SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આગ્સ પર્વત પર આરોહણ કરતો હાથ-પગ વિહોણો જેમી એન્ડ્રયુ આ પિનાઇલ આલ્સની પર્વતમાળાનું સૌથી મોટું શિખર મેટરહોને (૪,૪૭૫ મીટર) પર જેમીએ સફળ આરોહણ કર્યું અને આવી રીતે કૃત્રિમ અવયવોથી આ પર્વત ચઢનાર જગતનો પહેલો પર્વતારોહક બની રહ્યો. જેમી જ્યારે સશક્ત અને સુદઢ હતો, એના હાથ અને પગ પૂરેપૂરા સાજા અને ચેતનવંતા હતા, ત્યારે પણ એણે આટલી ઊંચાઈ ક્યારેય પાર કરી નહોતી. એની સાથે ફિલ્મ-નિર્માણ માટેનો કાફલો પણ હતો. એણે જે મીની આ સાહસકથાને કચકડામાં કેદ કરી લીધી. પોતાના આ સાહસ વિશે જેમાં કહે છે કે જો વિકલાંગ વ્યક્તિ ધારે તો એ આ શિખરો સર કરી શકે છે. ઘણી વાર વ્યક્તિ પોતે જ પોતાના પર નિયંત્રણ લાવી દે છે. ‘આમ નહીં થઈ શકે” એવી માન્યતાને ફગાવી દેવી જોઈએ અને યાદ રાખવું જોઈએ કે જીવનમાં કોઈ વસ્તુ અશક્ય નથી. આસના પર્વતમાં દફનાઈ ગયેલા એના મિત્ર જીમી ફિશર વિશે જ્યારે જેમી એન્ડ્રયુને કોઈ પૂછે તો એ કહે છે, ‘જીમીનું મૃત્યુ એક કરુણ ઘટના કહેવાય, પણ એણે આપેલી જિંદગીનું બલિદાન વ્યર્થ ગયું નથી. એ જીમી ફિશર હંમેશાં કહેતો કે ઘેટાની જેમ હજાર વર્ષ જીવવા કરતાં વાઘની જેમ એક દિવસ જીવવું વધારે સારું. એ કહેતો હતો તે જ પ્રમાણે જીવ્યો.' જેમીનો અભ્યાસખંડ કૃત્રિમ હાથ-પગનું કલેક્શન ધરાવે છે. એના અભ્યાસખંડના વિવિધ ખાનામાં એ આ બધું રાખે છે. એમાં વધારાના પ્લાસ્ટિક પગ હોય છે. તાર વાળવાના પક્કડની સાથે કૃત્રિમ હાથની જોડી હોય છે. બિલિયર્ડના દડાને ફટકારવાની ખાસ પ્રકારની કિટ અને ગોલ્ફ-ક્લબ પકડી રાખવાનું હૉલ્ડર પણ મળે છે. બાળપણમાં જેમી એની હાથચાલાકીથી જાદુના ઘણા ખેલ કરતો હતો. હવે એ જાદુના ખેલના જેવી ચાલાકીથી પોતાના કૃત્રિમ હાથનો ઉપયોગ કરે છે. એના બેઠકખંડમાં સુશોભનો માટે મૂક્યા હોય તેમ એના બંને કૃત્રિમ હાથ-પગ રાખે છે અને કહે કે, ‘તમને એ વાત વિચિત્ર લાગશે, પણ તમે મને મારા હાથ-પગ પાછા આપવાનો પ્રસ્તાવ કરશો, તો હું તમને ઘસીને ના પાડીશ. હાથ-પગ ગુમાવ્યાનો મને કોઈ રંજ નથી. મને મારી રોજિંદી જિંદગી સહેજે મુશ્કેલ લાગતી નથી. પ્રેમાળ પત્ની અને ત્રણ બાળકોના પરિવાર સાથે જીવતો એક સંપૂર્ણ સુખી માનવી છું. પર્વત પર આરોહણ કરતી વખતે મને લાગે છે કે હું જીવંતતાથી ભરપૂર એવી જિંદગી જીવી રહ્યો છું. આરોહણથી મારું આખું અંતર હર્યુંભર્યું બની જાય છે. એમાં ભલે જોખમ રહ્યું હોય, પરંતુ પર્વતારોહક તરીકે એ જોખમ સામે સાવચેત રહેવું તે સામાન્ય વાત છે, પરંતુ પર્વતારોહક તરીકે જિંદગી જીવી લેવી એનો આનંદ કંઈ ઓછો છે? જેમીએ પોતાના ટેકનિશિયન તરીકેના કૌશલ્યનો ઉપયોગ ઘણી બાબતોમાં કર્યો. એણે સુપ માટેના ચમચાઓ અને છીબાઓની મદદથી ‘બાયોનિક બાઇક' બનાવ્યું. હાથ-પગ ગુમાવનારા વિકલાંગો ચલાવી શકે તેવી સાઇકલ બનાવી અને તેય ૪૪ વર્ષની ઉંમરે. આવી સાઇકલ બનાવવાનો મોટો પડકાર એની સામે હતો, પરંતુ રસોડામાં પડેલાં છરી. ચખાં, ચમચાના ખાનામાં ધાડ પાડીને એણે નવા પ્રકારની રેસિંગ બાઇક બનાવી. આમાં બ્રેક મારવા માટે ઉપયોગમાં લેવાયેલા ત્રણ વપરાયેલા ચમચા ગોઠવ્યા, પેડલ પર કૃત્રિમ પગ બરાબર ચોંટી રહે તે માટે છીબા પર મેગ્નેટનો ઉપયોગ કરી તેને પેડલ પર ગોઠવ્યા. એના બીજા વધારાના ભાગોને શ્રેષ્ઠ પ્રકારના ગુંદરથી 128 • તન અપંગ, મન અડીખમ ઝૂકે તે જેમી નહીં !• 129
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy