ધગ્રસ્ત અને બેહાલીમાં જીવતા દેશમાંથી આરોગ્યની ગંભીર સમસ્યા ધરાવતાં બાળકોને લાવીને એમને સારવાર આપવાનું આયોજન કર્યું.
ડૉક્ટરો અને હૉસ્પિટલોએ મોઇરા કેલીની સેવાભાવનાનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો અને આવાં બાળકોને એમના દેશમાંથી લાવવા-લઈ જવા માટે થતો વાહન ખર્ચ ઉપાડવા માટે ઘણા દાતાઓ સામે ચાલીને આવ્યા.
મોઇરા કેલીના આવા અસાધારણ આયોજન બદલ એને ઑસ્ટ્રેલિયા અને વિશ્વસમાજની સેવાના સંદર્ભે ‘ઑનર ઑફ ઑસ્ટ્રેલિયા'ના ખિતાબથી સન્માન આપવામાં આવ્યું, એટલું જ નહીં પણ એના જનરલ ડિવિઝનના ઑફિસર તરીકે મોઇરાની નિમણૂક થઈ.
આજે તો મોઇરાના કાર્ય અંગે તૈયાર થયેલી ત્રણ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ એના સેવાકાર્યનો જીવંત ચિતાર આપે છે. એમાંની એક ફિલ્મમાં એના આલ્બેનિયાના સેવાકાર્યની વાત છે અને બીજી ફિલ્મોમાં હાથપગ વગરના બે
કરુણાની દેવી
• 63
Page #38
--------------------------------------------------------------------------
________________
નાનકડા ઇરાકી છોકરાઓ અહેમદ અને ઇમેન્યુલની કથા છે. તેનું નામ છે ‘બ્રધર્મ ઇન આર્મ્સ'. મોઇરાનું ફાઉન્ડેશન જગતના દેશોમાંથી ગંભીર બીમારીમાં કે શારીરિક મર્યાદાઓમાં સપડાયેલાં બાળકોને એકઠાં કરે છે. હવે એ બીજા દેશોમાં બીમારીથી પીડાતાં બાળકોને માટે મેડિકલ ટીમ પણ મોકલે છે. આજે મધર ટેરેસા નથી, પરંતુ મોઇરામાં લોકો એમને નિહાળી રહ્યા છે !
સાહસ પાડે સાદ
ક્ષિતિજ પર ઊગતો સૂર્ય હજી આકાશમાં ઉષાની લાલિમા પ્રગટાવતો હોય અને ત્યાં જ એને અસ્તાચળે ડૂબી જવાનો ભય સતાવવા લાગે, ત્યારે શું થાય ?
બાળપણના ધીંગામસ્તીના દિવસોનો હજી પ્રારંભ થયો હોય અને એની મુગ્ધ દુનિયામાં મોજથી જીવતા હોઈએ, એ સમયે એકાએક મૃત્યુનો ભય મુખોમુખ દેખાય, તો શું થાય ?
૧૯૬૮ની ૨૩મી સપ્ટેમ્બરે જન્મેલા ઍરિક વેહેનમેયરના જીવનમાં બાળપણની મોજમસ્તી સાથે જ મન પર સતત એક ભય ઝબૂબવા લાગ્યો. એ જન્મ્યો ત્યારથી ઝાઝું જોઈ શકતો નહોતો. માંડ માંડ એની નજર સામેની ચીજવસ્તુઓ જોઈ શકે. દૂરની વસ્તુઓ જોવામાં અને અત્યંત કષ્ટ પડતું. એ ચમાં લાવ્યો. વાંચવાનો પ્રયત્ન કર્યો. થોડે
ઍરિક વેહેનમેયર
64 • તેને અપંગ, મન અડીખમ
Page #39
--------------------------------------------------------------------------
________________
દૂરથી એ વાંચી શકતો ન હતો. વાંચવા માટે છેક નાકને અડાડીને પુસ્તક રાખે, ત્યારે માંડ અસરો ઉકેલી શકે.
ચોતરફ કાળો અંધકાર જામ્યો હતો, ત્યારે ઍરિકના દિલમાં એક દીવો ઝળહળતો હતો. સાહસ એ અંરિકનો સ્વભાવ હતો. આંખોની પારાવાર તકલીફ હોવા છતાં એ સાઇકલ સવારી કરતો. પોતાની પસંદ સમી બાસ્કેટબોલની રમત ખેલતો. થોડું દૂરનું અંતર માંડ માંડ એ એની એક આંખથી જોઈ શકતો હતો, પણ સાહસના શોખીન આ બાળકને સૌથી વધુ મજા તો કુસ્તી ખેલવામાં આવતી હતી. એ કુસ્તીની સ્પર્ધામાં ઊલટભેર ભાગ લેવા માંડ્યો. મનમાં એવી મુરાદ પણ ખરી કે આ આફતોની આંધી પાર કરતા રહીનેય જિંદગીના ખેલમાં કામયાબી હાંસલ કરવી છે. આંખોની જ્યોત ઓછી થતી હતી, પણ હિમ્મતના અજવાળે એ મેદાન પર ખેલતો રહેતો અને મનમાં એવી તમન્ના હતી કે દુનિયાને બતાવી દેવું કે ભલે મારી નજરને મર્યાદા હશે, પરંતુ મારા સાહસને કોઈ સીમા નથી. કુસ્તીની તાલીમ લેતો ત્યારે બીજા કુસ્તીબાજોની જેમ જ જોશભેર મજબૂત મુક્કા લગાવતો હતો. એ કહેતો પણ ખરો કે મને ક્ષતિગ્રસ્ત માનશો નહીં, હું અન્ય સામાન્ય બાળકો સમાન છું અને એમના જેમ જ ખેલના મેદાન પર કામયાબી મેળવવા ચાહું છું.
ઍરિક વિરોધી કુસ્તીબાજ સામે બરાબર દાવ ભિડાવતો, એને હંફાવતો. ક્યારેક એના કપાળે મુક્કો વાગતો તો ઢીમચું ઊપસી આવતું, તો ક્યારેક એનું નાક સૂજી જતું, પરંતુ અંરિકે પોતાની મર્યાદાઓને એવી રીતે મેળવી હતી કે જેથી જીવનની પ્રગતિમાં એ અવરોધરૂપ બને નહીં. કુસ્તીના દંગલમાં ઍરિક નિપુણ બની ગયો. ઍરિક નંશનલ જુનિયર ફ્રીસ્ટાઇલ રેસલિંગ ચેમ્પિયન બન્યો. કુસ્તીની દુનિયામાં સૌથી ખુંખાર એવી ફ્રી-સ્ટાઇલ કુસ્તીમાં ભલભલાને ચિત કરવા લાગ્યો. કુસ્તીના નિર્ધારિત સમય પૂર્વે એ વિરોધીને પછાડી દેતો અને વિજયનો આનંદ અનુભવતો.
એ વેળાએ એકાએક એની માતા ક્યાંકથી પ્રગટ થતી ! એને દીકરા પર અખૂટ વહાલ હતું અને એથી ઍરિક જેવો વિજય મેળવતો કે એની માતા ઍરિકના બીજા કેટલાય ગોઠિયાઓ સાથે હાજર થઈ જતી. સાથીઓ ઍરિકને સદા પ્રોત્સાહન આપતા. માતા એને વહાલભરી શાબાશી આપતી.
બીજી બાજુ ડૉક્ટરોએ ઍરિકની આંખની જાંચપડતાલ શરૂ કરી. એની માતાએ ડૉક્ટરને પૂછવું, ત્યારે ડૉક્ટરે કહ્યું કે ઍરિકના નેત્રપટલ પર ratinoschisis નામનો રોગ થયો છે.
એમ કહેવાયું કે આને પરિણામે ઝાંખી દૃષ્ટિ ધરાવતો ઍરિક ધીરે ધીરે દૃષ્ટિહીન થઈ જશે. આ સાંભળીને બેબાકળી બનેલી માતા ચર્ચ તરફ દોડી ગઈ. ચર્ચમાં જઈને એણે પાદરીને કાકલૂદીભરી વિનંતી કરી. એમ કહેવાતું કે આ પાદરી ચમત્કાર સર્જે છે. અંરિકની માતા પાદરીના આગમનની રાહ જોતી હતી, ત્યારે એની આંખમાંથી આંસુ વરસતાં હતાં અને તે બાળક ઍરિકના મસ્તકને ભીંજવતાં હતાં.
માતૃવાત્સલ્ય એની જીવનવેદનાને વિસારી દેતું હતું. અંરિકની ઝાંખી થતી દુનિયામાં માતાનો પ્રેમ એ એનો સૌથી મોટો સહારો હતો. એ સમયે ઍરિક અવકાશના સમયે ટેલિવિઝન પર “ધેટ ઇઝ ઇન્વેડિબલ’ નામક કાર્યક્રમ જોતો હતો અને એમાં એણે ટેરી ફોક્સની કથા નિહાળી. કૅનેડાના ૨૫ વર્ષના દોડવીર ટેરી ફોક્સ કૅન્સરની બીમારી સાથે પોતાના કૃત્રિમ પગથી ઈ. સ. ૧૯૮૦માં ૩૩૩૯ માઈલનું અંતર પસાર કર્યું અને કેન્સરના સંશોધન માટે ૧૭ કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. ટેરી ફોક્સની સ્મૃતિમાં દર વર્ષે ૧૯મી સપ્ટેમ્બરે આવી દોડ વિશ્વભરમાં યોજાય છે. આ કાર્યક્રમ જોઈને ઍરિકના સાહસને નવો ઉત્સાહ મળ્યો.
* Ratinoschisis એટલે પિટલ-વિકલન : દૃષ્ટિપટલ (ratina)ના ચેતાસંવેદી સ્તરો એકમેકથી છૂટાં પડી જાય અને તેનાથી થતો દૃષ્ટિવિકાર. આંખના પાછળના ભાગમાં પ્રકાશ-સંવેદી પડદો આવેલો છે. તેને દૃષ્ટિપટલ કહે છે. તેમાં વિવિધ પ્રકારના કોષો અને તંતુઓનાં કેટલાંક સ્તર (layers) આવેલાં છે. તેમાંનું એક સ્તર બાહ્ય સંજાલ રચના સ્તર (outerplexiform layer) કહેવાય છે. તે તથા તેના ઘટકો વિષમ પ્રકારે અન્ય સ્તરોથી છૂટા પડે ત્યારે તેને વિદલન (splitting) કહે છે. આમ દૃષ્ટિપટલના સ્તરો એકબીજાથી અલગ પડી જાય તેને દૃષ્ટિપટલનું વિદલન કહે છે. તેને કારણે જે તે વિસ્તારમાં વિદલન થયું હોય તેને સંબંધિત દૃષ્ટિક્ષેત્રમાં દૃષ્ટિની ખામી ઉદભવે છે. આ સમગ્ર વિકારને દૃષ્ટિપટલ-વિદલન (ratinoschisis) કહે છે.
66 * તેને અપંગ, મન અડીખમ
સાહસ પાડે સાદ • 67
Page #40
--------------------------------------------------------------------------
________________
ગહન વિચાર કરીને પોતાની મર્યાદાઓને ઍરિક અવરોધરૂપ બનવા દેતો નહોતો. પ્રતિકૂળતાને અળગી રાખીને અનુકૂળતા સર્જવાની એની પાસે આગવી કુનેહ હતી. સાથોસાથ પોતાના દિલમાં બળતી સાહસની મશાલને સતત પ્રજ્વલિત રાખતો હતો, પરંતુ વિધિએ કંઈક જુદું જ નિર્માણ કર્યું હતું!
ધીરે ધીરે એ દૃષ્ટિ ગુમાવતો હતો, પરંતુ એનાથીય વધુ પ્રચંડ આઘાત તો ઍરિકને એ લાગ્યો કે મોટર અકસ્માતમાં એની માતાનું કરુણ મૃત્યુ થયું. ઘીમા છતાં મક્કમ પગલે આવી રહેલા અંધત્વ કરતાં વહાલસોયી માતાના અવસાનનો આઘાત એને અનેકગણો લાગ્યો. ઝાંખી પડતી દૃષ્ટિ સામે જીવન જીવવાના એના પ્રયાસમાં કૂવાથંભ ઢળી પડ્યો. ધીરે ધીરે અંધત્વ એને ઘેરી વળ્યું.
પહેલાં તો એને લાગ્યું કે અંધત્વ એ અંધારિયા કારાવાસની આજીવન કેદ છે. એ ઘરની બહાર નીકળતો અને બરફ આચ્છાદિત રસ્તા પર ચાલતાં વારંવાર ગબડી પડતો. એને નાની નાની વસ્તુઓ શોધવામાં ભારે મુશ્કેલી પડવા લાગી. આવી હાલતમાં મિત્રો પાસેથી ઊંચા ઊંચા પર્વતોનાં રમ્ય વર્ણનો સાંભળીને એની હતાશામાં વધારો થયો. એને એ પર્વતો જોવાની પ્રબળ ઇચ્છા જાગી હતી. મિત્રો અને આ પર્વત પરનાં દશ્યોનું મનોરમ વર્ણન કરતા હતા, પણ એને નિહાળવાની ઇચ્છા એના અંધત્વની સાથે આથમી ગઈ !
એની સામે મુશ્કેલીઓનો પહાડ ઊભો થઈ ગયો. એણે જોયું કે લોકો દૃષ્ટિવાન અને પ્રજ્ઞાચક્ષુ વચ્ચે આભ-જમીનનું અંતર જોતા હતા. એનું સાહસ એને પોકારી પોકારીને કહેતું હતું કે બંને વચ્ચે આવો કોઈ ભેદ છે જ નહીં. પર્વતોના આરોહણના એના સાહસને જોઈને ઘણા એમ કહેતા કે ‘તમે તમારી વિકલાંગ સ્થિતિ અંગે પહેલાં પૂરેપૂરો અભ્યાસ કરો' ત્યારે હસતાં હસતાં ઍરિક કહેતો કે ‘હું ઇચ્છું છું કે તમે ખરેખર તમારી જાત વિશે કશું સમજી શક્યા છો ખરા ? એનો અભ્યાસ કરો.’
પર્વતોના આરોહણની એની ઇચ્છા હવે સાહસની પરાકાષ્ઠા સર્જવા પર પહોંચી હતી. એણે મનમાં વિચાર કર્યો કે હવે આંબવો તો દુનિયાનો સૌથી ઊંચો ઍવરેસ્ટ આંબવો, પરંતુ એની સામે પહેલો સવાલ એ હતો કે આને માટે પર્વતારોહણની તાલીમ મેળવવી કઈ રીતે ? એ અમેરિકાના એરિઝોના
68 • તને અપંગ, મન અડીખમ
માઉન્ટ મૅકિન્શેના શિખર ડેનાલી પર આરોહણ કરતો પ્રજ્ઞાચક્ષુ ઍરિક વેહેનમેયેર
વિસ્તારમાં રહેતો હતો અને ત્યાં પર્વતારોહણના તાલીમની કોઈ વિશેષ સગવડ નહોતી. આમ છતાં ઍરિકને એવું આકર્ષણ હતું કે સમય મળે એ દૂર દૂર નીકળી જતો અને ઊંચા ઊંચા ખડકોની ટોચ પર ચડવાનો પ્રયાસ કરતો.
એ સમયે એરિઝોનાની સ્કૂલમાં અંધ ઍરિક ગણિત અને અંગ્રેજી વિષયના શિક્ષક હતા. ધાર્યું હોત તો શિક્ષક તરીકે નિરાંતે જિંદગી પસાર કરી શક્યા હોત, પરંતુ એમના ભીતરમાં રહેલી સાહસની વૃત્તિ એમને જંપવા દેતી નહોતી. એના પિતા અને એના ભાઈ રમતવીરો હતા અને તેથી એણે ઊંચા ખડકો પર ચડવાના કામનો પ્રારંભ કર્યો.
એ માનતો હતો કે માનવીની તાકાત અને મહેચ્છા પ્રબળ સંઘર્ષ અને નિષ્ફળતાની ક્ષણોમાં જ ખરી પ્રજ્વલિત થઈ ઊઠે છે. જ્યાં સુધી વ્યક્તિ પોતે સ્વયં સંઘર્ષની આગમાં પોતાની જાતને ઝીંકે નહીં અને જ્યાં સુધી એને લગાતાર નિષ્ફળતાનો અનુભવ થાય નહીં, ત્યાં સુધી એને પોતાની તાકાતનો અંદાજ આવતો નથી. આવા અનુભવો દ્વારા જ વ્યક્તિની તાકાત, ક્ષમતા અને દૃષ્ટિ ઘડાય છે. એણે પોતાના જીવનને અત્યંત કઠિન અનુભવો વચ્ચેથી પસાર કરવાનો નિર્ધાર કર્યો. બોસ્ટન કૉલેજના અંગ્રેજી મુખ્ય વિષય સાથે સ્નાતક
સાહસ પાડે સાદ • 69
Page #41
--------------------------------------------------------------------------
________________
થનારા અંરિકે પહેલો વિચાર કર્યો તાકિસ્તાનના પામિલ પર્વતોનું ટ્રેકિંગ કરવાનો. આમાં એણે સફળતા હાંસલ કર્યા પછી ૧૯૯૩માં ઉત્તર પાકિસ્તાનના કોરાકોરમ પર્વતમાળામાં આવેલા બટુરા ગ્લેશિયરને પસાર કરવાનું નક્કી કર્યું. આ સમયે માધ્યમિક શાળાના શિક્ષણ માટે એણે એમ.એ.ની પદવી પણ મેળવી અને ફિનિક્સ કાઉન્ટી ડે સ્કૂલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકેની નોકરી પણ મેળવી.
એનું સાહસ એને પોકાર કરતું હતું. એવામાં ‘અમેરિકન ફાઉન્ડેશન ફૉર ધ બ્લાઇન્ડ' એની મદદે આવ્યું. એણે ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા માઉન્ટ મૅકિન્વેના શિખર ડેનાલી પર આરોહણ કરવાનો નિર્ધાર કર્યો. ઑરિક પાસે મુસીબતભર્યા અનુભવોનો ભંડાર હતો. એ પહેલી વાર મોટા પર્વત પર આરોહણ કરવા ગયો, ત્યારે માર્ગદર્શક કૂતરાઓ સાથે દોડ્યો હતો. એની તાલીમનો આ પહેલો પાઠ હતો. એ સમયે સાંકડા રસ્તામાંથી પસાર થતાં ઍરિક કાંટાળી જગ્યામાં પડ્યો હતો અને એને તાત્કાલિક સારવાર આપવી પડી હતી. આમ ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા” થઈ હોવા છતાં ઍરિક એમ માનતો હતો કે આ આફતો અને મુસીબતો જ એને માટે ઊંચા પર્વતોનો પડકાર ઝીલવાની પ્રેરણા બનશે.
એણે એરિઝોનાના દરિયાના સપાટીથી વીસ હજાર ફૂટ ઊંચે આવેલા હિમ નદીઓથી આચ્છાદિત માઉન્ટ મેકિન્વેના ગગનચુંબી શિખર ડેનાલી પર આરોહણ કરવાનો નિર્ધાર કર્યો, ત્યારે એના મનમાં કોઈ ભય કે ડર નહોતો. દિમાગમાં માત્ર એટલું જ હતું કે આવી સિદ્ધિ હાંસલ કરનારા માટે સર્વપ્રથમ પ્રજ્ઞાચક્ષુ બનીને જગતને જણાવવું છે કે બહારની નજર કરતાં અંદરની દૃષ્ટિ વધુ કામયાબ છે.
આને માટે ઍરિ કે ‘રોકી'ના પર્વતોનું આરોહણ કરવાનું નક્કી કર્યું. માઉન્ટ મૅકિન્વેની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ‘રોકી'ના પર્વતો એને માટે પ્રવેશ પરીક્ષા સમાન હતા. ‘રોકી'ના પર્વત પર આરોહણ કરીને માઉન્ટ મૅકિન્વેના પર્વતારોહણ માટે તૈયાર થઈ ગયો.
ઊંચા પર્વતો આંબવાનો એનો આ પહેલો પ્રયાસ હતો. બરફથી છવાયેલી એની ટેકરી પર આરોહણ કરતી વખતે ઘણી વાર લપસી પડ્યો, ઊથલી પડ્યો
અંરિક વેહેનમેયેર નો પરિવાર અને હવાના કાતિલ ઝંઝાવાતોનો એણે સામનો કર્યો. આરોહણના ઓગણીસમા દિવસે એણે સિદ્ધિ મેળવી. ૨૭ જૂન, ૧૯૯૫નો એ દિવસ હતો. અંરિકનાં પ્રેરણામૂર્તિ હેલન કેલરનો પણ એ જન્મદિવસ અને આ દિવસે અથાગ શારીરિક અને માનસિક સંઘર્ષ ખેડીને એણે ૨૦,૩૨૦ ફૂટની ઊંચાઈ પર આવેલા માઉન્ટ મૅકિન્વેના ડેનાલી શિખર પર પગ મૂક્યો હતો.
અગાઉ ઍરિકને ટેકરીઓ પર પહોંચવાના પ્રયત્નોમાં વારંવાર નિષ્ફળતા મળી હતી, પરિણામે એ ક્યારેય શિખર પર પહોંચી શક્યો નહોતો. માઉન્ટ મેકિન્વેની સફળતાએ એની અગાઉની નિષ્ફળતાઓ ભૂંસી નાખી અને જગતમાં કિંચિત્ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાના એના મનોરથને વેગ અને ઉત્સાહ મળ્યો. એના મનમાં એવો વિચાર જાગ્યો કે જગતના સૌથી ઊંચા શિખર માઉન્ટ ઍવરેસ્ટને સર કરીને દુનિયામાં કશુંક કરી બતાવવું છે.
એની પાસે ઍવરેસ્ટ આરોહણમાં નિષ્ફળ જનારાઓ અને જાન ગુમાવનારાઓનો દીર્ધ ઇતિહાસ હતો. એની ઊંચાઈ અને આરોહણની ડરામણી વાતો એણે સાંભળી હતી. એને વિશેની દંતકથાઓ અને
70 • તેને અપંગ, મન અડીખમ
સાહસ પાડે સાદ • 71
Page #42
--------------------------------------------------------------------------
________________
લોકોક્તિઓથી પણ એ વાકેફ હતો. માઉન્ટ મૅકિન્વેના શિખર પર પહોંચ્યા પછી સતત એને એમ લાગતું કે ઍવરેસ્ટનું શિખર એને સાદ પાડે છે. એના સાહસને લલકાર આપે છે. એણે વિચાર કર્યો કે ઍવરેસ્ટની આફતો જાણ્યા પછી એમને એમ ઝુકાવવું નથી, બધે એમાં આવનારા અવરોધો વિશે વાસ્તવિક વિચાર કરવો છે અને એ રીતે આ અંધ માનવીએ ઍવરેસ્ટની ઊંચાઈ સર કરવાનું એક સ્વપ્ન સાકાર કરવા માટે મૃત્યુનો ભય ત્યજીને સંઘર્ષ કરવાની તૈયારી સાથે આયોજન શરૂ કર્યું.
એ સમયે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે કોઈ અંધ વ્યક્તિ ઍવરેસ્ટ પર આરોહણ કરે, ઍરિ કે વિચાર્યું કે આ પડકાર ઝીલીને એ સાબિત કરશે કે અંધજનો વિશેના દુનિયાના ખ્યાલો કેટલા ગલત છે ! વિશ્વને અંધજનોની અગાધ શક્તિને સમજવાની નવી દિશા મળશે.
આ સમયે ઍરિકની પુત્રી ઇમા આઠ મહિનાની થઈ હતી. એને ખબર પણ નહોતી કે એના પિતા કોઈ લાંબા સંઘર્ષમય આરોહણ માટે જઈ રહ્યા છે અને અંરિ કે ઍવરેસ્ટ પર આરોહણ શરૂ કર્યું. આ આરોહણનો ઍરિ કને વિરલ અનુભવ થયો. એ જેમ બહાર આરોહણ કરતો હતો, એ રીતે એના ભીતરમાં પણ નવીન અનુભવ થતો હતો. ક્યારેક ભયાવહ તોફાનોને કારણે થોડી પીછેહઠ કરવી પડતી હતી. વારંવાર બીમારી ઘેરી વળતી હતી અને એક પછી એક ડગલું સાવધ બનીને આગળ ભરવું પડતું હતું. મનમાં ક્યારેય કૂદકાનો વિચાર આવે, તો તે મોતની ખીણમાંનો કૂદકો જ બની રહે !
આ સમયગાળામાં એણે ઘણા ખિતાબો પણ મેળવ્યા હતા. ૧૯૯૬માં ઑલિમ્પિક મશાલ ધારણ કરવાનું એને સન્માન મળ્યું હતું, તો ‘નૅશનલ રેસલિંગ હૉલ ઑફ ફેઇમ'માં એક સમર્થ કુસ્તીબાજ તરીકે એને સ્થાન મળ્યું અને એને સાહસ માટેનો સર્વપ્રથમ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. પરંતુ આ સિદ્ધિઓ એની સાહસની ઇચ્છાને રોકતી લમણરેખા બની શકી નહોતી અને આખરે ઍરિક વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ ઍવરેસ્ટને આંબનારો પહેલો અને એકમાત્ર અંધ માનવી બન્યો.
૨૦૦૧ની પચીસમી મેનો એ દિવસ હતો. આ દિવસે એક મહાન સાહસિક રમતવીર તરીકે આખી દુનિયા ઍરિકની અદમ્ય તાકાત સામે ઝૂકી
૨૦૦૭પ ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ ઍવરેસ્ટના લોબુચે શિખર પર ગઈ. આધુનિક શોધોએ અંરિકને સહાય કરી. ‘બ્રેઇન પોર્ટ' નામની ટૅકનોલૉજીની એને અનોખી સહાય મળી. સનગ્લાસ સાથે જોડેલો આ કૅમેરી એ માથા પર પહેરે છે અને એની જીભ પર એ કોઈ પણ છબી કે ચિત્રનો અનુભવ કરી શકે છે. એના દ્વારા એ ચીજવસ્તુઓને જોઈ શકે છે. ઍરિક આને અંધ વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ લાવનારી વિજ્ઞાનની એક મહાન સિદ્ધિ ગણાવે
ઍરિ કની જિંદગી ઍવરેસ્ટના આરોહણથી બદલાઈ ગઈ. એણે આકાશમાંથી કૂદકો લગાવનાર તરીકે, લાંબા અંતર સુધી સાઇકલ ચલાવનાર તરીકે, મેરેથોન દોડવીર તરીકે, પર્વતારોહક તરીકે, બરફ અને ખડક પર ચડનારા સાહસિક તરીકે ખ્યાતિ મેળવી. એણે અંધજનો માટે હસ્તધૂનનની એક આગવી પદ્ધતિ શોધી, જે પદ્ધતિ દ્વારા હસ્તધૂનન કરીને એ મહિલાનાં સૌંદર્ય અને દેખાવનું વર્ણન કરી શકતો હતો. એનો એક સાથી તો તરાપામાં બેસીને નાઇલ નદીના પ્રવાહમાં ચારસો માઈલ સુધી સફર ખેડી નાઇલ અને સાગરના સંગમ સુધી પહોંચ્યો. ઍવરેસ્ટના પ્રથમ આરોહણ પછી એની ટુકડી દસ દસ વખત આરોહણ કરવા ગઈ. આ ટુકડીમાં ઍરિકની સાથે લશ્કરમાં ઘવાયેલા
સાહસ પાડે સાદ • 73
72 • તન અપંગ, મન અડીખમ
Page #43
--------------------------------------------------------------------------
________________
અને નિવૃત્ત એવા અગિયાર લશ્કરી અધિકારીઓ હતા. માઉન્ટ એવરેસ્ટની બાજુ માં દરિયાની સપાટીથી વીસ હજાર ને પંચોતેર ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ લોબુચે શિખર પર આરોહણ કરવાનું સહુએ નક્કી કર્યું. લશ્કરમાં ગંભીર ઈજા પામેલા માટે આ ઘણો કપરો પડકાર હતો, પરંતુ અંરિકને જોઈને આ પડકાર ઝીલવા માટે સહુ ઉત્સાહિત બન્યા.
તિબેટનાં અંધ બાળકોના જૂથને એણે નવી દૃષ્ટિ આપી. આ બાળકોની મંડળીએ માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરવાનો વિચાર કર્યો. ઍરિકનો ઇરાદો તો એ હતો કે આ બાળકોમાંથી લઘુતાગ્રંથિ દૂર કરીને આત્મવિશ્વાસ કેળવવો. એણે આ અંધ બાળકોની ટુકડીને મદદ કરી. એણે આ બાળકોને સમજાવ્યું કે આપણી પાસે આંખો નથી, પણ સર્જન કરી શકે તેવાં સ્વપ્નાં છે અને એ સ્વપ્નાંને સિદ્ધ કરી શકીએ તેમ છીએ. અંરિક અને એના છ સાથીઓ ભેગા મળીને ઍવરેસ્ટની ઉત્તર બાજુએ આવેલા રોમ્બક ગ્લેશિયર પર આરોહણ કર્યું. વર્ષોથી જેમને માત્ર ઉપેક્ષા મળી હતી એવાં બાળકોમાં નવી ધગશ જોવા મળી અને આ અંધ બાળકોની મંડળી ૨૧૫00 ફૂટ ઊંચા પર્વત પર સાથે મળીને પહોંચી ગઈ. જગતના ઇતિહાસમાં એક નવો અધ્યાય રચાયો. સ્ટીવન હાફ નામના નિર્માતાએ એના પર બનાવેલા દસ્તાવેજી ચિત્રએ લંડન, લૉસ એન્જલસ અને ટોરન્ટોના ફિલ્મ મહોત્સવમાં દર્શકોએ ફિલ્મને અંતે ઊભા થઈને તાળીઓના ગડગડાટથી અને હર્ષધ્વનિ સાથે એને વધાવી લીધી હતી.
એક સમયે ધીમે પગલે આવનારા અંધત્વમાં મોતનો પગરવ સાંભળનારો ઍરિ ક આજે અંધત્વને અભિશાપને બદલે આશીર્વાદ માનવા લાગ્યો. એ કહે છે કે એને આજે જિંદગીની હરએક બાબતમાં આશીર્વાદનો અનુભવ થાય છે. આટલી આફતો છતાં જિવાયું, એ કેટલો મોટો આશીર્વાદ ગણાય ! સામાન્ય રીતે જિંદગીને લોકો નફા અને નુકસાનથી વિચારે છે. પોતાના શક્તિ અને અશક્તિના ત્રાજવે તોળે છે, જ્યારે ઍરિક જિંદગીની તાકાતનો વિચાર કરીને રોમાંચક વસ્તુઓ સર્જવામાં માને છે. તમે ખુદ તમારી જિંદગીને આશીર્વાદરૂપ બનાવી શકો.
દુનિયા આખી સાત મહાસાગર તરનારા કે સાત શિખરો આંખનારા આ સાહસિકને સદા સલામ કરે છે. ઍરિકે ઍવરેસ્ટ વિજય હાંસલ કર્યા પછી
તિબેટની અંધજનો માટે ‘બ્રેઇલ વિધાઉટ બોર્ડર' સ્કૂલમાં શિક્ષણ આપવાનું નક્કી કર્યું. આમેય અંરિકે બાળપણમાં અંધ થયા પછી બ્રેઇલનો કે લાકડીનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો હતો. એણે તિબેટની આ અંધશાળાનાં બાળકોને ખડક ચડવાના અને પર્વતો પર આરોહણ કરવાના પાઠ ભણાવ્યા.
ઍરિકનાં પુસ્તકોએ દુનિયાને નવી દૃષ્ટિ આપી. ‘ટચ ધ ટૉપ ઑફ ધ વર્લ્ડ” નામક એનું પુસ્તક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટનાઓથી ભરપૂર છે. દુનિયાના દશ દેશોમાં અને છ ભાષાઓમાં પ્રકાશિત થયેલા આ પુસ્તકની કથાનું ફિલ્માંકન પણ થયું. એનું બીજું પુસ્તક “ધ એડવર્સિટી એડવાન્ટેજ'માં એની સાત વિજયોની કથા આલેખાઈ છે, જ્યારે ‘ફર્ધર ધેન ધ આઇ કેન સી” નામની ઍરિકની ફિલ્મ ઓગણીસ ફિલ્મોત્સવમાં પ્રથમ પારિતોષિકો પ્રાપ્ત કર્યા.
ઍરિકનું સાહસ અને બીજામાં સાહસ જગાડવાની સદા પ્રેરણા આપતું રહ્યું છે. આજથી બારેક વર્ષ પહેલાં એણે એક નવી ત્રિપુટીનું સર્જન કર્યું. ત્રણ હજાર ફૂટ ઊંચા એલ કૅપિટાન શિખરને આંબવારા માર્ક વિલનને પોતાની સાથે લીધા, અને એ જ રીતે હાર્વર્ડના વિજ્ઞાની અને બંને કૃત્રિમ પગ ધરાવનાર હૉફ હેરને સાથે લીધા. બંને સાથે રિકે ઉટાહમાં આવેલા ૮00 ફૂટ ઊંચા ખડકના ટાવર પર આરોહણ કર્યું. આ ત્રણેય વિકલાંગ સાહસવીરોએ સાથે મળીને કરેલા આરોહણને અંતે ‘નો બેરિયર્સ' નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સર્જનાત્મક વિચારોને ઉત્તેજન આપે છે. શારીરિક વિકલાંગતા ધરાવતા લોકોને માટે ઉપયોગી એવી ટૅકનોલૉજીના સંશોધનમાં સહાય કરે છે. વિકલાંગ વ્યક્તિઓને એમની અશક્તિઓમાંથી બહાર લાવીને એમને સંપૂર્ણ અને સક્રિય જીવન જીવવાના ઉપાય પણ સૂચવે છે.
ઍરિકે હોંગકોંગથી માંડીને સ્વિટ્ઝર્લૅન્ડ સુધી અનેક દેશોમાં પ્રવચનો આપ્યાં અને એ દ્વારા વ્યક્તિને એનાં સ્વપ્ન સાકાર કરવા માટેના સર્જનાત્મક વિચારો દર્શાવ્યા. ૨૯૦૨૯ ફૂટ ઊંચા હિમાલયના માઉન્ટ ઍવરેસ્ટ શિખરને આંખનારા એરિકે વિશ્વનાં સાતેય ઊંચાં શિખરો સર કરવાની સિદ્ધિ ૨00૮ની વીસમી ઑગસ્ટે મેળવી. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા એમ સાત ખંડોમાં આવેલા દેશના સૌથી ઊંચાં શિખરો પર વિજય મેળવનારો ઍરિક પ્રથમ અંધ રમતવીર બન્યો. આવી સિદ્ધિ
| 74 • તન અપંગ, મન અડીખમ
સાહસ પાડે સાદ • 75
Page #44
--------------------------------------------------------------------------
________________
જિંદગી માણવાનો તરીકો
મેળવનાર દેખતાઓની દુનિયામાં પણ એકસો જેટલા આરોહકો નથી. ઍરિક જિંદગીના પ્રયોજન વિશે કહે છે કે આ જિંદગી બધાને માટે સુંદર કે નિષ્પક્ષ નથી. તમે આફ્રિકામાં જન્મેલા બાળક હો, તો એક મહિનામાં તમને ઊધઈ ખાઈ જાય. અથવા તો તમે જન્માંધ હો કે બીજી કમનસીબી સાથે જન્મ્યા હો, તે બાબત તેમને અન્યાયકર્તા બની રહે છે. તમને જીવવા માટે ઠીક ઠીક પ્રમાણમાં સમયની તક મળી હોય તો, તમે મારી જેમ ચોક્કસ પડકારો, અવરોધો અને મુસીબતોનો સામનો કરીને જીવી શકો છો. તમને મળેલા સમયમાં તમે શ્રેષ્ઠ કર્તવ્ય કરીને અથવા તો તમે વિચારો છો તેનાથી પણ વધુ ઉમદા કાર્ય કરી શકો છો અને તમને મળેલી તકને સામર્થ્ય સાથે ઝડપીને બીજા કરતાં કાંઈક જુદા થઈને દુનિયાને તમારો પ્રભાવ દર્શાવી શકો છો.
વિશ્વના આ સૌથી મહાન રમતવીર અને સાહસવીરને કઈ વ્યક્તિને મળવાની ઇચ્છા હશે ?
એ કહે છે કે, “એને અબ્રાહમ લિંકનને મળવાની ઇચ્છા છે. જે સામાન્ય માનવીએ દુનિયાને બદલવાની શક્તિ બતાવી. એણે દરેક પડકારને ઝીલીને પોતાનું કૌવત બતાવ્યું અને અંતે એનું વળતર પણ ચૂકવવું પડ્યું. મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગમાં પણ આવી હિંમત હતી. યુદ્ધમાં જનારા લોકો પણ આવી હિંમત ધરાવતા હોય છે. મને આવી હિંમત ધરાવતા લોકોને મળવું ગમે
છે.'
આજે પણ સાહસ ઍરિકને સાદ પાડે છે અને ઍરિક એ સાહસને સાકાર કરવા માટે દોડી જાય છે.
જગતમાં કેટલીક વ્યક્તિ શક્તિ અને સમૃદ્ધિના વરદાન સાથે જન્મતી હોય છે અને કોઈ દુર્ભાગી અભિશાપ સાથે! કોઈને જન્મજાત કારમી ગરીબી મળે છે, તો કોઈને જન્મથી જ અઢળક અમીરીમાં આળોટવાનું બને છે. પણ કેટલાક માનવી એવા હોય છે કે જે એમની લાચારીને સાહસમાં, વિકલાંગતાને વીરતામાં અને મુશ્કેલીઓને મોજમાં બદલી નાખે છે.
કુદરતના પ્રચંડ અભિશાપ સામે ઝઝૂમનારી લિન્ડાની જિંદગી સાચે જ આશ્ચર્યજનક લાગે. એના જન્મ પૂર્વે એનાં માતાપિતાને ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ વિશે કોઈ અંદાજ નહોતો. લિન્ડા હૉલ્ટહોરમ નામની વ્યાધિ સાથે જન્મી. આ એક એવી વ્યાધિ હતી કે જે વ્યક્તિનું જીવન અતિ બદતર બનાવી નાખે છે. આમાં એનાં
લિન્ડા હૉલ્ટ-હોરમ
76 • તન અપંગ, મન અડીખમ
Page #45
--------------------------------------------------------------------------
________________
ટીમીને કપડાં પહેરાવતી લિન્ડા
લોટ બાંધતી લિન્ડા હાડકાંના વિકાસને પ્રતિકૂળ અસર થાય છે અને અધૂરામાં પૂરું હૃદયની સમસ્યા ઊભી થાય છે. લિન્ડા જન્મી, ત્યારે એને એકેય હાથ નહોતા, આમ છતાં એના પરિવારે એને એટલો બધો પ્રેમ આપ્યો અને ઘરનાં બીજાં સભ્યો જેવો જ એનો ઉછેર કર્યો. લિન્ડાનાં ચાર નાનાં ભાઈ-બહેનોએ લિન્ડા પ્રત્યેના વર્તાવમાં કોઈ ભેદભાવ રાખ્યો નહીં, બલ્ક એનાં નાનાં ભાઈબહેનો હાથ વગરની લિન્ડાને હોંશે હોંશે કપડાં પહેરવામાં અને ચાલવામાં મદદ કરતાં હતાં.
એની આ શારીરિક વિકલાંગતા ઓછી કરવા માટે એનાં માતા-પિતાએ પ્રોસ્થેટિક હાથ લગાડ્યા, પણ એ એને બરાબર ‘ફિટ' થઈ શક્યા નહીં અને એની પરેશાની ચાલુ રહી, બાર વર્ષ સુધી તો લિન્ડા એનું દરેક કામ પગથી કરતી હતી. એ નિશાળે જવા લાગી. કોઈ સહાધ્યાયી એને ચીડવતા, પરંતુ મોટા ભાગના એના સાથી વિદ્યાર્થીઓ એને સાથ અને હૂંફ આપતા હતા. શારીરિક મુશ્કેલીઓ છતાં લિન્ડા એના અભ્યાસમાં પ્રગતિ સાધતી રહી. એ સ્નાતક બની અને એણે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો.
જિંદગીમાં ચોતરફ મુશ્કેલીઓ હતી, છતાં લિન્ડા એની સહેજે પરવા કરતી નહોતી અને આનંદભેર પોતાનું જીવન વ્યતીત કરતી હતી. વળી એના જીવનમાં એક નવો વળાંક આવ્યો. એ જિમમાં કસરત કરવા ગઈ હતી અને ત્યાં રિચાર્ડ નામના યુવક સાથે એનો મેળાપ થયો. બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ, જે સમય જતાં પ્રેમમાં પાંગરી. આ પ્રેમને વિકલાંગતા અવરોધરૂપ નહોતી, બલ્ક રિચાર્ડને કપરા સંજોગો સામે ઝઝૂમતી આ યુવતીની મુક્તિ અને મોકળાશ ગમી ગયાં. ૨૦૦૪ના જુલાઈમાં એમનાં લગ્ન થયાં અને થોડા સમયે લિન્ડા ગર્ભવતી બની. ડૉક્ટરોએ કહ્યું કે જન્મનાર બાળકમાં એના જેવાં વારસાગત લક્ષણો આવવાની પચાસ ટકા શક્યતા છે.
એને વિચાર થયો કે આવું જોખમ વહોરીને હું સાચે રસ્તે જઈ રહી છું ખરી ? પણ રિચાર્ડને પોતાનો એક પરિવાર જોઈતો હતો, તેથી બંનેએ ક્ષણભર પણ ગર્ભપાત કરાવવાનો વિચાર કર્યો નહીં. લિન્ડાએ બાળકને જન્મ આપ્યો, પરંતુ જન્મ સાથે જ ડૉક્ટરે કહ્યું કે આ નવજાત શિશુના હૃદયમાં છિદ્ર છે. એને બે મહિના હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો. એના પર સર્જરી થઈ. ત્યારબાદ એ ઘેર પાછો આવ્યો, ત્યારે લિન્ડા માતા તરીકે એને વહાલ વરસાવવા લાગી.
78 • તન અપંગ, મન અડીખમ
જિંદગી માણવાનો તરીકો • 79.
Page #46
--------------------------------------------------------------------------
________________
ટીમી સાથે પતિ રિચાર્ડ અને લિન્ડા
લિન્ડાના જેવી જ સ્થિતિ તેના પુત્ર ટીમીની હતી. એને પણ બંને હાથ નહોતા, આમ છતાં લિન્ડાએ પોતે જે રીતે જિંદગીની રોજિંદી આફતોને ઓળંગી હતી, એ પાઠ ટીમોને ભણાવવા લાગી. એનો એક જ મકસદ હતો કે ટીમી કોઈનો ઓશિયાળો થઈને જીવે નહીં. પોતાની જાત પર અને પોતાના પગ પર ઊભો રહે ! જિંદગીમાં પડકારો તો આવવાના, હાથ વિના નાની-મોટી કેટલીય મુશ્કેલીઓ સમસ્યારૂપ બનીને સામે ઊભી રહેવાની, પરંતુ એ સમસ્યાઓથી સહેજે હતાશ થયા વિના એને ઓળંગવાના અથાગ પ્રયત્નો કરવા અને ઉત્સાહથી કરેલા એ પ્રત્યેક પ્રયત્નમાંથી આનંદ મેળવવો.
લિન્ડાને માટે વાસણ અને કપડાં ધોવાં, પથારી તૈયાર કરવી કે સાંજનું ભોજન બનાવવું - એ બધાં કાર્યો હાથ વિના કરવાં મુશ્કેલ હતાં, પરંતુ એની કશીય ચિંતા કર્યા વિના એણે સહજ રીતે આ પરિસ્થિતિનો સામનો કરીને એનો ઉકેલ મેળવવા લાગી અને સમય જતાં આ સઘળાં કામો પગની મદદથી સરળતાથી કરવા લાગી.
પોતે જે ખમીરભર્યા રસ્તે ચાલી હતી, તે રસ્તે પોતાના પુત્રને લઈ જવાનો પ્રયત્ન કરવા લાગી. એણે પહેલું કામ તો એ કર્યું કે એ ટીમીના માથા પર એની વિકલાંગતા સહેજે સવાર થાય નહીં એવો પ્રયત્ન કર્યો. બીજા ઓ પાસે હાથ છે અને પોતાની પાસે નથી એવી લાચારીનો ભાવ એના મનમાં સહેજે પ્રવેશે નહીં તેની તકેદારી રાખી. એને સમજાયું કે હાથ નથી, તેથી શું થયું, પગ તો છે ને ! વળી હાથનાં આંગળાં નહીં હોવાથી એ કશું પકડી શકતો નથી, પણ તેથી શું? હાથની માફક પગને આમતેમ હલાવી શકે છે અને પગનાં આંગળાંથી હાથની આંગળીઓની જેમ વસ્તુને પકડી શકે છે.
લિન્ડાએ નિરાશા, લાચારી કે પરતંત્રતાને ટીમી પાસે આવવા દીધી નહીં. પરિણામે એને બીજાં બાળકોની માફક સ્વિમિંગ પૂલમાં તરવા મોકલ્યો. એની પાસે હાથ નહોતા, પણ એ પગની તાકાતથી તરવા લાગ્યો. એ બીજા કિશોરોની જેમ વીડિયો ગેમ રમવા લાગ્યો, એથીય વધારે એના પંજાની પકડ
એટલી મજબૂત કરી કે હાથનાં આંગળાં હોય, તે રીતે જ એ પગનાં આંગળાંથી કપ્યુટર ચલાવવા લાગ્યો. એને માર્શલ આર્ટ શીખવવા મોકલવા લાગી અને આજે ટીમ ટેકવોન્ડોના વર્ગો નિયમિત રીતે ભરે છે.
લિન્ડા બેનન જાતે પગના પંજા વડે સિવણકામ કરતી હતી. એટલું જ નહીં, પણ ભોજન સમયે છરી, ચપ્પા, કાંટા, ચમચા ઇત્યાદિ ટેબલ પર પગની સહાયથી ગોઠવતી હતી. પોતે જે કલા શીખી, એનો વારસો પુત્રને આપ્યો. પગના પંજાનો ટીમી આબાદ ઉપયોગ કરવા લાગ્યો. લિન્ડા બેનન પાસે એક જ સૂત્ર હતું, ‘મારો ટીમી બીજા સ્વસ્થ છોકરાઓ જે ટલો કાબેલ અને હોશિયાર છે. એ કોઈનો ઓશિયાળો બની રહે નહીં, એવી મેં એને કેળવણી આપી છે.”
પોતાના પગ વડે ટીમી ગૃહકાર્ય કરે છે, એની માતા સાથે લેગો (એક પ્રકારનાં પ્લાસ્ટિકનાં રમકડાં) રમે છે, પોતાના ખંડને જાતે સાફ કરે છે. લિન્ડા બેનન વિચારે છે કે જેમ રિચાર્ડ સાથેનું એનું દામ્પત્યજીવન સુખી છે, એમ ભવિષ્યમાં ટીમીનું પણ સુખી દામ્પત્યજીવન કેમ ન હોય ! લિન્ડા બેનન હવે વિકલાંગ લોકો માટે પ્રોત્સાહક વક્તા બનવાની યોજના ઘડી રહી છે. માત્ર વાતોથી નહીં, પણ પોતાના પ્રત્યક્ષ અનુભવોથી એ સહુને પ્રેરવા માગે છે. પોતાની મુશ્કેલીઓને કારણરૂપ બનાવી જિદગીને લાચાર બનાવનારા લોકોને એમાંથી બહાર આવીને જિંદગી માણવાનો તરીકો શીખવવા માગે છે.
80 * તને અપંગ, મન અડીખમ
જિંદગી માણવાનો તરીકો • 81,
Page #47
--------------------------------------------------------------------------
________________
જીવી જાણનારો
તો ક્યારેક જૂના ક્લિન્સલૅન્ડમાં પૂર્વ કૅમ્પ હિલમાં વસવાટ કર્યો.
બસ, નવાં નવાં સાહસો કર્યો જ જવાં એ એમનો શોખ. આ દંપતીના જીવનમાં આભને અડકતી આનંદની છોળો ઊછળતી હતી. આમ તો કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ખેંચ્યું એમ્સ અને ડાયનેની મુલાકાત થઈ હતી અને બંને લગ્નની ગાંઠ બંધાઈ ગયાં હતાં. લાંબો વખત ઘરમાં, ગામમાં કે શહેરમાં પગ વાળીને બેસવું એ કેયને પસંદ નહીં, આથી ક્યારે ક પર્વતના શિખરનું આરોહણ કરવા પહોંચી જાય, તો ક્યારેક દરિયાની સહેલગાહે નીકળી પડે. જિંદગીમાં સાહસની પૂરેપૂરી લિજ્જત માણતાં હતાં. મૈથ્ય ઑરિજિન ઍનર્જી વિભાગમાં કામ કરતો હતો. એણે યુનિવર્સિટી ઑફ ક્વિન્સલૅન્ડમાં ઍન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ચોતરફ ઉલ્લાસનો મહાસાગર ઊછળતો હતો, ત્યારે વિષાદનું એક મોજું સહેજ પગ ભીનો કરી જાય, તેવો મૈથ્યને અનુભવ થયો.
વાત તો કંઈ મોટી નહોતી. સાવ સામાન્ય એવી લૂની બીમારી હતી. ગળામાં થોડો સોજો આવ્યો હતો, પણ સમય જતાં સ્નાયુઓમાં સતત પીડા શરૂ થઈ અને સાંધાઓમાં અસહ્ય વેદના થવા લાગી. પહેલાં તો આશા હતી કે આ બીમારી થોડા કલાકની મહેમાન છે, પરંતુ પછી તો એ બીમારી વધતી ચાલી. મૈથૂએ કેટલાક દિવસની રજા લીધી. એને જુદા જુદા ડૉક્ટર પાસે ચિકિત્સા માટે જવું પડતું હતું. મૈથ્યનું દર્દ વધતું ગયું. ડૉક્ટરો સહેજે રોગનું નિદાન કરી શકતા નહોતા અને એક દિવસ એવો આવ્યો કે એ સહેજે ચાલી શકતો નહોતો. હૃદયમાં જાણે પ્રચંડ ધરતીકંપ થયો હોય, એવું લાગ્યું. આખી દુનિયાને પગપાળા આંબવાની તમન્ના રાખનાર ચાર ડગલાં પણ ચાલી શકતો નહીં ! જાણે વાદળો ઘેરાયા વિના આકાશમાંથી એકાએક વીજળી કડાકા સાથે ત્રાટકી ! હવે કરવું શું?
૨૦૧૨ની ૧૪મી જૂન અને બુધવારના રોજ એને સાઉથ બ્રિસબેનના મેટર ઇન્સેન્ટિવ કૅર યુનિટમાં દાખલ કરવામાં આવ્યો. અહીં એને સઘળી ડૉક્ટરી સહાય ઉપલબ્ધ થઈ. ડૉક્ટરો સતત એની હાલત પર નજર રાખી રહ્યા હતા, પરંતુ અથાગ પ્રયત્નો છતાં સફળતાનું કોઈ કિરણ પણ દેખાતું નહોતું. બીજે દિવસે તો મૈથ્ય કૉમામાં જતો રહ્યો, એને તત્કાળ વેન્ટિલેટર પર
ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બન શહેરમાં વસતા મૈય્ એમ્સ અને ડાયનેના જીવનમાં ચોમેર અબીલ ગુલાલ ઉડાડતું વસંતી વાતાવરણ હતું. બાવીસમા વર્ષે મૈથ્ય એપ્સ ડાયને સાથે લગ્નગ્રંથિથી જોડાયો. આ યુગલને નવા નવા પ્રદેશ ખૂંદવાનો અને ઊંચાં ઊંચાં શિખરો આંબવાનો સમાન શોખ. એમના આ શોખે ઑસ્ટ્રેલિયામાં વસતાં મૈથ્ય અને ડાયનેને છેક તાંઝાનિયાના માઉન્ટ કિલિમાંજાર પર્વતનો સાદ સંભળાયો. આ દંપતી દોડીને ત્યાં પહોંચી ગયું અને બંનેએ સાથે મળીને આફ્રિકા ખંડના આ સૌથી ઊંચા શિખર પર આરોહણ કર્યું.
વળી પેરુ દેશના ડુંગરાઓ તેમને બોલાવવા લાગ્યા. બંને સાથે મળીને મયુપિયુના ડુંગરાઓ ઘૂમી આવ્યાં. વખત આવ્યું નજીકના ન્યૂઝીલેન્ડ દેશના વ્હાઇટ વૉટરમાં તરાપામાં બેસીને સહેલગાહની મજા માણી,
10
મૈસૂ એમ્સ
જીવી જાણનારો • 83
Page #48
--------------------------------------------------------------------------
________________
મૂકવામાં આવ્યો. એની જિંદગીના ધબકારા ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો. એનું બ્લડપ્રેશર અનિયમિત થઈ ગયું. કિડની કામ કરતી બંધ થઈ ગઈ અને આખું શરીર વિષમય બની ગયું. બીજે દિવસે સવારે ઇન્સેન્ટિવ કેર યુનિટમાં રહેલા મૈથ્ય એગ્સના ઇન્વેક્શનની જગાને ખોલીને સાફ કરવામાં આવી અને થયું કે આમ કરવાથી કદાચ એનો રોગ પ્રસરતો અટકશે, પરંતુ એની કોઈ અસર થઈ નહીં અને એના શરીરમાં ઝેર પ્રસરવા લાગ્યું.
ત્રીજે દિવસે શુક્રવારે તો એનો કોણીથી નીચેનો ડાબો હાથ કાપી નાખવો પડ્યો. આખા દેહમાં વિષ પ્રસરતું અટકાવવા માટે ડૉક્ટરોએ આ ઉપાય કર્યો, પરંતુ મૈથ્ય એમ્સના દેહમાં તો વિષે પ્રસરતું અટક્યું નહીં. ધીરે ધીરે એના આખા શરીરમાં ઝેર પ્રસરવા લાગ્યું. એની હાલત ગંભીર બની ગઈ અને શુક્રવારે સાંજે તો કહેવામાં આવ્યું કે મૈથ્ય માંડ માંડ આવતીકાલ શનિવારની સવાર જોઈ શકશે. કુટુંબીજનોને આઘાત થયો. એની પત્ની ડાયનેને લાગ્યું કે એક અઠવાડિયામાં તો વસંતની મહેકથી ફૂલેલા-ફાલેલા જીવનમાં જાણે પાનખર સદાને માટે બેસી ગઈ.
જીવનનો સઘળો આનંદ તો ક્યાંય દૂર થઈ ગયો, પરંતુ લુક, બૅન, વિલ અને ઍમિલી એ ચાર સંતાનોનું ભાવિ ડાયનેને અંધકારમય લાગ્યું. જિંદગીનું નાવ મઝધારમાં ડૂબી રહ્યું હતું. ટૉક્સિક શૉક સિન્ડ્રોમને કારણે મૈથ્ય એમ્સ પળેપળે મૃત્યુ તરફ ધસી રહ્યો હતો. આખરે એણે શનિવારની સવાર તો જોઈ. મેડિકલ ટીમ આઇ.સી.યુ.ના મુલાકાતી રૂમમાં હાજર થઈ. એમણે મોત સામે જંગ ખેલતા મૈથૂનો ચિતાર આપ્યો. એમણે કહ્યું કે “મૈથ્ય ભલે કૉમામાં હોય, પણ મોતને સહેજે મચક આપતો નથી.'
એનાં કુટુંબીજનો જિંદગી માટે મોત સામે ઝઝુમી રહેલા સાહસિક મૈથ્યની કલ્પના કરવા લાગ્યાં, પણ સાથોસાથ મેડિકલ ટીમે કહ્યું કે મૈથ્યના દેહમાં રોગનું ઝેર હજી પ્રસરતું અટક્યું નથી. એ જીવવા માટે જંગ ખેડે છે તે ખરું. એમાં હારી જશે એ પરિણામ પણ નિશ્ચિત છે. માત્ર એ સહેજે શરણાગતિ સ્વીકારતો નથી.
ડૉક્ટરોએ કહ્યું, ‘જો હવે એના બંને હાથ અને બંને પગ તત્કાળ ઑપરેશન કરીને કાપી નાખવામાં નહીં આવે, તો એનો આખો દેહ વિષગ્રસ્ત બનીને નિર્જીવ થઈ જશે. એ નિશ્ચિતપણે મૃત્યુ પામશે.”
ડૉક્ટરોએ કુટુંબીજનોની અનુમતિ માગી. કુટુંબીજનોની નજર સામે એક બિહામણું દૃશ્ય ખડું થયું. એમને થયું કે બંને હાથ અને બંને પગ વગરનો મૈથ્ય. કેવો થઈ જશે ! આ વિચારે સહુને કંપાવી નાખ્યાં, પણ સામે એક એવી આશા પણ હતી કે જો આ ચારેય અવયવ કાપી નાખ્યા બાદ મૈથ્ય જીવનમરણના જંગમાં કદાચ જીત મેળવે, તો એનાં ચાર સંતાનોને એમના વહાલસોયા પિતા ગુમાવવા નહીં પડે !
ચાર ઑર્થોપેડિક સર્જનોની ટીમના એક ડૉક્ટર મેક મેનિમને કુટુંબીજનોને ચોખ્ખા શબ્દોમાં કહ્યું. “મૈથ્યને બચાવવા માટે અવયવો કાપવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.”
ડાયને માટે આ ભારે વિમાસણનો સમય હતો. આજ સુધી પોતાના પ્રત્યેક નિર્ણય એણે મૈથ્ય સાથે મળીને કર્યા હતા. આ એનો પહેલો નિર્ણય હતો કે જે એને કહ્યા વગર, પૂછયા વગર કે એની અનુમતિ મેળવ્યા વગર કરવાનો હતો, પણ સાથોસાથ ડાયને જાણતી હતી કે આ સવાલનો મૈથૂએ કયો ઉત્તર આપ્યો હોત ! વળી, મૈથૂની સંતાનો માટેની અપાર ચાહનાનો ડાયનેને ખ્યાલ હતો, એથી એણે વિચાર્યું, ‘સંતાનો એમના પિતાને જે રીતે ચાહતાં હતાં, તે વિચારીને ગમે તે થાય, તોપણ મૈથ્યનું જીવિત રહેવું જરૂરી છે.'
ડાયનેએ ઑપરેશન માટે સંમતિ આપી. કુટુંબીઓએ એના આ નિર્ણયને ટેકો આપ્યો.
આખરે મૈથ્યનાં ચારે અંગો કાપી નાખવા માટે ટીમના ચાર ઑર્થોપેડિક સર્જનો એને ઓપરેશન થિયેટરમાં લઈ જવા આવ્યા. મૈથ્ય કોમામાં હતો. સહુની આંખમાં આંસુ હતાં. હૃદય પર દુ:ખનો ભારે બોજ હતો. ચોતરફ આંસુ અને ઉદાસી હતાં. એની સૌથી નાની દીકરી અંમિલી ગાતી હતી, ‘બાય બાય, ડેડી.” અને એણે પોતાના પિતાના ચહેરાને ચૂમીઓથી નવડાવી દીધો. એ મનમાં એમ જ માનતી હતી કે એ એના પપ્પાને થોડા સમય માટે ફરી પાછી મળવાની ન હોય !
