________________
કેટલાક એને ‘સુપર વુમન' કહે છે. અને એ ‘સુપર વુમન' એ રીતે કે કારમી ગરીબી હોય, સારવાર માટે કશી આર્થિક સગવડ ન હોય અને તેમ છતાં કાદવમાંથી કમળ પ્રગટે, એ રીતે એ વિપરીત પરિસ્થિતિને બાજુએ હડસેલીને કમળના ફૂલ જેવી તાજગીભરી અને સદાય હસતી કીયાન હોંગયાન આજે એ સાબિત કરી રહી છે કે બધા અવયવો ધરાવનાર સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ જેટલી કાબેલિયત એનામાં છે અને એનાથીય વધારે તો અશક્યને શક્ય કરનારું પ્રચંડ મનોબળ એની પાસે છે. પછી મુશ્કેલીઓની શી વિસાત ?
પછી એક શિખરો સર કરવા લાગી. ૨૦૦૯માં ચીનમાં યોજાયેલી વિકલાંગો માટેની રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં કીયાને ભાગ લીધો. ૨00૯માં એણે વિકલાંગો માટેની રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ચેમ્પિયનશિપ મેળવી અને સાથે ત્રણ ચંદ્રકો પણ પ્રાપ્ત કર્યા.
પરંતુ એની ઇચ્છા તો લિમ્પિક ગેમ્સમાં કામયાબી મેળવવાની હતી. રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ચેમ્પિયનશિપ અને ચંદ્રકો મેળવ્યા, પણ હવે વિશ્વકક્ષાએ સિદ્ધિ મેળવવી હતી.
- તરણ સ્પર્ધામાં વિજય મેળવવા માટે એણે આકરી મહેનત શરૂ કરી. પગ વિનાની આ છોકરી દિવસના બે હજાર મીટર જેટલું તરતી હતી. વળી શરીરને બરાબર કસવા માટે કસરત, ડમ્બેલ્સ અને ઊઠબેસ કરતી હતી. જિંદગી પ્રત્યેનો એનો હકારાત્મક અભિગમ જોઈને બીજા ખેલાડીઓ ઉત્સાહ અનુભવતા. કીયાનનું શમણું તો પિરાલિમ્પિક (વિકલાંગો માટેની ઑલિમ્પિક) સ્પર્ધામાં ભાગ લઈને વિશ્વવિજેતા બનવાનું હતું. પોતાના આ સ્વપ્નને સાકાર કરવા માટે એણે રાતદિવસ એક કર્યા.
એક સમયે ૧.૨૭ મીટરની ઊંચાઈ ધરાવતી કીયાન આ પ્રોસ્થેટિક પગોને કારણે ૧.૬૪ મીટરની ઊંચાઈ ધરાવતી થઈ ગઈ અને અકસ્માતનાં ચૌદ વર્ષ બાદ તો દુનિયા આખી વિકલાંગ કીયાનની સિદ્ધિઓ પર ખુશ થવા માંડી. કઈ સ્થિતિમાં કીયાન ભાગ લે છે એ કલ્પવું પણ મુશ્કેલ છે. કેટલી નિષ્ફળતાઓ સામે આવતી હશે ? કેટલીય વાર લાચારીનો અહેસાસ થતો હશે ? અમુક કામ ન થાય તો એ છોડી દેવાનો ઇરાદો પણ જાગતો હશે, પણ આ બધી બાબતોને પાર કરનારી કીયાન માનવીય મનોબળમાં રહેલા શ્રેષ્ઠ સામર્થ્યનું એક જીવંત ઉદાહરણ બની ગઈ.
ક્યારેય કીયાનના ચહેરાને જુઓ તો એ સહેજે નિરાશ કે નિસ્તેજ નહીં હોય, એના ચહેરા પર મધુર હાસ્ય સદાય રમતું હોય છે. દુર્ઘટનામાં પોતાના બંને પગ ગુમાવનારી કીયાન પર આજે આખું ચીન વારી ગયું છે. ચીનના યુનાન પ્રાંતમાં રહેતી કિયાનું પહેલાં એ ‘બાસ્કેટ બૉલ ગર્લ' તરીકે ઓળખાતી હતી. આજે એ રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનારી ખેલાડી તરીકે મશહૂર છે.
18 • તન અપંગ, મન અડીખમ
હલેસાં વિનવા ચાલતી હોડી • 119.