SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ એના તરફ દયામણી-રહેમ નજરે જોતું. નાનકડી શીલા એક નવી દુનિયામાં આવી હતી. અહીં એની મજાક કરનારાઓની સંખ્યા ઘણી મોટી હતી, ત્યારે શીલાએ દયામણા બનવાને બદલે હાંસી ઉડાવનારાઓને હાસ્યથી પ્રત્યુત્તર આપવાનો વિચાર રાખ્યો. એને ખ્યાલ આવ્યો કે એની વેદના, વિફળતા અને વિકલાંગતા એ બધાંને એના ચહેરા પરથી અને જીવનમાંથી અળગાં રાખવાં હોય તો, હાસ્ય એ જ એકમેવ ઉપાય છે. આમ, એ સતત હસતી રહી, પરંતુ બીજાઓ એની લાગણીને જે ઠેસ પહોંચાડતા, એના જખમ એના દિલમાં ઊંડું દર્દ પેદા કરતા હતા. વાસ્તવિકતા એ જિંદગીની સૌથી મોટી પાઠશાળા છે અને શીલાને માથે વાસ્તવિક જીવનમાં વ્યવહારુ કાર્યો કરવાનું આવ્યું. હાથ નહીં, પગની સ્થિરતા નહીં એવી પરિસ્થિતિમાં દરેક કાર્ય એ એને માટે પ્રચંડ પડકાર બની રહેતો. જિંદગીના પ્રત્યેક કાર્યમાં એને ડગલે ને પગલે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આવા રોગ સાથે જન્મેલી વ્યક્તિને માટે બીજાને સાવ આસાન લાગતી એવી બાબતો પણ મુશ્કેલ બનતી હોય છે. બીજાએ કલ્પના પણ ન કરી હોય કે આવું કરવામાં મુશ્કેલી આવે છે, ત્યાં શીલા સામે મુશ્કેલીઓનો પહાડ ઊભો થઈ જતો હતો. આવા પડકારને જોઈને પછડાટ પામવાનું એના સ્વભાવમાં નહોતું. આ સમયે પપ્પાનું એ વાક્ય ‘આઇ કેન” એના મનમાં ગુંજતું હતું અને સાથોસાથ મમ્મીની એ શિખામણ કે અશક્ય કામ એને કહેવામાં આવે છે કે જેને શક્ય કરવા માટે થોડો વિશેષ સમય આપવો પડે છે. એનો ઉપાય શોધવો પડે અને શીલા આ ઉપાય શોધવા લાગી. એની વિકલાંગતા સાથે એ કાર્ય કઈ રીતે સિદ્ધ કરી શકશે એનું આયોજન કરવા લાગી. ક્યારેક વિચિત્ર પરિસ્થિતિ પણ ઊભી થતી. શીલા કોઈ કામ કરવા માટે જાતે પ્રયત્ન કરતી, ત્યારે કોઈ જાણે પરોપકાર કરતું હોય તેમ એને મદદ કરવા દોડી આવતું. જે કામ એ મહેનત કરીને સિદ્ધ કરવા માગતી હોય, તે કામ કરી આપવાની તત્પરતા દાખવતું. આવી વ્યક્તિઓ મદદરૂપ બનવાનો ભાવ સેવતી હોય, પરંતુ એનાથી વિકલાંગ વ્યક્તિનું જીવન વધુ દુષ્કર અને લાચાર બનતું હોય છે. એની પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી દે છે અને પરિણામે ધીરે ધીરે માર્શલ આર્ટમાં બ્લેકબેલ્ટ મેળવનારી શીલા રડઝવીઝ એની વિકલાંગતા એના પર છવાઈ જતી હોય છે. કોઈ પર્વતારોહક એક શિખર પર આરોહણ કરીને વિજય મેળવતો હોય, એ પછી બીજા શિખર પર આરોહણ કરવા જતો હોય ત્યારે એની જે સ્થિતિ થાય એવી સ્થિતિ કોઈ પણ નવા વાતાવરણને અનુકૂળ થવા માટે શીલાની થતી હતી. જે કોઈ સ્થળે જીવવાનું આવે, તે સ્થળ એને માટે પડકારરૂપ બની રહેતું, કારણ કે એ સ્થળની પરિસ્થિતિ સાથે એને એની શારીરિક મર્યાદાઓનો મેળ પાડવાનો હતો. જેમ કે એ હમણાં જે એપાર્ટમેન્ટમાં વસવા આવી ત્યાં કાઉન્ટરચૉપ ડિશવૉશર નહોતું. આવું ડિશવૉશર ઘણા લોકોને ત્યાં નહીં હોય, પરંતુ એને ત્યાં ન હોય તો તે મોટી મુશ્કેલી સર્જી. વળી હવે એ એના 100 • તન અપંગ, મન અડીખમ જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય ! • 101
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy