________________
હલેસાં વિના ચાલતી હોડી
સાથોસાથ એ પોતાને સહેજેય વિકલાંગ માનતો નથી, કારણ કે બધા લોકો એની સાથે સામાન્ય માનવી જેવો જ વર્તાવ રાખે છે અને એ પણ સૌની સાથે સમાન ભાવ અને સંબંધ રાખીને પોતાનું કામ કરે છે.
વળી ફૂટબૉલની મેચમાં પણ જોર્ગે જ્યારે લૉકર રૂમમાં પોતાના ખેલાડીઓ સાથે હોય, ત્યારે એનો ઉત્સાહ એના સાથી ખેલાડીઓમાં નવી પ્રેરણાનો સંચાર કરે છે. એના સાથી ખેલાડીઓ એને ‘રોલ માંડલ' માને છે. લોકોને તે કહે છે, કે આપણો પ્રત્યેક દિવસ એ આપણા પર વરસેલો આશીર્વાદ છે અને તેથી એને આનંદભેર માણવો જોઈએ.
જોર્ગેની હાઈસ્કૂલના આચાર્ય ટિમ સ્વિકાર્ટ પણ પોતાના આ પ્રિય વિદ્યાર્થી વિશે એમ કહે છે કે, ‘એક વાર એ મનમાં નક્કી કરી લે છે, પછી કોઈ પણ બાબત એને અટકાવી શકતી નથી.'
એક વાર ફૂટબૉલની એક રમતમાં જોર્ગના કત્રિમ પગમાં બીજા ખેલાડીના પગની આંટી આવી ગઈ. એને પરિણામે એના કૃત્રિમ પગ નકામા થઈ ગયા. એ સમયે એ કૃત્રિમ પગ માટેનો ફાળો ડિક્સનના કહેવાથી ચર્ચના ભાઈબહેનોએ એકત્રિત કરી આપ્યો. આ બધું બન્યું તેમ છતાં જોગે એક ક્ષણ પણ વ્હીલચૅરમાં બેસીને જીવવાનો વિચાર કર્યો નથી. આજે ફૂટબૉલના મેદાન પર જોગે છવાઈ ગયો છે. જિંદગીનો પ્રત્યેક દિવસ કૉલેજના વર્ગખંડમાં હોય કે પછી ફૂટબૉલના મેદાન પર હોય, પણ એને ઉત્સવ તરીકે ઊજવી રહ્યો છે.
જિંદગી તમને છેક આકાશમાં ઊંચે ઉછાળીને ઊંધે માથે ધરતી પર પટકી દે કે પછી સંજોગો જ એવા સર્જાય કે આખું જીવન અંધકારમય બની જાય, ત્યારે પણ એ પછડાટ ખાઈને ઊભા થવાનો અને આગળ વધવાનો હોંસલો ધરાવનાર કોઈ ને કોઈ માર્ગ શોધી કાઢે છે. ચોપાસ ઘોર અંધારું હોય, ત્યારે ક્યાંક એકાદ અજવાળાનું કિરણ દેખાઈ આવે અને એને પકડી લઈને જે આગળ વધે, તો એના જીવનમાં પ્રકાશ રેલાતો હોય છે.
આજથી પંદર વર્ષ પહેલાં ચીનની કીયાન હોંગયાન નામની નાનકડી બાળા ઝુઆંગભંગ શહેરના ખીચોખીચ રસ્તાને ઓળંગતી હતી. આ સમયે એકાએક પુરપાટ દોડતી ટ્રક આવી અને કીયાન પર ફરી વળી. એની સાથે એની માતા ઝહુ હ્યુન
કીયાન હોંગયાન
112 • તન અપંગ, મન અડીખમ