SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ છરી વડે શાક સમારતી રિસેલ અપતાન જાદુ જગાવે છે કે એણે બનાવેલી વાનગીઓ માટે હોટલના મુલાકાતીઓ સદાય આતુર રહે છે. માત્ર વાનગી બનાવીને લોકોનાં મનને તરબતર કરવાં એટલો જ રિસેલનો ઉદ્દેશ નથી. એને તો પોતાની વાનગીઓ દ્વારા અસંખ્ય લાચાર માણસોમાં હિંમત પ્રેરવી છે. જીવનમાં ચોપાસથી નાસીપાસ થઈ જનારનો હાથ પકડીને એમને ઊભા કરીને જીવનપંથે આગળ ચલાવવાનો છે. એ પોતાનાં દુઃખોનાં ગાણાં ગાવામાં માનતી નથી. પણ બીજાનાં દુઃખો દૂર કરવા માટે સદાય તત્પર હોય છે. સેરિબ્રલ પાલ્સીના રોગથી પીડાતી ૨૧ વર્ષની રોનેલીન કોલમ્પિઅનોએ ટેલિવિઝન પર મરિસેલની ઇન્સ્પિરેશનલ રેસિપિ નજરે નિહાળી. પોતાના આ રોગને કારણે રોનેલીન માત્ર વ્હીલચર પર પોતાનું જીવન ગુજારતી હતી. ઘેરથી બહાર ક્યારેય નીકળી નહોતી. કદી શાળાએ ગઈ નહોતી. પણ એણે ટેલિવિઝન પર રિસેલને જોઈ અને ઉત્સાહથી બોલી ઊઠી, ‘જો એ આટલા આત્મવિશ્વાસથી વેજિટેબલ સલાડ બનાવતી હોય અને એનું નિદર્શન આપતી હોય, તો મારે પણ મારામાં આત્મવિશ્વાસ જગાડવો જોઈએ.' અને રોનેલીન આજે પગથિયાં વગરના ઘરમાં રહે છે. એણે કમ્પ્યૂટર ક્ષેત્રમાં નોકરી કરવાનો મનસૂબો રાખ્યો છે અને થોડાક સમયમાં એ વર્ગોમાં હાજરી આપશે. 146 * તને અપંગ, મન અડીખમ ૨૦૦૮માં રિસેલે હોટલ મૅનેજમેન્ટમાં સ્નાતકની પદવી મેળવી. હાથ ન હોય તેથી શું ? હૈયામાં કલા તો છે ને ! અને મરિસેલે હસ્તશિલ્પ અને કળામાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ૨૦૧૧માં શૅફ તરીકેનો એનો અભ્યાસ પૂરો થયો. નોકરી મળી ગઈ. હાથ વગરની શૅફ હોઈ શકે ખરી ? હા, એ અશક્યને મરિસેલે શક્ય કરી બતાવ્યું. એણે ક્યારેય પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે કદી પાછીપાની ન કરી. સફળ શૅફ બનવા માટે દરેક વાનગીને સ્વાદિષ્ટ અને કલામય બનાવવાનું કૌશલ હોવું જોઈએ. હાથ વિનાની મરિસેલ આજે શ્રેષ્ઠ પેસ્ટ્રી ઑફ તરીકે સર્વત્ર જાણીતી બની ગઈ. એણે પોતાના માટે કોઈ ખાસ પ્રકારની સગવડ માગી નહીં. બીજાઓની માફક જ એ કામ કરતી હતી, પરંતુ કામમાં એવો જીવ રેડતી હતી કે જે માણસ બે હાથથી પણ કરી શકતો નહોતો અથવા તો એ કરવા માટે મુશ્કેલ હતું, એ કામ બે હાથ વગરની રિસેલે કરી બતાવ્યું. આફતોની આંધી વચ્ચે • 147
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy