Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ નિશાળમાં વિવિધ પ્રકારની માર્શલ આર્ટ શીખવા મળી. આમાં તેને ઊંડો રસ પડ્યો અને પછી ગ્રેજ્યુએટ સ્કૂલમાંથી ઘેર પાછા આવીને માર્શલ આર્ટની વિવિધ શૈલીઓનો અભ્યાસ કરવા લાગી. કઈ માર્શલ આર્ટ એને વધુ ફાવશે, તેનો ઊંડો વિચાર કરવા લાગી અને આ બધામાં ‘ટી ક્વોન ડો’ સૌથી વધુ ગમી ગઈ. એનું કારણ એટલું જ કે આમાં એના શરીરનું કાર્ય શરીરના નીચેના ભાગ પર વિશેષ કેન્દ્રિત કરવાનું બનતું અને તેથી આ રમત તેને પસંદ પડી ગઈ. શીલા રઝવીઝ આ રમતનો ઉપયોગ માનસિક તનાવને દૂર કરવા માટે કરતી હતી. શીલા જેમ અનોખી, એ રીતે એની જીવનકૌશલ્યની પસંદગી પણ અપૂર્વ ! એણે ‘ક્રિમિનલ જસ્ટિસ' વિષય પર પોસ્ટ ગ્રેજ્યુએટની પદવી મેળવવાનું નક્કી કર્યું. આને માટે પુષ્કળ અભ્યાસ કરવો પડે. કલાકોના કલાકો સુધી વાંચન કરવું પડે, ઘણી માહિતી એકત્રિત કરવી પડે અને એ માટે ખૂબ દોડધામ પણ કરવાની રહે. આને કારણે એના પર માનસિક તનાવ પણ રહેતો. આ તનાવને દૂર કરવાનો એની પાસે રામબાણ ઇલાજ હતો અને તે ‘ટી ક્વોન ડો’ નામની માર્શલ આર્ટ. એ માર્શલ આર્ટથી ગમે તેવી કપરી અને ઉશ્કેરાટભરી પરિસ્થિતિ સામે એ એના મનને સ્વસ્થ અને સમતોલ રાખી શકતી. એના પગ ગોળ ગોળ ફરતા હોવાથી સમતોલન એને માટે ઘણી મહત્ત્વની બાબત બની. તમે જ કલ્પના કરો કે તમે ક્યારેય પગના ઘૂંટણને વાળ્યા વિના દાદરા ચડ્યા કે ઊતર્યા છો ખરા ? શીલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી, ત્યારે શાળામાં ઉપરના માળે જવા માટે લિફ્ટ તો ક્યાંથી હોય? આ સમયે એ એના પગ ટેકવતી ટેકવતી એક એક પગથિયું ચડતી હતી. એક ડગલું એ એને માટે કેટલીય વેદના અને અંગોની ગોઠવણ પછી સિદ્ધ થતી બાબત હતી. એ જન્મથી જ ખભાનાં હાડકાં વગરની, કોણીથી નીચલા હાથનાં નાનાં જાડાં હાડકાં વગરની તથા કોણી અને કાંડા વચ્ચેનાં બે હાડકાંમાંનાં મોટાં અને પાતળાં હાડકાં વગરની તેમજ ઘૂંટણના સાંધા પરની ઢાંકણી વગરની હતી. એના પગ અંદરની બાજુ ગોળગોળ ફર્યા કરે, એના નિતંબો સાંધામાંથી ઊતરી ગયા હતા. આવી છોકરીએ ત્રીજા વર્ષે પપ્પાની આંગળી પકડીને પહેલું ડગલું ભર્યું, 104 • તેને અપંગ, મન અડીખમ ચાર વર્ષે જાતે ખાતાં અને પગના પટ્ટા તથા વૉકરની મદદથી ચાલતાં શીખી. રમતના મેદાનમાં હીંચકા ખાતાં અને માર્શલ આર્ટથી પગને મજબૂત બનાવતાં શીખી. નિશાળમાં રોલર સ્કેટિંગ શીખી અને એ શીખતી વખતે એણે બે બાબત અંગે મનમાં ગાંઠ વાળી. એક તો એ કે ઈજા પામ્યા વગર કઈ રીતે પડવું અને બીજું એ કે કોઈનીય મદદ વગર પડ્યા પછી કઈ રીતે ઊભા થવું. એ પછી જુનિયર સ્કૂલમાં તો સોકર (ફૂટબૉલની રમત) શીખી અને હાઈસ્કૂલમાં ઘોડેસવારી શીખી. આમ જિંદગીના પડકારો સામે ચૂપ બનીને બેસી રહેવાને બદલે કે એને સ્વીકારી લેવાને બદલે શીલા સતત એનો સામનો કરતી રહી. દસ વર્ષની ઉંમરે પગનો ઉપયોગ કરીને એણે વાળ ધોતાં શીખી લીધું. પગના ઉપયોગથી માથું ધોવું તે જેવી તેવી વાત નથી. ડ્રેસિંગ કિટ વગર જિન્સની ઝિપ કેવી રીતે બંધ કરવી તે પણ શીખી લીધું અને એક હાથે પોતાના બૂટની દોરી બાંધવા લાગી. સામાન્ય માનવી આવી રીતે જીવવાનો પ્રયત્ન કરે, તો એ નિષ્ફળ જ જવાનો. શીલાનો એક જ હેતુ હતો કે સ્વાવલંબી રીતે જીવન ગાળવું અને એને પરિણામે પોતાનું ઘર છોડીને અભ્યાસને માટે કૅમ્પમાં રહેવાનું આવ્યું તો સહેજે ગભરાઈ નહીં. આ સમયે સહાધ્યાયીઓની ઉપેક્ષાનો કડવો અનુભવ થયો. દુનિયાની કઠોર-નઠોર વાસ્તવિકતાનો પરિચય થયો. ઘણી વ્યક્તિઓએ તો એની ઘોર ઉપેક્ષા કરી, તો કેટલાકે એની ભારે મજાક ઉડાવી, પરંતુ આમાંની એકેય બાબત શીલાને એના દૃઢ નિર્ધારમાંથી ચળાવી શકી નહીં. એણે ૨૧ વર્ષની ઉંમરે નોકરી મેળવવા પ્રયાસ કર્યો, મૂવી થિયેટરમાં સફળપણે કેશિયરની નોકરી કરી ચૂકેલી શીલાને મહેનત કરવા છતાં ભેદભાવનો સામનો કરવો પડ્યો. એ પોતાનાં સઘળાં કાર્યો જાતે કરતી હતી અને એથીય વિશેષ સમાજમાં પોતાના ઉદાહરણથી વિકલાંગ વ્યક્તિઓને માટે સ્વમાનભેર જીવવાનું વાતાવરણ ઊભું થાય તેવા લેખો લખતી હતી. આને પરિણામે સમગ્ર દેશમાં શીલાની આગવી ઓળખ ઊભી થઈ ગઈ. ક્રિમિનલ જસ્ટિસનો અભ્યાસ કરવાની સાથોસાથ એણે ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકો માટે કામ કરવું શરૂ કર્યું. શીલાની સંઘર્ષયાત્રા ચાલતી રહી. મેસેચૂસેટ્સ પુનઃરુત્થાન કેન્દ્રે પોતાને જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય | • 105

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82