ડાયને હાથથી મુખ ઢાંકીને વહેતી અશ્રુધારાને રોકવા પ્રયાસ કરતી હતી. આ દશ્ય જોનારી નર્સોના ચહેરા પર પણ વિષાદની ઘેરી છાયા છવાઈ ગઈ હતી. મૈથ્યને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. મધ્યાહ્ન પછી ઑપરેશન શરૂ થયું અને મધરાતે પૂરું થયું. ઑપરેશન પૂરું થતાં જ નર્સે બહાર
84 • તન અપંગ, મન અડીખમ
જીવી જાણનારો • 85
Page #49
--------------------------------------------------------------------------
________________
આવીને સમાચાર આપ્યા કે “મૈથ્યના ચારેય અવયવોનું ઑપરેશન કરવાની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.'
આ શબ્દોએ સહુના મનમાં “હાશકારો” જન્માવ્યો, પરંતુ સાથોસાથ એમને એ વિચાર કંપાવી મૂકતો હતો કે હવે હાથ અને પગ વિનાનો મૈથ્ય કેવો લાગતો હશે ? હવે એનું જીવન કેવું વ્યથાપૂર્ણ અને કપરું બનશે ?
વળી સૌથી વધુ તો સહુના મનમાં એ સંશય હતો કે મૈથ્ય જ્યારે કૉમામાંથી જાગશે, ત્યારે એને શું થશે ? એ આંખો ખોલશે, ત્યારે એના હાથપગ નહીં હોય, એ સમયે કેવો ભયાવહ અનુભવ કરશે ! ઑપરેશન કરાવવાના કુટુંબના નિર્ણય સાથે એ સંમત થશે કે પછી મોતથી બદતર હાલત કરવા માટે સ્વજનોને સદાકાળ ફિટકાર આપીને જિંદગી જીવતો રહેશે.
ડૉક્ટરો અને મૈથૂનાં સ્વજનોને આ ચિંતા કોરી ખાતી હતી. ડૉક્ટર મેક મેનિમન પણ માનતા હતા કે પોતાને હાથ અને પગ વગરનો જોઈને મૈથ્ય કોપાયમાન થાય, બૂમબરાડા પાડે કે છાતી ફાટ રુદન પણ કરે ખરો ! એના આવા પ્રત્યાઘાતને શાંત પાડવાનું કામ ઘણું કપરું બનશે.
ત્રણેક અઠવાડિયાં સુધી જુદા જુદા ઉપચાર ચાલ્યા. આખરે એક દિવસે મૈથ્યએ આંખો ખોલી. ડાયનેને માટે જાણે આશાનો સૂરજ ઊગ્યો. એ પહેલાં એણે રાતોની રાતો ઉજાગરા કર્યા હતા. એ ઊંધી શકતી નહોતી. આટલું કર્યા પછી પણ મૈથ્ય શું પ્રતિભાવ આપશે, એનો સવાલ મુંઝવતો હતો. મૈથૂએ
જ્યારે આંખ ખોલી, ત્યારે એનો પરિવાર અને હોસ્પિટલનો આખો સ્ટાફ એક નજરે જોઈ રહ્યો. પણ એ બોલી શકતો નહોતો. માત્ર માથું ધુણાવીને ઉત્તર આપતો હતો.
ડાયનેએ મૈથુને આખી પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. આ સમયે મૈય્. ડાયનેની સામે જોઈ રહ્યો હતો. એની આંખો પરથી ડાયનેને લાગ્યું કે મારો મૈથ્ય પાછો આવી ગયો છે. એ ભલે અત્યારે હાથ અને પગ વગરનો હોય, પરંતુ એ મારો મૈથ્ય છે. ડાયને જે વાત કરતી હતી, એનો મૈથ્ય માથું ધુણાવીને સ્વીકાર કરતો હતો અને એના ચહેરા પરના ભાવો વાંચીને ડાયનેને લાગ્યું કે મૈથ્ય એની વાતને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો છે.
સહુના હૃદયમાં ધ્રાસકો હતો કે હવે થશે શું? પોતાને હાથપગ વગરનો જોઈને મૈથ્ય ચીસો પાડશે, ક્રોધે ભરાશે કે પછી જાતને, કુટુંબને, જગતને કે
86 * તન અપંગ, મન અડીખમ
ઈશ્વરને ફિટકાર આપશે ? મૈથૂએ ડૉક્ટરની ઉપસ્થિતિમાં ડાયર્નએ કહેલી વાત સાંભળ્યા પછી ખૂબ શાંતિથી કહ્યું,
‘ખુશ છું કે તમે આ અંતિમ ઉપાય અજમાવ્યો અને હવે મારે એ વિચારવાનું છે કે હું જે પરિસ્થિતિમાં અત્યારે સપડાયો છું એમાંથી કઈ રીતે બહાર નીકળે ? આવનારી અકથ્ય મુશ્કેલીઓથી મહાત નહીં થાઉં, પણ એને હકારાત્મક પ્રયત્નોથી મહાત કરીશ.'
મૈથ્યના આ શબ્દોએ વિષાદમય વાતાવરણને સાવ હળવું કરી નાખ્યું. ડૉક્ટરો એની વાત સાંભળીને હળવાશ
અનુભવી રહ્યા. કુટુંબીજનોના “મૈથુ પોતાને હાથપગ વગરનો જોશે ત્યારે” મનમાં શાંતિ થઈ અને ડાયનેના મન પરનો બોજ એકાએક ઊતરી ગયો.
પર્વતારોહણના શોખીન એવા મૈથ્યને માટે હવે જિંદગીનાં કપરાં ચડાણ શરૂ થયાં, મોતને હંફાવીને જીવનારો મૈથ્ય હવે નવા જીવનનો શિલ્પી બનવા ચાહતો હતો.
એણે તો માત્ર એટલો નિર્ધાર કર્યો કે એકાએક ત્રાટકેલી આ અસંખ્ય મુશ્કેલીઓથી લેશ પણ મહાત નહીં થાઉં, બલ્ક દઢ સંકલ્પબળથી પુરુષાર્થ ખેડીને પરાજિત કરીશ. એના બંને હાથ અને પગની જગાએ રોલ્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ઑસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરના આ બહાદુરે મોત પર વિજય મેળવ્યા પછી હવે નવા જીવનનો જંગ જીતવા ચાહતો હતો. એને માટે
જીવી જાણનારો • 87
Page #50
--------------------------------------------------------------------------
________________
દરેક દિવસ એક નવો પડકાર હતો. નાની નાની બાબતો એને માટે મોટા પર્વત જેવી અવરોધરૂપ બની ગઈ. હાથ અને પગ વિનાના એનો દેખાવ સાવા બદલાઈ ગયો. એણે જોયું કે એનાં બાળકો પણ એનો દેખાવ જોઈને છળી જતાં હતાં. ખુદ મૈથ્ય પણ એમની સાથે વાત કરવાની હિંમત કરી શકતો નહીં.
રોજિંદા જીવનની રોજિંદી મુશ્કેલીઓ એની સામે અગ્નિપરીક્ષા કરતી અને મૈથ્ય એમ્સ હિંમતભેર એનો સામનો કરતો. એને સારવાર આપનારા ડૉક્ટરોને પણ મૈથ્યની ઘણી શારીરિક મર્યાદાઓની વચ્ચે કામગીરી બજાવવી પડતી હતી. મૈથૂએ ચાર મુખ્ય અંગો તો ગુમાવ્યાં હતાં, પણ સાથોસાથ એની કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી. એ પૂર્ણ રૂપે ડાયલિસીસ પર હતો. પરિણામે મેડિકલ સાયન્સના ગ્રંથોમાં લખ્યા પ્રમાણે સારવાર શક્ય નહોતી. મૈથ્યની શારીરિક મર્યાદાઓ જોઈને ડૉક્ટરોએ સારવારના નવા નવા રસ્તા ખોળવાના હતા.
જિંદગીના ડગલે ને પગલે યુદ્ધ ખેલતા મૈથૂના સ્વભાવમાં સહેજે કટુતા આવી નહોતી. એના ચહેરા પર હાસ્ય વિલસતું હતું અને એની પત્ની ડાયને પણ મૈથ્ય સાથે ફિલ્મ જોવા નીકળી હોય તેવાં સુંદર વસ્ત્રો પહેરીને હૉસ્પિટલમાં સેવાશુશ્રુષા કરતી હતી. મૈથ્યની સામે બે મોટા પડકાર હતા. પહેલો પડકાર શ્વાસોચ્છવાસ નિયમિત કરવા માટેનો અને બીજો પડકાર શરીરનાં કપાયેલાં અંગોના જખમ રૂઝવવાનો. જો શ્વાસોચ્છવાસ નિયમિત ન થાય તો એને પારાવાર મુશ્કેલીમાંથી પસાર થવું પડે અને જો કપાયેલાં અંગોને રૂઝ ન આવે, તો એના પર કૃત્રિમ અંગો જોડવામાં મુશ્કેલી પડે.
મેટર રિહેબિલિટેશન યુનિટના સિનિયર નિષ્ણાત સોલ જેફેનની સંભાળ હેઠળ મૈથ્યની સારવાર શરૂ થઈ. સોલ જે ફેનને માટે પણ આ એક મોટો પડકાર હતો. એમણે પંદર વર્ષ પૂર્વે આવી જ રીતે ચાર અવયવો ગુમાવનારી વ્યક્તિની સંભાળ લીધી હતી, પણ એ સમયે તેઓ જુનિયર ડૉક્ટર હતા અને હવે સિનિયર ડૉક્ટર તરીકે કામગીરી બજાવવાની હતી. એમનો એક જ મક્સદ હતો કે મૈથ્ય એમ્સને મારી આવડતથી ફરી ઊભો કરવો છે.
સોલ જે ફેન મૈથ્યના પરિવારજનોને મળ્યા. એમની સાથે ચર્ચાવિચારણામાં થોડો સમય વિતાવ્યો. એ બધા હકારાત્મક અભિગમ ધરાવતા
હતા અને એથી જ સોલ જેફેને આત્મવિશ્વાસ સાથે આ કાર્ય સિદ્ધ કરવાનો પોતાનો સંકલ્પ દર્શાવ્યો. ડૉક્ટરોની મોટી ટુકડી મૈથુ એમ્સની સંભાળ લેતી હતી. ફિઝિયોથેરાપિસ્ટમાં સૌથી મુખ્ય એવી જેક્વી રાઇટે મૈથ્ય એમ્સના અવયવોનો અભ્યાસ કર્યો. એણે મૈથૂના બાકીના અવયવોમાં રહેલી શક્તિ વિકસાવીને એને સક્ષમ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. શરૂઆતમાં એના સ્નાયુઓમાં તીવ્ર નિર્બળતા હતી. એને એનાં કપાયેલાં અંગથી ખસવું પડતું હતું, બેસવું પડતું હતું અને ગબડવું પડતું હતું. જ્યારે જેક્લી રાઇટની પ્રાથમિકતા એ હતી કે મૈથ્ય એમ્સ ખસી શકે એવો એને સક્ષમ બનાવવો.
એવામાં વળી નવી આફત ઊભી થઈ. એકાએક મૈથૂના નેત્રપટલમાં ખામી ઊભી થઈ અને સઘળી સારવાર છોડીને નેત્રપટલ પર ધ્યાન આપવું પડ્યું. જેક્વી રાઇટનું ધ્યેય હતું કે મૈથ્ય બેસી શકે. દાદરા પર એકાદ ઇંચ જે ટલો પગ પોતાની જાતે ઊંચો કરી શકે અને છેવટે નવા પગ સાથે ચાલી શકે . એની સામે ચોતરફ પડકાર હતો, પણ જેક્વી રાઇટે સારવાર શરૂ કર્યા પછી એક પણ દિવસની રજા લીધી નહીં. એણે મૈથ્યની સાથે હસીને, ક્યારેક થાકીને પણ ધ્યેયસિદ્ધિ માટે પરસેવો પાડ્યો અને અંતે એ શક્ય બન્યું.
મૈથ્ય પણ મજબૂત મનથી સારવાર લેતો હતો. ક્યારેક પડી જવાની સ્થિતિ હોય ત્યારે મુખમાંથી સહેજે ચીસ નીકળી પડે, પરંતુ મૈથુ એ વખતે પોતાની જાતને સંભાળી લેતો. એને જેક્વી રાઇટમાં શ્રદ્ધા હતી અને જે ક્વી રાઇટે એ પ્રમાણે કામ કરીને એને ઊભો કર્યો.
ફરી જીવવાનું જોશ અને ઊભા રહેવાની શક્તિ મેળવવાનો પ્રબળ વિશ્વાસ અને દઢ સંકલ્પ મૈથ્ય ધરાવતો હતો. કોઈ પણ પરિસ્થિતિથી હારી જવાને બદલે એનો હસીને સામનો કરતો હતો. આને પરિણામે તો સોલ જે ફેને કહ્યું કે, “મૈથ્ય જેવો દર્દી તો લાખોમાં એક મળે. આટલી બધી શારીરિક મર્યાદાઓને આવી રીતે સહન કરતો અને મક્કમતાથી એનો સામનો કરતો કોઈ દર્દી મેં આજ સુધીમાં જોયો નથી. અખૂટ ધૈર્ય, અડગ વિશ્વાસ, દઢ સંકલ્પ, અભેદ્ય મનોબળ અને સકારાત્મક પ્રયત્નો જ મૈથ્ય એમ્સના જીવનમાં સુખનો અવસર લાવ્યા.'
હૉસ્પિટલની લાંબી સારવાર બાદ મૈથ્ય જ્યારે ઘેર પાછો આવ્યો ત્યારે
88 • તેને અપંગ, મન અડીખમ
જીવી જાણનારો • 89
Page #51
--------------------------------------------------------------------------
________________
પુત્ર વિલ અને પુત્રી ઍમિલી સાથે મૈથુ એમ્સ એનાં કુટુંબીજનોએ એને માટે ભોંયતળિયે રહેવાની સગવડ કરી. મૈથ્ય બેસી શકે એવી રીતે એની કારમાં ફેરફાર કરાવ્યા. ઘરના પાછળના ભાગમાં ઢોળાવવાળો રસ્તો તૈયાર કર્યો, જેથી મૈથ્યને ઓછી મુસીબત પડે. આમ ઘરમાં તો મૈથ્યને માટે વ્યવસ્થા થઈ ગઈ, પણ સાથોસાથ મૈથૂએ પણ ઘરનાં કાર્યોમાં મદદરૂપ થવાનું શરૂ કર્યું.
પોતાના મેડિકલ સેન્ટરમાં જવા-આવવાના ક્રમ વચ્ચે મૈથ્ય એનાં સંતાનોને શાળાએ લાવવા-લઈ જવાના કામમાં મદદરૂપ થવા લાગ્યો. વાંદસ ઍક્ટિવેટી સોફ્ટવેરની મદદથી ઈમેઇલ કરવા લાગ્યો. બાળકોને ઘરમાં અભ્યાસ કરાવવા માંડ્યો અને પોતાના ઘરની પાછળના મેદાન પર રમાતી ક્રિકેટમૅચ જોવા લાગ્યો. આ પરિસ્થિતિમાં મૈથ્ય અને ડાયનેએ માત્ર પોતાનો જ વિચાર કરવાને બદલે સંતાનોનો પણ વિચાર કર્યો. બાળકો પર કેવું વીતતું હશે? ક્યારેક સારવાર લેતા મૈથ્ય સાથે રાતવાસો કરવાની બાળકોને તક મળતી. બાળકો એની પરિસ્થિતિથી પરિચિત થયાં અને ધીરે ધીરે એમનામાં એવું પરિવર્તન આવ્યું કે કંઈક અતડો રહેતો એનો પુત્ર બૅન મળતાવડો થવા લાગ્યો. પતિ-પત્નીએ ધ્યાન રાખ્યું કે એમના પરની આ પીડામાં બાળકોનું સુંદર મજાનું મુગ્ધ બાળપણ છીનવાઈ જાય નહીં.
મૈથ્યને મદદ કરવા માટે આ બાળકોને પણ મહેનત કરવી પડતી. એમની
જવાબદારી પણ વધી ગઈ, પરંતુ પિતાને સહાય કરવાની જવાબદારી બજાવતાં તેઓ ગૌરવ અનુભવતાં હતાં. એનો પુત્ર વિલ પોતાના પિતા મૈથ્યને એની શાળામાં લઈ ગયો અને વર્ગનાં બાળકો સમક્ષ મૈથૂએ પોતાની વાર્તા કહી. એની નાની દીકરી ઍમિલીએ એક વાર મૈથ્યને કહ્યું, ‘તમારી આંગળીઓ ઊંચી કરો, ડેડી.”
‘પણ અંમિલી, મારે આંગળીઓ જ નથી.’ મૈથૂએ યાદ અપાવ્યું. ‘હું... તો પછી એવું કરો, તમારા હાથ ઊંચા કરો.'
‘પણ અંમિલી, મારે કોઈ હાથ નથી.’ ફરી વાર થોડી શાંતિથી ઍમિલી બોલી, ‘ભલે, ચાલો ! આપણે કંઈક બીજું રમીશું.’
ત્રણ વર્ષની નાનકડી ઍમિલીને પિતાની ગંભીર પ્રકારની બીમારીનો ખ્યાલ નહોતો. અંમિલી સરસ ચિત્ર દોરતી. ત્યારે એના પપ્પાના કપાયેલા હાથ એના ગળાની આસપાસ વીંટળાઈ વળતા. મૈથ્ય સારવાર કેન્દ્રમાં જતો, ત્યારે બીજા દર્દીઓ એને માનદંડ તરીકે જોતા હતા. એક વ્યક્તિએ શરીરની નીચેના અવયવો ગુમાવ્યા હતા, પણ મૈથ્યને જોયા પછી પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યો. આનાથી મૈથ્ય સહેજે પરેશાન નથી. એ કહે છે, “માનવીનો સ્વભાવ જ એવો છે કે તેઓ મને તાકી તાકીને જોશે અથવા તો મારો માનદંડ તરીકે ઉપયોગ કરી પોતાને નસીબદાર સમજ છે. ભલે તેમ માને.'
મૈથ્ય માને છે કે જિંદગી જીવવી અઘરી છે અને તેમાંય આવી નવીન પ્રકારની જિંદગી જીવવી એ લોઢાના ચણા ચાવવા જેવી છે, પરંતુ કુટુંબીજનો, મિત્રો અને કેટલાય અજાણ્યા લોકો તરફથી મૈથ્યને હૂંફાળો સાથ અને સહકાર મળ્યો છે. એ કહે છે કે આજના જમાનાના લોકો સ્વાર્થી છે, એમ માનવું તે આપણો પૂર્વગ્રહ છે. દરેક સચ્ચાઈને લોકો મદદ કરવા આતુર હોય છે.
પોતાની વિકલાંગતાનો મૈથ્ય એમ્સ હસતે મુખે સ્વીકાર કર્યો છે. અરીસામાં એની જાતને જુએ છે, ત્યારે આશ્ચર્ય સાથે આઘાત પામે છે. હવે એનાં ચારેય કપાયેલાં અંગો પર હાથ-પગનાં હાડકાં સાથે ધાતુના જોડાણ માટેનું Osseo-integration* નામનું ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. વિશ્વનું આ પ્રકારનું પહેલું ઑપરેશન થશે અને જો એ સફળ જશે, તો એ
90 * તન અપંગ, મન અડીખમ
જીવી જાણનારો • 91
Page #52
--------------------------------------------------------------------------
________________
નિવૃત્તિને નમાવનારો
તેના અવયવ પર મજબૂત પકડ મેળવીને કામ કરી શકશે. એ પોતાના પગ પર ઊભો રહી શકશે અને કપાયેલાં અંગો સાથેની ઓછી થયેલી લંબાઈની ખામી દૂર થશે. મૈથ્યને આશા છે કે આ નવા પ્રકારના ઑપરેશનથી એને જીવનમાં વધુ સ્વતંત્ર રીતે કાર્ય કરવાની સુવિધા પ્રાપ્ત થશે.
અત્યારે તો કૃત્રિમ હાથો સાથે જોડાયેલા હૂકના સંદર્ભમાં જોઈએ તો એને હલનચલન કરવા માટે કોઈ મદદનીશની જરૂર પડે છે. બંને કૃત્રિમ હાથ અને બંને કૃત્રિમ પગનો સુમેળ સાધીને અનુરૂપ કાર્ય કરવું તે એને માટે સાચે જ થકવી નાખે તેવું છે. હજી એ ચાલીસીએ પહોંચ્યો છે. સારવારનો ઘણો મોટો ખર્ચા એની સામે ઊભો છે. વળી, કોઈ કાર અકસ્માતને કારણે આ ઘટના બની નથી કે જેથી એનો વીમો પાડી શકે. એને માટે હજી કૃત્રિમ અવયવોને સ્વતંત્ર રીતે ચલાવવાની લાંબી લડાઈ ખેલવાની બાકી છે.
આજે મૈથ્ય નવી હીલચેર લઈને ઘરની બહાર હરીફરી શકે છે. લોકો એને સહકાર આપવા માટે આતુર છે. ક્યારેક એની પત્ની ડાયને એને કહે છે કે બહુ વેદના થતી હોય તો પથારીમાં થોડો સમય સૂઈ રહો, ત્યારે મૈય્ કહે છે, ‘હું સૂઈ જઈશ તો કદી ઊભો થઈ શકીશ નહીં, આથી ઊઠી જવું જ વધુ હિતાવહ છે. રોજ ગમે તેટલું દર્દ હોય, તોપણ જીવિત રહેવું એ મારે માટે સૌથી વધારે જરૂરી છે. અગાઉ મારી પાસે શ્રેષ્ઠ જીવન હતું અને સહુનો પ્રેમ હતો. હવે મારા જીવનમાં કોઈ પરિવર્તન આવે, તોપણ એ જીવન અને ચાહના તો સદા સાથે જ રહેવાનાં છે, પછી ફિકર શાની ?'
11
ઉંમર પૂરી ચોપન વર્ષની. માથે ધોળા વાળ, હજી એકતાલીસ વર્ષની ઉમરે પગ મૂકે
ત્યાં તો હૃદયરોગનો ગંભીર હુમલો ઘેરી વળ્યો.
થનગનતા રેગ હેરિસને પથારીમાં પડ્યા રહેવું પડ્યું. થોડો સમય કામધંધો છોડી દેવો પડ્યો. પણ એથીય વિશેષ તો સાઇકલની રસાકસીમાં ખેલવાની મોજ જતી કરવી પડી.
એક જમાનો હતો કે રેગ હેરિસની સાઇકલસ્પર્ધામાં બોલબાલા હતી. આજ થી ચાલીસ વર્ષ પહેલાં રંગ હેરિસે સાઇકલસ્પર્ધામાં એક પછી એક વિક્રમો સર્જીને સનસનાટી મચાવી દીધી હતી. તેવીસ-તેવીસ વર્ષ સુધી રેગ હેરિસ સાઇકલસ્પર્ધાઓમાં ઝંપલાવતો રહ્યો. વિજય અને વિક્રમો હાંસલ કરતો રહ્યો. પાંચ વખત
* Osseo-integration ઓસેઓ-ઇન્ટીગ્રેશન - હાડકાં કે સાંધાની રચનાની કે ક્રિયાલક્ષી ક્ષતિ અથવા ઊણપ હોય તો તેની પૂર્તિ કરવા માટે ભારવહન કરતું કૃત્રિમ-ઉપાંગ (અંતરપ-ઇમ્પ્લાન્ટ). કૃત્રિમ નાક, કૃત્રિમ આંખ, કૃત્રિમ કાન જેવાં ઉપાંગોને ચહેરા પર સ્થાપિત કરવામાં, હાડકામાં રોપી દેવાય તેવા ઇમ્પ્લાન્ટમાં અથવા શ્રવણ-સહાયક (હિયરિંગ એઇડ) સ્થાપિત કરવામાં તથા કૃત્રિમ સાંધા બેસાડવામાં વપરાય છે.
રેગ હેરિસ
92 • તેને અપંગ, મન અડીખમ
Page #53
--------------------------------------------------------------------------
________________
સ્પર્ધામાં મોખરે રેગ હેરિસ તો એ જગતનો સાઇકલદોડનો વિશ્વવિજેતા બન્યો.
આ સમયે રંગ હેરિસની ઊંચાઈ પાંચ ફૂટ હતી.
રસાકસીભરી સાઇકલસ્પર્ધાઓ છોડ્યા પછી હૃદયરોગનો હુમલો પણ રેગ હેરિસની મુલાકાત લઈ ગયો. પરંતુ રેગ હેરિસના જીવનનો મહામંત્ર હતો: પહેલું સુખ તે જાતે નર્યા. આથી રંગ હેરિસ સતત કસરત કરતો. બીજા રમતવીરો કરતાં અને પ્રારંભથી જ વ્યાયામમાં ઊંડી શ્રદ્ધા હતી. કસરતથી પોતાના શરીરને બરાબર કસાયેલું રાખતો. પરિણામે સત્તર વર્ષ પહેલાં એનું જેટલું વજન હતું એમાં માત્ર પાંચ રતલનો જ ઉમેરો થયો છે. અપૂર્વ સિદ્ધિ મેળવનારા રંગ હેરિસે જે રીતે પોતાનું શરીર કેળવ્યું અને જાળવ્યું છે એ તો એની એક અપ્રતિમ સિદ્ધિ જ ગણાશે. રેગ હેરિસની ડૉક્ટરી તપાસ કરવામાં આવી. એની તબિયત એટલી બધી સ્વસ્થ હતી કે ખુદ ડૉક્ટરોએ કબૂલ્યું કે આટલી મોટી વયના માનવીની આવી શારીરિક તંદુરસ્તી અકથ્ય જ ગણાય.
હૃદયરોગનો હુમલો થયા પછી થોડે સમયે રેગ હેરિસે ફરીથી સાઇકલની સ્પર્ધામાં ઝંપલાવવાનો વિચાર કર્યો. વિશ્વવિજેતાના આ વિચારને સહુએ હસી કાઢયો. એક વાર જેને હૃદયરોગનો હુમલો થયો હોય એ દેહને કાચની શીશીની
જેમ જાળવે. સહેજે વધુ શ્રમ લે નહીં અને જીવન જાણે રોગની મર્યાદાથી ઘેરાઈ ગયું હોય તેમ પ્રવૃત્તિઓ સદંતર ઓછી કરી નાખે. - રંગ હેરિસને એના કસાયેલા શરીર પર | એતબાર હતો. એનો રમતશોખ એના હૃદયમાં પડકાર કરતો હતો. આખરે
રંગ હેરિસે ગંભીરતાથી સાઇકલ-વીરની લગની
સાઇકલસ્પર્ધામાં ઝુકાવવાનું
નક્કી કર્યું. ડૉક્ટરે ખૂબ ધીમેથી અને શરીર સાચવીને સાઇકલ ચલાવવાની તાકીદ કરી. રંગ હેરિસ ધીરે ધીરે અંતર વધારવા લાગ્યો. પછી તો એક અઠવાડિયામાં દોઢસો માઈલનું અંતર કાપવા લાગ્યો. આટલું અંતર કાપતાં એના હૃદયને કોઈ અવર્ણનીય આનંદનો અનુભવ થતો હતો. ત્રણ વર્ષ પહેલાં હેરિસે સાઇકલસ્પર્ધામાં ઝંપલાવ્યું અને ત્રીજું સ્થાન મેળવ્યું. જ્યારે ૧૯૭પના ઑગસ્ટનાં બે અઠવાડિયાં અગાઉ જ રંગ હેરિસે સ્ત્રીન્ટ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવાનું નક્કી કર્યું. સ્પર્ધાના અઠવાડિયા પહેલાં એણે પોતાની નવી સાઇકલ છોડીને અગાઉ જેનાથી વિજય મેળવ્યો હતો તે પુરાણી સાઇકલ સાથે ઝંપલાવવાનું નક્કી કર્યું.
- ૧૯૭૫ની સત્તાવીસમી જુલાઈએ એક હજાર મીટરની બ્રિટિશ પ્રોફેશનલ સાઇક્લિગ ટ્રેક સ્ત્રીન્ટ ચૅમ્પિયનશિપમાં રેગ હેરિસે ઝંપલાવ્યું. પોતાનાથી પચીસ વર્ષ નાના જુવાન ખેલાડીઓને હરાવીને રંગ હેરિસ વિજેતા બન્યો, ઇંગ્લેન્ડના લિસેસ્ટર પરગણામાં યોજાયેલી આ સ્પર્ધામાં છેલ્લા બસો મીટર તો રંગ હેરિસે માત્ર ૧૨.૬ સેકન્ડમાં કાપી નાખ્યા. રંગ હેરિસ એની યુવાનીના દિવસોમાં પણ લગભગ આટલી જ ઝડપ ધરાવતો હતો. આ રેગ
94 • તેને અપંગ, મન અડીખમ
નિવૃત્તિને નમાવનારો • 95
Page #54
--------------------------------------------------------------------------
________________
હેરિસ વેપારમાં પણ એટલો જ કુશળ છે. એ સેલ્સ અને માર્કેટિંગનો સલાહકાર હોવા ઉપરાંત ચાર કંપનીઓના ડાયરેક્ટર તરીકે પણ કામ કરતો હતો.
રેગ હેરિસને એક પ્રશ્ન મૂંઝવતો હતો. એ વિચારતો હતો કે હવે પછીની સાઇકલસ્પર્ધામાં ભાગ લેવો કે પોતે વિજેતા બન્યો હોવાથી ટોચ પર રહીને જ વિદાય લેવી ? પરંતુ રંગ હેરિસ નિરાશાને નબળાઈ ગણે છે અને નિવૃત્તિ જેવી કોઈ વાતની એને ખબર નથી.
