Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ ૨૦OOના જૂન મહિનામાં એણે બ્રિટનના ઊંચા પર્વત બેન નેવિશ પર આરોહણ કર્યું. આ સમયે એણે ચેરિટી માટે પંદર હજાર પાઉન્ડ એકઠા કર્યા. જેમીની અનોખી હિંમતની સાથોસાથ એની માનવતા પણ જાણીતી થઈ. સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ અને ફ્રાંસના કેટલાય પહાડો એ ખુંદી વળ્યો. હાથપગનું ગંભીર ઑપરેશન કરાવ્યા બાદ બીજે વર્ષે ૨૦૦૧માં તો જેમીએ કોસ્મક્સ એરેટે પર્વત પર આરોહણ કરવાનું શરૂ કર્યું. જેમીને દોડનો ભારે શોખ હતો. કારકિર્દીના પ્રારંભથી જ દોડની સ્પર્ધામાં ઝંપલાવવાનો શોખીન હતો. એને થયું કે હવે કોઈ દોડમાં ભાગ લેવો જોઈએ, અને કૃત્રિમ પગ સાથે જેમીએ લંડનની મેરેથોન દોડમાં ભાગ લીધો. દેશ આખો જેમીના જોશ પર વારી ગયો. એણે આ મેરેથોન દોડ દ્વારા ચેરિટી માટે બાવીસ હજાર પાઉન્ડ જેટલી મોટી રકમ એકઠી કરી. ફરી એને પેલો પહાડોનો સાદ સંભળાયો. આલ્સ પર્વત એને પડકાર ફેંકતો હતો, પર્વતમાળાના સૌથી ઊંચા શિખર માં બ્લાન્ડ (૪,૮૦૭ મીટર) પર આરોહણ કર્યું. આમ્સમાં ઉનાળો સાવ ટૂંકો અને શિયાળો ઘણો લાંબો હોય છે. આવા શિયાળામાં થીજવી દે તેવી કડકડતી ઠંડી હોય. બરફનાં ભયાનક તોફાન હોય. વળી સૌથી વિશેષ તો આલ્સ પર્વતના ઢોળાવ ખૂબ સીધા હોય છે, ત્યારે આવા પર્વતના સૌથી ઊંચા શિખર મૉ બ્લાન્ડને આંબવાનો જેમીએ વિચાર કર્યો અને સફળ થયો. એ હાર માનવામાં માનતો નહોતો. ઇંગ્લેન્ડના સૌથી ઊંચા બેન નેવિશને અને આમ્સના સૌથી ઊંચા માં બ્લાન્ડ પર આરોહણ કર્યા પછી જેમી એયુએ ત્રણ વિકલાંગ પર્વતારોહકો સાથે ૨૦૦૪ના જાન્યુઆરીમાં આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલિમાંજારો પર આરોહણ કર્યું. આ આરોહણ કરવાની પાછળનો એનો હેતુ ટાન્ઝાનિયામાં આવેલા એક રક્તપિત્ત નિવારણ કેન્દ્રને મદદ કરવાનો હતો. એના આ આરોહણમાંથી રક્તપિત્ત નિવારણ કેન્દ્રને એ પાંચ હજાર પાઉન્ડનો ફાળો આપી શક્યો. આમ જેમી એક પછી એક આરોહણ કરતો રહ્યો અને કેટલીય સેવાભાવી સંસ્થાઓ માટે મોટી રકમ દાનમાં આપતો રહ્યો. એણે અંદાજે ૪૨,OOO પાઉન્ડ જેટલી રકમ બ્રિટનની રેડક્રોસ અને બીજી સંસ્થાઓને આપી. આ વિકલાંગ ૨૦૦૩માં બ્રિટિશ રેડક્રોસની સહાયથી આંતરવિગ્રહથી પાયમાલ થયેલા ઓંગોલા દેશની મુસાફરી કરી. અહીં એણે યુદ્ધમાં કપાયેલાં અંગોવાળા સૈનિકો, ઘાયલ ખાણિયાઓ અને સામાન્ય લોકોના અનુભવો જાણ્યા. ૨૦૧૨માં ફરી એને આગ્સના પર્વતો યાદ આવ્યા. એના મેટરહોને શિખરને આંબવાનો વિચાર કર્યો, પણ એના સાથી તરીકે આવનારા રોજર પેઇનની કોઈએ હત્યા કરી. જેમીને ખૂબ આઘાત લાગ્યો, પરંતુ હિંમત હાર્યો નહીં. ૨૦૧૩ના ગસ્ટ મહિનામાં જેમીએ એક બીજા બ્રિટિશ આરોહક સ્ટીવ જોન્સ સાથે આરોહણ કરવા પ્રયત્ન કર્યો. પર્વતારોહક જેમી રાત્રી પહેલાં વધુ ને વધુ અંતર કાપી શકાય તે માટે પરોઢ થાય તે પૂર્વે માથા પરની ટોર્ચના પ્રકાશના અજવાળે પર્વતારોહણ શરૂ કરતો હતો, આથી એણે જ્યારે આરંભ કર્યો ત્યારે ચોતરફ ઘોર અંધારું હતું. સઘળું નિરવ અને ભયાવહ પણ લાગતું હતું. આવા અંધારામાં જેમી એન્ડ્રયુને કૃત્રિમ પગથી ચાલવાનું હતું. વળી આ પગ ખાસ ટ્રેકિંગ માટે બનાવેલા હોવાથી એ ઝડપથી આગળ વધી શકતો નહોતો, પરંતુ સૂર્યોદય થતાં જેમીમાં આત્મવિશ્વાસનું તેજ ઝળક્યું. શિખરથી ૯૫૦ ફૂટના અંતરે હતા, ત્યારે બંનેને પાછા જવું પડ્યું, કારણ કે આગળ વધવામાં ભારે જોખમ હતું. ચોપાસ જામી ગયેલા અંધકારને ભેદવો મુશ્કેલ હતો. જેમીના મનમાં પોતાના સ્વપ્ન અને પોતાના ધ્યેય વચ્ચેનો પ્રબળ સંઘર્ષ ચાલતો હતો, પણ એણે વિચાર્યું કે સલામતીની ઉપેક્ષા કરવી એ તો કદાચ એના અભિયાનનો સદાકાળને માટે અંત સર્જી જશે. આથી જેમીએ થોડી વાર તો વિચાર કર્યો કે અત્યારે પાછો વળી જાઉં. ફરી બીજી વાર પ્રયત્ન કરીશ. એવામાં એને પોતાના મિત્ર જીમી ફિશરનું સ્મરણ થયું. એ મિત્ર જે જગાએ બરફમાં સમાધિ પામ્યો હતો, તે સ્થાને જવાની અદમ્ય ઇચ્છા જાગી. એક પર્વતારોહકને પોતાના સાથીને અંજલિ આપવાનો મનસૂબો થયો અને જેમી પોતાના પ્રચંડ સંકલ્પબળે હાથ અને પગ વિના અથવા તો ચાર ચાર કૃત્રિમ અવયવોની મદદથી પિનાઇલ આસના સૌથી ઊંચા મેટરહોનું શિખર. ભણી ચાલ્યો. આસ પર્વતના ચાર વિભાગ પડે છે. ફ્રેંચ આટ્સ, સ્વિસ આમ્સ, પ્રિ-આલ્સ અને પિનાઇલ આલ્સ. 126 * તન અપંગ, મન અડીખમ ઝૂકે તે જેમી નહીં ! • 127

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82