________________
બાસ્કેટ બૉલથી ચાલતી ‘બાસ્કેટ બૉલ ગર્લ’ કીયાન હોંગયાન
છે અને પછી હાથ વડે કૂદતી અને હાથથી બૉલને ઉછાળીને બાસ્કેટ બૉલ રમવા લાગી. આમાં ઘણી વાર એ ગબડી પડતી, પરંતુ એનાથી સહેજે મૂંઝાયા વિના મનોબળથી માર્ગ કાઢતી હતી.
દાદાએ બનાવેલા બાસ્કેટ બૉલને આધારે કીયાન આજે પણ ચાલી રહી છે અને હસતાં હસતાં કહે છે કે અત્યાર સુધીમાં એણે છ જેટલા બાસ્કેટ બૉલ ઘસી નાખ્યા છે !
| મિત્રો સાથે ખેલતી કીયાનને એમની જેમ નિશાળે જવાનું મન થતું, પણ નિશાળે જવું કઈ રીતે ? કીયાન ૧૧ વર્ષની થઈ. એણે નક્કી કર્યું કે ગમે તે થાય, પણ નિશાળે તો જઈશ જ. કોઈને એમ થતું કે કીયાનની હાલત કેવી થશે? વિઘાર્થીઓની ઠઠ્ઠા-મજાકનો કેવો ભોગ બનશે ? એની લાચારીથી એ અકળાઈ તો નહીં જાય ને ? પણ કીયાનમાં અજબ ઉત્સાહ હતો, અડગ મનોબળ હતું. પરિસ્થિતિથી પરાજિત થવામાં સહેજે માનતી નહીં. એનો અદમ્ય ઉત્સાહ બે પગ કપાઈ ગયા, છતાં જળવાઈ રહ્યો હતો. એ જ ઉત્સાહથી કીયાન નિશાળે જવા તૈયાર થઈ. એણે નક્કી કર્યું હતું કે ગમે તે થાય પણ મારે. નિશાળે ભણવા તો જવું છે.
જિંદગી ભલે ગમે તેટલી મુશ્કેલ અને કઠિન હોય, તેમ છતાં જો આશા છોડ્યા વગર સામનો કરીએ, તો સ્વપ્નસિદ્ધિનાં દ્વાર કદી બિડાતાં નથી. ૨00૫માં ચીનનાં અખબારોમાં અભુત હિંમત દાખવનારી કીયાનની જીવનકથા તસવીરો સાથે પ્રગટ થઈ. આ સમયે બેજિંગના રિસર્ચ સેન્ટરે વિનામૂલ્ય એને કૃત્રિમ પગ બેસાડવાની તૈયારી બતાવી. કીયાનને રિહેબિલિટેશન કેન્દ્રમાં કૃત્રિમ અવયવો બેસાડવા માટે લાવવામાં આવી, ત્યારે એના મનની મક્કમતા જોઈને સહુ કોઈ ખુશ થયા.
પ્રોસ્થેટિક પગ બેસાડ્યા પછી તો કીયાન ચીનની એક પ્રસિદ્ધ વ્યક્તિ બની ગઈ. બાસ્કેટ બૉલ ખેલતી કીયાનને વળી એક નવું સ્વપ્ન આવ્યું. એને સ્વિમિંગ કરવાની ઇચ્છા થઈ. ૨૦૦૭ના મે મહિનામાં ચીનનો સાતમો રાષ્ટ્રીય ખેલકૂદ મહોત્સવ યોજાયો, ત્યારે કીયાન રોજ એ રમતો જોવા જતી હતી. આ સમયે એણે અદમ્ય હિમ્મત અને દઢતાથી ખેલતા વિકલાંગોને પણ જોયાં. પોતાની શારીરિક મર્યાદાઓ પાર કરીને વિક્રમી સિદ્ધિઓ મેળવનારા લોકોને
જોઈને એણે મનમાં સ્વિમિંગમાં ઝુકાવવાનો અફર નિર્ણય કર્યો.
એનાં માતા-પિતા જાણતાં હતાં કે પગ વગર તરવું, એ કીયાનને માટે મોટા પડકાર સમી બાબત છે. હલેસાં વિના હોડી ચાલી શકે ખરી? કીયાને ખાસ પ્રકારની ટ્રેનિંગ લીધી. એ તરતી હતી અને એના ખભા પર શરીરનું સમતોલન રહેતું હતું. તરણ સ્પર્ધામાં આગળ ધપવું એ કોઈ જેવીતેવી વાત નહોતી. રોજ ચાર કલાક જેટલી મહેનત કરતી, ધીરે ધીરે વિકલાંગો માટેની સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડી અને પછી તો દેશને ગૌરવ અપાવે એવા ચંદ્રકો પ્રાપ્ત કરવા માંડી.
કીયાનની સફળતાએ ચીનના લોકોની વિચારધારા બદલી નાખી. ચીનમાં અપંગોની ઉપેક્ષા થતી હતી. એમને બીજી કક્ષાના નાગરિક ગણવામાં આવતા હતા. અપંગોને લાચાર દશામાં જીવવું પડતું હતું. આ સમયે કીયાનને જોઈને સહુને ખ્યાલ આવ્યો કે વિકલાંગોમાં પણ અખૂટ શક્તિ ભરેલી છે. એમની શક્તિ પ્રગટ કરવા માટે મદદ કરવાની જરૂર નથી. માત્ર ઉત્સાહની એમને જરૂર હોય છે. પ્રોસ્થેટિક પગ સાથે જાગેલા આત્મવિશ્વાસથી કીયાન સફળતાનાં એક
હલેસાં વિનવા ચાલતી હોડી • 17
116 • તન અપંગ, મન અડીખમ