રેગ હેરિસે કસાયેલા તનની તાકાતનો પરિચય આપ્યો. મનની મજબૂતાઈથી એ રોગના ભયને ઓળંગીને સિદ્ધિની ટોચે પહોંચ્યો, પરંતુ રેગ હેરિસને રમતની દુનિયામાં તો નિવૃત્તિને નમાવનારા તરીકે સદાય યાદ કરાશે.
જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે
તે અશક્ય !
શીલા ૨ડઝવીઝનો જન્મ થયો, ત્યારે કોઈએ એમ વિચાર્યું કે આ છોકરી જન્મી જ શા માટે ? જન્મી જ ન હોત, તો બહુ સારું થાત ! અરે ! જન્મતાં સાથે મૃત્યુ પામી હોત, તો એ અતિ સભાગી ગણાત. કોઈને એમ પણ થયું કે હવે એ જન્મી છે, તો એના નસીબમાં માત્ર તરફડીને થોડા સમયમાં મૃત્યુ લખાયું છે !
આવી વિકલાંગ છોકરી આપણા દેશમાં જન્મી હોત, તો કોઈએ આ બાળકીની વિકલાંગતા માટે ગત જન્મોનાં પાપકર્મોને પુષ્કળ દોષ આપ્યો હોત, તો કોઈએ વિચાર્યું હોત કે હવે જલદીથી એના શ્વાસ છૂટી જાય તો સારું ! આવી બાળકીને જન્મ આપનારાં એનાં મમ્મી-પપ્પા પણ આપણે ત્યાં પ્રારબ્ધને દોષ આપીને દુઃખી થતાં થતાં લમણે હાથ દઈને દીકરીના મૃત્યુની રાહ જોઈને બેઠાં હોત !
શીલા રઝવીઝ
96 * તન અપંગ, મન અડીખમ
Page #55
--------------------------------------------------------------------------
________________
આનું કારણ એ હતું કે શીલા એવી વિકલાંગતા સાથે જન્મી હતી કે એનો દેખાવ જ ડરામણો લાગતો હતો. આ બાળકીને કોણીથી પોંચા સુધી બેમાંથી એકેય હાથ નહોતા. આનો અર્થ એ કે હાથ વિહોણી જિંદગી જીવવાનું સદાને માટે એના લલાટે લખાયું હતું. | દુર્ભાગ્ય જ્યારે આવે ત્યારે આંખો મીંચીને એકધારું ત્રાટકે છે. શીલા પાસે બેમાંથી એકેય હાથ નહોતા અને જે બે પગ હતા, તે પણ ઘણા વિચિત્ર હતા. એના પગ એવા હતા કે જે સામસામા ગોળ ફર્યા કરતા હતા. બોસ્ટનની માલ્ડન હૉસ્પિટલમાં જન્મેલી શીલાને માથે આટલી આફત ઓછી હોય તેમ ડૉક્ટરી તપાસમાં જાણવા મળ્યું કે એના હૃદયમાં છિદ્ર હતું અને લોહીના કોષોની સંખ્યા અલ્પ હતી. એની શારીરિક તપાસ બાદ ડૉક્ટરોએ જાહેર કર્યું કે આ બાળકી "TAR (Thrombo-cytopenia-absent radius)'ના ટૂંકા નામે ઓળખાતા રોગ સાથે જન્મેલી છે.
આમ હૃદયમાં છિદ્ર, એક દિશામાં દૃઢપણે ચાલી નહીં શકતા પગ અને હાથ વિનાની આ બાળકીને માટે જીવવાનું હોસ્પિટલમાં અને મૃત્યુ પામવાનું અલ્પકાળમાં હતું. આવી પરિસ્થિતિમાં એનાં મમ્મી-પપ્પાએ નિર્ધાર કર્યો કે પુત્રી પર મુશ્કેલીઓ તો મુશળધાર વરસી છે, પરંતુ એ મુશ્કેલીઓથી સહેજે ડરવું નથી. આનાથી વધુ મોટું બનસીબ કયું હોય, પરંતુ એ બદનસીબીનાં રોદણાં રડવાને બદલે એને સદ્નસીબમાં પલટાવવું છે.
આને પરિણામે બંનેએ મક્કમ નિર્ધાર કર્યો કે જિંદગીમાં ક્યારેય શીલા વિશે કોઈ નકારાત્મક વિચાર કરવો નથી, બલકે પૉઝિટિવ અભિગમથી એને સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપવાં. જન્મ પછી ઘેર આવેલી શીલાને તત્કાળ પુનઃ હૉસ્પિટલમાં લઈ જવી પડી. બે વર્ષ સુધી હૉસ્પિટલમાં સારવાર મેળવી અને જે ઉંમરે બાળકો ઘરમાં ખિલખિલાટ હસતાં હોય, આંગણામાં ખેલતાં હોય, આમતેમ ભાંખોડિયાભેર ચાલતાં હોય એવું મુગ્ધ બાળપણ શીલાએ હૉસ્પિટલના બિછાના પર વિતાવ્યું. જિંદગીનાં પહેલાં દસ વર્ષ શીલા થોડો સમય ઘેર રહી અને વધુ સમય હૉસ્પિટલમાં રહી !
એના પપ્પાએ આ છોકરીને સતત પ્રોત્સાહન આપ્યું અને એને માત્ર બે જ શબ્દો કહ્યા અને તે "1Can', શીલા શારીરિક મર્યાદાને કારણે ક્યારેક ભાંગી
પડતી, રડવા લાગતી અથવા તો નિષ્ફળ જતી, ત્યારે એના પપ્પા એને સતત આ બે શબ્દો કહેતા અને એ શબ્દો શીલામાં નવીન ચેતનાનો સંચાર કરતા. પપ્પાના આ પ્રેરણાદાયી શબ્દો સાંભળીને શીલા એની હતાશા અને નિષ્ફળતા ખંખેરી નાખીને રમવા લાગતી.
હાથવિહોણી અને અસ્થિર પગ ધરાવતી શીલા ક્યારેક એની મમ્મીને એમ કહેતી કે આ કામ મારે માટે અશક્ય છે અથવા તો બોલી ઊઠતી, ‘આ હું કરી શકીશ નહીં.' એવે સમયે એની મમ્મી શીલાને સમજાવતી કે શક્ય અને અશક્યનો અર્થ સમજવાની જરૂર છે. શક્ય એ છે કે જે તમે સરળતાથી કરી શકો છો અને અશક્ય એ છે કે જે કાર્ય સિદ્ધ કરવા માટે તમારે થોડો વધુ સમય અને થોડી વધુ મહેનત કરવી પડે. આમ અશક્ય એ સદાકાળ ટકનારી બાબત નથી, પરંતુ માત્ર થોડીક ક્ષણો રહેનારી ઘટના છે. થોડી વધુ મહેનત કરીએ એટલે અશક્ય શક્યમાં ફેરવાઈ જાય છે.
શીલાનાં કુટુંબીજનોએ પણ સબળ સાથ આપ્યો અને હસમુખા કુટુંબીજનોને કારણે શીલા હસતી હસતી જિંદગીની પા પા પગલી ભરવા લાગી. દસેક વર્ષ પછી એણે વિકલાંગ બાળકોને વિનામૂલ્ય સારવાર આપતી સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. એ પાંચ વર્ષની થઈ, ત્યાં સુધી એને ચાલવા માટે પગ પર પટ્ટો લગાવવાની અને વૉકરની જરૂર પડી. ક્યારેક તો એ આ બંનેનો સહારો લે, ત્યારે માંડ માંડ ચાલી શકતી.
એક વાર પગને બરાબર ગોઠવીને એ થોડું ચાલતી હોય અને પછી ફરી વાર ચાલવાનું આવે, ત્યારે ફરી પાછા એને યોગ્ય રીતે પગ ગોઠવવા પડે. આમ
જ્યારે જ્યારે એ એના પગનો ઉપયોગ કરીને ચાલે, ત્યારે એને ચાલવા માટે દર વખતે નવેસરથી મથામણ કરવી પડતી, પણ આ મથામણનોય આ છોકરીને આનંદ હતો.
એને વિકલાંગોની સંસ્થામાં પ્રવેશ મળ્યો, ત્યારે આજ સુધી મમ્મી-પપ્પા અને કુટુંબીજનો વચ્ચે રહેનારી શીલાને જુદા જ લોકો સાથે વસવાનું આવ્યું. પરિવારમાં એણે હૂંફ જોઈ હતી. અહીં ચોતરફ હાંસી થતી જોઈ. ઘણા એના શરીરને જાણે વિચિત્ર હોય તે રીતે તાકીને જોયા કરતા, કોઈ એની ચાલવાની. નિષ્ફળતા પર ઠઠ્ઠા-મશ્કરી કરતું, તો કોઈ એની આવી શારીરિક હાલતને માટે
98 • તેને અપંગ, મન અડીખમ
જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય ! • 99.
Page #56
--------------------------------------------------------------------------
________________
એના તરફ દયામણી-રહેમ નજરે જોતું.
નાનકડી શીલા એક નવી દુનિયામાં આવી હતી. અહીં એની મજાક કરનારાઓની સંખ્યા ઘણી મોટી હતી, ત્યારે શીલાએ દયામણા બનવાને બદલે હાંસી ઉડાવનારાઓને હાસ્યથી પ્રત્યુત્તર આપવાનો વિચાર રાખ્યો. એને ખ્યાલ આવ્યો કે એની વેદના, વિફળતા અને વિકલાંગતા એ બધાંને એના ચહેરા પરથી અને જીવનમાંથી અળગાં રાખવાં હોય તો, હાસ્ય એ જ એકમેવ ઉપાય છે. આમ, એ સતત હસતી રહી, પરંતુ બીજાઓ એની લાગણીને જે ઠેસ પહોંચાડતા, એના જખમ એના દિલમાં ઊંડું દર્દ પેદા કરતા હતા.
વાસ્તવિકતા એ જિંદગીની સૌથી મોટી પાઠશાળા છે અને શીલાને માથે વાસ્તવિક જીવનમાં વ્યવહારુ કાર્યો કરવાનું આવ્યું. હાથ નહીં, પગની સ્થિરતા નહીં એવી પરિસ્થિતિમાં દરેક કાર્ય એ એને માટે પ્રચંડ પડકાર બની રહેતો. જિંદગીના પ્રત્યેક કાર્યમાં એને ડગલે ને પગલે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આવા રોગ સાથે જન્મેલી વ્યક્તિને માટે બીજાને સાવ આસાન લાગતી એવી બાબતો પણ મુશ્કેલ બનતી હોય છે. બીજાએ કલ્પના પણ ન કરી હોય કે આવું કરવામાં મુશ્કેલી આવે છે, ત્યાં શીલા સામે મુશ્કેલીઓનો પહાડ ઊભો થઈ જતો હતો. આવા પડકારને જોઈને પછડાટ પામવાનું એના સ્વભાવમાં નહોતું.
આ સમયે પપ્પાનું એ વાક્ય ‘આઇ કેન” એના મનમાં ગુંજતું હતું અને સાથોસાથ મમ્મીની એ શિખામણ કે અશક્ય કામ એને કહેવામાં આવે છે કે જેને શક્ય કરવા માટે થોડો વિશેષ સમય આપવો પડે છે. એનો ઉપાય શોધવો પડે અને શીલા આ ઉપાય શોધવા લાગી. એની વિકલાંગતા સાથે એ કાર્ય કઈ રીતે સિદ્ધ કરી શકશે એનું આયોજન કરવા લાગી.
ક્યારેક વિચિત્ર પરિસ્થિતિ પણ ઊભી થતી. શીલા કોઈ કામ કરવા માટે જાતે પ્રયત્ન કરતી, ત્યારે કોઈ જાણે પરોપકાર કરતું હોય તેમ એને મદદ કરવા દોડી આવતું. જે કામ એ મહેનત કરીને સિદ્ધ કરવા માગતી હોય, તે કામ કરી આપવાની તત્પરતા દાખવતું. આવી વ્યક્તિઓ મદદરૂપ બનવાનો ભાવ સેવતી હોય, પરંતુ એનાથી વિકલાંગ વ્યક્તિનું જીવન વધુ દુષ્કર અને લાચાર બનતું હોય છે. એની પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી દે છે અને પરિણામે ધીરે ધીરે
માર્શલ આર્ટમાં બ્લેકબેલ્ટ મેળવનારી શીલા રડઝવીઝ એની વિકલાંગતા એના પર છવાઈ જતી હોય છે.
કોઈ પર્વતારોહક એક શિખર પર આરોહણ કરીને વિજય મેળવતો હોય, એ પછી બીજા શિખર પર આરોહણ કરવા જતો હોય ત્યારે એની જે સ્થિતિ થાય એવી સ્થિતિ કોઈ પણ નવા વાતાવરણને અનુકૂળ થવા માટે શીલાની થતી હતી. જે કોઈ સ્થળે જીવવાનું આવે, તે સ્થળ એને માટે પડકારરૂપ બની રહેતું, કારણ કે એ સ્થળની પરિસ્થિતિ સાથે એને એની શારીરિક મર્યાદાઓનો મેળ પાડવાનો હતો. જેમ કે એ હમણાં જે એપાર્ટમેન્ટમાં વસવા આવી ત્યાં કાઉન્ટરચૉપ ડિશવૉશર નહોતું. આવું ડિશવૉશર ઘણા લોકોને ત્યાં નહીં હોય, પરંતુ એને ત્યાં ન હોય તો તે મોટી મુશ્કેલી સર્જી. વળી હવે એ એના
100 • તન અપંગ, મન અડીખમ
જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય ! • 101
Page #57
--------------------------------------------------------------------------
________________
એપાર્ટમેન્ટમાં એકલી રહે છે, કોઈ સંભાળ લેનાર પણ એની સાથે નથી, પરંતુ એનાથી એનું ખમીર સહેજે ઓછું થયું નથી. એક સમયે રસોડામાં પહોંચવા માટે એને મુશ્કેલી પડતી હતી, રસોડાનું પ્લેટફોર્મ ઘણું ઊંચું હોય, એવું પણ બનતું કે પછી એને જુદાં જુદાં કામો કરવા માટે રસોડામાં થોડી મોટી જવાની જરૂર પડે તેવું હતું, પરંતુ એટલી જગા તો ક્યાંથી મળે ? આવી નાની જગામાં અગવડ સાથે કામ કરવાનું એણે સ્વીકારી લીધું.
શીલાનો જીવનમંત્ર હતો કે સ્વતંત્રપણે જીવવું અને ધીરે ધીરે એ સ્વતંત્રપણે જીવતાં શીખી ગઈ. વિકલાંગ વ્યક્તિને માટે આવું સ્વતંત્ર જીવન કેટલાકને તો કલ્પનાતીત લાગે, પરંતુ શીલાએ એ કલ્પનાને વાસ્તવમાં ફેરવી નાખી. હવે સવાલ આવ્યો નોકરી મેળવવાનો. એને નોકરી આપે કોણ ? વળી, અમુક પ્રકારની નોકરી તો એ કરી શકે તેમ નહોતી. શારીરિક મર્યાદાઓએ તેને ચોતરફથી બાંધી દીધી હતી, પરંતુ કોઈનીય સહાય વિના સ્વતંત્રપણે જીવન ગાળવાનો હેતુ ધરાવનારી શીલાએ સ્વતંત્રપણે વ્યવસાય મેળવવાનું નક્કી કર્યું.
કોણ નોકરી આપે આ છોકરીને ? કેટલાકે કહ્યું કે એણે આવા બધા ખ્યાલો અને સ્વપ્નાંઓ છોડીને મર્યાદાઓ સ્વીકારી જીવવું જોઈએ. કોઈએ કહ્યું કે તમારા જેવાં વિકલાંગને નોકરી આપવામાં અમે માનતા નથી. એનું કારણ એટલું જ કે તમે બીજાની જેમ સ્કૂર્તિ અને ચપળતાથી કામ કરી શકશો નહીં. મહામહેનતે એપાર્ટમેન્ટ મેળવનારી શીલાએ આખરે નોકરી પણ મેળવી.
અઢાર વર્ષની શીલાએ એક મૂવી થિયેટરમાં કેશિયરની જવાબદારી સંભાળી. એ જ્યારે એને માટે ઇન્ટરવ્યું આપવા ગઈ, ત્યારે થિયેટરના મેનેજરને કંઈ રસ ન પડ્યો, માત્ર સહાનુભૂતિ દર્શાવવા માટે એણે એવી શંકા પ્રગટ કરી કે મૂવી થિયેટરના કેશિયર તરીકે ઝડપથી રકમ ગણવી પડે. બીજાં નાનાં-મોટાં કામ કરવાં પડે. આ સ્થાને એ કશું કરી શકે એમ નથી.
શીલાએ નોકરી માટે ન કોઈ લાચારી કરી કે ન કોઈ આજીજી બતાવી, પણ મૅનેજરને ગૌરવભેર કહ્યું, “જુઓ, આ શીલાએ અરજી કરી એનો અર્થ જ એ કે આ જવાબદારી એ પૂરેપૂરી બજાવી શકે તેમ છે. જો એમાં કોઈ મુશ્કેલી લાગી હોત કે પોતાની અયોગ્યતા જણાઈ હોત તો એણે અરજી જ કરી ન હોત.”
શીલાનો આત્મવિશ્વાસ મૅનેજરને સ્પર્શી ગયો. આખરે મૂવી થિયેટરમાં શીલાને કેશિયરની નોકરી મળી. મમ્મીના એ શબ્દો યાદ આવ્યા કે જીવનમાં કોઈ કામ અશક્ય નથી, માત્ર થોડો સમય રાહ જોવી પડે. આમ સમય જતાં શીલા એકલી એપાર્ટમેન્ટમાં રહેતી થઈ ગઈ અને આપબળે કમાતી થઈ ગઈ.
કેશિયર તરીકેની નોકરી
એ સ્વતંત્રપણે આજીવિકા ખમીરવંતી યુવતી
રળવાનો એનો પહેલો પ્રયાસ
હતો અને શીલાએ એટલી બધી નિષ્ઠાથી આ કામ બજાવ્યું કે એની પાળીમાં કામ કરતા કેશિયરોમાં એ સૌથી ઝડપી રકમની ગણતરી કરતી કેશિયર બની ગઈ !.
બાળપણમાં હોસ્પિટલના પલંગની બાજુમાં જ મૃત્યુ બેઠું છે એમ કહેનારા લોકોને સમજાયું કે શીલાએ પોતાના સ્વતંત્ર જીવનનો નકશો આગવી રીતે દોર્યો છે. હવે એ અનુસ્નાતક પદવી મેળવવાના અને કપરા દાવપેચ ધરાવતી માર્શલ આર્ટમાં આગળ વધવાનો વિચાર કરી રહી છે. સાવ અશક્ય લાગે છે. ને !
અશક્ય અને શક્ય વચ્ચે કેટલું અંતર ? એટલું છે કે શક્ય તત્કાળ સાકાર થઈ શકે છે, જ્યારે અશક્યને સાકાર કરવા માટે થોડો વિશેષ સમય જોઈએ ! સવાલ માત્ર સમયનો છે ! બાકી અશક્ય જેવું કશું છે જ નહીં ! એની ઇચ્છા કપરા દાવપેચ ધરાવતી ‘ટી ક્વોન ડો’ નામની માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટની ચરમ સિદ્ધિ મેળવવાની હતી. આનું કારણ એ કે જિંદગીમાં ઘણી નિરાશાજનક અને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થયેલી શીલાને એરિઝોના રાજ્યની
102 • તન અપંગ, મન અડીખમ
જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય ! • 103
Page #58
--------------------------------------------------------------------------
________________
નિશાળમાં વિવિધ પ્રકારની માર્શલ આર્ટ શીખવા મળી. આમાં તેને ઊંડો રસ પડ્યો અને પછી ગ્રેજ્યુએટ સ્કૂલમાંથી ઘેર પાછા આવીને માર્શલ આર્ટની વિવિધ શૈલીઓનો અભ્યાસ કરવા લાગી. કઈ માર્શલ આર્ટ એને વધુ ફાવશે, તેનો ઊંડો વિચાર કરવા લાગી અને આ બધામાં ‘ટી ક્વોન ડો’ સૌથી વધુ ગમી ગઈ. એનું કારણ એટલું જ કે આમાં એના શરીરનું કાર્ય શરીરના નીચેના ભાગ પર વિશેષ કેન્દ્રિત કરવાનું બનતું અને તેથી આ રમત તેને પસંદ પડી ગઈ.
શીલા રઝવીઝ આ રમતનો ઉપયોગ માનસિક તનાવને દૂર કરવા માટે કરતી હતી. શીલા જેમ અનોખી, એ રીતે એની જીવનકૌશલ્યની પસંદગી પણ અપૂર્વ ! એણે ‘ક્રિમિનલ જસ્ટિસ' વિષય પર પોસ્ટ ગ્રેજ્યુએટની પદવી મેળવવાનું નક્કી કર્યું. આને માટે પુષ્કળ અભ્યાસ કરવો પડે. કલાકોના કલાકો સુધી વાંચન કરવું પડે, ઘણી માહિતી એકત્રિત કરવી પડે અને એ માટે ખૂબ દોડધામ પણ કરવાની રહે. આને કારણે એના પર માનસિક તનાવ પણ રહેતો. આ તનાવને દૂર કરવાનો એની પાસે રામબાણ ઇલાજ હતો અને તે
‘ટી ક્વોન ડો’ નામની માર્શલ આર્ટ. એ માર્શલ આર્ટથી ગમે તેવી કપરી અને ઉશ્કેરાટભરી પરિસ્થિતિ સામે એ એના મનને સ્વસ્થ અને સમતોલ રાખી શકતી.
એના પગ ગોળ ગોળ ફરતા હોવાથી સમતોલન એને માટે ઘણી મહત્ત્વની બાબત બની. તમે જ કલ્પના કરો કે તમે ક્યારેય પગના ઘૂંટણને વાળ્યા વિના દાદરા ચડ્યા કે ઊતર્યા છો ખરા ? શીલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી, ત્યારે શાળામાં ઉપરના માળે જવા માટે લિફ્ટ તો ક્યાંથી હોય? આ સમયે એ એના પગ ટેકવતી ટેકવતી એક એક પગથિયું ચડતી હતી. એક ડગલું એ એને માટે કેટલીય વેદના અને અંગોની ગોઠવણ પછી સિદ્ધ થતી બાબત હતી.
એ જન્મથી જ ખભાનાં હાડકાં વગરની, કોણીથી નીચલા હાથનાં નાનાં જાડાં હાડકાં વગરની તથા કોણી અને કાંડા વચ્ચેનાં બે હાડકાંમાંનાં મોટાં અને પાતળાં હાડકાં વગરની તેમજ ઘૂંટણના સાંધા પરની ઢાંકણી વગરની હતી. એના પગ અંદરની બાજુ ગોળગોળ ફર્યા કરે, એના નિતંબો સાંધામાંથી ઊતરી ગયા હતા.
આવી છોકરીએ ત્રીજા વર્ષે પપ્પાની આંગળી પકડીને પહેલું ડગલું ભર્યું, 104 • તેને અપંગ, મન અડીખમ
ચાર વર્ષે જાતે ખાતાં અને પગના પટ્ટા તથા વૉકરની મદદથી ચાલતાં શીખી. રમતના મેદાનમાં હીંચકા ખાતાં અને માર્શલ આર્ટથી પગને મજબૂત બનાવતાં શીખી. નિશાળમાં રોલર સ્કેટિંગ શીખી અને એ શીખતી વખતે એણે બે બાબત અંગે મનમાં ગાંઠ વાળી. એક તો એ કે ઈજા પામ્યા વગર કઈ રીતે પડવું અને બીજું એ કે કોઈનીય મદદ વગર પડ્યા પછી કઈ રીતે ઊભા થવું.
એ પછી જુનિયર સ્કૂલમાં તો સોકર (ફૂટબૉલની રમત) શીખી અને હાઈસ્કૂલમાં ઘોડેસવારી શીખી. આમ જિંદગીના પડકારો સામે ચૂપ બનીને બેસી રહેવાને બદલે કે એને સ્વીકારી લેવાને બદલે શીલા સતત એનો સામનો કરતી રહી. દસ વર્ષની ઉંમરે પગનો ઉપયોગ કરીને એણે વાળ ધોતાં શીખી લીધું. પગના ઉપયોગથી માથું ધોવું તે જેવી તેવી વાત નથી. ડ્રેસિંગ કિટ વગર જિન્સની ઝિપ કેવી રીતે બંધ કરવી તે પણ શીખી લીધું અને એક હાથે પોતાના બૂટની દોરી બાંધવા લાગી. સામાન્ય માનવી આવી રીતે જીવવાનો પ્રયત્ન કરે, તો એ નિષ્ફળ જ જવાનો.
શીલાનો એક જ હેતુ હતો કે સ્વાવલંબી રીતે જીવન ગાળવું અને એને પરિણામે પોતાનું ઘર છોડીને અભ્યાસને માટે કૅમ્પમાં રહેવાનું આવ્યું તો સહેજે ગભરાઈ નહીં. આ સમયે સહાધ્યાયીઓની ઉપેક્ષાનો કડવો અનુભવ થયો. દુનિયાની કઠોર-નઠોર વાસ્તવિકતાનો પરિચય થયો. ઘણી વ્યક્તિઓએ તો એની ઘોર ઉપેક્ષા કરી, તો કેટલાકે એની ભારે મજાક ઉડાવી, પરંતુ આમાંની એકેય બાબત શીલાને એના દૃઢ નિર્ધારમાંથી ચળાવી શકી નહીં.
એણે ૨૧ વર્ષની ઉંમરે નોકરી મેળવવા પ્રયાસ કર્યો, મૂવી થિયેટરમાં સફળપણે કેશિયરની નોકરી કરી ચૂકેલી શીલાને મહેનત કરવા છતાં ભેદભાવનો સામનો કરવો પડ્યો. એ પોતાનાં સઘળાં કાર્યો જાતે કરતી હતી અને એથીય વિશેષ સમાજમાં પોતાના ઉદાહરણથી વિકલાંગ વ્યક્તિઓને માટે સ્વમાનભેર જીવવાનું વાતાવરણ ઊભું થાય તેવા લેખો લખતી હતી. આને પરિણામે સમગ્ર દેશમાં શીલાની આગવી ઓળખ ઊભી થઈ ગઈ. ક્રિમિનલ જસ્ટિસનો અભ્યાસ કરવાની સાથોસાથ એણે ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકો માટે કામ કરવું શરૂ કર્યું.
શીલાની સંઘર્ષયાત્રા ચાલતી રહી. મેસેચૂસેટ્સ પુનઃરુત્થાન કેન્દ્રે પોતાને
જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય | • 105
Page #59
--------------------------------------------------------------------------
________________
ત્યાં બોલાવીને એને એની સાહસિકતા માટે ધન્યવાદ આપ્યા, એટલું જ નહીં, બર્લ્ડ કાર ભેટ આપી. ત્રેવીસ વર્ષની ઉંમરે શીલા પગથી કાર ચલાવતાં શીખી ગઈ અને આજે એ નિરાંતે પોતાના ડાબા પગથી કાર ચલાવે છે. આને માટે એને ખાસ લાઇસન્સ પણ આપવામાં આવ્યું.
આ બધાનું પરિણામ એ આવ્યું કે એને બધે ફરવાની મોકળાશ મળી ગઈ. એ એરિઝોના રાજ્યમાં ક્રિમિનલ જસ્ટિસના અભ્યાસને માટે ગઈ, ત્યારે વળી એક નવો પડકાર ઊભો થયો. અમેરિકાના દરેક રાજ્યમાં વાહન અંગે પોતપોતાના અલાયદા નિયમ હોય છે અને તેથી અહીં કાર ચલાવવાનું લાઇસન્સ મેળવવું હોય તો શીલાને ટેસ્ટ આપવો પડે તેમ હતો. એ વિકલાંગ હોવાથી એની અરજી નામંજૂર કરવામાં આવી. ત્રણેક મહિના સુધી એણે મહેનત કરી, પરંતુ કોઈએ એની વાત કાને ધરી નહીં. આથી અંતે એણે ન્યાયાલયનો આશરો લીધો અને એરિઝોના રાજ્યમાં કાર ચલાવવાનું લાઇસન્સ મેળવ્યું.
એ અભ્યાસની સાથોસાથ માર્શલ આર્ટ શીખતી રહી અને અંતે ૨૦૧૦માં એને ‘બ્લેક બેલ્ટ' મળ્યો. એની માર્શલ આર્ટની સ્કૂલ શીલાને માટે ગૌરવ અનુભવવા લાગી. માત્ર બે વર્ષમાં જ શીલાએ માર્શલ આર્ટનો સમગ્ર અભ્યાસક્રમ પૂરો કર્યો. આ અભ્યાસક્રમમાં જરૂરી ટાઇપિંગ એણે પૉઇન્ટરની મદદથી કર્યું. વળી આ માર્શલ આર્ટ શીખવામાં એને ખૂબ આનંદ આવતો હતો અને એની હાર નહીં સ્વીકારવાની ધગશે બ્લેક બેલ્ટ મેળવવાની ઘણી લાંબી પ્રક્રિયામાં એને સફળતા આપી.
અનુસ્નાતક પદવી અને માર્શલ આર્ટમાં નિપુણતા મેળવ્યા પછી શીલાએ એક નવી દિશામાં પદાર્પણ કર્યું. પોતાની જિંદગીનો જંગ જીતી ગયેલી શીલાએ આવી રીતે સંઘર્ષ ખેડી રહેલા અન્ય વિકલાંગોને સહાયભૂત થવાનો વિચાર કર્યો. એની પાસે જીવનમાં આવતા પડકારોની લાંબી સુચિ હતી અને એ પડકારોને ઓળંગવાની વર્ષોની મહેનત પછી મેળવેલી સિદ્ધિ પણ હતી. એણે વિચાર્યું કે પોતે પદવી અને નોકરી તો મેળવી છે, પરંતુ હવે બીજી વ્યક્તિઓની આંખનાં આંસુ લૂછવાં છે. પોતાને અસહાય માનીને લાચાર અને નિરાધાર બની ગયાં છે, તેમને સ્વતંત્રપણે જીવતાં શીખવવું છે.
માર્શલ આર્ટનો દાવ શીખતી શીલા રડઝવીઝ પોલેન્ડના એક યુવકે ગંભીર અકસ્માતમાં બંને હાથ ગુમાવી દીધા હતા. હવે કરવું શું? હાથ વિના પોતાની જિંદગીને નિરાધાર અને મજબૂર માનનારા એ યુવક પાસે શીલા પહોંચી ગઈ અને એણે પગ પાસેથી હાથનું કામ કેવી રીતે લેવું તે શીખવ્યું. એની સાથે કલાકો સુધી વાતો કરી અને એના આત્મવિશ્વાસને જગાવવાની સાથોસાથ એણે કેટલીય યુક્તિ-પ્રયુક્તિઓ શીખવી. આવી જ રીતે એક વાર શીલા પોતે જે લક્ષણોથી પીડાતી હતી તે ‘ટાર'ની વ્યાધિથી પીડાતું એક બાળક આવ્યું. શીલાએ એને આશ્વાસન અને માર્ગદર્શન આપ્યું. આ રોગની સામે લડતાં શીખવ્યું અને વિશેષ તો શીલાએ એ બાળકમાં જીવન જીવવાની નવી આશા જગાવી.
આજે બત્રીસ વર્ષની ઉંમરે શીલા ભર્યું ભર્યું જીવન જીવી રહી છે. શારીરિક મર્યાદાઓને પાર કરીને એણે અનેક ક્ષેત્રોમાં પોતાનું કૌશલ હાંસલ કર્યું છે. કોઈને કલ્પના પણ ન આવે એવાં કાર્યો કરવાનો શીલા મનસૂબો ઘડે છે અને પછી એ મનસુબો પાર પાડવા માટે અથાગ પુરુષાર્થ કરે છે. આમાં નિરાશાનાં કેટલાંય વાવાઝોડાં આવે, કેટલીય આપત્તિઓ માથા પર વીંઝાય, વણકઘેલી કેટલીય મુશ્કેલીઓ એની સામે મોં ફાડીને ઊભી રહે, ત્યારે શીલા એ જોઈને નાસીપાસ થવાને બદલે પોતાના ભીતરના ખમીરને પોકાર કરે છે.
106 • તન અપંગ, મન અડીખમ
જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય ! • 107
Page #60
--------------------------------------------------------------------------
________________
કદી હારી ખાવું નહીં !
TIMES
એની અંદર રહેલા અદમ્ય લડાયક જુસ્સાને એ જગાડે છે. જેના પગ સ્થિર રહી શકતા નહોતા એવી શીલા નિરાંતે લટાર લગાવી શકે છે અને જરૂર પડે પોતાના વાહનને ‘કિક' પણ મારી શકે છે.
શિક્ષણ અને રમતગમતમાં કામયાબી મેળવ્યા પછી શીલાને સાવ નવો શોખ જાગ્યો. એને સ્ટેજ પર નૃત્ય કરવું હતું. વાદ્ય વગાડવામાં નિપુણતા મેળવવા માટે સંગીતમંડળીમાં સામેલ થઈ. આજે એમાં ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓનું પ્રચલિત વાદ્ય ડીડગેરીડ઼ શીલા વગાડે છે, એટલું જ નહીં પણ સમય મળે બેલી ડાન્સ પણ કરે છે. એથીય આગળ વધીને માર્શલ આર્ટ શીખનારી આ સાહસિક છોકરીએ સળગતી મશાલ સાથે નૃત્ય કરવાની આગવી સિદ્ધિ હાંસલ કરી છે.
શીલાની જિંદગી એ જ પ્રેરણાનો ધોધ છે અને તેથી તે અનેક સ્થળોએ જઈને પ્રેરણાદાયી વક્તવ્યો આપે છે. ખાસ કરીને પોતાની જેમ ‘ટાર'ના ભયાવહ વ્યાધિથી પીડાતાં લોકોને પ્રોત્સાહિત કરે છે, પણ સાથોસાથ એ માને છે કે એની જિંદગીની આવી સફળતાનો મુખ્ય યશ તો એનાં મમ્મી-પપ્પા, પરિવારજનો, મિત્રો અને વિકલાંગોને સહાય કરતાં ધાર્મિક કેન્દ્રો છે. એ કહે છે કે આ બધા વિના એ જિંદગીમાં કદાચ ક્યારેય ચાલી શકી ન હોત. ડ્રાઇવિંગ કરવાની કલ્પના સ્વપ્નવત્ હોત અને સ્વતંત્ર રીતે જીવન જીવવાની વાત તો અશક્ય જ બની ગઈ હોત.
આજે બત્રીસ વર્ષની શીલા માત્ર વિકલાંગો માટે જ નહીં, બલકે નિરાશ, નિષ્ફળ, હતાશ એવાં લોકોને માટે પણ શક્તિ અને કૌશલ્ય જગાડતું પ્રેરણાસ્થાન બની ગઈ છે.
13
રોજ પ્રભાત ઊગે અને જોગે નવા ઉત્સાહ સાથે દિવસનો પ્રારંભ કરે છે. આવું રોમાંચક જીવન પામ્યાનો અનુગ્રહ અનુભવે છે. જીવવાનો અદમ્ય ઉલ્લાસ અને સ્કૂર્તિવંત, ચેતનવંત અને પૉઝિટિવ રાખે છે. સવારે ઊઠે, ત્યારે એને ખબર હોતી નથી કે આખા દિવસમાં એને ‘પંથ શી આફત ખડી છે ?” કારણ કે એને માટે જીવનની પ્રત્યેક સમસ્યા એ હર્ષભેર દોડીને હસ્તધૂનન કરવાની પ્રક્રિયા છે. એના ચહેરા પર સવારે જે હાસ્ય હોય છે, તે જ આખો દિવસ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ રમતું રહે છે. માત્ર ૧૮ મહિનાનો હતો, ત્યારે પનામામાં વસતા જોર્ગેને એવા ગંભીર ઇન્વેક્શનનો સામનો કરવો પડ્યો કે તાત્કાલિક એના બંને હાથ અને બંને પગ ઑપરેશન કરીને કાપી નાખવા પડે તે જરૂરી હતું. નહીં તો એના
જોર્ટે ડિક્સન
108 • તન અપંગ, મન અડીખમ
Page #61
--------------------------------------------------------------------------
________________
શરીરનું રુધિરાભિસરણ તંત્ર સ્થગિત થઈ જાય તેમ હતું.
જોગેએ ઑપરેશન કરાવ્યું. કિંતુ પનામા વસતાં એનાં માતાપિતા આ બાળકની વિશિષ્ટ જરૂરિયાતો અને યોગ્ય જાળવણી રાખી શકે તેમ નહોતાં, આમ છતાં એમણે પેટે પાટા બાંધીને બાળકને ઉછેરવાની કોશિશ કરી, જોર્ગે એમના ત્રણ પુત્રોમાં સૌથી નાનો પુત્ર હતો. એના કૃત્રિમ પગ જ સત્યાવીસ હજાર ડૉલરના આવતા હતા. પનામામાં વસતાં એનાં માતાપિતાએ ‘હીલિંગ ધ ચિલ્ડ્રન ન્યૂજર્સી” નામની સંસ્થાને મદદ કરવા માટે વિનંતી કરી. આ સંસ્થા દ્વારા જોર્ગેના જીવનમાં એક નવો વળાંક આવ્યો. આમેય જોર્ગેના જીવનનો સિદ્ધાંત હતો ‘નેવર ગીવ અપ' (કદી હારી ખાવું નહીં).
ન્યૂજર્સીમાં વસતા ડિક્સન કુટુંબે જોર્ગને દત્તક લેવાનું નક્કી કર્યું. જ્હોન અને પાયે ડિક્સન દંપતી એ એવું યજમાન કુટુંબ હતું કે જે ખાસ જરૂરિયાતવાળાં વિકલાંગ કે અનાથ બાળકોને દત્તક લેતું હતું. આ અગાઉ એમણે ડોમિનિકન રિપબ્લિક રાજ્યની બે બાળકીઓને પણ દત્તક લીધી હતી. જ્યારે જોર્ગને દત્તક લેવાનો પ્રસ્તાવ એમની સામે આવ્યો, ત્યારે એ થોડા વિચારમાં પડ્યાં. હાથ અને પગ વિનાના બાળકને જાળવીશું કઈ રીતે ? એને
એરપોર્ટ પર લેવા ગયાં, ત્યારે આ દંપતીના મન પર ચિંતાનો મોટો બોજ હતો, પરંતુ એ બોજ તરત જ દૂર થઈ ગયો, કારણ કે આ દંપતીને જોર્ગે સાથે જાણે ‘પહેલી નજરે પ્રેમ ' થઈ ગયો.
ડિક્સન દંપતીને ઘેર એ વસવા લાગ્યો. દત્તક લેવાની પ્રક્રિયામાં ત્રણેક વર્ષ પસાર થઈ ગયાં. સોળમા વર્ષમાં જોગે પ્રવેશે તે પહેલાં એની અટકમાં પરિવર્તન થયું. ગર્જાલેસને બદલે એ ડિક્સન બન્યો. આમ છતાં આજે પણ એ પોતાના પનામામાં વસતાં માતાપિતાને ભુલ્યો નથી અને એમના તરફ પણ એ આદર ધરાવે છે, કારણ કે એમણે પણ એને દત્તક આપીને પોતાના પ્રેમનું સમર્પણ' કર્યું છે. એમણે એને દત્તક આપવાના કરેલા વિચારને માટે એ માતાપિતાની પસંદગીને દાદ આપે છે અને તેમનો આભાર માને છે.
જોગે જહોન ડિક્સનનાં પાંચ બાળકોના કુટુંબનો સભ્ય બન્યો અને ધીરે ધીરે એની નિશાળમાં એ એની મહેનત અને સ્કૂર્તિથી માંચેસ્ટર રિજિયોનલ હાઈસ્કૂલની ફૂટબૉલ ટીમનો અગ્રણી ખેલાડી બની ગયો.
બે હાથ અને બે પગ વિના ફૂટબૉલની રમતમાં પહેલી વાર જ્યારે એ કોચ સાંચેઝ પાસે શીખવા આવ્યો, ત્યારે ખુદ કોચને આશ્ચર્ય થયું હતું કે જોર્ગે કઈ રીતે ફૂટબૉલ રમી શકશે ? પરંતુ એણે કહ્યું કે ‘તમે મને ૨મતો જોશો, ત્યારે મારામાં વિશ્વાસ મૂકશો.’ એનો કોચ સાંચેઝ પણ એની રમત પર ખુશ થઈ ગયો અને એ પછી જર્ગે જુનિયર યુનિવર્સિટી ટીમના ફોરવર્ડ ખેલાડી તરીકે જોશભરી દોડ લગાવીને ગોલ નોંધાવવા લાગ્યો. એની રમતની સૌથી મોટી વિશેષતા એ છે કે એ પરિસ્થિતિને પોતાના પર હાવી થવા દેતો નથી, બલકે એ પ્રત્યેક કપરી પરિસ્થિતિને પૉઝિટિવ દૃષ્ટિએ જોઈને એમાંથી એનો ઉકેલ શોધતો હોય છે. આજે કોચ સાંચેઝ કહે છે કે એણે ગયા વર્ષે જેટલા ગોલ કર્યા હતા, એનાથી વધારે ગોલ આ વખતે કર્યા છે.
આ ઉપરાંત નવરાશના સમયમાં એ બાઉલિંગ નામની રમત પણ ખેલતો હોય છે. અત્યારે કૉલેજનો અભ્યાસ કરતો જોર્ગે સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે જાપાન જવાનો અને બાર્સેલોનાની પોતાની મનપસંદ ટીમની રમત જોવા માટે સ્પેન જવાનો ઇરાદો સેવે છે. અને સમય જતાં એ બંને હાથપગ વિનાના વિજીસીસની માફક પ્રેરણાદાયી (મોટિવેશનલ) વક્તા બનવા માગે છે. પણ
110 • તન અપંગ, મન અડીખમ
કદી હારી ખાવું નહીં ! • ill
Page #62
--------------------------------------------------------------------------
________________
હલેસાં વિના ચાલતી હોડી
સાથોસાથ એ પોતાને સહેજેય વિકલાંગ માનતો નથી, કારણ કે બધા લોકો એની સાથે સામાન્ય માનવી જેવો જ વર્તાવ રાખે છે અને એ પણ સૌની સાથે સમાન ભાવ અને સંબંધ રાખીને પોતાનું કામ કરે છે.
વળી ફૂટબૉલની મેચમાં પણ જોર્ગે જ્યારે લૉકર રૂમમાં પોતાના ખેલાડીઓ સાથે હોય, ત્યારે એનો ઉત્સાહ એના સાથી ખેલાડીઓમાં નવી પ્રેરણાનો સંચાર કરે છે. એના સાથી ખેલાડીઓ એને ‘રોલ માંડલ' માને છે. લોકોને તે કહે છે, કે આપણો પ્રત્યેક દિવસ એ આપણા પર વરસેલો આશીર્વાદ છે અને તેથી એને આનંદભેર માણવો જોઈએ.
જોર્ગેની હાઈસ્કૂલના આચાર્ય ટિમ સ્વિકાર્ટ પણ પોતાના આ પ્રિય વિદ્યાર્થી વિશે એમ કહે છે કે, ‘એક વાર એ મનમાં નક્કી કરી લે છે, પછી કોઈ પણ બાબત એને અટકાવી શકતી નથી.'
એક વાર ફૂટબૉલની એક રમતમાં જોર્ગના કત્રિમ પગમાં બીજા ખેલાડીના પગની આંટી આવી ગઈ. એને પરિણામે એના કૃત્રિમ પગ નકામા થઈ ગયા. એ સમયે એ કૃત્રિમ પગ માટેનો ફાળો ડિક્સનના કહેવાથી ચર્ચના ભાઈબહેનોએ એકત્રિત કરી આપ્યો. આ બધું બન્યું તેમ છતાં જોગે એક ક્ષણ પણ વ્હીલચૅરમાં બેસીને જીવવાનો વિચાર કર્યો નથી. આજે ફૂટબૉલના મેદાન પર જોગે છવાઈ ગયો છે. જિંદગીનો પ્રત્યેક દિવસ કૉલેજના વર્ગખંડમાં હોય કે પછી ફૂટબૉલના મેદાન પર હોય, પણ એને ઉત્સવ તરીકે ઊજવી રહ્યો છે.
જિંદગી તમને છેક આકાશમાં ઊંચે ઉછાળીને ઊંધે માથે ધરતી પર પટકી દે કે પછી સંજોગો જ એવા સર્જાય કે આખું જીવન અંધકારમય બની જાય, ત્યારે પણ એ પછડાટ ખાઈને ઊભા થવાનો અને આગળ વધવાનો હોંસલો ધરાવનાર કોઈ ને કોઈ માર્ગ શોધી કાઢે છે. ચોપાસ ઘોર અંધારું હોય, ત્યારે ક્યાંક એકાદ અજવાળાનું કિરણ દેખાઈ આવે અને એને પકડી લઈને જે આગળ વધે, તો એના જીવનમાં પ્રકાશ રેલાતો હોય છે.
આજથી પંદર વર્ષ પહેલાં ચીનની કીયાન હોંગયાન નામની નાનકડી બાળા ઝુઆંગભંગ શહેરના ખીચોખીચ રસ્તાને ઓળંગતી હતી. આ સમયે એકાએક પુરપાટ દોડતી ટ્રક આવી અને કીયાન પર ફરી વળી. એની સાથે એની માતા ઝહુ હ્યુન
કીયાન હોંગયાન
112 • તન અપંગ, મન અડીખમ
Page #63
--------------------------------------------------------------------------
________________
પિંગે પોતાની ચાર વર્ષની દીકરી પરથી મસમોટાં પૈડાં પસાર થતાં જોયાં અને એ ધ્રૂજી ઊઠી. એ ક્ષણે એ ટ્રકની બીજી બાજુ હતી અને એને અટકાવી શકે એવી કોઈ શક્યતા નહોતી. કીયાનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એણે બંને પગ ગુમાવી દીધા હતા, એથીય વધારે જીવનની સઘળી આશા ખોઈ બેઠી હતી.
કીયાન જાગી ત્યારે એને એમ લાગ્યું કે એના પગ બરફ જેવા સાવ ઠંડાગાર બની ગયા છે. એણે એની માને બૂટ પહેરાવવાનું કહ્યું. માતાની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી, એ કશું બોલી શકી નહીં. ધીરે ધીરે કીયાનને સમજાયું કે એની હાલત એવી છે કે હવે એને મોજાં કે બૂટ પહેરવાનાં નથી. અરે ! પેન્ટ પહેરવાની પણ જરૂર નહીં પડે. બંને પગ કપાઈ ગયા પછી એ પહેરે ક્યાં ? પરંતુ કીયાનના મનમાં એક વાત સતત ઘૂમરાતી હતી. એ માનતી કે તમારી પાસે જે કંઈ છે તેમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરશો તો સુખ મળી રહેશે.
બે વર્ષ સુધી તો એ બેસી શકતી નહોતી. વહીલચૅરમાં બેસી શકે એટલી શક્તિ પણ એના શરીરમાં નહોતી, એ કસ્માત પછી એની કમરના સાંધા અને પાંસળીના સાંધાને દૂર કરવામાં આવ્યા અને એના અણિયાળા થાપા સાથે એ બહાર આવી હતી. પગ તો કાપી નાખવા પડ્યા હતા અને માત્ર પોતાના થાપાના સહારે એ ઘસડાઈને માંડ માંડ ચાલવાની મથામણ કરતી હતી.
જિંદગીભર એ હવે જાતે ચાલી શકે એવું રહ્યું નહોતું. એક ઝાંખી શક્યતા હતી અને તે એ કે જો એ પ્રોસ્થેટિક અવયવો લગાવે, તો ચાલી શકે ખરી, પરંતુ આને માટે કેટલાંય પરેશન કરાવવાં પડે. જ્યારે કીયાનના કારખાનામાં કામ કરતા પિતાનો મહિને વીસ ડૉલર જેટલો પગાર હતો ! આવું ગરીબ સામાન્ય કુટુંબ ક્યાંથી એક મિલિયન ડૉલર જેટલો ખર્ચો કરીને ઑપરેશન કરાવે ?
ગરીબ કુટુંબનું આટલું ગજુ નહોતું, પરંતુ એમના દિલમાં દીકરી માટે અપાર મમતા હતી. એ કઈ રીતે હાલીચાલી શકે એનો વિચાર કરતા હતા. એવામાં એના દાદા યુઆને બાળકોને બાસ્કેટ-બૉલથી ખેલતા જોયા અને એના મનમાં એક ચમકારો થયો. દાદાએ વિચાર્યું કે દીકરીને મારે ગમે તે ભોગે ચાલતી કરવી છે. એમણે નકામા બની ગયેલા બાસ્કેટબૉલને અડધેથી કાપ્યો, એને ઊંધો કર્યો, અંદરના ખાડાવાળા ભાગમાં પંડ મૂકીને કીયાનને પહેરાવી
કમરથી પગ વગરની કીયાન હોંગયાન જોયો. કીયાનને પોતાના શરીરના નીચેના ભાગમાં કશુંક સળવળતું લાગ્યું. એણે હેજ ચાલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તરત જ ગબડી પડી. ફરી ઊઠી, એણે બીજી વાર ચાલવાનો પ્રયત્ન કર્યો. આ વખતે એણે સમતોલન ગુમાવ્યું નહીં અને ધીરે ધીરે ખસીને ચાલવાની શરૂઆત કરી.
એવામાં દાદા યુઆને વિચાર્યું કે ચાલવા માટે તો બંને પગનું સમતોલન જરૂરી છે. આથી એમણે લાકડાના હેંડલવાળી બે જોડી બનાવી, જેનાથી હાથ પકડીને સમતોલન રાખી શકાય અને પછી દડો ઊછળે એમ ઊછળીને આગળ ખસી શકાય.
કીયાન ચાલી શકશે એ બાબતમાં મેડિકલ સાયન્સે તો નિષ્ફળતા સ્વીકારી લીધી હતી, પરંતુ દાદાની સામાન્ય બુદ્ધિએ એક નવો જ ચમત્કાર સર્યો. કીયાન બાસ્કેટ બૉલના સહારે ઊછળતી - કૂદતી મિત્રો સાથે હરવા-ફરવા લાગી. એનામાં પ્રબળ આત્મવિશ્વાસ હતો અને એ આત્મવિશ્વાસને કારણે જ અંધારઘેરી જિંદગીમાં આશાભરી આગળ વધતી હતી. એ ઘસડાઈને ચાલવા લાગી એટલે એને નિશાળે જવાનો વિચાર આવ્યો અને ધીરે ધીરે નિશાળે જવા લાગી.
બાસ્કેટ બોલ કીયાનને બહુ ગમ્યો. વળી આ બાસ્કેટ બૉલને કારણે તો એ થોડીક ચાલતી થઈ હતી. આથી એણે વિચાર્યું કે મારે બાસ્કેટ બૉલ ખેલવું
હલેસાં વિનવા ચાલતી હોડી • 115
1l4 • તન અપંગ, મન અડીખમ
Page #64
--------------------------------------------------------------------------
________________
બાસ્કેટ બૉલથી ચાલતી ‘બાસ્કેટ બૉલ ગર્લ’ કીયાન હોંગયાન
છે અને પછી હાથ વડે કૂદતી અને હાથથી બૉલને ઉછાળીને બાસ્કેટ બૉલ રમવા લાગી. આમાં ઘણી વાર એ ગબડી પડતી, પરંતુ એનાથી સહેજે મૂંઝાયા વિના મનોબળથી માર્ગ કાઢતી હતી.
દાદાએ બનાવેલા બાસ્કેટ બૉલને આધારે કીયાન આજે પણ ચાલી રહી છે અને હસતાં હસતાં કહે છે કે અત્યાર સુધીમાં એણે છ જેટલા બાસ્કેટ બૉલ ઘસી નાખ્યા છે !
| મિત્રો સાથે ખેલતી કીયાનને એમની જેમ નિશાળે જવાનું મન થતું, પણ નિશાળે જવું કઈ રીતે ? કીયાન ૧૧ વર્ષની થઈ. એણે નક્કી કર્યું કે ગમે તે થાય, પણ નિશાળે તો જઈશ જ. કોઈને એમ થતું કે કીયાનની હાલત કેવી થશે? વિઘાર્થીઓની ઠઠ્ઠા-મજાકનો કેવો ભોગ બનશે ? એની લાચારીથી એ અકળાઈ તો નહીં જાય ને ? પણ કીયાનમાં અજબ ઉત્સાહ હતો, અડગ મનોબળ હતું. પરિસ્થિતિથી પરાજિત થવામાં સહેજે માનતી નહીં. એનો અદમ્ય ઉત્સાહ બે પગ કપાઈ ગયા, છતાં જળવાઈ રહ્યો હતો. એ જ ઉત્સાહથી કીયાન નિશાળે જવા તૈયાર થઈ. એણે નક્કી કર્યું હતું કે ગમે તે થાય પણ મારે. નિશાળે ભણવા તો જવું છે.
જિંદગી ભલે ગમે તેટલી મુશ્કેલ અને કઠિન હોય, તેમ છતાં જો આશા છોડ્યા વગર સામનો કરીએ, તો સ્વપ્નસિદ્ધિનાં દ્વાર કદી બિડાતાં નથી. ૨00૫માં ચીનનાં અખબારોમાં અભુત હિંમત દાખવનારી કીયાનની જીવનકથા તસવીરો સાથે પ્રગટ થઈ. આ સમયે બેજિંગના રિસર્ચ સેન્ટરે વિનામૂલ્ય એને કૃત્રિમ પગ બેસાડવાની તૈયારી બતાવી. કીયાનને રિહેબિલિટેશન કેન્દ્રમાં કૃત્રિમ અવયવો બેસાડવા માટે લાવવામાં આવી, ત્યારે એના મનની મક્કમતા જોઈને સહુ કોઈ ખુશ થયા.
પ્રોસ્થેટિક પગ બેસાડ્યા પછી તો કીયાન ચીનની એક પ્રસિદ્ધ વ્યક્તિ બની ગઈ. બાસ્કેટ બૉલ ખેલતી કીયાનને વળી એક નવું સ્વપ્ન આવ્યું. એને સ્વિમિંગ કરવાની ઇચ્છા થઈ. ૨૦૦૭ના મે મહિનામાં ચીનનો સાતમો રાષ્ટ્રીય ખેલકૂદ મહોત્સવ યોજાયો, ત્યારે કીયાન રોજ એ રમતો જોવા જતી હતી. આ સમયે એણે અદમ્ય હિમ્મત અને દઢતાથી ખેલતા વિકલાંગોને પણ જોયાં. પોતાની શારીરિક મર્યાદાઓ પાર કરીને વિક્રમી સિદ્ધિઓ મેળવનારા લોકોને
જોઈને એણે મનમાં સ્વિમિંગમાં ઝુકાવવાનો અફર નિર્ણય કર્યો.
એનાં માતા-પિતા જાણતાં હતાં કે પગ વગર તરવું, એ કીયાનને માટે મોટા પડકાર સમી બાબત છે. હલેસાં વિના હોડી ચાલી શકે ખરી? કીયાને ખાસ પ્રકારની ટ્રેનિંગ લીધી. એ તરતી હતી અને એના ખભા પર શરીરનું સમતોલન રહેતું હતું. તરણ સ્પર્ધામાં આગળ ધપવું એ કોઈ જેવીતેવી વાત નહોતી. રોજ ચાર કલાક જેટલી મહેનત કરતી, ધીરે ધીરે વિકલાંગો માટેની સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડી અને પછી તો દેશને ગૌરવ અપાવે એવા ચંદ્રકો પ્રાપ્ત કરવા માંડી.
કીયાનની સફળતાએ ચીનના લોકોની વિચારધારા બદલી નાખી. ચીનમાં અપંગોની ઉપેક્ષા થતી હતી. એમને બીજી કક્ષાના નાગરિક ગણવામાં આવતા હતા. અપંગોને લાચાર દશામાં જીવવું પડતું હતું. આ સમયે કીયાનને જોઈને સહુને ખ્યાલ આવ્યો કે વિકલાંગોમાં પણ અખૂટ શક્તિ ભરેલી છે. એમની શક્તિ પ્રગટ કરવા માટે મદદ કરવાની જરૂર નથી. માત્ર ઉત્સાહની એમને જરૂર હોય છે. પ્રોસ્થેટિક પગ સાથે જાગેલા આત્મવિશ્વાસથી કીયાન સફળતાનાં એક
હલેસાં વિનવા ચાલતી હોડી • 17
116 • તન અપંગ, મન અડીખમ
Page #65
--------------------------------------------------------------------------
________________
કેટલાક એને ‘સુપર વુમન' કહે છે. અને એ ‘સુપર વુમન' એ રીતે કે કારમી ગરીબી હોય, સારવાર માટે કશી આર્થિક સગવડ ન હોય અને તેમ છતાં કાદવમાંથી કમળ પ્રગટે, એ રીતે એ વિપરીત પરિસ્થિતિને બાજુએ હડસેલીને કમળના ફૂલ જેવી તાજગીભરી અને સદાય હસતી કીયાન હોંગયાન આજે એ સાબિત કરી રહી છે કે બધા અવયવો ધરાવનાર સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ જેટલી કાબેલિયત એનામાં છે અને એનાથીય વધારે તો અશક્યને શક્ય કરનારું પ્રચંડ મનોબળ એની પાસે છે. પછી મુશ્કેલીઓની શી વિસાત ?
પછી એક શિખરો સર કરવા લાગી. ૨૦૦૯માં ચીનમાં યોજાયેલી વિકલાંગો માટેની રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં કીયાને ભાગ લીધો. ૨00૯માં એણે વિકલાંગો માટેની રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ચેમ્પિયનશિપ મેળવી અને સાથે ત્રણ ચંદ્રકો પણ પ્રાપ્ત કર્યા.
પરંતુ એની ઇચ્છા તો લિમ્પિક ગેમ્સમાં કામયાબી મેળવવાની હતી. રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ચેમ્પિયનશિપ અને ચંદ્રકો મેળવ્યા, પણ હવે વિશ્વકક્ષાએ સિદ્ધિ મેળવવી હતી.
- તરણ સ્પર્ધામાં વિજય મેળવવા માટે એણે આકરી મહેનત શરૂ કરી. પગ વિનાની આ છોકરી દિવસના બે હજાર મીટર જેટલું તરતી હતી. વળી શરીરને બરાબર કસવા માટે કસરત, ડમ્બેલ્સ અને ઊઠબેસ કરતી હતી. જિંદગી પ્રત્યેનો એનો હકારાત્મક અભિગમ જોઈને બીજા ખેલાડીઓ ઉત્સાહ અનુભવતા. કીયાનનું શમણું તો પિરાલિમ્પિક (વિકલાંગો માટેની ઑલિમ્પિક) સ્પર્ધામાં ભાગ લઈને વિશ્વવિજેતા બનવાનું હતું. પોતાના આ સ્વપ્નને સાકાર કરવા માટે એણે રાતદિવસ એક કર્યા.
એક સમયે ૧.૨૭ મીટરની ઊંચાઈ ધરાવતી કીયાન આ પ્રોસ્થેટિક પગોને કારણે ૧.૬૪ મીટરની ઊંચાઈ ધરાવતી થઈ ગઈ અને અકસ્માતનાં ચૌદ વર્ષ બાદ તો દુનિયા આખી વિકલાંગ કીયાનની સિદ્ધિઓ પર ખુશ થવા માંડી. કઈ સ્થિતિમાં કીયાન ભાગ લે છે એ કલ્પવું પણ મુશ્કેલ છે. કેટલી નિષ્ફળતાઓ સામે આવતી હશે ? કેટલીય વાર લાચારીનો અહેસાસ થતો હશે ? અમુક કામ ન થાય તો એ છોડી દેવાનો ઇરાદો પણ જાગતો હશે, પણ આ બધી બાબતોને પાર કરનારી કીયાન માનવીય મનોબળમાં રહેલા શ્રેષ્ઠ સામર્થ્યનું એક જીવંત ઉદાહરણ બની ગઈ.
ક્યારેય કીયાનના ચહેરાને જુઓ તો એ સહેજે નિરાશ કે નિસ્તેજ નહીં હોય, એના ચહેરા પર મધુર હાસ્ય સદાય રમતું હોય છે. દુર્ઘટનામાં પોતાના બંને પગ ગુમાવનારી કીયાન પર આજે આખું ચીન વારી ગયું છે. ચીનના યુનાન પ્રાંતમાં રહેતી કિયાનું પહેલાં એ ‘બાસ્કેટ બૉલ ગર્લ' તરીકે ઓળખાતી હતી. આજે એ રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનારી ખેલાડી તરીકે મશહૂર છે.
18 • તન અપંગ, મન અડીખમ
હલેસાં વિનવા ચાલતી હોડી • 119.
Page #66
--------------------------------------------------------------------------
________________
15
જેમી ઍન્ડ્ર્યુ
ઝૂકે તે જેમી નહીં !
ક્યારેક ભૂતકાળનો દોર છેક વર્તમાનકાળ સુધી લંબાતો હોય છે. આજની કોઈ ઘટના ગઈકાલના બનેલા પ્રસંગની યાદ મનમાં પુનઃ જગાડે છે.
ભૂતકાળના પડદાને જરા ઊંચકીએ! એ સમયે ફ્રાંસના લશ્કરી સલાહકારનો હોદ્દો ધરાવતા નેપોલિયનના નેતૃત્વ હેઠળ ઑસ્ટ્રિયા, પ્રશિયા વગેરે યુરોપીય સત્તાઓ સાથે ઘર્ષણમાં આવ્યું હતું. ૧૭૯૬માં સાધનસામગ્રીનો અભાવ હોવા છતાં
નેપોલિયને ઑસ્ટ્રિયાના સૈન્યોને પરાજય આપ્યો. એ પછી એ આલ્પ્સ પર્વતની પાસે છાવણી નાખીને પડ્યો હતો. પોતાની વિશાળ સેના સાથે આલ્પ્સ પર્વત પાર કરીને આગળના પ્રદેશો જીતવાની મહત્ત્વાકાંક્ષા સાથે એ આગળ વધતો હતો, પરંતુ આ અત્યંત ઊંચો અને અતિશય ઠંડું
હવામાન ધરાવતો દક્ષિણ-મધ્ય યુરોપમાં કમાન આકાર ધરાવતો એ વિશાળ પર્વત કઈ રીતે પાર કરવો, એનો એને કોઈ અંદાજ આવતો નહોતો.
ચોપાસ ઘૂમતા નેપોલિયનને આ પર્વતની નજીક આવેલા એક ગામડાની નાની સરખી ઝૂંપડી દેખાઈ. નેપોલિયને એ ઝૂંપડીનું બારણું ખખડાવ્યું. એમાંથી એક વૃદ્ધા બહાર આવી.
નેપોલિયને પોતાની ઓળખ આપતાં કહ્યું, “હું ફ્રાંસના લશ્કરનો સલાહકાર નેપોલિયન આલ્પ્સ પર્વત પાર કરીને મારી વિજયકૂચ આગળ ધપાવવા ચાહું છું, પરંતુ આ પર્વતને પાર કરવાના કોઈ આસાન માર્ગની તમને ખબર હોય, તો તમે કહો. હું હજી ગડમથલમાં છું કે કઈ રીતે આ આલ્પ્સ પર્વતને ઓળંગવો ?”
ગરીબ વૃદ્ધાએ નેપોલિયન સામે દયાભરી દૃષ્ટિએ જોઈને કહ્યું, “જુઓ ! અત્યારે જ આલ્પ્સ પાર કરવાનો તમારો વિચાર માંડી વાળો. કેટલાય લોકોએ કોશિશ કરી, પણ પરિણામમાં ઘણાએ પ્રાણ ગુમાવ્યા છે. જો તને તારો અને તારા સૈનિકોનો જીવ વહાલો હોય, તો પાછો ફરી જા, નહીં તો આલ્પ્સની પર્વતમાળા પર તું કમોતે મરીશ.”
વૃદ્ધાના શબ્દો સાંભળીને નેપોલિયન ઉત્સાહથી ઊછળી ઊઠ્યો. એણે કહ્યું, “માજી ! તમારા શબ્દોએ તો મારા ઇરાદાને લોખંડી બનાવી દીધો. આવી મુસીબતો જાણીને આલ્પ્સને ઓળંગવાનો મારો પડકાર વધુ દૃઢ બની ગયો. મુશ્કેલીઓના વર્ણને મારામાં જબરો જુસ્સો જગાડી દીધો. પડકાર મને ગમે છે. અશક્યને શક્ય બનાવવું એ મારો શોખ છે. હવે હું આલ્પ્સને ઓળંગીને જ રહીશ.”
પોતાની વાતનો આવો વિચિત્ર ને અણધાર્યો પ્રતિભાવ સાંભળીને વૃદ્ધા આશ્ચર્યમૂઢ થઈ ગઈ. એણે તો વિચાર્યું હતું કે, “આ નેપોલિયન તો એની સલાહ સાંભળીને સેના સાથે પાછો ફરી જશે, પીછેહઠ કરશે, પણ એને બદલે તો એનાં વચનોએ એની વીરતાને લલકારી દીધી.
નેપોલિયનના શબ્દો સાંભળીને વૃદ્ધાએ આ સાહસિક યુવાનને આશીર્વાદ આપતાં કહ્યું.
ઝૂકે તે જેમી નહીં ! + 121
Page #67
--------------------------------------------------------------------------
________________
બેટા, તારી હિંમત અને તારો આત્મવિશ્વાસ બેમિસાલ છે. તારે માટે કોઈ કામ અશક્ય નથી. તારા નિર્ધારમાં તું સદાય અડગ રહેજે. તું તારા અભિયાનમાં સફળ થાય, એવા મારા આશીર્વાદ.”
નેપોલિયન પોતાની છાવણીમાં પાછો ફર્યો અને વૃદ્ધાની શિખામણને ધ્યાનમાં રાખીને સાવધાની અને હિંમત સાથે આસનો માર્ગ શોધવા લાગ્યો. સાહસ અને આત્મવિશ્વાસથી સેના સાથે આગ્સ પર્વત ઓળંગવામાં સફળતા હાંસલ થઈ. નેપોલિયન જીવનની અંતિમ ક્ષણો સુધી વૃદ્ધાનાં વચનો ભૂલ્યો નહીં. એ વચનોના સ્મરણથી એનામાં પડકારનો સામનો કરવાનો નવો જુસ્સો જાગતો હતો.
આસના પડકારને ઝીલીને આત્મવિશ્વાસથી સફળ થનાર એ નેપોલિયનનો બોધપાઠ આજે ઇંગ્લેન્ડના જેમી એન્ડ્રયુએ સાકાર કરી દીધો.
૧૯૬૯ની બીજી ઓગસ્ટે ઇંગ્લેન્ડમાં જન્મેલો જેમી ગ્લાસગોની બહાર આવેલી બેર્સડનની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. શાળાનું શિક્ષણ પૂર્ણ કરીને એડિનબર્ગ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી હાંસલ કરી. એ પછી એમ.એસસી.નો અભ્યાસ પૂર્ણ કર્યો અને એડિનબર્ગ પાછા આવીને વસવાટ શરૂ કર્યો.
૧૯૯૫માં એણે નવો પડકાર ઝીલવાની તૈયારી કરી. એન્જિનિયરિંગની કારકિર્દીને છોડીને ઇન્ડસ્ટ્રિયલ રોપ એસેસ ટેકનિશિયન તરીકેનો વ્યવસાય અપનાવ્યો. ઊંચી ઇમારતોના બાંધકામ અને જાળવણી માટે દોરડાંની મદદથી આમાં ચડવા-ઊતરવાનું રહેતું. ક્યારેક કોઈ બ્રિજની ઊંચી કમાનનું સમારકામ કરવાનું હોય, ક્યારેક પાવર સ્ટેશનનાં ઊંચાં ભૂંગળાંઓને સ્વચ્છ કરવાનું હોય, તો કોઈ તેલ-કૂવા બનાવવાનું કે રેલવેના પુલ બનાવવાનું કાર્ય પણ કરવાનું હોય. ધીરે ધીરે ઇંગ્લેન્ડના એડિનબર્ગ શહેરની આ કંપનીમાં એ પદોન્નતિ પામતો ગયો અને આગળ વધતો રહ્યો.
જેમીના દિલમાં સદાય પર્વતનો સાદ ગુંજતો હતો. જાણે પોતે પહાડનું બાળક હોય તે રીતે સતત જુદા જુદા દેશમાં જઈને પર્વતારોહણ કરતો હતો. એની પ્રારંભિક તાલીમ સમાન ટેકરીઓ પરની સ્પર્ધાત્મક દોડમાં, સ્કીઇંગમાં અને બીજી આઉટડોર રમતોમાં પણ એ ભાગ લેતો હતો. એની ઝીણી આંખો,
હસમુખા હોઠ અને મહેનત કરવાની અદમ્ય તમન્નાથી એણે સફળ પર્વતારોહક તરીકે નામના હાંસલ કરી. સૌ પ્રથમ એ નજીકના સ્કોટલેન્ડ દેશમાં જઈને પહાડોમાં ઘૂમી વળ્યો. એ પછી બીજા પહાડોમાં પણ ઘૂમવાનું શરૂ કર્યું. આસ પર્વત એને સાદ પાડતો હતો. ૧૨00 કિ.મી. લાંબી પર્વતોની હારમાળામાં શિખરોની સરેરાશ ઊંચાઈ ૧૮૦૦થી ૨000 મીટરની હતી. ઘણાં શિખરો તો ૩000થીય વધુ ઊંચાઈ ધરાવે !
૧૯૯૯ની ૨૫મી જાન્યુઆરીએ પર્વતારોહણના શોખીન જેમીએ માં બ્લાન્ડ (૪,૮૦૭ મીટર) પર્વતમાળામાં આવેલા લેસ ડ્રોઇટસના ઊંચા શિખર પર આરોહણ કરવાનું બીડું ઝડપ્યું. એના સાથી તરીકે ફ્લેટમાં એની સાથે રહેનારો નજીકનો મિત્ર જીમી ફિશર હતો. એમણે સરળ માર્ગે ચઢાણ કરવાને બદલે કપરો માર્ગ પસંદ કર્યો. માઁ બ્લાન્ડ પર્વતમાળાનો ઉત્તર ભાગ અત્યંત સુંદર હતો, પણ આરોહણ માટે અતિ કઠિન હતો. બંને જવાંમર્દ મિત્રોએ કપરા માર્ગથી ચડવાનું નક્કી કર્યું, અને તેય થિજાવી નાખે એવી ઠંડી ધરાવતી શિયાળાની ઋતુમાં. ભલભલા પર્વતારોહકને માટે આ બેવડી મુશ્કેલીઓનો સામનો કરવો અત્યંત કઠિન ગણાય.
આરોહણનો પ્રથમ દિવસ તો સુખેથી પસાર થયો. બીજા દિવસને અંતે પર્વતના શિખર તરફની બાજુએ પહોંચી ગયા. પર્વતની ટોચ નજીક આવેલી સાંકડી છાજલી જેવા ભાગમાં આ બંને પર્વતારોહકો પહોંચ્યા અને અણધાર્યો ઝંઝાવાત આવ્યો. ગાત્રો થિજાવી નાખે એવી બર્ફીલી હવા કલાકના ૯૦ માઈલની ઝડપે ફૂંકાવા લાગી. પર્વત પર ટકી રહેવું મુશ્કેલ બન્યું. અહીં પાંચપાંચ રાત સુધી કાતિલ ઠંડીમાં ખાધા-પીધા વિના મોત સામે ઝઝૂમતા રહ્યા. ભારે ઠંડી, બરફનાં તોફાન અને જીવવા માટે કોઈ આશરો નહીં.
૩૧મી જાન્યુઆરીએ અખબારોમાં સમાચાર પ્રગટ થયા કે બરફનાં તોફાનો વચ્ચે ફસાઈ ગયેલા આરોહકોના પ્રાણ બચાવવા માટે હેલિકૉપ્ટર મોકલાઈ રહ્યાં છે, પણ હેલિકૉપ્ટર આવે તે પહેલાં પાંચ દિવસ બર્ફીલા તોફાનો વચ્ચે ઝઝૂમનારા દોસ્ત જીમી ફિશરનું મૃત્યુ થયું. બચાવ ટુકડી જેમી એન્ડ્રયુને બરફનાં તોફાનો વચ્ચેથી બહાર લાવી, પણ એના હાથ અને પગ બંને ઠંડીથી સાવ થીજી ગયા હતા. એમાં કોઈ ચેતન રહ્યું નહોતું. સારવાર આપતા ડૉક્ટરે
122 • તન અપંગ, મન અડીખમ
ઝૂકે તે જેમી નહીં ! • 123
Page #68
--------------------------------------------------------------------------
________________
આપતા કે હવે પર્વતારોહણની વાત એણે ભૂલી જવી જોઈએ. આ પર્વતારોહણમાં તો એણે એનો જિંદાદિલ મિત્ર ગુમાવ્યો અને સાથોસાથ પોતાના હાથ-પગ પણ ગુમાવ્યા, પરંતુ જેમી એના સંકલ્પમાંથી પાછો ફરે તેમ
નહોતો.
પણ કહ્યું કે હાથ અને પગ કાપવા સિવાય બીજો કોઈ આરો કે ઓવારો નથી.
જેમી હસતે મુખે ઑપરેશન માટે તૈયાર થયો. ઑપરેશન થયું. હવે કરવું શું ? હાથ અને પગ વગર જીવવું કઈ રીતે ? એણે કૃત્રિમ હાથ-પગથી જીવવાનું નક્કી કર્યું અને ઑપરેશનના સાડા ત્રણ મહિના બાદ તો જેમી કૃત્રિમ પગથી ચાલતાં શીખી ગયો. એને હૉસ્પિટલમાંથી રજા મળી. એ કેટલુંક કામ હવે જાતે કરી શકતો હતો. ધીરે ધીરે કૃત્રિમ હાથ-પગથી પોતાની જીવનશૈલી ગોઠવવા લાગ્યો, પણ પર્વતનો સાદ જેમીને જંપવા દેતો ન હતો.
ફરી મનમાં વિચાર્યું કે હારે તે જેમી નહીં ! ઝુકે તે જેમી નહીં ! મનમાં ગાંઠ વાળી કે એ જ પર્વત પર આરોહણ કર્યું, જેના શિખરે પહોંચવામાં ઘોર નિષ્ફળતા મળી હતી. પોતાના દિલોજાન દોસ્ત ફિશરનાં સ્મરણો જે કપરા માર્ગ પર પથરાયેલાં હતાં, એ પર્વતને પાર કરવો જ છે. એ જ જિંદાદિલ મિત્રને અપાયેલી સાચી અંજલિ કહેવાય !
જેમીની જિંદગીમાં જોશ એવું હતું કે કૃત્રિમ પગોથી ચાલવા માટે સક્ષમ બનતાં જ અકસ્માત પહેલાં જે કામ કરતો હતો, તે જ કામ શરૂ કર્યું. એમાં તરક્કી સાધતો ગયો, પૂર્ણ સમયનો મેનેજર બન્યો અને થોડા જ સમયમાં મૅનેજમેન્ટ ટીમનો એક મૂલ્યવાન કાર્યકુશળ સભ્ય બની ગયો. જિંદગીની આ બધી જ પ્રગતિની સાથોસાથ પેલા પહાડનો પડકાર ભુલાતો નહોતો, આથી એને આંબવાનો મનસૂબો એણે જાહેર કર્યો.
પર્વતોની ટેકરીઓ પ૨ જોશભેર દોડ લગાવનારો અને પર્વતારોહણની કેટલીય પ્રવૃત્તિઓમાં ઊછળતા ઉમંગ સાથે ભાગ લેનારા જેમી એન્ડ્રયુને હવે કૃત્રિમ હાથ-પગને સહારે જીવવાનો વારો આવ્યો. એની જિંદગી ભારે કશ્મકશભરી બનીએ મેદાન પર દોડની સ્પર્ધાઓમાં ઝંપલાવનારો અને બરફના ઢોળાવ પર આબાદ સ્કીઇંગ કરનારા કે પર્વતનાં ગગનચુંબી શિખરોને સર કરનાર જેમીની સામે મોટો પડકાર ઊભો થયો.
એની પાસે પોતાના હાથપગ નહોતા, પરંતુ વજ સમાન હૈયું હતું અને એ હૈયાની હામના આધારે એ ફરી જુદી જુદી ખેલ સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડવો. એ સ્વિમિંગ, દોડ, સ્કીઇંગ, સ્નો-બોર્ડિંગ, પેરાગ્લાઇડિંગ અને સેઇલિંગ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યો. એના ઘણા સાથીઓ એને યાદ
124 • તન અપંગ, મન અડીખમ
પર્વતોનો સાદ જેમીને | જંપીને બેસવા દેતો નહોતો. એણે ઘરની આસપાસ આવેલી ટેકરીઓ પર ચડવાનું શરૂ કર્યું. એ પછી એડિનબર્ગ શહેરની અને
ત્યારબાદ સ્કોટલેન્ડ દેશની આપ્સ પર્વતનું અદમ્ય આકર્ષણ
ટેકરીઓ પર પણ ઘૂમી આવ્યો. પોતાના દેશ બ્રિટનના સૌથી ઊંચા પર્વત બેન નેવિશ પર વિજય મેળવ્યો. હવે એની હિંમત રંગ લાવતી હતી. જેમી દુનિયાને માત્ર એટલું જ બતાવવા ચાહતો નહોતો કે એક હાથ અને પગ વિનાની વ્યક્તિ પણ કુશળ આરોહક બની શકે છે અને દુનિયાના ઊંચા પર્વતોનાં કપરાં ચડાણ ચડી શકે છે. એનું ધ્યેય એનાથીય વધુ મહાન હતું. સામાન્ય માન્યતા એવી છે કે વિકલાંગ વ્યક્તિને બીજાના સહારે જીવવું પડે છે. એ વિચારને ફગાવી દઈને જેમીએ એક નવો વિચાર વહેતો કર્યો કે વિકલાંગ વ્યક્તિ પણ બીજાનો મજબૂત સહારો બની શકે છે. અન્યના જીવનને પોતાની શક્તિથી અજવાળી શકે છે.
જેમી જે કોઈ સ્પર્ધામાં ભાગ લેતો, તેને માટે ચેરિટીનું આયોજન કરતો. એમાંથી મળતી રકમ દ્વારા સેવાભાવી સંસ્થાઓને મદદરૂપ બનતો હતો.
ઝૂકે તે જેમી નહીં ! • 25.
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૦OOના જૂન મહિનામાં એણે બ્રિટનના ઊંચા પર્વત બેન નેવિશ પર આરોહણ કર્યું. આ સમયે એણે ચેરિટી માટે પંદર હજાર પાઉન્ડ એકઠા કર્યા.
જેમીની અનોખી હિંમતની સાથોસાથ એની માનવતા પણ જાણીતી થઈ. સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ અને ફ્રાંસના કેટલાય પહાડો એ ખુંદી વળ્યો. હાથપગનું ગંભીર ઑપરેશન કરાવ્યા બાદ બીજે વર્ષે ૨૦૦૧માં તો જેમીએ કોસ્મક્સ એરેટે પર્વત પર આરોહણ કરવાનું શરૂ કર્યું.
જેમીને દોડનો ભારે શોખ હતો. કારકિર્દીના પ્રારંભથી જ દોડની સ્પર્ધામાં ઝંપલાવવાનો શોખીન હતો. એને થયું કે હવે કોઈ દોડમાં ભાગ લેવો જોઈએ, અને કૃત્રિમ પગ સાથે જેમીએ લંડનની મેરેથોન દોડમાં ભાગ લીધો. દેશ આખો જેમીના જોશ પર વારી ગયો. એણે આ મેરેથોન દોડ દ્વારા ચેરિટી માટે બાવીસ હજાર પાઉન્ડ જેટલી મોટી રકમ એકઠી કરી.
ફરી એને પેલો પહાડોનો સાદ સંભળાયો. આલ્સ પર્વત એને પડકાર ફેંકતો હતો, પર્વતમાળાના સૌથી ઊંચા શિખર માં બ્લાન્ડ (૪,૮૦૭ મીટર) પર આરોહણ કર્યું. આમ્સમાં ઉનાળો સાવ ટૂંકો અને શિયાળો ઘણો લાંબો હોય છે. આવા શિયાળામાં થીજવી દે તેવી કડકડતી ઠંડી હોય. બરફનાં ભયાનક તોફાન હોય. વળી સૌથી વિશેષ તો આલ્સ પર્વતના ઢોળાવ ખૂબ સીધા હોય છે, ત્યારે આવા પર્વતના સૌથી ઊંચા શિખર મૉ બ્લાન્ડને આંબવાનો જેમીએ વિચાર કર્યો અને સફળ થયો.
એ હાર માનવામાં માનતો નહોતો. ઇંગ્લેન્ડના સૌથી ઊંચા બેન નેવિશને અને આમ્સના સૌથી ઊંચા માં બ્લાન્ડ પર આરોહણ કર્યા પછી જેમી એયુએ ત્રણ વિકલાંગ પર્વતારોહકો સાથે ૨૦૦૪ના જાન્યુઆરીમાં આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલિમાંજારો પર આરોહણ કર્યું. આ આરોહણ કરવાની પાછળનો એનો હેતુ ટાન્ઝાનિયામાં આવેલા એક રક્તપિત્ત નિવારણ કેન્દ્રને મદદ કરવાનો હતો. એના આ આરોહણમાંથી રક્તપિત્ત નિવારણ કેન્દ્રને એ પાંચ હજાર પાઉન્ડનો ફાળો આપી શક્યો.
આમ જેમી એક પછી એક આરોહણ કરતો રહ્યો અને કેટલીય સેવાભાવી સંસ્થાઓ માટે મોટી રકમ દાનમાં આપતો રહ્યો. એણે અંદાજે ૪૨,OOO પાઉન્ડ જેટલી રકમ બ્રિટનની રેડક્રોસ અને બીજી સંસ્થાઓને આપી. આ
વિકલાંગ ૨૦૦૩માં બ્રિટિશ રેડક્રોસની સહાયથી આંતરવિગ્રહથી પાયમાલ થયેલા ઓંગોલા દેશની મુસાફરી કરી. અહીં એણે યુદ્ધમાં કપાયેલાં અંગોવાળા સૈનિકો, ઘાયલ ખાણિયાઓ અને સામાન્ય લોકોના અનુભવો જાણ્યા.
૨૦૧૨માં ફરી એને આગ્સના પર્વતો યાદ આવ્યા. એના મેટરહોને શિખરને આંબવાનો વિચાર કર્યો, પણ એના સાથી તરીકે આવનારા રોજર પેઇનની કોઈએ હત્યા કરી. જેમીને ખૂબ આઘાત લાગ્યો, પરંતુ હિંમત હાર્યો નહીં. ૨૦૧૩ના ગસ્ટ મહિનામાં જેમીએ એક બીજા બ્રિટિશ આરોહક સ્ટીવ જોન્સ સાથે આરોહણ કરવા પ્રયત્ન કર્યો. પર્વતારોહક જેમી રાત્રી પહેલાં વધુ ને વધુ અંતર કાપી શકાય તે માટે પરોઢ થાય તે પૂર્વે માથા પરની ટોર્ચના પ્રકાશના અજવાળે પર્વતારોહણ શરૂ કરતો હતો, આથી એણે જ્યારે આરંભ કર્યો ત્યારે ચોતરફ ઘોર અંધારું હતું. સઘળું નિરવ અને ભયાવહ પણ લાગતું હતું.
આવા અંધારામાં જેમી એન્ડ્રયુને કૃત્રિમ પગથી ચાલવાનું હતું. વળી આ પગ ખાસ ટ્રેકિંગ માટે બનાવેલા હોવાથી એ ઝડપથી આગળ વધી શકતો નહોતો, પરંતુ સૂર્યોદય થતાં જેમીમાં આત્મવિશ્વાસનું તેજ ઝળક્યું. શિખરથી ૯૫૦ ફૂટના અંતરે હતા, ત્યારે બંનેને પાછા જવું પડ્યું, કારણ કે આગળ વધવામાં ભારે જોખમ હતું. ચોપાસ જામી ગયેલા અંધકારને ભેદવો મુશ્કેલ હતો. જેમીના મનમાં પોતાના સ્વપ્ન અને પોતાના ધ્યેય વચ્ચેનો પ્રબળ સંઘર્ષ ચાલતો હતો, પણ એણે વિચાર્યું કે સલામતીની ઉપેક્ષા કરવી એ તો કદાચ એના અભિયાનનો સદાકાળને માટે અંત સર્જી જશે. આથી જેમીએ થોડી વાર તો વિચાર કર્યો કે અત્યારે પાછો વળી જાઉં. ફરી બીજી વાર પ્રયત્ન કરીશ.
એવામાં એને પોતાના મિત્ર જીમી ફિશરનું સ્મરણ થયું. એ મિત્ર જે જગાએ બરફમાં સમાધિ પામ્યો હતો, તે સ્થાને જવાની અદમ્ય ઇચ્છા જાગી. એક પર્વતારોહકને પોતાના સાથીને અંજલિ આપવાનો મનસૂબો થયો અને જેમી પોતાના પ્રચંડ સંકલ્પબળે હાથ અને પગ વિના અથવા તો ચાર ચાર કૃત્રિમ અવયવોની મદદથી પિનાઇલ આસના સૌથી ઊંચા મેટરહોનું શિખર. ભણી ચાલ્યો. આસ પર્વતના ચાર વિભાગ પડે છે. ફ્રેંચ આટ્સ, સ્વિસ આમ્સ, પ્રિ-આલ્સ અને પિનાઇલ આલ્સ.
126 * તન અપંગ, મન અડીખમ
ઝૂકે તે જેમી નહીં ! • 127
Page #70
--------------------------------------------------------------------------
________________
આગ્સ પર્વત પર આરોહણ કરતો હાથ-પગ વિહોણો જેમી એન્ડ્રયુ
આ પિનાઇલ આલ્સની પર્વતમાળાનું સૌથી મોટું શિખર મેટરહોને (૪,૪૭૫ મીટર) પર જેમીએ સફળ આરોહણ કર્યું અને આવી રીતે કૃત્રિમ અવયવોથી આ પર્વત ચઢનાર જગતનો પહેલો પર્વતારોહક બની રહ્યો. જેમી જ્યારે સશક્ત અને સુદઢ હતો, એના હાથ અને પગ પૂરેપૂરા સાજા અને ચેતનવંતા હતા, ત્યારે પણ એણે આટલી ઊંચાઈ ક્યારેય પાર કરી નહોતી. એની સાથે ફિલ્મ-નિર્માણ માટેનો કાફલો પણ હતો. એણે જે મીની આ સાહસકથાને કચકડામાં કેદ કરી લીધી.
પોતાના આ સાહસ વિશે જેમાં કહે છે કે જો વિકલાંગ વ્યક્તિ ધારે તો એ આ શિખરો સર કરી શકે છે. ઘણી વાર વ્યક્તિ પોતે જ પોતાના પર નિયંત્રણ લાવી દે છે. ‘આમ નહીં થઈ શકે” એવી માન્યતાને ફગાવી દેવી જોઈએ અને યાદ રાખવું જોઈએ કે જીવનમાં કોઈ વસ્તુ અશક્ય નથી. આસના પર્વતમાં દફનાઈ ગયેલા એના મિત્ર જીમી ફિશર વિશે જ્યારે જેમી એન્ડ્રયુને કોઈ પૂછે તો એ કહે છે, ‘જીમીનું મૃત્યુ એક કરુણ ઘટના કહેવાય, પણ એણે આપેલી જિંદગીનું બલિદાન વ્યર્થ ગયું નથી. એ જીમી ફિશર હંમેશાં કહેતો કે ઘેટાની જેમ હજાર વર્ષ જીવવા કરતાં વાઘની જેમ એક દિવસ જીવવું વધારે સારું. એ કહેતો હતો તે જ પ્રમાણે જીવ્યો.'
જેમીનો અભ્યાસખંડ કૃત્રિમ હાથ-પગનું કલેક્શન ધરાવે છે. એના અભ્યાસખંડના વિવિધ ખાનામાં એ આ બધું રાખે છે. એમાં વધારાના પ્લાસ્ટિક પગ હોય છે. તાર વાળવાના પક્કડની સાથે કૃત્રિમ હાથની જોડી હોય છે. બિલિયર્ડના દડાને ફટકારવાની ખાસ પ્રકારની કિટ અને ગોલ્ફ-ક્લબ પકડી રાખવાનું હૉલ્ડર પણ મળે છે. બાળપણમાં જેમી એની હાથચાલાકીથી જાદુના ઘણા ખેલ કરતો હતો. હવે એ જાદુના ખેલના જેવી ચાલાકીથી પોતાના કૃત્રિમ હાથનો ઉપયોગ કરે છે. એના બેઠકખંડમાં સુશોભનો માટે મૂક્યા હોય તેમ એના બંને કૃત્રિમ હાથ-પગ રાખે છે અને કહે કે,
‘તમને એ વાત વિચિત્ર લાગશે, પણ તમે મને મારા હાથ-પગ પાછા આપવાનો પ્રસ્તાવ કરશો, તો હું તમને ઘસીને ના પાડીશ. હાથ-પગ ગુમાવ્યાનો મને કોઈ રંજ નથી. મને મારી રોજિંદી જિંદગી સહેજે મુશ્કેલ લાગતી નથી. પ્રેમાળ પત્ની અને ત્રણ બાળકોના પરિવાર સાથે જીવતો એક
સંપૂર્ણ સુખી માનવી છું. પર્વત પર આરોહણ કરતી વખતે મને લાગે છે કે હું જીવંતતાથી ભરપૂર એવી જિંદગી જીવી રહ્યો છું. આરોહણથી મારું આખું અંતર હર્યુંભર્યું બની જાય છે. એમાં ભલે જોખમ રહ્યું હોય, પરંતુ પર્વતારોહક તરીકે એ જોખમ સામે સાવચેત રહેવું તે સામાન્ય વાત છે, પરંતુ પર્વતારોહક તરીકે જિંદગી જીવી લેવી એનો આનંદ કંઈ ઓછો છે?
જેમીએ પોતાના ટેકનિશિયન તરીકેના કૌશલ્યનો ઉપયોગ ઘણી બાબતોમાં કર્યો. એણે સુપ માટેના ચમચાઓ અને છીબાઓની મદદથી ‘બાયોનિક બાઇક' બનાવ્યું. હાથ-પગ ગુમાવનારા વિકલાંગો ચલાવી શકે તેવી સાઇકલ બનાવી અને તેય ૪૪ વર્ષની ઉંમરે. આવી સાઇકલ બનાવવાનો મોટો પડકાર એની સામે હતો, પરંતુ રસોડામાં પડેલાં છરી. ચખાં, ચમચાના ખાનામાં ધાડ પાડીને એણે નવા પ્રકારની રેસિંગ બાઇક બનાવી. આમાં બ્રેક મારવા માટે ઉપયોગમાં લેવાયેલા ત્રણ વપરાયેલા ચમચા ગોઠવ્યા, પેડલ પર કૃત્રિમ પગ બરાબર ચોંટી રહે તે માટે છીબા પર મેગ્નેટનો ઉપયોગ કરી તેને પેડલ પર ગોઠવ્યા. એના બીજા વધારાના ભાગોને શ્રેષ્ઠ પ્રકારના ગુંદરથી
128 • તન અપંગ, મન અડીખમ
ઝૂકે તે જેમી નહીં !• 129
Page #71
--------------------------------------------------------------------------
________________
હૈપી ફિટ’
ચોંટાડ્યા અને આવી રીતે એણે રેસિંગ બાઇક બનાવી.
જગતમાં વિકલાંગો માટેની ઑલિમ્પિક ખેલાય છે, જે પેરાલિમ્પિક્સ તરીકે ઓળખાય છે. એના શુભારંભને માટે જેમીએ ઑલિમ્પિક સ્ટેડિયમમાં ચડવાની નવી મિકેનિકલ પદ્ધતિ શોધી કાઢી અને એ દ્વારા કૃત્રિમ હાથપગ હોવા છતાં માત્ર દસ મિનિટમાં દોરડાથી જાતે ૧૬૦ ફૂટ ચડીને એનું હુબહુ પ્રદર્શન કર્યું.
હજી જેમીની ખોજ ચાલુ છે. એ ઘણી સિદ્ધિ મેળવી શક્યો છે, પણ હજી ઘણી મેળવવાની બાકી છે. એ નિરાંતે ભોજન બનાવી શકે છે, પરંતુ શર્ટ પરનું બટન જાતે બંધ કરી શકતો નથી. એ પ્લગની સાથે વાયર જોડી શકે છે, પણ એ ભીંતમાં ખીલી લગાડી શકતો નથી. એ કાર ચલાવી શકે છે, પણ બાઇક પર સવારી કરી શકતો નથી.
જીવનનો જુસ્સો હજી આજે પણ અણનમ છે. એને પર્વતોનાં પડકારભર્યા શિખરો પર આરોહણ કરવું છે. મેરેથોન જેવી સૌથી લાંબી દોડસ્પર્ધામાં હરીફોમાં મોખરે રહેવું છે.
એ કહે છે કે આકરા પડકારો ઝીલી લેવા તેમાં બહાદુરી નથી, પણ આકરા નિર્ણયો લેવા, તેમાં સાચી બહાદુરી સમાયેલી છે. તમારી હિમતને ક્યારેય એમ કહેશો નહીં કે તમારી સામે કેવો મોટો પડકાર છે, પણ તમારી સામેના પડકારને એ બતાવો કે તમારામાં કેટલી પાણીદાર હિમત છે !
ચોપાસ કારમી ગરીબી આંટા મારતી હોય, ત્યારે બંને હાથ વગરની બાલિકા જન્મ, તો શું થાય ? વિધાતા એને માટે એક જ ફેંસલો રાખે છે અને તે ગરીબ માતાપિતા કોઈ અનાથાલયના ભરોસે એને છોડી આવે અને બેસહારા બનીને એ બાળકી મૃત્યુની વાટ જોતી શેષ આયુષ્ય પૂર્ણ કરે. મેરી ગેમનનું બાળપણ આવી રીતે જ પસાર થયું. અનાથાશ્રમનું એનું જીવન કેવું હશે એની કલ્પના જ કરવી રહી. બીજાં બાળકો માતાપિતાની છત્રછાયા વિનાનાં હતાં. પણ મેરી તો માતાપિતાના આશરા વિનાની અને બે હાથની સહાય વિનાની સાવ મજબૂર નાની બાળા હતી.
કોઈએ એને ખવડાવવું પડે, કોઈએ જાળવવી પડે, હાથ વિના ભાંખોડિયાંર્ભર ચાલી પણ કેમ શકે ? બાળક આનંદિત થાય, ત્યારે હાથ ઉછાળીને કિલકિલાટ વ્યક્ત કરે, પરંતુ બાળકી મેરી ન હાથ ઉછાળી શકે, ન
મેરી ગેમન
130 * તન અપંગ, મન અડીખમ
Page #72
--------------------------------------------------------------------------
________________
કિલકિલાટ કરી શકે ! પારાવાર લાચારીભર્યું એનું જીવન હતું, પણ એ સમયે અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી એક કુટુંબ આવ્યું. એમને એક બાળક દત્તક લેવું હતું. સામાન્ય રીતે દત્તક લેવા આવનાર હૃષ્ટપુષ્ટ બાળકને પસંદ કરે. જો એને વંશવેલો વધારવાની ઇચ્છા હોય, તો એ છોકરીને બદલે છોકરા પર પસંદગી ઉતારે. ઓહાયોના આ દંપતીને બુઢાપાની સેવા માટે કોઈ બાળક જોઈતું નહોતું, પરંતુ એમણે તો કોઈ બાળકને ઉપયોગી થઈને એના અંધકારમય જીવનમાં ઊજળી આશાઓ જગાવવી હતી. સાત વર્ષની આ બે હાથવિહોણી મેરીને ઓહાયોના પરિવારે પસંદ કરી. દત્તક લીધી. એ મેરી હવે મેરી ગેમન બની અને પછી ધીરે ધીરે એ ઓહાયોની નિશાળમાં અભ્યાસ કરવા લાગી.
હાથ વિનાનું ભણતર કેટલું દુષ્કર હોય, એ કલ્પી શકાય તેવું છે. જ્યાં હાથથી ખાવાનું મુશ્કેલ હોય, ત્યાં ભણવાનું કઈ રીતે થઈ શકે? પણ મેરી ગેમને વિચાર્યું કે હાથ નથી, તો શું થયું ? હૈયું તો છે ને ! જિંદગીનો પ્રથમ પદાર્થપાઠ એ શીખી હતી કે “શું નથી' એની ચિંતા ન કરવી, પણ ‘શું છે” એનો ઉપયોગ કરવો અને એટલે જ એ ખંતપૂર્વક આપત્તિઓમાંથી માર્ગ કાઢીને અભ્યાસ કરવા લાગી અને સમય જતાં એને થયું કે હું શિક્ષિકા બનું તો કેવું સારું !
એક તો પોતાના જ્ઞાનનો વિદ્યાર્થીઓને લાભ આપી શકાય અને બીજું પોતાની જીવનશૈલી અને કાર્યપદ્ધતિથી એ બીજાને ઉદાહરણરૂપ બની શકે. આ સમય દરમિયાન કેટલાક લોકો મેરીની દયા ખાતા હતા. કોઈ અફસોસ પ્રગટ કરતું કે મેરીને હાથ નથી, કોઈ વિચારતું કે કેવી લાચાર એની જિંદગી છે, પણ મેરી ક્યારેય પોતાને બીજાં બાળકોથી ‘ડિફરન્ટ' (જુદી) માનતી નહોતી. એ કહેતી કે હું બીજાં બાળકો જેવી જ છું. હા કદાચ એકાદ-બે કામ હું નથી કરી શકતી, પરંતુ હું કોઈ ‘ડિફરન્ટ' છું એમ માનવું એ તો બૅગેટિવ પૂર્વગ્રહ છે.
મેરીની આ વાત અને વિચાર જાણીને મને ભારતના મહાન ક્રિકેટર અને વિકલાંગો માટે પુષ્કળ કાર્ય કરનાર વિજય મર્ચન્ટનું સ્મરણ થાય છે. આજથી વર્ષો પહેલાં મેં ‘અપંગનાં ઓજસ' નામનું પુસ્તક લખ્યું, જેની
132 + તન અપંગ, મન અડીખમ
હાથ વગર શિક્ષણકાર્ય કરાવતી મેરી ગેમન ગુજરાતીમાં આઠેક આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. એ પછી એનો ‘અપાહિજ તન, અડિગ મન’ તરીકે હિંદી અનુવાદ કર્યો, જેની ચારેક આવૃત્તિ પ્રગટ થઈ અને ત્યારબાદ એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને તે 'The Brave Hearts'ની પણ ચારેક આવૃત્તિ પ્રગટ થઈ.
આ પુસ્તકના પ્રારંભે એનું આમુખ લખતાં વિજય મર્ચન્ટે લખેલા એ શબ્દો યાદ આવે છે. એમણે કહ્યું, “અપંગ' કોને કહેવા ? શું જે લોકો જન્મથી જ અથવા જમ્યા બાદ કોઈ અપંગની ખોડવાળાં બન્યાં હોય, તેમને અપંગ ગણવાં ? આવાં અપંગો આપણે માનીએ છીએ તેવા અસહાય હોય છે ખરાં ? હું તેમ માનતો નથી. મને તો હંમેશાં લાગ્યું છે કે જેમને જોવા માટે આંખો જ નથી, તે લોકો અંધ નથી, પરંતુ જેમને આંખો છે. છતાંય જોઈ શકતા નથી તે જ અંધ છે. તે જ પ્રમાણે ઉપર જે બીજા પ્રકારના ‘અપંગો' ગણાવ્યા તે લોકો ખરેખર અપંગ નથી. ખરેખર તો આ સ્પર્ધાભર્યા જગતમાં પણ ટકી રહેવા આ લોકો જે મક્કમ સામનો કરતા હોય છે તેને ન જોનારાં, ન સમજનારાં અને કદર ન કરનારાં એવાં આપણે સામાન્ય લોકો જ ‘અપંગ’ કહેવાવાને પાત્ર છીએ. કોઈ પણ
હેપી ફિટ' +133
Page #73
--------------------------------------------------------------------------
________________
સશક્ત શરીરવાળો માણસ કરી શકે તેવાં ઘણાં કામો તેઓ કરી શકે છે. કેટલીક વાર તો આ કામ તેઓ આપણાથી વધારે સારી રીતે પણ કરતાં હોય છે.
અમારી હિન્દુસ્તાન મિલ્સમાં મીનાક્ષી ભટ્ટ નામે એક પરણેલી યુવતી છે. એ પોતે તો સંપૂર્ણપણે અંધ છે જ, પણ એનો પતિ ઓધવજી ભટ્ટ પણ અંધ છે. તેમના લગ્નજીવનનાં પણ નવ વર્ષ વીત્યાં છે. તેમને બે સુંદર દેખાતી દીકરીઓ છે. લગ્ન થયાં ત્યારથી મીનાક્ષી કોઈ દેખતા માણસની મદદ વગર ગેસ ઉપર પોતાનો શાકાહારી ખોરાક (ત ચુસ્ત શાકાહારી હોવાથી) જાતે રાંધે છે. એને મદદ કરનાર એકમાત્ર વ્યક્તિ છે તે એનો અંધ પતિ. મેં જાતે મીનાક્ષીને રાંધતાં જોઈ છે અને તેણે તૈયાર કરેલા ભોજનનો સ્વાદ પણ માણ્યો છે. આ નવ વર્ષમાં દાઝવાની તો વાત શી, ઊનું પાણી પણ તેના શરીર પર પડ્યું હોય તેવું બન્યું નથી. આ બતાવે છે કે આપણા જેવા દેખતા લોકો કરતાં પણ તે સલામતીના નિયમોની બાબતમાં વધુ સમાન છે. તો હવે મને કહો કે કોણ સાચેસાચું અંધ ? આ જ વાત બીજા પ્રકારનાં અપંગોને લાગુ પડે છે.”
વિજય મર્ચન્ટની એ ભાવના મેરી ગેમનમાં આજે સાકાર થાય છે. એણે અભ્યાસ કર્યો. લોકોને ઉપયોગી થવાનું સતત વિચારતી મેરી ગેમનને લાગ્યું કે એને માટે શિક્ષણ એ જ સૌથી યોગ્ય માર્ગ છે અને તેથી જ ગયે વર્ષે એણે મદદનીશ શિક્ષિકા તરીકે પ્રવેશ લીધો અને આજે છ-સાત અને આઠ ગ્રેડમાં પૂર્ણસમયની શિક્ષિકા તરીકે કામ કરે છે. - ક્લાસના સમય પહેલાં આવીને મેરી એના પગથી બોર્ડ પર એનું લેસન લખી નાખે છે અને વિદ્યાર્થીઓ આવતાં ભણાવવાનું શરૂ કરે છે. એ ગણિત અને વિજ્ઞાનની શિક્ષિકા છે અને એના વિદ્યાર્થીઓ કહે છે કે મેરી ગેમનને જોઈને એમના મનમાં એવો આત્મવિશ્વાસ જાગે છે કે તેઓ જીવનમાં કોઈ પણ અવરોધોનો સામનો કરી શકવાને સમર્થ છે.
છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો જડેન જ્હોન્સન કહે છે કે મેરી પાસેથી એ અભ્યાસમાં એકાગ્રતા શીખ્યો અને એ એકાગ્રતાને પરિણામે ગણિતના વિષયમાં એ નબળો હતો, એની એ નબળાઈ દૂર થઈ.
બહાદુર મેરી ગેમન નિશાળના મદદનીશ આચાર્ય જો ટાસ્કસ કહે છે કે વિદ્યાર્થીઓ એને જોઈને વિચારે છે કે “જો’ એ કરી શકે, તો અમે કેમ નહીં ?'
મેરી ગેમન પોતાના પગ વડે બ્લેકબોર્ડ પર લખે છે, કયૂટર પર ટાઇપ કરે છે અને એક પગ વડે એ પોતાની મોટર પણ ચલાવે છે અને એ કહે છે, “જો તમે તમારા લક્ષ્યો પ્રત્યે ઇમાનદાર હો, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને તે લક્ષ્ય પ્રાપ્ત કરવાથી અટકાવી શકશે નહીં.'
મેરી એના વર્કશીટ એના પગના અંગૂઠાથી કાઢી શકે છે. પગના અંગૂઠા વચ્ચે પેન ભરાવીને લખી પણ શકે છે. આઠમી ગ્રેડમાં ભણતા એના એક વિદ્યાર્થી કેબ્રી ગ્રીફિને કહ્યું, ‘એની પાસેથી એ શીખવા મળે છે કે તમે ગમે તે સ્થિતિમાં હો, તોપણ તમે જે ઇચ્છો તે કરી શકો છો.’
હાર્કિંગ માધ્યમિક શાળાની આ શિક્ષિકા જેટલું પૉઝિટિવ રીતે વિચારે છે એનો ખ્યાલ તો તમને ત્યારે આવે કે એને એના હાથનો અફસોસ નથી, કિંતુ પગ હોવાનો આનંદ છે. એણે એની મોટરની લાઇસન્સ પ્લેટ પર લખ્યું છે ‘હૅપી ફિટ.
134 • તન અપંગ, મન અડીખમ
હેપી ફિટ• 135
Page #74
--------------------------------------------------------------------------
________________
આફતોની આંધી વચ્ચે
એટલા ઘા માર્યા કે મરિસેલના કાકા ત્યાં ને ત્યાં ઢળી પડ્યા. અગિયાર વર્ષની મરિસેલ ખૂબ ગભરાઈ ગઈ. આ દૃશ્ય જોઈને હેબતાઈ ગઈ. એનાં અંગો થરથર કાંપવા લાગ્યાં. આંખો ફાટી ગઈ. શું કરવું, તે સૂઝતું નહોતું. પેલા તોફાનીઓ મરિસેલ તરફ ધસી આવ્યા. એ નિર્દયી લોકોથી જાન બચાવવા માટે મરિસેલ મુઠ્ઠી વાળીને ભાગવા લાગી.
નાની બાળકીનું તે શું ગજું ? થોડી દોડી, પણ પેલા ચારે જુવાનોએ એને પકડી પાડી. મરિસેલ જોરશોરથી ચીસો પાડતી હતી, ‘મને છોડી દો, મને મારો નહીં, મારા પર રહેમ કરો.”
પણ પેલા યુવાનો તો મરીસેલને પણ એના કાકાની માફક હણી નાખવા માગતા હોય, તેમ એની ડોક પર જોરથી છરો હુલાવી દીધો. પીઠ પર છરાના ઘા કર્યા. હાથ પર પણ છરો વીંઝયો, મરિસેલના શરીરમાંથી લોહીની ધારા વહેવા લાગી. એ લથડિયાં ખાવા લાગી અને થોડી ક્ષણોમાં તો બેભાન થઈને જમીન પર ઢળી પડી. દુષ્ટ યુવાનોએ માન્યું કે આ છોકરી પણ એના કાકાની પાછળ સ્વર્ગમાં સિધાવી ગઈ ! થોડી વારે મરિસેલે સહેજ આંખ ખોલી, પણ પેલા હત્યારાઓને આસપાસ ઘૂમતા જોયા એટલે તરત જ આંખો મીંચી દીધી. મરી ગઈ હોય, એમ નિસ્તેજ બનીને પડી રહી. હત્યારાઓ એને મૃત માનીને નિર્જન રસ્તા પર છોડીને ચાલતા થયા.
થોડી વાર પછી મરિસેલે જોયું કે આજુબાજુ હત્યારાઓ નહોતા. એટલે એ સઘળી હિંમત એકઠી કરીને ઊભી થઈ. લોહીથી લથબથ એનું શરીર હતું. આંખની આગળથી એ ક્રૂર ખૂની, હત્યારાઓ ખસતા નહોતા. એ ઊભી થઈને માંડ માંડ ઘર તરફ દોડવા લાગી. વળી અધવચ્ચે એ બેભાન બનીને પડી જતી. શરીરમાંથી લોહી પણ ઘણું વહી ગયું હતું, પણ જેવી ભાનમાં આવે કે મન મક્કમ કરીને દોડવા લાગતી હતી.
પણ આ શું ? દોડતાં દોડતાં એણે જોયું કે એના બંને હાથ કાંડાથી કપાઈને લબડતા હતા. આમ છતાં એ સહેજે છળી ઊઠી નહીં. જમીન પર બેસીને ૨ડવા લાગી નહીં, પણ હિંમતભેર પોતાના ઘર તરફ દોડવા લાગી. ઘર પાસે પહોંચતાં જ માતાને જોશભેર બૂમો પાડવા લાગી. ઘરમાંથી એની મા દોડી
ફિલિપાઇન્સના જામ્બોઆગામા નામના નાનકડા ગામમાં વસતી મરિસેલ અપતાનને માથે અગિયાર વર્ષની કુમળી વયે એકાએક અણધાર્યું આખુંય આકાશ તૂટી પડયું. એની પડોશમાં રહેતા ચાર તોફાનીઓ એનો સતત પીછો કરતા હતા, એને હેરાનપરેશાન કરતા હતા. એની પાછળ બદઇરાદે ઘૂમતા હતા. એક વાર મરિસેલ એના કાકાની સાથે પાણી ભરવા ગામ બહાર નીકળી હતી. પેલા ચારે તોફાનીઓએ એમને નિર્જન રસ્તામાં આંતર્યા. એમના હાથમાં છરી હતી અને એમનો ઇરાદો ભયાવહ હતો.
એ તોફાનીઓએ મરિસેલના કાકાને કહ્યું, ‘આંખો બંધ રાખી, માથું નીચું ઢાળીને ચૂપચાપ ઊભા રહો.’ તોફાનીઓને માટે મરિસેલના કાકાની હાજરી એ કાંટા સમાન હતી. આથી જેવું મરિસેલના કાકાએ માથું નમાવ્યું કે એક હિંસક યુવકે તેમના પર તૂટી પડ્યો. છરાના ઉપરાઉપરી ઘા માર્યા અને
17
મરિસેલ અપતાન
આફતોની આંધી વચ્ચે 137
Page #75
--------------------------------------------------------------------------
________________
આવી અને દીકરીની આવી હાલત જોઈને એનું હૈયું ધ્રુજી ઊઠ્યું. એના શરીર પરથી લોહી વહેતું હતું અને બે કપાયેલા હાથ માંડ માંડ લબડી રહ્યા હતા.
અગિયાર વર્ષની ફૂલ જેવી સુકોમળ દીકરીની આવી સ્થિતિ જોઈને માતાથી આ આઘાત જીરવી શકાયો નહીં અને એ બેભાન બનીને ધરતી પર ઢળી પડી. ભાનમાં આવતાં જ એણે લોહીનીંગળતી દીકરીને બ્લેન્કેટમાં વીંટાળી દીધી અને તરત જ સારવાર માટે દીકરીને ટેકો આપીને હૉસ્પિટલ જવા નીકળી. પણ હૉસ્પિટલ કંઈ ઘરની સામે નહોતી! ત્યાં પહોંચવા માટે પગપાળા જવું પડે. આ ગરીબ પાસે વાહન તો ક્યાંથી હોય ? એટલે એના ઘેરથી નીકળીને બાર કિલોમીટર સુધી પગપાળા ચાલીને હાઈ-વે પર આવેલી હૉસ્પિટલ પર પહોંચી.
અહીં આવતાં સુધીમાં ચારેક કલાકનો સમય વીતી ગયો. એ સમય દરમિયાન મરિસેલના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું. વેદના પુષ્કળ થતી હતી, પણ એને ભૂલીને મરિસેલ માતાની સાથે હિંમતભેર ચાલતી હતી. ડૉક્ટરોએ એની હાલત જોઈ. એના શરીર પર છરીના ઘા વાગ્યા હતા. એક ઘા પીઠ પર હતો, એક ઘા ગરદન પર હતો અને બે ઘા બે હાથના કાંડા પર હતા. કાંડા પર એ હાથ લબડી રહ્યો હતો. ડૉક્ટરોને બહુ આશા નહોતી કે આ છોકરી જીવશે. એમણે એને તાત્કાલિક સારવાર આપવાનું નક્કી કર્યું.
એની પીઠ, ગરદન અને કાંડા પાસે ઓપરેશન કરવામાં આવ્યું. પચીસેક જેટલા ટાંકા લીધા. લબડતો હાથ કાપી નાખવો પડ્યો. મરિસેલ આંગળાં અને હથેળી વિનાની બની ગઈ ! માંડ માંડ એ જીવતી રહી, વિધિની વક્રતા તો એવી કે એ દિવસે એનો બારમો જન્મદિવસ હતો. આ જન્મદિવસ એનો મૃત્યુદિવસ બને તેમ હતો, પરંતુ ડૉક્ટરોની જહેમત, મરિસેલની હિંમત અને એની માતાની શુશ્રષાએ આ છોકરીને જીવતી રાખી.
આપત્તિ આવે છે, ત્યારે ક્યારેય એકલી નથી આવતી એની સેના લઈને આવે છે. વળી ગરીબની આફત તો અનેકગણી બેવડાતી હોય છે. એને માટે દુ:ખની એક ક્ષણ એક યુગ બરાબર બની જાય છે. એના આખા જીવન પર સદાને માટે ભરડો લઈ લે છે. હજી તોફાનીઓએ આ મજબૂર ગરીબોનો પીછો
બે હાથનાં કાંડાં વગરની મરિસેલ અપતાન
છોડ્યો નહોતો. આ બાજુ માતા સાથે મરિસેલ હૉસ્પિટલમાં સારવાર લેવા આવી અને પછીના દિવસે પાછા આવીને જોયું તો કેટલાક ગુંડાઓએ એમનું ઘર લૂંટી લીધું હતું. વળી એમણે માત્ર ઘરવખરી લુંટીને જ સંતોષ માન્યો નહોતો. નિર્દયતાને ક્યાં કોઈ સીમા કે તૃપ્તિ હોય છે એટલે લુંટ કર્યા પછી મરિસેલના ઘરને આગ લગાડીને ભસ્મીભૂત કરી દીધું હતું.
હૉસ્પિટલમાં મરિસેલ પર આટલાં બધાં ઑપરેશન કરવામાં આવ્યાં. ડૉક્ટરોએ એને બચાવવા માટે પુષ્કળ જહેમત ઉઠાવી. કેટલાય પ્રકારની મેડિસીન આપવામાં આવી. હવે એ હૉસ્પિટલમાં રહેવાનો અને સારવારનો ખર્ચો ક્યાંથી કાઢવો ? ઘરના મોવડી એવા મરિસેલના કાકાની તો નિર્દય હત્યા થઈ હતી. મરિસેલ ખુદ લાચાર મોતના મુખમાં બેઠી હતી. ઘરવખરી જ નહીં, પણ આખું ઘર ભસ્મીભૂત થઈ ગયું હતું. આથી હવે કરવું શું? માથે આભ ને નીચે ધરતી સિવાય આ માદીકરી પાસે પોતાનું કશું નહોતું. હવે જવું ક્યાં અને રહેવું ક્યાં ?
138 * તન અપંગ, મન અડીખમ
આફતોની આંધી વચ્ચે જે 139
Page #76
--------------------------------------------------------------------------
________________
ધરતી બળબળતી હોય અને અચાનક કોઈ વાદળું આવીને વરસી જાય ! જિંદગી પર કમનસીબીએ ભરડો લીધો હોય, ત્યારે કોઈ વિધાતાની કોઈ અણધારી મહેર ઊતરી આવે ! કાળા ઘનઘોર આકાશમાં ક્યાંક આશાની વીજળી જાગે, એ રીતે રિસેલને એના દૂરના સગા એવા આર્કબિશપ મદદે
આવ્યા.
આર્ક બિશપ એન્ટોનિયો લેદેસ્મા માનવબંધુઓની યાતના જાણતા હતા. કરુણા એ એમને ધર્મથી મળેલા સંસ્કાર હતા. માનવસેવા એ એમનો મહામંત્ર હતો. આ કુટુંબ પર આફતોની અણધારી ત્સુનામી આવી હતી અને એમાંથી બચાવનાર બીજું કોઈ નહોતું, પણ જેને કોઈ બચાવનાર ન હોય તેનો ભગવાન હોય છે' એ ન્યાયે આર્કબિશપ એન્ટોનિયો લેઘેસ્મા જાતે હૉસ્પિટલમાં ગયા અને સધળો ખર્ચો ભરપાઈ કર્યાં.
રિસેલ અને એની માતા નન (ખ્રિસ્તી સાધ્વી) સાથે રહેવા લાગ્યાં. ઘર મળ્યું, આશરો મળ્યો અને સાથે જીવન જીવવાની તમન્ના જગાડે એવા આર્કબિશપ મળ્યા. આર્કબિશપે આ હત્યારાઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એમણે પોલીસમાં ફરિયાદ કરી અને તત્કાળ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી. અદાલતમાં કાર્યવાહી ચાલી અને લાંબો કારાવાસ ભોગવવાની સજા થઈ. રિસેલના એ લબડતા હાથ ફરી સાંધી શકાય તેવા નહોતા, તેથી ડૉક્ટરોએ એને કાપી નાખ્યા હતા. હાથ વગરની રિસેલમાં કોઈ અદ્ભુત ખમીર હતું. બાર વર્ષની આ છોકરીએ જિંદગીમાં એવાં ભયાવહ દૃશ્યો જોયાં હતાં કે જેની વેદનાના સાગરમાં આખું જીવન ડૂબી જાય. એવી દુર્દશા થઈ હતી કે જેની કદી કલ્પના પણ કરી ન હોય ! આઘાત આવતાં માનવી ઈશ્વરના અસ્તિત્વને પડકાર ફેંકવા દોડી જાય છે. જીવનમાં અણધારી કે આઘાતજનક ઘટના બનતાં વ્યક્તિ પોતાનું શેષજીવન એ ઘટનાનાં દુઃખદ સ્મરણોના બોજ તળે જીવતી હોય છે.
કાકા ગયા, મા ઘવિહોણી બની અને પોતે બે હાથ વિનાની. પણ રિસેલે ન તો ઈશ્વર સામે આક્રોશ ઠાલવ્યો કે ન તો પોતાના ભાગ્યને દોષ આપ્યો. એનામાં એક અજબ ખમીર હતું અને એ ખમીર એને જીવનમાં
140 • તેને અપંગ, મન અડીખમ
પડકારોનો સામનો કરવાનું બળ આપતું હતું. જાણે દુ:ખે એના દિલમાં શક્તિ પેદા કરી ન હોય ! બાર વર્ષની બાળકી એ સમયે પોતાની માતા પર સંપૂર્ણપણે નિર્ભર હતી. મા ખવડાવે, મા પાણી પાય, મા રોજિંદી ક્રિયાઓ કરાવે, મા કપડાં પહેરાવે. આવી દશા હોવા છતાં હાથ વિનાની મરિસેલે હૈયાની હામ ગુમાવી નહોતી.
એને રહેવાની આર્કબિશપે વ્યવસ્થા કરી આપી. મનિલામાં વિકલાંગો માટે એક પુનરુત્થાન અને ટ્રેનિંગ સેન્ટર હતું, ત્યાં જ રિસેલને રહેવાનું અને અભ્યાસ કરવાનો. શરૂઆતમાં એ શાળાએ જતી, ત્યારે ઘણા મિત્રો એની પજવણી પણ કરતા. ક્યારેક એની આંખમાં આંસુ આવી જતાં. પોતાના ભાગ્ય વિશે સ્હેજ વિચારવા પણ લાગતી, પરંતુ મનમાં નક્કી કરતી કે મારે જીવવું છે, ભણવું છે અને આગળ વધવું છે. દુઃખનાં ગાણાં ગાવાં નથી. સંજોગોના ગુલામ બનવું નથી. દુઃખોથી દુઃખી થવું નથી, એ જ દુઃખોને દુખિત કરવાનો માર્ગ છે.
વિકલાંગ બાળકોની શાળામાં મરિસેલે સૌથી પ્રતિભાશાળી અને વિવેકી વિદ્યાર્થિની તરીકે નામના મેળવી. શિક્ષકો એની પ્રશંસા કરવા લાગ્યા. વિરોધીની વ્યૂહરચના જોઈને અવનવા દાવ અજમાવતા કુશળ સેનાપતિની જેમ મરિસેલ એની જિંદગીમાં પળે પળે આવતી પ્રતિકૂળતાઓને પાર કરવાનો જંગ ખેલી રહી હતી. એની શારીરિક મર્યાદાઓને કારણે ઊભી થતી સમસ્યાઓથી એ મજબૂર બનવાને બદલે એનો મક્કમ બનીને સામનો કરતી હતી અને ઉકેલ મેળવવાની હતી.
આ તાલીમકેન્દ્રમાં રહીને એણે પહેલી તાલીમ એ મેળવી કે જીવનની રોજિંદી ક્રિયાઓ એ કઈ રીતે પોતાની જાતે કરી શકે. એણે બીજી તાલીમ એ મેળવી કે ઘરનાં જુદાં જુદાં કામ કઈ રીતે કરી શકાય ? એણે ત્રીજી તાલીમ એ મેળવી કે આ બે હાથ વગર કઈ રીતે લખી-ભણી શકાય?
આ પ્રયત્નો કરતી વખતે એને ક્યારેક ઘણી મહેનત કરવા છતાં નિષ્ફળતા મળતી, ક્યારેક હારી થાકીને પરિસ્થિતિની મજબૂરી સ્વીકારી લેવાનો વિચાર કરતી. પરંતુ મનમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હતી. આફતોએ આત્મબળ આપ્યું હતું. એ માનતી કે આ ઈશ્વરે મને જિવાડી છે અને એ જ
આફતોની આંધી વચ્ચે 141
Page #77
--------------------------------------------------------------------------
________________
ઈશ્વર મને ઉમદા જીવન બક્ષવાનો છે, એવા ઉમદા જીવનની શોધ માટે પૂરી લગનીભેર એ અભ્યાસ કરવા લાગી અને ધીરે ધીરે મરિસેલે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું.
સાત વર્ષની ઉંમરની હતી, ત્યારથી જ મરિસેલને માતાની સાથે રહીને રસોઈ કરવામાં ખૂબ આનંદ આવતો હતો. રસોઈ એ એની ગમતી કળા હતી અને એ હોંશે હોંશે કરતી. બે હાથ ગુમાવવાને કારણે એનો રસોઈનો આનંદ છીનવાઈ ગયો હતો. પણ મનમાં એમ ધાર્યું હતું કે ગમે ત્યારે પણ મારે મારા જીવનનો આનંદ પાછો મેળવવો છે. ઘરકામમાં એને ભારે મજા આવતી અને એટલે જ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતી કે જેમ તમે મને મારું જીવન પાછું આપ્યું, તેમ મારા જીવનનો આનંદ પણ પાછો આપો.
મરિસેલે વિચાર કર્યો કે રસોઈકળામાં નિપુણ બનું તો ? એ સમયે એના નિશાળના વર્ગમાં કેંકને સુંદર રીતે સુશોભિત કરવાની સ્પર્ધા થતી હતી. બીજી છોકરીઓ પાસે આંગળાં હોવાથી એ કૈંક પર સુંદર સુશોભનો કરતી હતી, એના પર જાતજાતની ચીજવસ્તુઓ અને ફળો લગાડતી હતી. મરિસેલને પણ મન થયું કે એ પણ કેમ કૈંક સુશોભિત કરવાની સ્પર્ધામાં ભાગ ન લે ? ભલે હાથ ન હોય, તેથી શું થયું ? અને એણે કશીય શરમ અનુભવ્યા વિના કૅક ડેકોરેટ કરવાની સ્પર્ધામાં ભાગ લીધો. રિસેલની મહેનત અને લગન જોઈને બધા ખુશ થતા અને પ્રોત્સાહન પણ આપતા.
વધુ અભ્યાસ માટે મરિસેલ મનિલા આવી અને મોટા શહેરમાં આવેલી મરિસેલની હિંમતના સમાચારો અખબારોમાં પ્રગટ થવા લાગ્યા. એની વાત સાંભળીને સહુ આશ્ચર્ય પામતા. કાંડા વિના એ કઈ કરામતથી કૈંક કરે છે તે જાણવા-જોવા સહુ કોઈ આતુર રહેતા. એ તેનાં બંને કાંડાંની પકડથી જ છરી પકડે. અંદર તરફની ડાબી કોણીની એની પકડ મજબૂત રાખે છે અને પછી ડાબા કાંડાથી દ્રાક્ષ, ચીલી, સ્ટ્રોબેરીની એવી નાની નાની સ્લાઇસ કરે છે કે એ નાજુક અને નમણી સ્લાઇસ જોઈને સહુ ખુશ થઈ જાય. એમાં પણ જ્યારે એમ કહેવામાં આવે કે આ સ્લાઇસ આંગળી કે હથેળીના ઉપયોગ વિના કપાઈ છે, ત્યારે તો સહુ કોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતાં. આ કઈ રીતે શક્ય બન્યું હશે
142 * તન અપંગ, મન અડીખમ
પાકકળામાં કુશળ રિસેલ અપતાન
એને વિશે એમના મનમાં અનેક પ્રશ્નો જાગે છે.
મરિસેલની રસોઈકળા ખીલી ઊઠી. બાળપણનો શોખ એને ઘણી અવનવી વાનગીઓ બનાવવા પ્રેરતો હતો. એનાં માતાપિતા તો ગામનું ખેતર સંભાળતાં હતાં, પરંતુ રિસેલની ત્રણેય નાની બહેનો ફિલિપાઇન્સની રાજધાની મનિલા આવી. એની કામયાબીની વાત ધીરે ધીરે મનિલામાં ફેલાવા લાગી અને લોકો અશક્યને શક્ય કરનારી મરિસેલને સવાલ કરતા, ત્યારે રિસેલ હસતાં હસતાં કહેતી, ‘લક્ષ્ય સાધવું ઘણું અઘરું છે, પણ મેં ક્યારેય આશા નથી ગુમાવી. હું માનું છું કે તમે સ્વપ્ન સેવો છો, કોઈ પણ વસ્તુ અશક્ય નથી. સખત મહેનત કરો અને ઈશ્વરને પ્રાર્થના કરો.’
આ વાત કરવી સહેલી હતી અને આ વિધાન આપણા મનને ગમી જાય તેવું પણ ખરું ! કિંતુ મરિસેલને માટે સ્વપ્ન અને વાસ્તવ વચ્ચે આભજમીનનું અંતર હતું. નાની બાબતો ગંજાવર મુશ્કેલી બનતી. જાણે ઉંબરો ઓળંગવો એ એવરેસ્ટ ઓળંગવા બરાબર બનતું હતું. કઈ રીતે શાક સમારવું, શાક સમાર્યા
આફતોની આંધી વચ્ચે 143
Page #78
--------------------------------------------------------------------------
________________
પછી એને કઈ રીતે ગોઠવવું અને પછી એને ગેસ પર મૂકીને એની વાનગી બનાવવી એ સ્વયે મરિસેલને માટે મહાભગીરથ પુરુષાર્થ હતો. એને માટે જિંદગીમાં કોઈ બાબત આસાન નહોતી. પણ એ દરેક મુશ્કેલ બાબતને આસાન માનતી હતી. પોતાના પ્રયત્નમાં એ નિષ્ફળ જતી, તો પછી એ પ્રયત્ન માંડી વાળીને પાછું ફરી જતી નહીં, બલ્ક, એ મુશ્કેલીને સમજીને એનો ઉકેલ શોધતી.
માણસ જેમ જીવનમાં બીજી વ્યક્તિ સાથે વ્યવહાર રાખવા માટે ઉકેલ શોધતો હોય છે, એ જ રીતે મરિસેલને પોતાનાં કામો સિદ્ધ કરવા માટે ઉકેલ શોધવા સમાધાનનો માર્ગ ખોજવો પડતો. પરંતુ આ બધા પ્રયત્નોની વચ્ચે એના ચહેરા પર ક્યારેય હતાશાની એકે લકીર ફરકતી નહીં. સંકલ્પભરી આંખો અને સદા હસતો ચહેરો એ એની ઓળખ બની ગઈ અને પછી તો મરિસેલ પોતાની આ વાનગીને વિશિષ્ટ બનાવવા માટે અવિરત પુરુષાર્થ કરવા લાગી. આમાં કેટલી મહેનત કરવી પડે એ તો વાનગી બનાવનાર જ જાણે. એક વાર વાનગી બનાવ્યા પછી એને ચાખવી પડે. એમાં કોઈ ઉમેરણ કરવું પડે, ઉમેરણ કર્યા પછી ફરી ચાખવું પડે એમ ઘણા પ્રયત્નો અને ભૂલો કરતાં રહીને વાનગીને વધુ ને વધુ ઉત્કૃષ્ટ બનાવવી પડે. કોઈને ભાગ્યે જ કલ્પના આવતી કે આ બે હાથ વગરની છોકરી આવી સરસ વાનગી બનાવી શકે છે. પોતાના આ કાર્યમાં નિપુણતા હાંસલ કરવા માટે એણે બે વર્ષના હોટલ એન્ડ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ પણ મેળવ્યો.
મનિલા મહાનગરમાં મરિસેલની અપ્રતિમ હિંમતની જેટલી વાત થતી, એટલી જ એની અનોખી વાનગીની વાત થવા લાગી. ક્યારેક એને ગરમ કીટલી કે મોટા પ્રવાહીથી ભરપૂર તપેલાને સ્ટવ પરથી ઊંચકવાની જરૂર પડે અથવા તો હાથ પરથી સરકી જાય એવી બૉટલનું ઢાંકણું ખોલવાની જરૂર પડે, ત્યારે એ બાજુમાં ઊભેલાની મદદ માગતી, પરંતુ વાનગી બનાવવાની વાત આવે અને મરિસેલના કપાયેલા હાથનું સૌંદર્ય પ્રગટ થવા લાગે છે.
મરિસેલ ટેલિવિઝન પર જુદી જુદી વાનગીઓ બનાવવાનો કાર્યક્રમ આપવા લાગી. આને કારણે મેરિસેલ ઘેર ઘેર જાણીતી થઈ ગઈ. ગૃહિણીઓ આ વાનગી બનાવે અને મરિસેલને યાદ કરે. મુશ્કેલીઓ સામે ઝઝૂમનારી એ
યુવતીનો મનોમન આભાર માને, એણે ટેલિવિઝન પર શીખવેલી ઉમદા વાનગીઓએ અનેક લોકોના જીવનમાં આનંદ ફેલાવી દીધો.
મરિસેલને ઇડસા શાંગ્રી-લા હૉટલના મૅનેજરે ટેલિવિઝન પર વાનગી બનાવતી જોઈ. એ વાનગીની જુદી જુદી રેસિપિઓની વાત સાંભળી, હોટલના મેનેજરને થયું કે આપણી આ વિશાળ હોટલમાં મરિસેલ હોય તો કેવું સારું ! આ સમયે હોટલ દ્વારા ‘કંર ઑફ પીપલ પ્રોજેક્ટ' નામનો એક પ્રોજેક્ટ ચાલતો હતો. આ પ્રોજેક્ટમાં એમણે મરિસેલને નોકરી આપી અને મરિસેલ એની કુશળતાથી આગળ વધવા લાગી.
આ હૉટલ ફિલિપાઇન્સની રાજધાની મનિલાની અતિ વિખ્યાત હોટલ. એવા વાતાવરણમાં એ આખી હોટલની રચના થઈ હતી કે વ્યક્તિને જુદાં જુદાં ઉદ્યાનોમાં લટાર મારતો હોય એવી આનંદની અનુભૂતિ થાય. આમ તો દુનિયાભરમાં આ હૉટલ એની ચૉકલેટ માટે જાણીતી હતી. એણે કેટલીય વાર ટ્રિપ એડવાઇઝર સર્ટિફિકેટ આંફ એક્સલન્સનું સન્માન મેળવ્યું હતું. ક00થી વધુ રૂમ્સ ધરાવતી આ હોટલમાંથી જેમ સ્વર્ગીય ઉદ્યાનનો આનંદ મળતો હતો, એ જ રીતે રાત્રે અવકાશી નજારો જોવા મળતો હતો.
આવી હોટલમાં નોકરીની તક મળી અને મરિસેલનું જીવન અને કળા મહેકી ઊઠ્યાં. ધીરે ધીરે મરિસેલ જે વાનગી બનાવતી હતી અને ‘ઇસ્પિરેશનલ રેસિપિ ' એવી ઓળખ મળી અને આમ મનિલાની વિશ્વશ્રેષ્ઠ હોટલમાં લોકો મરિસેલની ‘ઇસ્પિરેશનલ રેસિપિ' દ્વારા બનાવેલી વાનગીઓ માટે આવવા લાગ્યાં.
બાવીસ વર્ષની મરિસેલ હોટલના રસોઈગૃહની મુખ્ય શેફ બની. એણે તૈયાર કરેલી ચીઝ-કૈક એવી સ્વાદિષ્ટ હોય છે કે એ ખાનારા એની રેસિપિ જાણવા માટે મરિસેલ પાસે દોડી આવે છે. પોતાના અડધા કાંડાની કળાથી કંકમાં અને કંકની આજુબાજુમાં ગોઠવેલા સુકા મેવા અને ફળો જોઈને પહેલી જ નજરે પ્રવાસીને એનું આકર્ષણ થાય. વળી એ કંક ઉપર સરસ મજાના શોભાયમાન એવા ચોકલેટના વાંકાચૂંકા આકારો કેકને વધુ મોહક બનાવે છે. પેસ્ટ્રી શંફ માટે તો આ કામ રોજે રોજનું હોય છે પણ મરિસેલ એ કામમાં એવો
14 • તન અપંગ, મન અડીખમ
આફતોની આંધી વચ્ચે જે 145
Page #79
--------------------------------------------------------------------------
________________
છરી વડે શાક સમારતી રિસેલ અપતાન
જાદુ જગાવે છે કે એણે બનાવેલી વાનગીઓ માટે હોટલના મુલાકાતીઓ સદાય આતુર રહે છે.
માત્ર વાનગી બનાવીને લોકોનાં મનને તરબતર કરવાં એટલો જ રિસેલનો ઉદ્દેશ નથી. એને તો પોતાની વાનગીઓ દ્વારા અસંખ્ય લાચાર માણસોમાં હિંમત પ્રેરવી છે. જીવનમાં ચોપાસથી નાસીપાસ થઈ જનારનો હાથ પકડીને એમને ઊભા કરીને જીવનપંથે આગળ ચલાવવાનો છે. એ પોતાનાં દુઃખોનાં ગાણાં ગાવામાં માનતી નથી. પણ બીજાનાં દુઃખો દૂર કરવા માટે સદાય તત્પર હોય છે.
સેરિબ્રલ પાલ્સીના રોગથી પીડાતી ૨૧ વર્ષની રોનેલીન કોલમ્પિઅનોએ ટેલિવિઝન પર મરિસેલની ઇન્સ્પિરેશનલ રેસિપિ નજરે નિહાળી. પોતાના આ
રોગને કારણે રોનેલીન માત્ર વ્હીલચર પર પોતાનું જીવન ગુજારતી હતી. ઘેરથી બહાર ક્યારેય નીકળી નહોતી. કદી શાળાએ ગઈ નહોતી. પણ એણે ટેલિવિઝન પર રિસેલને જોઈ અને ઉત્સાહથી બોલી ઊઠી, ‘જો એ આટલા આત્મવિશ્વાસથી વેજિટેબલ સલાડ બનાવતી હોય અને એનું નિદર્શન આપતી હોય, તો મારે પણ મારામાં આત્મવિશ્વાસ જગાડવો જોઈએ.' અને રોનેલીન આજે પગથિયાં વગરના ઘરમાં રહે છે. એણે કમ્પ્યૂટર ક્ષેત્રમાં નોકરી કરવાનો મનસૂબો રાખ્યો છે અને થોડાક સમયમાં એ વર્ગોમાં હાજરી આપશે.
146 * તને અપંગ, મન અડીખમ
૨૦૦૮માં રિસેલે હોટલ મૅનેજમેન્ટમાં સ્નાતકની પદવી મેળવી. હાથ ન હોય તેથી શું ? હૈયામાં કલા તો છે ને ! અને મરિસેલે હસ્તશિલ્પ અને કળામાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ૨૦૧૧માં શૅફ તરીકેનો એનો અભ્યાસ પૂરો થયો. નોકરી મળી ગઈ. હાથ વગરની શૅફ હોઈ શકે ખરી ? હા, એ અશક્યને મરિસેલે શક્ય કરી બતાવ્યું. એણે ક્યારેય પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે કદી પાછીપાની ન કરી. સફળ શૅફ બનવા માટે દરેક વાનગીને સ્વાદિષ્ટ અને કલામય બનાવવાનું કૌશલ હોવું જોઈએ.
હાથ વિનાની મરિસેલ આજે શ્રેષ્ઠ પેસ્ટ્રી ઑફ તરીકે સર્વત્ર જાણીતી બની ગઈ. એણે પોતાના માટે કોઈ ખાસ પ્રકારની સગવડ માગી નહીં. બીજાઓની માફક જ એ કામ કરતી હતી, પરંતુ કામમાં એવો જીવ રેડતી હતી કે જે માણસ બે હાથથી પણ કરી શકતો નહોતો અથવા તો એ કરવા માટે મુશ્કેલ હતું, એ કામ બે હાથ વગરની રિસેલે કરી બતાવ્યું.
આફતોની આંધી વચ્ચે • 147
Page #80
--------------------------------------------------------------------------
________________
અટકવું એ આદત નથી
કાંડા વગરની ફોટોગ્રાફર
18.
માત્ર બાર વર્ષની વયે મોટર અકસ્માતમાં રૂસિદાનાં બંને કાંડાં કપાઈ ગયાં. કાંડા વિનાની આ છોકરીને માટે ઇન્ડોનેશિયાના નાનકડા ગામે જીવવું દુષ્કર હતું. આ ગામમાં જે છોકરીઓનાં આંગળાં નહોતાં, તે રસ્તા પર ઠોકર ખાતી ભીખ માગતી ફરતી હતી, ત્યારે રૂસિદાનાં તો બંને કાંડાં કપાયેલાં હતાં. એનાં માતાપિતાએ એને નિશાળમાંથી ઉઠાડી લીધી. એમની સામે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.
એ પછી ઇન્ડોનેશિયાના સોલો શહેરમાં આવેલા અપંગો માટેના ‘વ્યવસાયી પુનરુત્થાન કેન્દ્રમાં રૂસિદાએ પ્રવેશ મેળવ્યો. અહીં કાંડાંવિહોણી રૂસિદાએ સિવણ અને ફોટોગ્રાફી શીખવાનું શરૂ કર્યું. બંનેમાં હાથના પંજાની જરૂર. પણ એ લાવવા ક્યાંથી ? એની શારીરિક હાલત જોઈને બધા એની તરફ દયામણી નજરે જોતા હતા, પરંતુ રૂસિદા તો પોતાના અવરોધોને અવગણીને
સ્વનોને સાકાર કરવા માટે અતિ ઉત્સાહી હતી. એને અશક્યને શક્ય કરવું હતું. કોઈએ કહ્યું ન હોય તેવું કરી બતાવવું હતું. ગમે તે થાય, પણ એને ફોટોગ્રાફર બનવું હતું.
સહુએ કહ્યું કે આ તો એને માટે કોઈ કાળે શક્ય જ નથી. કાંડાં વિનાની વ્યક્તિ કઈ રીતે ફોટોગ્રાફી કરી શકે ? તસવીર ઝડપવાની વાત તો દૂરની વાત થઈ, પણ કૅમેરો હાથમાં પકડી શકાશે કઈ રીતે ? પરંતુ રૂસિદાના પિતાએ પુત્રીની ઇચ્છાને સંતોષવા એને ફોટોગ્રાફીની કલા શીખવા માટે મોકલી અને અહીં એ અત્યંત ધગશથી સખત મહેનત કરવા લાગી. આજના યુગમાં ફોટો ફિલ્મ સાથે કામ કરવામાં આવે છે. ડિજિટલ ફિલ્મ સાથે નહીં. પરિણામે હાથ વગરની વ્યક્તિને માટે આ કામ ઘણું પડકારરૂપ બની રહે છે.
એના શિક્ષકે એની ફોટોગ્રાફીની લગની જોઈને એને પેનટેક્સ કૅમેરો ભેટ આપ્યો. રૂસિદાએ આ કેમેરામાં પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કર્યા અને પછી તો એ કાંડા વગરની સફળ ફોટોગ્રાફર બની ગઈ.
અટકવું એ આદત નથી !• 149
રૂસિદા બનાવી
Page #81
--------------------------------------------------------------------------
________________
કાંડાં વગર પોતાના ઘરનાં દરેક કામ કરતી રૂસિદા ક્યારેક રૂસિદા વિચાર પણ છે કે જો એણે બાવડાં ન ગુમાવ્યાં હોત, તો તે કેવી હોત ? એના જીવનમાં કોઈ સાહસ કે રોમાંચ હોત ખરાં ? કદાચ ફોટોગ્રાફી માટે રોટલી ઉત્સુકતા પણ ન હોત ! રૂસિદા લગ્ન-સમારંભોમાં વ્યવસાયી ફોટોગ્રાફર તરીકે જાય છે. મોટી પાર્ટીઓમાં પણ કામ કરે છે. એણે પોતાના ગામમાં એક નાનકડો ટુડિયો બનાવ્યો છે.
હવે એ પોતાના બોટોરેઝો ગામમાં થોડાક સમયમાં પોતાના ઘરની નજીક વિશાળ સ્ફડિયો કરવાની ઇચ્છા ધરાવે છે. અટકવું એ રૂસિદાની આદત નથી, એથી ૨૦૧૦ પૂર્વે એ પેનટેક્સ કૅમેરાનો ઉપયોગ કરતી હતી, ત્યાર પછી ડિજિટલ કૅમેરા અને પ૫૦ ડી અને ફ્લેશ કૅમેરાનો આજે ઉપયોગ કરે છે. એની કલા એવી છે કે આસપાસના સ્થાનિક લોકો અને સત્તાવાળાઓ મહત્ત્વના પ્રસંગોની તસવીર ઝીલવા માટે રૂસિદા આવે, તેવો ખાસ આગ્રહ રાખે છે.
એના પતિ સુરાડી કહે છે, “મને આશા છે કે મારી પત્નીની પ્રવૃત્તિઓ તેના જેવાં અન્ય વિકલાંગો અને નિરાશાવાદી લોકો માટે ઉદાહરણરૂપ અને પ્રેરણારૂપ બનશે. આપણે જાણીએ છીએ કે વિકલાંગતાના ફાયદા અને ગેરફાયદા ઘણા છે. એની પાસે પૂરા હાથ નથી, છતાં સશક્ત લોકોની જેમ જ એ બધાં કાર્ય કરે છે.'
150 * તેને અપંગ, મન અડીખમ
પોતાના કૅમેરાને તૈયાર કરતી રૂસિદા એમાં પણ રૂસિદાને વીડિયો ઉતારવી જોઈએ, ત્યારે તો એને ધન્યવાદ આપ્યા વિના રહી શકાય નહીં. એણે પોતાના કામમાં આવતા પ્રત્યેક અવરોધોને અવગણ્યા છે અને સ્વપ્નોને સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહી છે. જો દરેક વ્યક્તિ એની માફક મહેનત અને સંકલ્પથી જીવે, તો આ દુનિયાનો નકશો બદલાઈ જાય.
છેલ્લાં વીસ વર્ષથી ઇન્ડોનેશિયાના આ નાનકડા ગામમાં રૂસિદા ફોટોગ્રાફી કરે છે. એનાં કાંડાં કપાઈ ગયાં હોવા છતાં એ એને માટે કોઈ સમસ્યારૂપ નથી. નિરાંતે કાંડાં વિનાના હાથથી પોતાના પુત્રના વાળ પણ ઓળે છે અને એને વાળ ઓળતી જોઈને લોકો આશ્ચર્ય અનુભવે છે કે કપાયેલાં કાંડાંથી બીજાના વાળ ઓળી શકાય ખરા ? ત્યારે રૂસિદા એવો ભાવ દર્શાવે છે કે, “માતાને માટે કશું અશક્ય નથી.”
પોતાની શારીરિક મર્યાદાને કારણે રૂસિદાને ઘણું સહન કરવું પડ્યું. પણ સહેવું એ એનો સ્વભાવ બની ગયો. સૌ પ્રથમ તો એને આસપાસના ગંગેટિવ વાતાવરણનો સામનો કરવો પડ્યો. સહુ કોઈએ એના નામનું નાહી નાખ્યું હતું.
અટકવું એ આદત નથી !• 151
Page #82
--------------------------------------------------------------------------
________________ ધારતા હતા કે હવે રૂસિદાને આખી જિંદગી ઓશિયાળા બનીને જીવવી પડશે અને એનાં માતાપિતાને એમ લાગતું હતું કે આખી જિંદગી આ દીકરીનો બોજ માથે ઉઠાવવો પડશે. એવામાં નિશાળેથી ઊઠી જતાં રૂસિદાને સખીઓનો સાથ ગુમાવવો પડ્યો અને વેરાન જિંદગી વધુ એકલવાયી બની ગઈ. આ સઘળી અવરોધરૂપ પરિસ્થિતિઓ વચ્ચે પણ રૂસિદા સહેજે ડગી નહીં. એના મનમાં મક્કમ નિર્ધાર હતો, તેથી એણે કામ શરૂ કર્યું ત્યારે સૌથી પહેલાં તો એને કૅમેરાને એડજસ્ટ કરવો પડ્યો. એના હાથ પંજા વિનાના હોવાથી કપાયેલા હાથની વચ્ચે કેમેરો રાખીને ચલાવવો પડતો. કૅમેરાનું બટન પણ અમુક રીતે ગોઠવવું પડતું હતું. વળી નાના ટુડિયોની પણ જરૂર હતી. આ સમયે એનો પતિ ઘણી મદદ કરતો હતો. આનું કારણ એ કે એના પતિને રૂસિદાને પામ્યાનું ગૌરવ હતું. રૂસિદાની કામયાબી જોઈને રાજ્ય સરકારે એને ‘વેલ્ફર એમ્પાવરમેન્ટમાં નોકરી આપી છે. એ કૅમેરો ચલાવવામાં જેટલી કાબેલ છે, એટલી જ કાબેલ રોજિંદાં કાર્યો કરવામાં છે. એ પોતાનાં સંતાનને શાળાએ જવા માટે તૈયાર કરે છે. ઘરમાં વસતા એના એક અપંગ ભત્રીજાને સ્નાન કરાવવાનું અને કપડાં પહેરાવવાનું કામ પણ સંભાળે છે અને આ ઉપરાંત ઘરગૃહસ્થી તો ખરી જ ! રૂસિદાની ફોટોગ્રાફીની ખૂબી જોઈને એને આધુનિક ટૅકનોલૉજીવાળા કૅમેરા પણ મળતા જાય છે અને એ એનાથી જલદી પરિચિત થઈ ગઈ છે. કોઈ પણ પરિસ્થિતિમાં આશા ગુમાવવી નહીં, એ એનો જીવનમંત્ર છે. 152 * તન અપંગ, મન અડીખમ