Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ પિંગે પોતાની ચાર વર્ષની દીકરી પરથી મસમોટાં પૈડાં પસાર થતાં જોયાં અને એ ધ્રૂજી ઊઠી. એ ક્ષણે એ ટ્રકની બીજી બાજુ હતી અને એને અટકાવી શકે એવી કોઈ શક્યતા નહોતી. કીયાનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એણે બંને પગ ગુમાવી દીધા હતા, એથીય વધારે જીવનની સઘળી આશા ખોઈ બેઠી હતી. કીયાન જાગી ત્યારે એને એમ લાગ્યું કે એના પગ બરફ જેવા સાવ ઠંડાગાર બની ગયા છે. એણે એની માને બૂટ પહેરાવવાનું કહ્યું. માતાની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી, એ કશું બોલી શકી નહીં. ધીરે ધીરે કીયાનને સમજાયું કે એની હાલત એવી છે કે હવે એને મોજાં કે બૂટ પહેરવાનાં નથી. અરે ! પેન્ટ પહેરવાની પણ જરૂર નહીં પડે. બંને પગ કપાઈ ગયા પછી એ પહેરે ક્યાં ? પરંતુ કીયાનના મનમાં એક વાત સતત ઘૂમરાતી હતી. એ માનતી કે તમારી પાસે જે કંઈ છે તેમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરશો તો સુખ મળી રહેશે. બે વર્ષ સુધી તો એ બેસી શકતી નહોતી. વહીલચૅરમાં બેસી શકે એટલી શક્તિ પણ એના શરીરમાં નહોતી, એ કસ્માત પછી એની કમરના સાંધા અને પાંસળીના સાંધાને દૂર કરવામાં આવ્યા અને એના અણિયાળા થાપા સાથે એ બહાર આવી હતી. પગ તો કાપી નાખવા પડ્યા હતા અને માત્ર પોતાના થાપાના સહારે એ ઘસડાઈને માંડ માંડ ચાલવાની મથામણ કરતી હતી. જિંદગીભર એ હવે જાતે ચાલી શકે એવું રહ્યું નહોતું. એક ઝાંખી શક્યતા હતી અને તે એ કે જો એ પ્રોસ્થેટિક અવયવો લગાવે, તો ચાલી શકે ખરી, પરંતુ આને માટે કેટલાંય પરેશન કરાવવાં પડે. જ્યારે કીયાનના કારખાનામાં કામ કરતા પિતાનો મહિને વીસ ડૉલર જેટલો પગાર હતો ! આવું ગરીબ સામાન્ય કુટુંબ ક્યાંથી એક મિલિયન ડૉલર જેટલો ખર્ચો કરીને ઑપરેશન કરાવે ? ગરીબ કુટુંબનું આટલું ગજુ નહોતું, પરંતુ એમના દિલમાં દીકરી માટે અપાર મમતા હતી. એ કઈ રીતે હાલીચાલી શકે એનો વિચાર કરતા હતા. એવામાં એના દાદા યુઆને બાળકોને બાસ્કેટ-બૉલથી ખેલતા જોયા અને એના મનમાં એક ચમકારો થયો. દાદાએ વિચાર્યું કે દીકરીને મારે ગમે તે ભોગે ચાલતી કરવી છે. એમણે નકામા બની ગયેલા બાસ્કેટબૉલને અડધેથી કાપ્યો, એને ઊંધો કર્યો, અંદરના ખાડાવાળા ભાગમાં પંડ મૂકીને કીયાનને પહેરાવી કમરથી પગ વગરની કીયાન હોંગયાન જોયો. કીયાનને પોતાના શરીરના નીચેના ભાગમાં કશુંક સળવળતું લાગ્યું. એણે હેજ ચાલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તરત જ ગબડી પડી. ફરી ઊઠી, એણે બીજી વાર ચાલવાનો પ્રયત્ન કર્યો. આ વખતે એણે સમતોલન ગુમાવ્યું નહીં અને ધીરે ધીરે ખસીને ચાલવાની શરૂઆત કરી. એવામાં દાદા યુઆને વિચાર્યું કે ચાલવા માટે તો બંને પગનું સમતોલન જરૂરી છે. આથી એમણે લાકડાના હેંડલવાળી બે જોડી બનાવી, જેનાથી હાથ પકડીને સમતોલન રાખી શકાય અને પછી દડો ઊછળે એમ ઊછળીને આગળ ખસી શકાય. કીયાન ચાલી શકશે એ બાબતમાં મેડિકલ સાયન્સે તો નિષ્ફળતા સ્વીકારી લીધી હતી, પરંતુ દાદાની સામાન્ય બુદ્ધિએ એક નવો જ ચમત્કાર સર્યો. કીયાન બાસ્કેટ બૉલના સહારે ઊછળતી - કૂદતી મિત્રો સાથે હરવા-ફરવા લાગી. એનામાં પ્રબળ આત્મવિશ્વાસ હતો અને એ આત્મવિશ્વાસને કારણે જ અંધારઘેરી જિંદગીમાં આશાભરી આગળ વધતી હતી. એ ઘસડાઈને ચાલવા લાગી એટલે એને નિશાળે જવાનો વિચાર આવ્યો અને ધીરે ધીરે નિશાળે જવા લાગી. બાસ્કેટ બોલ કીયાનને બહુ ગમ્યો. વળી આ બાસ્કેટ બૉલને કારણે તો એ થોડીક ચાલતી થઈ હતી. આથી એણે વિચાર્યું કે મારે બાસ્કેટ બૉલ ખેલવું હલેસાં વિનવા ચાલતી હોડી • 115 1l4 • તન અપંગ, મન અડીખમ

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82