________________
નિવૃત્તિને નમાવનારો
તેના અવયવ પર મજબૂત પકડ મેળવીને કામ કરી શકશે. એ પોતાના પગ પર ઊભો રહી શકશે અને કપાયેલાં અંગો સાથેની ઓછી થયેલી લંબાઈની ખામી દૂર થશે. મૈથ્યને આશા છે કે આ નવા પ્રકારના ઑપરેશનથી એને જીવનમાં વધુ સ્વતંત્ર રીતે કાર્ય કરવાની સુવિધા પ્રાપ્ત થશે.
અત્યારે તો કૃત્રિમ હાથો સાથે જોડાયેલા હૂકના સંદર્ભમાં જોઈએ તો એને હલનચલન કરવા માટે કોઈ મદદનીશની જરૂર પડે છે. બંને કૃત્રિમ હાથ અને બંને કૃત્રિમ પગનો સુમેળ સાધીને અનુરૂપ કાર્ય કરવું તે એને માટે સાચે જ થકવી નાખે તેવું છે. હજી એ ચાલીસીએ પહોંચ્યો છે. સારવારનો ઘણો મોટો ખર્ચા એની સામે ઊભો છે. વળી, કોઈ કાર અકસ્માતને કારણે આ ઘટના બની નથી કે જેથી એનો વીમો પાડી શકે. એને માટે હજી કૃત્રિમ અવયવોને સ્વતંત્ર રીતે ચલાવવાની લાંબી લડાઈ ખેલવાની બાકી છે.
આજે મૈથ્ય નવી હીલચેર લઈને ઘરની બહાર હરીફરી શકે છે. લોકો એને સહકાર આપવા માટે આતુર છે. ક્યારેક એની પત્ની ડાયને એને કહે છે કે બહુ વેદના થતી હોય તો પથારીમાં થોડો સમય સૂઈ રહો, ત્યારે મૈય્ કહે છે, ‘હું સૂઈ જઈશ તો કદી ઊભો થઈ શકીશ નહીં, આથી ઊઠી જવું જ વધુ હિતાવહ છે. રોજ ગમે તેટલું દર્દ હોય, તોપણ જીવિત રહેવું એ મારે માટે સૌથી વધારે જરૂરી છે. અગાઉ મારી પાસે શ્રેષ્ઠ જીવન હતું અને સહુનો પ્રેમ હતો. હવે મારા જીવનમાં કોઈ પરિવર્તન આવે, તોપણ એ જીવન અને ચાહના તો સદા સાથે જ રહેવાનાં છે, પછી ફિકર શાની ?'
11
ઉંમર પૂરી ચોપન વર્ષની. માથે ધોળા વાળ, હજી એકતાલીસ વર્ષની ઉમરે પગ મૂકે
ત્યાં તો હૃદયરોગનો ગંભીર હુમલો ઘેરી વળ્યો.
થનગનતા રેગ હેરિસને પથારીમાં પડ્યા રહેવું પડ્યું. થોડો સમય કામધંધો છોડી દેવો પડ્યો. પણ એથીય વિશેષ તો સાઇકલની રસાકસીમાં ખેલવાની મોજ જતી કરવી પડી.
એક જમાનો હતો કે રેગ હેરિસની સાઇકલસ્પર્ધામાં બોલબાલા હતી. આજ થી ચાલીસ વર્ષ પહેલાં રંગ હેરિસે સાઇકલસ્પર્ધામાં એક પછી એક વિક્રમો સર્જીને સનસનાટી મચાવી દીધી હતી. તેવીસ-તેવીસ વર્ષ સુધી રેગ હેરિસ સાઇકલસ્પર્ધાઓમાં ઝંપલાવતો રહ્યો. વિજય અને વિક્રમો હાંસલ કરતો રહ્યો. પાંચ વખત
* Osseo-integration ઓસેઓ-ઇન્ટીગ્રેશન - હાડકાં કે સાંધાની રચનાની કે ક્રિયાલક્ષી ક્ષતિ અથવા ઊણપ હોય તો તેની પૂર્તિ કરવા માટે ભારવહન કરતું કૃત્રિમ-ઉપાંગ (અંતરપ-ઇમ્પ્લાન્ટ). કૃત્રિમ નાક, કૃત્રિમ આંખ, કૃત્રિમ કાન જેવાં ઉપાંગોને ચહેરા પર સ્થાપિત કરવામાં, હાડકામાં રોપી દેવાય તેવા ઇમ્પ્લાન્ટમાં અથવા શ્રવણ-સહાયક (હિયરિંગ એઇડ) સ્થાપિત કરવામાં તથા કૃત્રિમ સાંધા બેસાડવામાં વપરાય છે.
રેગ હેરિસ
92 • તેને અપંગ, મન અડીખમ