________________
અટકવું એ આદત નથી
કાંડા વગરની ફોટોગ્રાફર
18.
માત્ર બાર વર્ષની વયે મોટર અકસ્માતમાં રૂસિદાનાં બંને કાંડાં કપાઈ ગયાં. કાંડા વિનાની આ છોકરીને માટે ઇન્ડોનેશિયાના નાનકડા ગામે જીવવું દુષ્કર હતું. આ ગામમાં જે છોકરીઓનાં આંગળાં નહોતાં, તે રસ્તા પર ઠોકર ખાતી ભીખ માગતી ફરતી હતી, ત્યારે રૂસિદાનાં તો બંને કાંડાં કપાયેલાં હતાં. એનાં માતાપિતાએ એને નિશાળમાંથી ઉઠાડી લીધી. એમની સામે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.
એ પછી ઇન્ડોનેશિયાના સોલો શહેરમાં આવેલા અપંગો માટેના ‘વ્યવસાયી પુનરુત્થાન કેન્દ્રમાં રૂસિદાએ પ્રવેશ મેળવ્યો. અહીં કાંડાંવિહોણી રૂસિદાએ સિવણ અને ફોટોગ્રાફી શીખવાનું શરૂ કર્યું. બંનેમાં હાથના પંજાની જરૂર. પણ એ લાવવા ક્યાંથી ? એની શારીરિક હાલત જોઈને બધા એની તરફ દયામણી નજરે જોતા હતા, પરંતુ રૂસિદા તો પોતાના અવરોધોને અવગણીને
સ્વનોને સાકાર કરવા માટે અતિ ઉત્સાહી હતી. એને અશક્યને શક્ય કરવું હતું. કોઈએ કહ્યું ન હોય તેવું કરી બતાવવું હતું. ગમે તે થાય, પણ એને ફોટોગ્રાફર બનવું હતું.
સહુએ કહ્યું કે આ તો એને માટે કોઈ કાળે શક્ય જ નથી. કાંડાં વિનાની વ્યક્તિ કઈ રીતે ફોટોગ્રાફી કરી શકે ? તસવીર ઝડપવાની વાત તો દૂરની વાત થઈ, પણ કૅમેરો હાથમાં પકડી શકાશે કઈ રીતે ? પરંતુ રૂસિદાના પિતાએ પુત્રીની ઇચ્છાને સંતોષવા એને ફોટોગ્રાફીની કલા શીખવા માટે મોકલી અને અહીં એ અત્યંત ધગશથી સખત મહેનત કરવા લાગી. આજના યુગમાં ફોટો ફિલ્મ સાથે કામ કરવામાં આવે છે. ડિજિટલ ફિલ્મ સાથે નહીં. પરિણામે હાથ વગરની વ્યક્તિને માટે આ કામ ઘણું પડકારરૂપ બની રહે છે.
એના શિક્ષકે એની ફોટોગ્રાફીની લગની જોઈને એને પેનટેક્સ કૅમેરો ભેટ આપ્યો. રૂસિદાએ આ કેમેરામાં પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કર્યા અને પછી તો એ કાંડા વગરની સફળ ફોટોગ્રાફર બની ગઈ.
અટકવું એ આદત નથી !• 149
રૂસિદા બનાવી