________________
માથાથી ફૂટબોલને મારતો (હેડર) નિકોલસ
એ કે આવી વ્યક્તિ બે પગ-બે હાથ વગર જન્મ. પોતે આવી વિકલાંગતા સાથે જન્મ્યો એને પરિણામે એ ક્યારેક પોતાની જિંદગી પ્રત્યે સાવ ઉદાસીન કે કટુતા ધરાવનારો બની જતો. મોત એને આવા ખારા જીવન કરતાં વધુ મીઠું લાગતું.
તો વળી ક્યારેક એ ઈશ્વરને ધિક્કારવા લાગતો કે એની સૃષ્ટિમાં માત્ર અન્યાય જ નથી, પરંતુ સાવ અંધેર અને ક્રૂરતા પણ છે. શા માટે બીજાં બધાં બાળકોને હાથ અને પગ આપ્યા અને પોતાના હાથ અને પગ બંને છીનવી લીધા. એમ પણ વિચારતો કે એકાદ હાથ કે એકાદ પગ ન હોત તો ચાલત, પણ બંને હાથ-પગ વગર તો આખી જિંદગી લૂંટાઈ ગઈ ! ધીરે ધીરે નિકોલસ ઈશ્વર તરફ નફરતની લાગણી સેવવા લાગ્યો.
આ તે કેવો ઈશ્વર, જેણે મને આ ધરતી પર મોકલ્યો, પણ આવી દશા કરીને ! આ તે કેવો ઈશ્વર કે જે કરુણાનું ઝરણું કહેવાય, એ મારે માટે ક્રૂરતાનો ધોધ બન્યો. આવા અનેક વિચારો નિકોલસના મનમાં આવતા હતા. એમાં પણ અધૂરામાં પૂરું એના પિતાએ એને મેઇનસ્ટ્રીમ સ્કૂલમાં ભરતી કર્યો. એના પિતા જેમ્સ એને આવી સામાન્ય નિશાળમાં પ્રવેશ મળે, તે માટે મોટી લડત ચલાવી હતી.
એ સમયે ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યનો કાયદો એવો હતો કે આવી મેઇનસ્ટ્રીમ નિશાળમાં આવાં વિકલાંગ બાળકોને પ્રવેશ મળી શકે નહીં. નિકોલસ માનસિક રીતે તો પૂરેપૂરો સ્વસ્થ, સ્કૂર્તિવંત અને ચપળ હતો, પરંતુ શારીરિક મર્યાદાઓ ધરાવતો હતો. એના પિતાનો સ્પષ્ટ આગ્રહ હતો કે એને આવી સામાન્ય વિદ્યાર્થીઓની શાળામાં મૂકવો. એમણે વિક્ટોરિયા રાજ્યનો આ કાયદો દૂર કરાવ્યો, એટલું જ નહીં, પણ નિકોલસ એ આવી મેઇનસ્ટ્રીમ સ્કૂલમાં ભણનારો વિક્ટોરિયા રાજ્યનો પ્રથમ વિદ્યાર્થી બન્યો.
એક વાર નિકોલસની માતાએ એને અખબારનો એક લેખ બતાવ્યો, જેમાં શારીરિક મર્યાદા ધરાવતો માનવી સંકલ્પબળથી જીવનમાં અનોખી પ્રગતિ સાધે છે. આ લેખ વાંચીને નિકોલસના મનમાં વિચારોનો ઝંઝાવાત જાગ્યો. એને થયું કે આજ સુધી મેં મારો સમય ઈશ્વરને આજીજી કરવામાં કે એના પ્રત્યે ધિક્કાર દાખવવામાં વિતાવ્યો. નિશાળમાં સતત એ વિચારતો રહ્યો કે બીજા વિદ્યાર્થીઓ
પાસે હાથ અને પગ બંને છે અને મારી પાસે બે હાથ કે બે પગ એકેય નથી, પણ આવા બળાપો કાઢવાનો અર્થ ખર્ચે ?
દુનિયા પ્રત્યે ગમે તેટલી કટુતા કે તિરસ્કાર દાખવીશ, પણ એનાથી મારો કોઈ વિકાસ થશે ખરો ? આ બળાપો એ માત્ર બળાપો અને હૈયાઉકાળો બનીને અટકી જશે. પ્રાર્થના માત્ર પ્રાર્થના થઈને થંભી જશે. આને બદલે મારે ખરો સંઘર્ષ તો મારી શારીરિક મર્યાદાઓને પાર કરવાનો ખેલવાનો છે. કઈ રીતે મારું રોજિંદુ જીવન મારી રીતે જીવી શકું? કઈ રીતે મારાં દિવસભરનાં કાર્યો મારી જાતે કરી શકું ? એનો વિચાર કરવાનો છે. આમ નિકોલસની દુનિયા બદલાઈ ગઈ. એને પોતાની મર્યાદાઓને પાર કરવી હતી અને તેથી તેને માટે એક નવા સંઘર્ષની એણે તૈયારી શરૂ કરી.
કઈ રીતે આ શારીરિક મર્યાદાઓને પાર જઈને આગળ વધી શકાય એની મથામણ કરવા લાગ્યો. આમાં ઘણી વાર એને નિષ્ફળતા મળતી. ક્યારેક સાવ નાસીપાસ થઈ જતો. કોઈક ક્ષણ એવી પણ આવતી કે એને એમ થતું કે અમુક કામ જાતે કરવાનો પ્રયત્ન છોડી દઉં, પરંતુ પેલો લેખ નિકોલસને સતત
20 કે તેનું અપંગ, મન અડીખમ
જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય • 21