________________
પછી એને કઈ રીતે ગોઠવવું અને પછી એને ગેસ પર મૂકીને એની વાનગી બનાવવી એ સ્વયે મરિસેલને માટે મહાભગીરથ પુરુષાર્થ હતો. એને માટે જિંદગીમાં કોઈ બાબત આસાન નહોતી. પણ એ દરેક મુશ્કેલ બાબતને આસાન માનતી હતી. પોતાના પ્રયત્નમાં એ નિષ્ફળ જતી, તો પછી એ પ્રયત્ન માંડી વાળીને પાછું ફરી જતી નહીં, બલ્ક, એ મુશ્કેલીને સમજીને એનો ઉકેલ શોધતી.
માણસ જેમ જીવનમાં બીજી વ્યક્તિ સાથે વ્યવહાર રાખવા માટે ઉકેલ શોધતો હોય છે, એ જ રીતે મરિસેલને પોતાનાં કામો સિદ્ધ કરવા માટે ઉકેલ શોધવા સમાધાનનો માર્ગ ખોજવો પડતો. પરંતુ આ બધા પ્રયત્નોની વચ્ચે એના ચહેરા પર ક્યારેય હતાશાની એકે લકીર ફરકતી નહીં. સંકલ્પભરી આંખો અને સદા હસતો ચહેરો એ એની ઓળખ બની ગઈ અને પછી તો મરિસેલ પોતાની આ વાનગીને વિશિષ્ટ બનાવવા માટે અવિરત પુરુષાર્થ કરવા લાગી. આમાં કેટલી મહેનત કરવી પડે એ તો વાનગી બનાવનાર જ જાણે. એક વાર વાનગી બનાવ્યા પછી એને ચાખવી પડે. એમાં કોઈ ઉમેરણ કરવું પડે, ઉમેરણ કર્યા પછી ફરી ચાખવું પડે એમ ઘણા પ્રયત્નો અને ભૂલો કરતાં રહીને વાનગીને વધુ ને વધુ ઉત્કૃષ્ટ બનાવવી પડે. કોઈને ભાગ્યે જ કલ્પના આવતી કે આ બે હાથ વગરની છોકરી આવી સરસ વાનગી બનાવી શકે છે. પોતાના આ કાર્યમાં નિપુણતા હાંસલ કરવા માટે એણે બે વર્ષના હોટલ એન્ડ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ પણ મેળવ્યો.
મનિલા મહાનગરમાં મરિસેલની અપ્રતિમ હિંમતની જેટલી વાત થતી, એટલી જ એની અનોખી વાનગીની વાત થવા લાગી. ક્યારેક એને ગરમ કીટલી કે મોટા પ્રવાહીથી ભરપૂર તપેલાને સ્ટવ પરથી ઊંચકવાની જરૂર પડે અથવા તો હાથ પરથી સરકી જાય એવી બૉટલનું ઢાંકણું ખોલવાની જરૂર પડે, ત્યારે એ બાજુમાં ઊભેલાની મદદ માગતી, પરંતુ વાનગી બનાવવાની વાત આવે અને મરિસેલના કપાયેલા હાથનું સૌંદર્ય પ્રગટ થવા લાગે છે.
મરિસેલ ટેલિવિઝન પર જુદી જુદી વાનગીઓ બનાવવાનો કાર્યક્રમ આપવા લાગી. આને કારણે મેરિસેલ ઘેર ઘેર જાણીતી થઈ ગઈ. ગૃહિણીઓ આ વાનગી બનાવે અને મરિસેલને યાદ કરે. મુશ્કેલીઓ સામે ઝઝૂમનારી એ
યુવતીનો મનોમન આભાર માને, એણે ટેલિવિઝન પર શીખવેલી ઉમદા વાનગીઓએ અનેક લોકોના જીવનમાં આનંદ ફેલાવી દીધો.
મરિસેલને ઇડસા શાંગ્રી-લા હૉટલના મૅનેજરે ટેલિવિઝન પર વાનગી બનાવતી જોઈ. એ વાનગીની જુદી જુદી રેસિપિઓની વાત સાંભળી, હોટલના મેનેજરને થયું કે આપણી આ વિશાળ હોટલમાં મરિસેલ હોય તો કેવું સારું ! આ સમયે હોટલ દ્વારા ‘કંર ઑફ પીપલ પ્રોજેક્ટ' નામનો એક પ્રોજેક્ટ ચાલતો હતો. આ પ્રોજેક્ટમાં એમણે મરિસેલને નોકરી આપી અને મરિસેલ એની કુશળતાથી આગળ વધવા લાગી.
આ હૉટલ ફિલિપાઇન્સની રાજધાની મનિલાની અતિ વિખ્યાત હોટલ. એવા વાતાવરણમાં એ આખી હોટલની રચના થઈ હતી કે વ્યક્તિને જુદાં જુદાં ઉદ્યાનોમાં લટાર મારતો હોય એવી આનંદની અનુભૂતિ થાય. આમ તો દુનિયાભરમાં આ હૉટલ એની ચૉકલેટ માટે જાણીતી હતી. એણે કેટલીય વાર ટ્રિપ એડવાઇઝર સર્ટિફિકેટ આંફ એક્સલન્સનું સન્માન મેળવ્યું હતું. ક00થી વધુ રૂમ્સ ધરાવતી આ હોટલમાંથી જેમ સ્વર્ગીય ઉદ્યાનનો આનંદ મળતો હતો, એ જ રીતે રાત્રે અવકાશી નજારો જોવા મળતો હતો.
આવી હોટલમાં નોકરીની તક મળી અને મરિસેલનું જીવન અને કળા મહેકી ઊઠ્યાં. ધીરે ધીરે મરિસેલ જે વાનગી બનાવતી હતી અને ‘ઇસ્પિરેશનલ રેસિપિ ' એવી ઓળખ મળી અને આમ મનિલાની વિશ્વશ્રેષ્ઠ હોટલમાં લોકો મરિસેલની ‘ઇસ્પિરેશનલ રેસિપિ' દ્વારા બનાવેલી વાનગીઓ માટે આવવા લાગ્યાં.
બાવીસ વર્ષની મરિસેલ હોટલના રસોઈગૃહની મુખ્ય શેફ બની. એણે તૈયાર કરેલી ચીઝ-કૈક એવી સ્વાદિષ્ટ હોય છે કે એ ખાનારા એની રેસિપિ જાણવા માટે મરિસેલ પાસે દોડી આવે છે. પોતાના અડધા કાંડાની કળાથી કંકમાં અને કંકની આજુબાજુમાં ગોઠવેલા સુકા મેવા અને ફળો જોઈને પહેલી જ નજરે પ્રવાસીને એનું આકર્ષણ થાય. વળી એ કંક ઉપર સરસ મજાના શોભાયમાન એવા ચોકલેટના વાંકાચૂંકા આકારો કેકને વધુ મોહક બનાવે છે. પેસ્ટ્રી શંફ માટે તો આ કામ રોજે રોજનું હોય છે પણ મરિસેલ એ કામમાં એવો
14 • તન અપંગ, મન અડીખમ
આફતોની આંધી વચ્ચે જે 145