SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કદી હારી ખાવું નહીં ! TIMES એની અંદર રહેલા અદમ્ય લડાયક જુસ્સાને એ જગાડે છે. જેના પગ સ્થિર રહી શકતા નહોતા એવી શીલા નિરાંતે લટાર લગાવી શકે છે અને જરૂર પડે પોતાના વાહનને ‘કિક' પણ મારી શકે છે. શિક્ષણ અને રમતગમતમાં કામયાબી મેળવ્યા પછી શીલાને સાવ નવો શોખ જાગ્યો. એને સ્ટેજ પર નૃત્ય કરવું હતું. વાદ્ય વગાડવામાં નિપુણતા મેળવવા માટે સંગીતમંડળીમાં સામેલ થઈ. આજે એમાં ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓનું પ્રચલિત વાદ્ય ડીડગેરીડ઼ શીલા વગાડે છે, એટલું જ નહીં પણ સમય મળે બેલી ડાન્સ પણ કરે છે. એથીય આગળ વધીને માર્શલ આર્ટ શીખનારી આ સાહસિક છોકરીએ સળગતી મશાલ સાથે નૃત્ય કરવાની આગવી સિદ્ધિ હાંસલ કરી છે. શીલાની જિંદગી એ જ પ્રેરણાનો ધોધ છે અને તેથી તે અનેક સ્થળોએ જઈને પ્રેરણાદાયી વક્તવ્યો આપે છે. ખાસ કરીને પોતાની જેમ ‘ટાર'ના ભયાવહ વ્યાધિથી પીડાતાં લોકોને પ્રોત્સાહિત કરે છે, પણ સાથોસાથ એ માને છે કે એની જિંદગીની આવી સફળતાનો મુખ્ય યશ તો એનાં મમ્મી-પપ્પા, પરિવારજનો, મિત્રો અને વિકલાંગોને સહાય કરતાં ધાર્મિક કેન્દ્રો છે. એ કહે છે કે આ બધા વિના એ જિંદગીમાં કદાચ ક્યારેય ચાલી શકી ન હોત. ડ્રાઇવિંગ કરવાની કલ્પના સ્વપ્નવત્ હોત અને સ્વતંત્ર રીતે જીવન જીવવાની વાત તો અશક્ય જ બની ગઈ હોત. આજે બત્રીસ વર્ષની શીલા માત્ર વિકલાંગો માટે જ નહીં, બલકે નિરાશ, નિષ્ફળ, હતાશ એવાં લોકોને માટે પણ શક્તિ અને કૌશલ્ય જગાડતું પ્રેરણાસ્થાન બની ગઈ છે. 13 રોજ પ્રભાત ઊગે અને જોગે નવા ઉત્સાહ સાથે દિવસનો પ્રારંભ કરે છે. આવું રોમાંચક જીવન પામ્યાનો અનુગ્રહ અનુભવે છે. જીવવાનો અદમ્ય ઉલ્લાસ અને સ્કૂર્તિવંત, ચેતનવંત અને પૉઝિટિવ રાખે છે. સવારે ઊઠે, ત્યારે એને ખબર હોતી નથી કે આખા દિવસમાં એને ‘પંથ શી આફત ખડી છે ?” કારણ કે એને માટે જીવનની પ્રત્યેક સમસ્યા એ હર્ષભેર દોડીને હસ્તધૂનન કરવાની પ્રક્રિયા છે. એના ચહેરા પર સવારે જે હાસ્ય હોય છે, તે જ આખો દિવસ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ રમતું રહે છે. માત્ર ૧૮ મહિનાનો હતો, ત્યારે પનામામાં વસતા જોર્ગેને એવા ગંભીર ઇન્વેક્શનનો સામનો કરવો પડ્યો કે તાત્કાલિક એના બંને હાથ અને બંને પગ ઑપરેશન કરીને કાપી નાખવા પડે તે જરૂરી હતું. નહીં તો એના જોર્ટે ડિક્સન 108 • તન અપંગ, મન અડીખમ
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy