________________
કિલકિલાટ કરી શકે ! પારાવાર લાચારીભર્યું એનું જીવન હતું, પણ એ સમયે અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી એક કુટુંબ આવ્યું. એમને એક બાળક દત્તક લેવું હતું. સામાન્ય રીતે દત્તક લેવા આવનાર હૃષ્ટપુષ્ટ બાળકને પસંદ કરે. જો એને વંશવેલો વધારવાની ઇચ્છા હોય, તો એ છોકરીને બદલે છોકરા પર પસંદગી ઉતારે. ઓહાયોના આ દંપતીને બુઢાપાની સેવા માટે કોઈ બાળક જોઈતું નહોતું, પરંતુ એમણે તો કોઈ બાળકને ઉપયોગી થઈને એના અંધકારમય જીવનમાં ઊજળી આશાઓ જગાવવી હતી. સાત વર્ષની આ બે હાથવિહોણી મેરીને ઓહાયોના પરિવારે પસંદ કરી. દત્તક લીધી. એ મેરી હવે મેરી ગેમન બની અને પછી ધીરે ધીરે એ ઓહાયોની નિશાળમાં અભ્યાસ કરવા લાગી.
હાથ વિનાનું ભણતર કેટલું દુષ્કર હોય, એ કલ્પી શકાય તેવું છે. જ્યાં હાથથી ખાવાનું મુશ્કેલ હોય, ત્યાં ભણવાનું કઈ રીતે થઈ શકે? પણ મેરી ગેમને વિચાર્યું કે હાથ નથી, તો શું થયું ? હૈયું તો છે ને ! જિંદગીનો પ્રથમ પદાર્થપાઠ એ શીખી હતી કે “શું નથી' એની ચિંતા ન કરવી, પણ ‘શું છે” એનો ઉપયોગ કરવો અને એટલે જ એ ખંતપૂર્વક આપત્તિઓમાંથી માર્ગ કાઢીને અભ્યાસ કરવા લાગી અને સમય જતાં એને થયું કે હું શિક્ષિકા બનું તો કેવું સારું !
એક તો પોતાના જ્ઞાનનો વિદ્યાર્થીઓને લાભ આપી શકાય અને બીજું પોતાની જીવનશૈલી અને કાર્યપદ્ધતિથી એ બીજાને ઉદાહરણરૂપ બની શકે. આ સમય દરમિયાન કેટલાક લોકો મેરીની દયા ખાતા હતા. કોઈ અફસોસ પ્રગટ કરતું કે મેરીને હાથ નથી, કોઈ વિચારતું કે કેવી લાચાર એની જિંદગી છે, પણ મેરી ક્યારેય પોતાને બીજાં બાળકોથી ‘ડિફરન્ટ' (જુદી) માનતી નહોતી. એ કહેતી કે હું બીજાં બાળકો જેવી જ છું. હા કદાચ એકાદ-બે કામ હું નથી કરી શકતી, પરંતુ હું કોઈ ‘ડિફરન્ટ' છું એમ માનવું એ તો બૅગેટિવ પૂર્વગ્રહ છે.
મેરીની આ વાત અને વિચાર જાણીને મને ભારતના મહાન ક્રિકેટર અને વિકલાંગો માટે પુષ્કળ કાર્ય કરનાર વિજય મર્ચન્ટનું સ્મરણ થાય છે. આજથી વર્ષો પહેલાં મેં ‘અપંગનાં ઓજસ' નામનું પુસ્તક લખ્યું, જેની
132 + તન અપંગ, મન અડીખમ
હાથ વગર શિક્ષણકાર્ય કરાવતી મેરી ગેમન ગુજરાતીમાં આઠેક આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. એ પછી એનો ‘અપાહિજ તન, અડિગ મન’ તરીકે હિંદી અનુવાદ કર્યો, જેની ચારેક આવૃત્તિ પ્રગટ થઈ અને ત્યારબાદ એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને તે 'The Brave Hearts'ની પણ ચારેક આવૃત્તિ પ્રગટ થઈ.
આ પુસ્તકના પ્રારંભે એનું આમુખ લખતાં વિજય મર્ચન્ટે લખેલા એ શબ્દો યાદ આવે છે. એમણે કહ્યું, “અપંગ' કોને કહેવા ? શું જે લોકો જન્મથી જ અથવા જમ્યા બાદ કોઈ અપંગની ખોડવાળાં બન્યાં હોય, તેમને અપંગ ગણવાં ? આવાં અપંગો આપણે માનીએ છીએ તેવા અસહાય હોય છે ખરાં ? હું તેમ માનતો નથી. મને તો હંમેશાં લાગ્યું છે કે જેમને જોવા માટે આંખો જ નથી, તે લોકો અંધ નથી, પરંતુ જેમને આંખો છે. છતાંય જોઈ શકતા નથી તે જ અંધ છે. તે જ પ્રમાણે ઉપર જે બીજા પ્રકારના ‘અપંગો' ગણાવ્યા તે લોકો ખરેખર અપંગ નથી. ખરેખર તો આ સ્પર્ધાભર્યા જગતમાં પણ ટકી રહેવા આ લોકો જે મક્કમ સામનો કરતા હોય છે તેને ન જોનારાં, ન સમજનારાં અને કદર ન કરનારાં એવાં આપણે સામાન્ય લોકો જ ‘અપંગ’ કહેવાવાને પાત્ર છીએ. કોઈ પણ
હેપી ફિટ' +133