________________
સ્વીકૃતિ પામવાની ઝંખના રાખતી હતી.
આ નાનકડી બાર પાનાંની પુસ્તિકા વિમોચન માટે તૈયાર થઈ, ત્યાં વળી મુસ્કાનના નાનકડા મનમાં થયું,
“આની પહેલી નકલ ભગવાન ગણેશને જ અર્પણ કરું તો !' ન્યૂઝીલૅન્ડના પાપાકૂરા શહેરમાં આવેલા ગણેશમંદિરમાં ગણેશજીની પુસ્તિકાનું વિમોચન નક્કી કર્યું અને મુસ્કાને પોતાની પહેલી પ્રત પોતાના માનીતા દેવના ચરણમાં અર્પણ કરી, ત્યારે સંસ્કૃત શ્લોકોનું પઠન ગુંજતું હતું. એક અનોખું વાતાવરણ સર્જાયું હતું. હાજર રહેલા સ્વજનો અને ભક્તજનોએ આ નાનકડી છોકરીની પુસ્તિકાને અંતરના ભાવથી વધાવી લીધી.
મુસ્કાનનું જમણું અંગ લકવાગ્રસ્ત હતું, એનાં ફેફસાં મહામહેનતે શ્વાસ લેતાં હતાં. આંખો થોડી નબળી હતી અને હૃદયમાં એક હોલ પડી ગયો હતો. પરંતુ આ કામે મુસ્કાનને એની વેદના ભુલાવી દીધી અને ઉપસ્થિત સહુ કોઈ એના પર પ્રસન્ન થઈ ગયા. મુસ્કાનની આત્મશક્તિ અને ભીતરની ભક્તિનાં દર્શન થતાં સહુના હૃદયમાં ભાવભીનાં સંચલનો જાગી ઊઠ્યાં. આ સમયે ઉપસ્થિત એક ભક્તજને તો એવી ભાવના વ્યક્ત કરી કે “હે પ્રભુ ! મારે મુસ્કાન જેવી દીકરી હોત તો કેવું સારું !'
મુસ્કાનની આ વાતો ન્યૂઝીલેન્ડના ‘રેડિયો તરાના' પર હજારો શ્રોતાજનોએ સાંભળી અને સહુનાં હૃદય ગદ્ગદિત બની ગયાં. ગણેશજીની પુસ્તિકા ગર્ણશચતુર્થીના દિવસે જ પ્રગટ થાય, તે કેવો પાવન યોગ ! એ દિવસે જ આ પુસ્તિકાની એકસો નકલ વેચાઈ ગઈ અને મુસ્કાને એની સઘળી આવક વિલ્સન હોમને અર્પણ કરી.
મુસ્કાન હજી શાળામાં સંકોચ અનુભવતી હતી. બધાં બાળકો સાથે હળીભળી શકતી નહોતી. એના શરીરની સ્થિતિને કારણે આસપાસનાં બાળકો પણ એને હેતાળુ વહાલ કરતાં નહોતાં. વળી મુસ્કાન પણ મિત્રો બનાવવા માટે કોઈ પ્રયત્ન કરતી નહીં. એનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ સારું હતું. હિંદી તો એ છટાદાર રીતે બોલી શકતી. મુસ્કાને રેડિયો તરાના પર આપેલો ઇન્ટરવ્યું શ્રોતાજનોની અનેરી ચાહના પામ્યો. આ જોઈને ભારતીય સમાજના રેડિયો સ્ટેશન ‘રેડિયો તરાનાએ મુસ્કાનને એક કાર્યક્રમની એન્કર બનવા માટે
પ્રસ્તાવ મૂક્યો.
જ્યારે રેડિયોના અધિકારીઓએ મુસ્કાનને મુલાકાત માટે બોલાવી, ત્યારે એનો હિંદી ભાષા પરનો કાબૂ જોઈને પ્રોગ્રામ મેનેજર પ્રસન્ન થઈ ગયો અને ઈ. સ. ૨૦૧૨માં ન્યૂઝીલૅન્ડમાં મુસ્કાન સૌપ્રથમ સૌથી યુવાન રેડિયો જોકી બની. એણે બાળકોને અનુલક્ષીને કાર્યક્રમ આપવાનો હતો. વિશ્વભરમાંથી એના આ કાર્યક્રમને બાવન ન્યૂઝીલૅન્ડના રેડિયો તરાના પર કાર્યક્રમ હજાર જેટલાં શ્રોતાજનોએ
આપતી મુસ્કાન સાંભળ્યો. આને કારણે તો મુસ્કાનનો દર અઠવાડિયે ‘યુ એન્ડ મુસ્કાન” નામનો કાર્યક્રમ પ્રસારિત થવા લાગ્યો. એ જુદા જુદા વિષયો પર રેડિયોમાં વાર્તાલાપ આપવા લાગી. બાળકો તરફથી મળેલા જન્મદિવસના સંદેશાઓ અને ગીતોની વિનંતી પ્રસારિત કરતી હતી.
પોતાના કાર્યક્રમની પહેલાં પૂરી સમજ મેળવી લેતી અને પછી એને પોતાની આગવી રીતે પ્રસારિત કરતી હતી. બાર વર્ષની મુસ્કાને એની આવડત બતાવી. એવામાં એક પત્રકારે મુસ્કાનની મુલાકાત લીધી અને એની ભીતરમાં પડેલી શક્તિઓ ઓળખીને એને સમાજના સમાચારપત્રની સૌથી યુવાન કૉલમલેખિકા બનાવી.
બસ, આમ મુસ્કાનની સફર આગળ વધતી રહી. આ સફરમાં આવતા અવરોધોની મુસ્કાન ક્યારેય પરવા કરતી નહીં. બન્યું એવું કે રેડિયોના પ્રોગ્રામનિર્માતા અને અખબારના પત્રકારોએ મુસ્કાનમાં એક શક્તિ જોઈ અને એને કારણે એના સહાધ્યાયીઓ પણ એનાથી પ્રભાવિત થયા. વિજ્ઞાન અને ભાષાના વિષયમાં એ ઊંચી કક્ષા મેળવવા લાગી, એટલું જ નહીં પણ એની
48 • તેને અપંગ, મન અડીખમ
મુસ્કાનનું હોય 49