Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ આફતોની આંધી વચ્ચે એટલા ઘા માર્યા કે મરિસેલના કાકા ત્યાં ને ત્યાં ઢળી પડ્યા. અગિયાર વર્ષની મરિસેલ ખૂબ ગભરાઈ ગઈ. આ દૃશ્ય જોઈને હેબતાઈ ગઈ. એનાં અંગો થરથર કાંપવા લાગ્યાં. આંખો ફાટી ગઈ. શું કરવું, તે સૂઝતું નહોતું. પેલા તોફાનીઓ મરિસેલ તરફ ધસી આવ્યા. એ નિર્દયી લોકોથી જાન બચાવવા માટે મરિસેલ મુઠ્ઠી વાળીને ભાગવા લાગી. નાની બાળકીનું તે શું ગજું ? થોડી દોડી, પણ પેલા ચારે જુવાનોએ એને પકડી પાડી. મરિસેલ જોરશોરથી ચીસો પાડતી હતી, ‘મને છોડી દો, મને મારો નહીં, મારા પર રહેમ કરો.” પણ પેલા યુવાનો તો મરીસેલને પણ એના કાકાની માફક હણી નાખવા માગતા હોય, તેમ એની ડોક પર જોરથી છરો હુલાવી દીધો. પીઠ પર છરાના ઘા કર્યા. હાથ પર પણ છરો વીંઝયો, મરિસેલના શરીરમાંથી લોહીની ધારા વહેવા લાગી. એ લથડિયાં ખાવા લાગી અને થોડી ક્ષણોમાં તો બેભાન થઈને જમીન પર ઢળી પડી. દુષ્ટ યુવાનોએ માન્યું કે આ છોકરી પણ એના કાકાની પાછળ સ્વર્ગમાં સિધાવી ગઈ ! થોડી વારે મરિસેલે સહેજ આંખ ખોલી, પણ પેલા હત્યારાઓને આસપાસ ઘૂમતા જોયા એટલે તરત જ આંખો મીંચી દીધી. મરી ગઈ હોય, એમ નિસ્તેજ બનીને પડી રહી. હત્યારાઓ એને મૃત માનીને નિર્જન રસ્તા પર છોડીને ચાલતા થયા. થોડી વાર પછી મરિસેલે જોયું કે આજુબાજુ હત્યારાઓ નહોતા. એટલે એ સઘળી હિંમત એકઠી કરીને ઊભી થઈ. લોહીથી લથબથ એનું શરીર હતું. આંખની આગળથી એ ક્રૂર ખૂની, હત્યારાઓ ખસતા નહોતા. એ ઊભી થઈને માંડ માંડ ઘર તરફ દોડવા લાગી. વળી અધવચ્ચે એ બેભાન બનીને પડી જતી. શરીરમાંથી લોહી પણ ઘણું વહી ગયું હતું, પણ જેવી ભાનમાં આવે કે મન મક્કમ કરીને દોડવા લાગતી હતી. પણ આ શું ? દોડતાં દોડતાં એણે જોયું કે એના બંને હાથ કાંડાથી કપાઈને લબડતા હતા. આમ છતાં એ સહેજે છળી ઊઠી નહીં. જમીન પર બેસીને ૨ડવા લાગી નહીં, પણ હિંમતભેર પોતાના ઘર તરફ દોડવા લાગી. ઘર પાસે પહોંચતાં જ માતાને જોશભેર બૂમો પાડવા લાગી. ઘરમાંથી એની મા દોડી ફિલિપાઇન્સના જામ્બોઆગામા નામના નાનકડા ગામમાં વસતી મરિસેલ અપતાનને માથે અગિયાર વર્ષની કુમળી વયે એકાએક અણધાર્યું આખુંય આકાશ તૂટી પડયું. એની પડોશમાં રહેતા ચાર તોફાનીઓ એનો સતત પીછો કરતા હતા, એને હેરાનપરેશાન કરતા હતા. એની પાછળ બદઇરાદે ઘૂમતા હતા. એક વાર મરિસેલ એના કાકાની સાથે પાણી ભરવા ગામ બહાર નીકળી હતી. પેલા ચારે તોફાનીઓએ એમને નિર્જન રસ્તામાં આંતર્યા. એમના હાથમાં છરી હતી અને એમનો ઇરાદો ભયાવહ હતો. એ તોફાનીઓએ મરિસેલના કાકાને કહ્યું, ‘આંખો બંધ રાખી, માથું નીચું ઢાળીને ચૂપચાપ ઊભા રહો.’ તોફાનીઓને માટે મરિસેલના કાકાની હાજરી એ કાંટા સમાન હતી. આથી જેવું મરિસેલના કાકાએ માથું નમાવ્યું કે એક હિંસક યુવકે તેમના પર તૂટી પડ્યો. છરાના ઉપરાઉપરી ઘા માર્યા અને 17 મરિસેલ અપતાન આફતોની આંધી વચ્ચે 137

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82