SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ધરતી બળબળતી હોય અને અચાનક કોઈ વાદળું આવીને વરસી જાય ! જિંદગી પર કમનસીબીએ ભરડો લીધો હોય, ત્યારે કોઈ વિધાતાની કોઈ અણધારી મહેર ઊતરી આવે ! કાળા ઘનઘોર આકાશમાં ક્યાંક આશાની વીજળી જાગે, એ રીતે રિસેલને એના દૂરના સગા એવા આર્કબિશપ મદદે આવ્યા. આર્ક બિશપ એન્ટોનિયો લેદેસ્મા માનવબંધુઓની યાતના જાણતા હતા. કરુણા એ એમને ધર્મથી મળેલા સંસ્કાર હતા. માનવસેવા એ એમનો મહામંત્ર હતો. આ કુટુંબ પર આફતોની અણધારી ત્સુનામી આવી હતી અને એમાંથી બચાવનાર બીજું કોઈ નહોતું, પણ જેને કોઈ બચાવનાર ન હોય તેનો ભગવાન હોય છે' એ ન્યાયે આર્કબિશપ એન્ટોનિયો લેઘેસ્મા જાતે હૉસ્પિટલમાં ગયા અને સધળો ખર્ચો ભરપાઈ કર્યાં. રિસેલ અને એની માતા નન (ખ્રિસ્તી સાધ્વી) સાથે રહેવા લાગ્યાં. ઘર મળ્યું, આશરો મળ્યો અને સાથે જીવન જીવવાની તમન્ના જગાડે એવા આર્કબિશપ મળ્યા. આર્કબિશપે આ હત્યારાઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એમણે પોલીસમાં ફરિયાદ કરી અને તત્કાળ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી. અદાલતમાં કાર્યવાહી ચાલી અને લાંબો કારાવાસ ભોગવવાની સજા થઈ. રિસેલના એ લબડતા હાથ ફરી સાંધી શકાય તેવા નહોતા, તેથી ડૉક્ટરોએ એને કાપી નાખ્યા હતા. હાથ વગરની રિસેલમાં કોઈ અદ્ભુત ખમીર હતું. બાર વર્ષની આ છોકરીએ જિંદગીમાં એવાં ભયાવહ દૃશ્યો જોયાં હતાં કે જેની વેદનાના સાગરમાં આખું જીવન ડૂબી જાય. એવી દુર્દશા થઈ હતી કે જેની કદી કલ્પના પણ કરી ન હોય ! આઘાત આવતાં માનવી ઈશ્વરના અસ્તિત્વને પડકાર ફેંકવા દોડી જાય છે. જીવનમાં અણધારી કે આઘાતજનક ઘટના બનતાં વ્યક્તિ પોતાનું શેષજીવન એ ઘટનાનાં દુઃખદ સ્મરણોના બોજ તળે જીવતી હોય છે. કાકા ગયા, મા ઘવિહોણી બની અને પોતે બે હાથ વિનાની. પણ રિસેલે ન તો ઈશ્વર સામે આક્રોશ ઠાલવ્યો કે ન તો પોતાના ભાગ્યને દોષ આપ્યો. એનામાં એક અજબ ખમીર હતું અને એ ખમીર એને જીવનમાં 140 • તેને અપંગ, મન અડીખમ પડકારોનો સામનો કરવાનું બળ આપતું હતું. જાણે દુ:ખે એના દિલમાં શક્તિ પેદા કરી ન હોય ! બાર વર્ષની બાળકી એ સમયે પોતાની માતા પર સંપૂર્ણપણે નિર્ભર હતી. મા ખવડાવે, મા પાણી પાય, મા રોજિંદી ક્રિયાઓ કરાવે, મા કપડાં પહેરાવે. આવી દશા હોવા છતાં હાથ વિનાની મરિસેલે હૈયાની હામ ગુમાવી નહોતી. એને રહેવાની આર્કબિશપે વ્યવસ્થા કરી આપી. મનિલામાં વિકલાંગો માટે એક પુનરુત્થાન અને ટ્રેનિંગ સેન્ટર હતું, ત્યાં જ રિસેલને રહેવાનું અને અભ્યાસ કરવાનો. શરૂઆતમાં એ શાળાએ જતી, ત્યારે ઘણા મિત્રો એની પજવણી પણ કરતા. ક્યારેક એની આંખમાં આંસુ આવી જતાં. પોતાના ભાગ્ય વિશે સ્હેજ વિચારવા પણ લાગતી, પરંતુ મનમાં નક્કી કરતી કે મારે જીવવું છે, ભણવું છે અને આગળ વધવું છે. દુઃખનાં ગાણાં ગાવાં નથી. સંજોગોના ગુલામ બનવું નથી. દુઃખોથી દુઃખી થવું નથી, એ જ દુઃખોને દુખિત કરવાનો માર્ગ છે. વિકલાંગ બાળકોની શાળામાં મરિસેલે સૌથી પ્રતિભાશાળી અને વિવેકી વિદ્યાર્થિની તરીકે નામના મેળવી. શિક્ષકો એની પ્રશંસા કરવા લાગ્યા. વિરોધીની વ્યૂહરચના જોઈને અવનવા દાવ અજમાવતા કુશળ સેનાપતિની જેમ મરિસેલ એની જિંદગીમાં પળે પળે આવતી પ્રતિકૂળતાઓને પાર કરવાનો જંગ ખેલી રહી હતી. એની શારીરિક મર્યાદાઓને કારણે ઊભી થતી સમસ્યાઓથી એ મજબૂર બનવાને બદલે એનો મક્કમ બનીને સામનો કરતી હતી અને ઉકેલ મેળવવાની હતી. આ તાલીમકેન્દ્રમાં રહીને એણે પહેલી તાલીમ એ મેળવી કે જીવનની રોજિંદી ક્રિયાઓ એ કઈ રીતે પોતાની જાતે કરી શકે. એણે બીજી તાલીમ એ મેળવી કે ઘરનાં જુદાં જુદાં કામ કઈ રીતે કરી શકાય ? એણે ત્રીજી તાલીમ એ મેળવી કે આ બે હાથ વગર કઈ રીતે લખી-ભણી શકાય? આ પ્રયત્નો કરતી વખતે એને ક્યારેક ઘણી મહેનત કરવા છતાં નિષ્ફળતા મળતી, ક્યારેક હારી થાકીને પરિસ્થિતિની મજબૂરી સ્વીકારી લેવાનો વિચાર કરતી. પરંતુ મનમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હતી. આફતોએ આત્મબળ આપ્યું હતું. એ માનતી કે આ ઈશ્વરે મને જિવાડી છે અને એ જ આફતોની આંધી વચ્ચે 141
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy