________________
ટીમીને કપડાં પહેરાવતી લિન્ડા
લોટ બાંધતી લિન્ડા હાડકાંના વિકાસને પ્રતિકૂળ અસર થાય છે અને અધૂરામાં પૂરું હૃદયની સમસ્યા ઊભી થાય છે. લિન્ડા જન્મી, ત્યારે એને એકેય હાથ નહોતા, આમ છતાં એના પરિવારે એને એટલો બધો પ્રેમ આપ્યો અને ઘરનાં બીજાં સભ્યો જેવો જ એનો ઉછેર કર્યો. લિન્ડાનાં ચાર નાનાં ભાઈ-બહેનોએ લિન્ડા પ્રત્યેના વર્તાવમાં કોઈ ભેદભાવ રાખ્યો નહીં, બલ્ક એનાં નાનાં ભાઈબહેનો હાથ વગરની લિન્ડાને હોંશે હોંશે કપડાં પહેરવામાં અને ચાલવામાં મદદ કરતાં હતાં.
એની આ શારીરિક વિકલાંગતા ઓછી કરવા માટે એનાં માતા-પિતાએ પ્રોસ્થેટિક હાથ લગાડ્યા, પણ એ એને બરાબર ‘ફિટ' થઈ શક્યા નહીં અને એની પરેશાની ચાલુ રહી, બાર વર્ષ સુધી તો લિન્ડા એનું દરેક કામ પગથી કરતી હતી. એ નિશાળે જવા લાગી. કોઈ સહાધ્યાયી એને ચીડવતા, પરંતુ મોટા ભાગના એના સાથી વિદ્યાર્થીઓ એને સાથ અને હૂંફ આપતા હતા. શારીરિક મુશ્કેલીઓ છતાં લિન્ડા એના અભ્યાસમાં પ્રગતિ સાધતી રહી. એ સ્નાતક બની અને એણે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો.
જિંદગીમાં ચોતરફ મુશ્કેલીઓ હતી, છતાં લિન્ડા એની સહેજે પરવા કરતી નહોતી અને આનંદભેર પોતાનું જીવન વ્યતીત કરતી હતી. વળી એના જીવનમાં એક નવો વળાંક આવ્યો. એ જિમમાં કસરત કરવા ગઈ હતી અને ત્યાં રિચાર્ડ નામના યુવક સાથે એનો મેળાપ થયો. બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ, જે સમય જતાં પ્રેમમાં પાંગરી. આ પ્રેમને વિકલાંગતા અવરોધરૂપ નહોતી, બલ્ક રિચાર્ડને કપરા સંજોગો સામે ઝઝૂમતી આ યુવતીની મુક્તિ અને મોકળાશ ગમી ગયાં. ૨૦૦૪ના જુલાઈમાં એમનાં લગ્ન થયાં અને થોડા સમયે લિન્ડા ગર્ભવતી બની. ડૉક્ટરોએ કહ્યું કે જન્મનાર બાળકમાં એના જેવાં વારસાગત લક્ષણો આવવાની પચાસ ટકા શક્યતા છે.
એને વિચાર થયો કે આવું જોખમ વહોરીને હું સાચે રસ્તે જઈ રહી છું ખરી ? પણ રિચાર્ડને પોતાનો એક પરિવાર જોઈતો હતો, તેથી બંનેએ ક્ષણભર પણ ગર્ભપાત કરાવવાનો વિચાર કર્યો નહીં. લિન્ડાએ બાળકને જન્મ આપ્યો, પરંતુ જન્મ સાથે જ ડૉક્ટરે કહ્યું કે આ નવજાત શિશુના હૃદયમાં છિદ્ર છે. એને બે મહિના હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો. એના પર સર્જરી થઈ. ત્યારબાદ એ ઘેર પાછો આવ્યો, ત્યારે લિન્ડા માતા તરીકે એને વહાલ વરસાવવા લાગી.
78 • તન અપંગ, મન અડીખમ
જિંદગી માણવાનો તરીકો • 79.