________________
હૈપી ફિટ’
ચોંટાડ્યા અને આવી રીતે એણે રેસિંગ બાઇક બનાવી.
જગતમાં વિકલાંગો માટેની ઑલિમ્પિક ખેલાય છે, જે પેરાલિમ્પિક્સ તરીકે ઓળખાય છે. એના શુભારંભને માટે જેમીએ ઑલિમ્પિક સ્ટેડિયમમાં ચડવાની નવી મિકેનિકલ પદ્ધતિ શોધી કાઢી અને એ દ્વારા કૃત્રિમ હાથપગ હોવા છતાં માત્ર દસ મિનિટમાં દોરડાથી જાતે ૧૬૦ ફૂટ ચડીને એનું હુબહુ પ્રદર્શન કર્યું.
હજી જેમીની ખોજ ચાલુ છે. એ ઘણી સિદ્ધિ મેળવી શક્યો છે, પણ હજી ઘણી મેળવવાની બાકી છે. એ નિરાંતે ભોજન બનાવી શકે છે, પરંતુ શર્ટ પરનું બટન જાતે બંધ કરી શકતો નથી. એ પ્લગની સાથે વાયર જોડી શકે છે, પણ એ ભીંતમાં ખીલી લગાડી શકતો નથી. એ કાર ચલાવી શકે છે, પણ બાઇક પર સવારી કરી શકતો નથી.
જીવનનો જુસ્સો હજી આજે પણ અણનમ છે. એને પર્વતોનાં પડકારભર્યા શિખરો પર આરોહણ કરવું છે. મેરેથોન જેવી સૌથી લાંબી દોડસ્પર્ધામાં હરીફોમાં મોખરે રહેવું છે.
એ કહે છે કે આકરા પડકારો ઝીલી લેવા તેમાં બહાદુરી નથી, પણ આકરા નિર્ણયો લેવા, તેમાં સાચી બહાદુરી સમાયેલી છે. તમારી હિમતને ક્યારેય એમ કહેશો નહીં કે તમારી સામે કેવો મોટો પડકાર છે, પણ તમારી સામેના પડકારને એ બતાવો કે તમારામાં કેટલી પાણીદાર હિમત છે !
ચોપાસ કારમી ગરીબી આંટા મારતી હોય, ત્યારે બંને હાથ વગરની બાલિકા જન્મ, તો શું થાય ? વિધાતા એને માટે એક જ ફેંસલો રાખે છે અને તે ગરીબ માતાપિતા કોઈ અનાથાલયના ભરોસે એને છોડી આવે અને બેસહારા બનીને એ બાળકી મૃત્યુની વાટ જોતી શેષ આયુષ્ય પૂર્ણ કરે. મેરી ગેમનનું બાળપણ આવી રીતે જ પસાર થયું. અનાથાશ્રમનું એનું જીવન કેવું હશે એની કલ્પના જ કરવી રહી. બીજાં બાળકો માતાપિતાની છત્રછાયા વિનાનાં હતાં. પણ મેરી તો માતાપિતાના આશરા વિનાની અને બે હાથની સહાય વિનાની સાવ મજબૂર નાની બાળા હતી.
કોઈએ એને ખવડાવવું પડે, કોઈએ જાળવવી પડે, હાથ વિના ભાંખોડિયાંર્ભર ચાલી પણ કેમ શકે ? બાળક આનંદિત થાય, ત્યારે હાથ ઉછાળીને કિલકિલાટ વ્યક્ત કરે, પરંતુ બાળકી મેરી ન હાથ ઉછાળી શકે, ન
મેરી ગેમન
130 * તન અપંગ, મન અડીખમ