________________
ત્યાં બોલાવીને એને એની સાહસિકતા માટે ધન્યવાદ આપ્યા, એટલું જ નહીં, બર્લ્ડ કાર ભેટ આપી. ત્રેવીસ વર્ષની ઉંમરે શીલા પગથી કાર ચલાવતાં શીખી ગઈ અને આજે એ નિરાંતે પોતાના ડાબા પગથી કાર ચલાવે છે. આને માટે એને ખાસ લાઇસન્સ પણ આપવામાં આવ્યું.
આ બધાનું પરિણામ એ આવ્યું કે એને બધે ફરવાની મોકળાશ મળી ગઈ. એ એરિઝોના રાજ્યમાં ક્રિમિનલ જસ્ટિસના અભ્યાસને માટે ગઈ, ત્યારે વળી એક નવો પડકાર ઊભો થયો. અમેરિકાના દરેક રાજ્યમાં વાહન અંગે પોતપોતાના અલાયદા નિયમ હોય છે અને તેથી અહીં કાર ચલાવવાનું લાઇસન્સ મેળવવું હોય તો શીલાને ટેસ્ટ આપવો પડે તેમ હતો. એ વિકલાંગ હોવાથી એની અરજી નામંજૂર કરવામાં આવી. ત્રણેક મહિના સુધી એણે મહેનત કરી, પરંતુ કોઈએ એની વાત કાને ધરી નહીં. આથી અંતે એણે ન્યાયાલયનો આશરો લીધો અને એરિઝોના રાજ્યમાં કાર ચલાવવાનું લાઇસન્સ મેળવ્યું.
એ અભ્યાસની સાથોસાથ માર્શલ આર્ટ શીખતી રહી અને અંતે ૨૦૧૦માં એને ‘બ્લેક બેલ્ટ' મળ્યો. એની માર્શલ આર્ટની સ્કૂલ શીલાને માટે ગૌરવ અનુભવવા લાગી. માત્ર બે વર્ષમાં જ શીલાએ માર્શલ આર્ટનો સમગ્ર અભ્યાસક્રમ પૂરો કર્યો. આ અભ્યાસક્રમમાં જરૂરી ટાઇપિંગ એણે પૉઇન્ટરની મદદથી કર્યું. વળી આ માર્શલ આર્ટ શીખવામાં એને ખૂબ આનંદ આવતો હતો અને એની હાર નહીં સ્વીકારવાની ધગશે બ્લેક બેલ્ટ મેળવવાની ઘણી લાંબી પ્રક્રિયામાં એને સફળતા આપી.
અનુસ્નાતક પદવી અને માર્શલ આર્ટમાં નિપુણતા મેળવ્યા પછી શીલાએ એક નવી દિશામાં પદાર્પણ કર્યું. પોતાની જિંદગીનો જંગ જીતી ગયેલી શીલાએ આવી રીતે સંઘર્ષ ખેડી રહેલા અન્ય વિકલાંગોને સહાયભૂત થવાનો વિચાર કર્યો. એની પાસે જીવનમાં આવતા પડકારોની લાંબી સુચિ હતી અને એ પડકારોને ઓળંગવાની વર્ષોની મહેનત પછી મેળવેલી સિદ્ધિ પણ હતી. એણે વિચાર્યું કે પોતે પદવી અને નોકરી તો મેળવી છે, પરંતુ હવે બીજી વ્યક્તિઓની આંખનાં આંસુ લૂછવાં છે. પોતાને અસહાય માનીને લાચાર અને નિરાધાર બની ગયાં છે, તેમને સ્વતંત્રપણે જીવતાં શીખવવું છે.
માર્શલ આર્ટનો દાવ શીખતી શીલા રડઝવીઝ પોલેન્ડના એક યુવકે ગંભીર અકસ્માતમાં બંને હાથ ગુમાવી દીધા હતા. હવે કરવું શું? હાથ વિના પોતાની જિંદગીને નિરાધાર અને મજબૂર માનનારા એ યુવક પાસે શીલા પહોંચી ગઈ અને એણે પગ પાસેથી હાથનું કામ કેવી રીતે લેવું તે શીખવ્યું. એની સાથે કલાકો સુધી વાતો કરી અને એના આત્મવિશ્વાસને જગાવવાની સાથોસાથ એણે કેટલીય યુક્તિ-પ્રયુક્તિઓ શીખવી. આવી જ રીતે એક વાર શીલા પોતે જે લક્ષણોથી પીડાતી હતી તે ‘ટાર'ની વ્યાધિથી પીડાતું એક બાળક આવ્યું. શીલાએ એને આશ્વાસન અને માર્ગદર્શન આપ્યું. આ રોગની સામે લડતાં શીખવ્યું અને વિશેષ તો શીલાએ એ બાળકમાં જીવન જીવવાની નવી આશા જગાવી.
આજે બત્રીસ વર્ષની ઉંમરે શીલા ભર્યું ભર્યું જીવન જીવી રહી છે. શારીરિક મર્યાદાઓને પાર કરીને એણે અનેક ક્ષેત્રોમાં પોતાનું કૌશલ હાંસલ કર્યું છે. કોઈને કલ્પના પણ ન આવે એવાં કાર્યો કરવાનો શીલા મનસૂબો ઘડે છે અને પછી એ મનસુબો પાર પાડવા માટે અથાગ પુરુષાર્થ કરે છે. આમાં નિરાશાનાં કેટલાંય વાવાઝોડાં આવે, કેટલીય આપત્તિઓ માથા પર વીંઝાય, વણકઘેલી કેટલીય મુશ્કેલીઓ એની સામે મોં ફાડીને ઊભી રહે, ત્યારે શીલા એ જોઈને નાસીપાસ થવાને બદલે પોતાના ભીતરના ખમીરને પોકાર કરે છે.
106 • તન અપંગ, મન અડીખમ
જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય ! • 107