SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર મને ઉમદા જીવન બક્ષવાનો છે, એવા ઉમદા જીવનની શોધ માટે પૂરી લગનીભેર એ અભ્યાસ કરવા લાગી અને ધીરે ધીરે મરિસેલે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. સાત વર્ષની ઉંમરની હતી, ત્યારથી જ મરિસેલને માતાની સાથે રહીને રસોઈ કરવામાં ખૂબ આનંદ આવતો હતો. રસોઈ એ એની ગમતી કળા હતી અને એ હોંશે હોંશે કરતી. બે હાથ ગુમાવવાને કારણે એનો રસોઈનો આનંદ છીનવાઈ ગયો હતો. પણ મનમાં એમ ધાર્યું હતું કે ગમે ત્યારે પણ મારે મારા જીવનનો આનંદ પાછો મેળવવો છે. ઘરકામમાં એને ભારે મજા આવતી અને એટલે જ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતી કે જેમ તમે મને મારું જીવન પાછું આપ્યું, તેમ મારા જીવનનો આનંદ પણ પાછો આપો. મરિસેલે વિચાર કર્યો કે રસોઈકળામાં નિપુણ બનું તો ? એ સમયે એના નિશાળના વર્ગમાં કેંકને સુંદર રીતે સુશોભિત કરવાની સ્પર્ધા થતી હતી. બીજી છોકરીઓ પાસે આંગળાં હોવાથી એ કૈંક પર સુંદર સુશોભનો કરતી હતી, એના પર જાતજાતની ચીજવસ્તુઓ અને ફળો લગાડતી હતી. મરિસેલને પણ મન થયું કે એ પણ કેમ કૈંક સુશોભિત કરવાની સ્પર્ધામાં ભાગ ન લે ? ભલે હાથ ન હોય, તેથી શું થયું ? અને એણે કશીય શરમ અનુભવ્યા વિના કૅક ડેકોરેટ કરવાની સ્પર્ધામાં ભાગ લીધો. રિસેલની મહેનત અને લગન જોઈને બધા ખુશ થતા અને પ્રોત્સાહન પણ આપતા. વધુ અભ્યાસ માટે મરિસેલ મનિલા આવી અને મોટા શહેરમાં આવેલી મરિસેલની હિંમતના સમાચારો અખબારોમાં પ્રગટ થવા લાગ્યા. એની વાત સાંભળીને સહુ આશ્ચર્ય પામતા. કાંડા વિના એ કઈ કરામતથી કૈંક કરે છે તે જાણવા-જોવા સહુ કોઈ આતુર રહેતા. એ તેનાં બંને કાંડાંની પકડથી જ છરી પકડે. અંદર તરફની ડાબી કોણીની એની પકડ મજબૂત રાખે છે અને પછી ડાબા કાંડાથી દ્રાક્ષ, ચીલી, સ્ટ્રોબેરીની એવી નાની નાની સ્લાઇસ કરે છે કે એ નાજુક અને નમણી સ્લાઇસ જોઈને સહુ ખુશ થઈ જાય. એમાં પણ જ્યારે એમ કહેવામાં આવે કે આ સ્લાઇસ આંગળી કે હથેળીના ઉપયોગ વિના કપાઈ છે, ત્યારે તો સહુ કોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતાં. આ કઈ રીતે શક્ય બન્યું હશે 142 * તન અપંગ, મન અડીખમ પાકકળામાં કુશળ રિસેલ અપતાન એને વિશે એમના મનમાં અનેક પ્રશ્નો જાગે છે. મરિસેલની રસોઈકળા ખીલી ઊઠી. બાળપણનો શોખ એને ઘણી અવનવી વાનગીઓ બનાવવા પ્રેરતો હતો. એનાં માતાપિતા તો ગામનું ખેતર સંભાળતાં હતાં, પરંતુ રિસેલની ત્રણેય નાની બહેનો ફિલિપાઇન્સની રાજધાની મનિલા આવી. એની કામયાબીની વાત ધીરે ધીરે મનિલામાં ફેલાવા લાગી અને લોકો અશક્યને શક્ય કરનારી મરિસેલને સવાલ કરતા, ત્યારે રિસેલ હસતાં હસતાં કહેતી, ‘લક્ષ્ય સાધવું ઘણું અઘરું છે, પણ મેં ક્યારેય આશા નથી ગુમાવી. હું માનું છું કે તમે સ્વપ્ન સેવો છો, કોઈ પણ વસ્તુ અશક્ય નથી. સખત મહેનત કરો અને ઈશ્વરને પ્રાર્થના કરો.’ આ વાત કરવી સહેલી હતી અને આ વિધાન આપણા મનને ગમી જાય તેવું પણ ખરું ! કિંતુ મરિસેલને માટે સ્વપ્ન અને વાસ્તવ વચ્ચે આભજમીનનું અંતર હતું. નાની બાબતો ગંજાવર મુશ્કેલી બનતી. જાણે ઉંબરો ઓળંગવો એ એવરેસ્ટ ઓળંગવા બરાબર બનતું હતું. કઈ રીતે શાક સમારવું, શાક સમાર્યા આફતોની આંધી વચ્ચે 143
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy