________________
પ્રથમ કૃતિ ‘આઇ ડ્રીમ' સાથે
સહુ કોઈનું મન હરી લે. મુસ્કાનનાં માતાપિતા હરખઘેલાં બની ગયાં, પરંતુ ડૉક્ટરો અતિ પરેશાન હતા. મુસ્કાનના શરીરની ચેષ્ટાઓ અને હલનચલન વિચિત્ર લાગ્યા. જરા ઝીણવટભેર તપાસ્યું તો અધૂરા મહિને જન્મેલી મુસ્કાન હેમિપ્લેજિયા (પક્ષઘાત : શરીરના ડાબા કે જમણા ભાગનો લકવો. જ્યારે નાયુની અક્ષમતા (અશક્તિ) અપૂર્ણપણે ઘટી હોય ત્યારે તેને ચેતાઘાત (Paresis) કહે છે અને જ્યારે તેનો લકવો થઈ ગયો હોય ત્યારે તેના ચેતાઘાત (Paralysis અથવા plegia) કહે છે. તેથી એક બાજુના (ડાબા કે જમણા) હાથમાંના સ્નાયુઓની અપૂર્ણ સક્ષમતા (અશક્તિ, Weakness) થઈ આવે ત્યારે તેને પક્ષાલ્પઘાત (hemiparesis) કહે છે. બંને પગનો લકવો થાય તો તેને દ્વિપાદઘાત (Paraplegia) અને ચારેય ગાત્રો (બંને હાથ અને બંને પગ)નો લકવો થાય તેને ચતુર્ગાત્રી ચેતાઘાત (quadriplegia) કહે છે.) નામના દર્દથી પીડાતી હતી. દર્દનાં લક્ષણો એવાં હતાં કે એનું ડાબું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું અને આ પ્રકારની સ્થિતિને આંશિક હેમિપ્લેજિક કહેવાય.
આ રોગને પરિણામે દર્દી એકસાથે અનેકાનેક વ્યાધિઓથી ઘેરાઈ વળે . દર્દીના શરીરની જમણી બાજુ લકવાગ્રસ્ત બની જાય. એટલું ઓછું હોય તેમ ફેફસાં સાવ અવિકસિત રહે, એમાં આંખો નબળી થઈ ગઈ હોય અને હૃદયમાં એક છિદ્ર પડી ગયું હોય.
પરિવારજનો પર પ્રચંડ આઘાત થયો અને એમાં પણ ડૉક્ટરે જ્યારે એમ કહ્યું કે આવી બાળકીનું આયુષ્ય અતિ મર્યાદિત હોય છે. એની જીવનરેખા સાવ ટૂંકી હોય છે, એ પૂરા એકસો દિવસ પણ જીવી શકશે નહીં.
બાળકીની સ્થિતિ એવી હતી કે એનું મગજ એનાં ફેફસાંને શ્વાસ લેવા માટે અને હૃદયને ધબકવા માટે કોઈ સંદેશા આપતું નહોતું. જ્યાં મગજ જ સંદેશા આપે નહીં, ત્યાં શી સ્થિતિ થાય? પોતાની પુત્રીની સ્થિતિ જોઈને માતાપિતા દ્રવી ઊઠયાં. એમની આશાના મિનારાઓ તો ભાંગીને ધૂળ ભેગા થઈ ગયા હતા. હવે કરવું શું ? જિંદગીના જંગમાં એ હાર સ્વીકારી લેવી કે પછી એની સામે આખર સુધી લડી લેવું ?
અરુણભાઈ અને જૈમિનીબહેન એમ સંજોગોથી પરાસ્ત બને, તેમ
નહોતાં. સંજોગો એમને દોરે, તેને બદલે તેઓ સંજોગોને ઘડવા ચાહતાં હતાં. એમણે મનોમન નિર્ધાર કર્યો કે મુસ્કાનનું હાસ્ય વિલીન થવા દેવું નથી. ગમે તેટલો ખર્ચ થાય, તોય દીકરીની હિફાજતમાં પાછું વળીને જોયું નથી. એને ઉત્તમ ડૉક્ટરી સારવાર મળે તે માટે વિદેશમાં જવાનું વિચાર્યું. જ્યાં ઉત્કૃષ્ટ મેડિકલ સારવારની સાથોસાથ પુત્રીને હૂંફાળું, સમભાવી વાતાવરણ પણ મળી રહે. મુસ્કાન પાંચ વર્ષની થઈ, ત્યારે એના પિતાએ ભારત છોડીને ન્યૂઝીલૅન્ડ જવાનું નક્કી કર્યું.
ગંભીર બીમારી ધરાવતી મુસ્કાન ન્યૂઝીલેન્ડ ગઈ, પણ એના ચહેરા પરનું હાસ્ય સહેજે ઓછું થયું નહોતું. પારાવાર મુશ્કેલીઓ હતી, મોટા ભાગનો સમય પલંગમાં સૂતાં સૂતાં પસાર કરવો પડતો હતો. સતત જુદી જુદી સારવાર લેવાની રહેતી, છતાં મુસ્કાન આનંદથી જીવતી હતી. જાણે દદથી એક પછી એક આવતી મુશ્કેલી સામે મોજ થી હસતી ન હોય !
ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડ શહેરમાં વિલ્સન હૉમ નામની બાળકો માટેની સેવાભાવી સંસ્થાનો સંપર્ક થયો. મુસ્કાનનું દેવતા કુટુંબ ઑકલૅન્ડ શહેરમાં આવ્યું. મુસ્કાન વર્ષમાં ત્રણથી ચાર વખત એના વિલ્સન હોમમાં જતી હતી. અહીં ઑર્થોપેડિક સર્જન ટેરી બિડવેલ એની સારવાર શરૂ કરી. બિડવેલ
મુસ્કાનનું હાસ્ય • 43
42 • તન અપંગ, મન અડીખમ