SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્ધામાં મોખરે રેગ હેરિસ તો એ જગતનો સાઇકલદોડનો વિશ્વવિજેતા બન્યો. આ સમયે રંગ હેરિસની ઊંચાઈ પાંચ ફૂટ હતી. રસાકસીભરી સાઇકલસ્પર્ધાઓ છોડ્યા પછી હૃદયરોગનો હુમલો પણ રેગ હેરિસની મુલાકાત લઈ ગયો. પરંતુ રેગ હેરિસના જીવનનો મહામંત્ર હતો: પહેલું સુખ તે જાતે નર્યા. આથી રંગ હેરિસ સતત કસરત કરતો. બીજા રમતવીરો કરતાં અને પ્રારંભથી જ વ્યાયામમાં ઊંડી શ્રદ્ધા હતી. કસરતથી પોતાના શરીરને બરાબર કસાયેલું રાખતો. પરિણામે સત્તર વર્ષ પહેલાં એનું જેટલું વજન હતું એમાં માત્ર પાંચ રતલનો જ ઉમેરો થયો છે. અપૂર્વ સિદ્ધિ મેળવનારા રંગ હેરિસે જે રીતે પોતાનું શરીર કેળવ્યું અને જાળવ્યું છે એ તો એની એક અપ્રતિમ સિદ્ધિ જ ગણાશે. રેગ હેરિસની ડૉક્ટરી તપાસ કરવામાં આવી. એની તબિયત એટલી બધી સ્વસ્થ હતી કે ખુદ ડૉક્ટરોએ કબૂલ્યું કે આટલી મોટી વયના માનવીની આવી શારીરિક તંદુરસ્તી અકથ્ય જ ગણાય. હૃદયરોગનો હુમલો થયા પછી થોડે સમયે રેગ હેરિસે ફરીથી સાઇકલની સ્પર્ધામાં ઝંપલાવવાનો વિચાર કર્યો. વિશ્વવિજેતાના આ વિચારને સહુએ હસી કાઢયો. એક વાર જેને હૃદયરોગનો હુમલો થયો હોય એ દેહને કાચની શીશીની જેમ જાળવે. સહેજે વધુ શ્રમ લે નહીં અને જીવન જાણે રોગની મર્યાદાથી ઘેરાઈ ગયું હોય તેમ પ્રવૃત્તિઓ સદંતર ઓછી કરી નાખે. - રંગ હેરિસને એના કસાયેલા શરીર પર | એતબાર હતો. એનો રમતશોખ એના હૃદયમાં પડકાર કરતો હતો. આખરે રંગ હેરિસે ગંભીરતાથી સાઇકલ-વીરની લગની સાઇકલસ્પર્ધામાં ઝુકાવવાનું નક્કી કર્યું. ડૉક્ટરે ખૂબ ધીમેથી અને શરીર સાચવીને સાઇકલ ચલાવવાની તાકીદ કરી. રંગ હેરિસ ધીરે ધીરે અંતર વધારવા લાગ્યો. પછી તો એક અઠવાડિયામાં દોઢસો માઈલનું અંતર કાપવા લાગ્યો. આટલું અંતર કાપતાં એના હૃદયને કોઈ અવર્ણનીય આનંદનો અનુભવ થતો હતો. ત્રણ વર્ષ પહેલાં હેરિસે સાઇકલસ્પર્ધામાં ઝંપલાવ્યું અને ત્રીજું સ્થાન મેળવ્યું. જ્યારે ૧૯૭પના ઑગસ્ટનાં બે અઠવાડિયાં અગાઉ જ રંગ હેરિસે સ્ત્રીન્ટ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવાનું નક્કી કર્યું. સ્પર્ધાના અઠવાડિયા પહેલાં એણે પોતાની નવી સાઇકલ છોડીને અગાઉ જેનાથી વિજય મેળવ્યો હતો તે પુરાણી સાઇકલ સાથે ઝંપલાવવાનું નક્કી કર્યું. - ૧૯૭૫ની સત્તાવીસમી જુલાઈએ એક હજાર મીટરની બ્રિટિશ પ્રોફેશનલ સાઇક્લિગ ટ્રેક સ્ત્રીન્ટ ચૅમ્પિયનશિપમાં રેગ હેરિસે ઝંપલાવ્યું. પોતાનાથી પચીસ વર્ષ નાના જુવાન ખેલાડીઓને હરાવીને રંગ હેરિસ વિજેતા બન્યો, ઇંગ્લેન્ડના લિસેસ્ટર પરગણામાં યોજાયેલી આ સ્પર્ધામાં છેલ્લા બસો મીટર તો રંગ હેરિસે માત્ર ૧૨.૬ સેકન્ડમાં કાપી નાખ્યા. રંગ હેરિસ એની યુવાનીના દિવસોમાં પણ લગભગ આટલી જ ઝડપ ધરાવતો હતો. આ રેગ 94 • તેને અપંગ, મન અડીખમ નિવૃત્તિને નમાવનારો • 95
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy