SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મૂકવામાં આવ્યો. એની જિંદગીના ધબકારા ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો. એનું બ્લડપ્રેશર અનિયમિત થઈ ગયું. કિડની કામ કરતી બંધ થઈ ગઈ અને આખું શરીર વિષમય બની ગયું. બીજે દિવસે સવારે ઇન્સેન્ટિવ કેર યુનિટમાં રહેલા મૈથ્ય એગ્સના ઇન્વેક્શનની જગાને ખોલીને સાફ કરવામાં આવી અને થયું કે આમ કરવાથી કદાચ એનો રોગ પ્રસરતો અટકશે, પરંતુ એની કોઈ અસર થઈ નહીં અને એના શરીરમાં ઝેર પ્રસરવા લાગ્યું. ત્રીજે દિવસે શુક્રવારે તો એનો કોણીથી નીચેનો ડાબો હાથ કાપી નાખવો પડ્યો. આખા દેહમાં વિષ પ્રસરતું અટકાવવા માટે ડૉક્ટરોએ આ ઉપાય કર્યો, પરંતુ મૈથ્ય એમ્સના દેહમાં તો વિષે પ્રસરતું અટક્યું નહીં. ધીરે ધીરે એના આખા શરીરમાં ઝેર પ્રસરવા લાગ્યું. એની હાલત ગંભીર બની ગઈ અને શુક્રવારે સાંજે તો કહેવામાં આવ્યું કે મૈથ્ય માંડ માંડ આવતીકાલ શનિવારની સવાર જોઈ શકશે. કુટુંબીજનોને આઘાત થયો. એની પત્ની ડાયનેને લાગ્યું કે એક અઠવાડિયામાં તો વસંતની મહેકથી ફૂલેલા-ફાલેલા જીવનમાં જાણે પાનખર સદાને માટે બેસી ગઈ. જીવનનો સઘળો આનંદ તો ક્યાંય દૂર થઈ ગયો, પરંતુ લુક, બૅન, વિલ અને ઍમિલી એ ચાર સંતાનોનું ભાવિ ડાયનેને અંધકારમય લાગ્યું. જિંદગીનું નાવ મઝધારમાં ડૂબી રહ્યું હતું. ટૉક્સિક શૉક સિન્ડ્રોમને કારણે મૈથ્ય એમ્સ પળેપળે મૃત્યુ તરફ ધસી રહ્યો હતો. આખરે એણે શનિવારની સવાર તો જોઈ. મેડિકલ ટીમ આઇ.સી.યુ.ના મુલાકાતી રૂમમાં હાજર થઈ. એમણે મોત સામે જંગ ખેલતા મૈથૂનો ચિતાર આપ્યો. એમણે કહ્યું કે “મૈથ્ય ભલે કૉમામાં હોય, પણ મોતને સહેજે મચક આપતો નથી.' એનાં કુટુંબીજનો જિંદગી માટે મોત સામે ઝઝુમી રહેલા સાહસિક મૈથ્યની કલ્પના કરવા લાગ્યાં, પણ સાથોસાથ મેડિકલ ટીમે કહ્યું કે મૈથ્યના દેહમાં રોગનું ઝેર હજી પ્રસરતું અટક્યું નથી. એ જીવવા માટે જંગ ખેડે છે તે ખરું. એમાં હારી જશે એ પરિણામ પણ નિશ્ચિત છે. માત્ર એ સહેજે શરણાગતિ સ્વીકારતો નથી. ડૉક્ટરોએ કહ્યું, ‘જો હવે એના બંને હાથ અને બંને પગ તત્કાળ ઑપરેશન કરીને કાપી નાખવામાં નહીં આવે, તો એનો આખો દેહ વિષગ્રસ્ત બનીને નિર્જીવ થઈ જશે. એ નિશ્ચિતપણે મૃત્યુ પામશે.” ડૉક્ટરોએ કુટુંબીજનોની અનુમતિ માગી. કુટુંબીજનોની નજર સામે એક બિહામણું દૃશ્ય ખડું થયું. એમને થયું કે બંને હાથ અને બંને પગ વગરનો મૈથ્ય. કેવો થઈ જશે ! આ વિચારે સહુને કંપાવી નાખ્યાં, પણ સામે એક એવી આશા પણ હતી કે જો આ ચારેય અવયવ કાપી નાખ્યા બાદ મૈથ્ય જીવનમરણના જંગમાં કદાચ જીત મેળવે, તો એનાં ચાર સંતાનોને એમના વહાલસોયા પિતા ગુમાવવા નહીં પડે ! ચાર ઑર્થોપેડિક સર્જનોની ટીમના એક ડૉક્ટર મેક મેનિમને કુટુંબીજનોને ચોખ્ખા શબ્દોમાં કહ્યું. “મૈથ્યને બચાવવા માટે અવયવો કાપવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.” ડાયને માટે આ ભારે વિમાસણનો સમય હતો. આજ સુધી પોતાના પ્રત્યેક નિર્ણય એણે મૈથ્ય સાથે મળીને કર્યા હતા. આ એનો પહેલો નિર્ણય હતો કે જે એને કહ્યા વગર, પૂછયા વગર કે એની અનુમતિ મેળવ્યા વગર કરવાનો હતો, પણ સાથોસાથ ડાયને જાણતી હતી કે આ સવાલનો મૈથૂએ કયો ઉત્તર આપ્યો હોત ! વળી, મૈથૂની સંતાનો માટેની અપાર ચાહનાનો ડાયનેને ખ્યાલ હતો, એથી એણે વિચાર્યું, ‘સંતાનો એમના પિતાને જે રીતે ચાહતાં હતાં, તે વિચારીને ગમે તે થાય, તોપણ મૈથ્યનું જીવિત રહેવું જરૂરી છે.' ડાયનેએ ઑપરેશન માટે સંમતિ આપી. કુટુંબીઓએ એના આ નિર્ણયને ટેકો આપ્યો. આખરે મૈથ્યનાં ચારે અંગો કાપી નાખવા માટે ટીમના ચાર ઑર્થોપેડિક સર્જનો એને ઓપરેશન થિયેટરમાં લઈ જવા આવ્યા. મૈથ્ય કોમામાં હતો. સહુની આંખમાં આંસુ હતાં. હૃદય પર દુ:ખનો ભારે બોજ હતો. ચોતરફ આંસુ અને ઉદાસી હતાં. એની સૌથી નાની દીકરી અંમિલી ગાતી હતી, ‘બાય બાય, ડેડી.” અને એણે પોતાના પિતાના ચહેરાને ચૂમીઓથી નવડાવી દીધો. એ મનમાં એમ જ માનતી હતી કે એ એના પપ્પાને થોડા સમય માટે ફરી પાછી મળવાની ન હોય ! ડાયને હાથથી મુખ ઢાંકીને વહેતી અશ્રુધારાને રોકવા પ્રયાસ કરતી હતી. આ દશ્ય જોનારી નર્સોના ચહેરા પર પણ વિષાદની ઘેરી છાયા છવાઈ ગઈ હતી. મૈથ્યને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. મધ્યાહ્ન પછી ઑપરેશન શરૂ થયું અને મધરાતે પૂરું થયું. ઑપરેશન પૂરું થતાં જ નર્સે બહાર 84 • તન અપંગ, મન અડીખમ જીવી જાણનારો • 85
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy