________________
એપાર્ટમેન્ટમાં એકલી રહે છે, કોઈ સંભાળ લેનાર પણ એની સાથે નથી, પરંતુ એનાથી એનું ખમીર સહેજે ઓછું થયું નથી. એક સમયે રસોડામાં પહોંચવા માટે એને મુશ્કેલી પડતી હતી, રસોડાનું પ્લેટફોર્મ ઘણું ઊંચું હોય, એવું પણ બનતું કે પછી એને જુદાં જુદાં કામો કરવા માટે રસોડામાં થોડી મોટી જવાની જરૂર પડે તેવું હતું, પરંતુ એટલી જગા તો ક્યાંથી મળે ? આવી નાની જગામાં અગવડ સાથે કામ કરવાનું એણે સ્વીકારી લીધું.
શીલાનો જીવનમંત્ર હતો કે સ્વતંત્રપણે જીવવું અને ધીરે ધીરે એ સ્વતંત્રપણે જીવતાં શીખી ગઈ. વિકલાંગ વ્યક્તિને માટે આવું સ્વતંત્ર જીવન કેટલાકને તો કલ્પનાતીત લાગે, પરંતુ શીલાએ એ કલ્પનાને વાસ્તવમાં ફેરવી નાખી. હવે સવાલ આવ્યો નોકરી મેળવવાનો. એને નોકરી આપે કોણ ? વળી, અમુક પ્રકારની નોકરી તો એ કરી શકે તેમ નહોતી. શારીરિક મર્યાદાઓએ તેને ચોતરફથી બાંધી દીધી હતી, પરંતુ કોઈનીય સહાય વિના સ્વતંત્રપણે જીવન ગાળવાનો હેતુ ધરાવનારી શીલાએ સ્વતંત્રપણે વ્યવસાય મેળવવાનું નક્કી કર્યું.
કોણ નોકરી આપે આ છોકરીને ? કેટલાકે કહ્યું કે એણે આવા બધા ખ્યાલો અને સ્વપ્નાંઓ છોડીને મર્યાદાઓ સ્વીકારી જીવવું જોઈએ. કોઈએ કહ્યું કે તમારા જેવાં વિકલાંગને નોકરી આપવામાં અમે માનતા નથી. એનું કારણ એટલું જ કે તમે બીજાની જેમ સ્કૂર્તિ અને ચપળતાથી કામ કરી શકશો નહીં. મહામહેનતે એપાર્ટમેન્ટ મેળવનારી શીલાએ આખરે નોકરી પણ મેળવી.
અઢાર વર્ષની શીલાએ એક મૂવી થિયેટરમાં કેશિયરની જવાબદારી સંભાળી. એ જ્યારે એને માટે ઇન્ટરવ્યું આપવા ગઈ, ત્યારે થિયેટરના મેનેજરને કંઈ રસ ન પડ્યો, માત્ર સહાનુભૂતિ દર્શાવવા માટે એણે એવી શંકા પ્રગટ કરી કે મૂવી થિયેટરના કેશિયર તરીકે ઝડપથી રકમ ગણવી પડે. બીજાં નાનાં-મોટાં કામ કરવાં પડે. આ સ્થાને એ કશું કરી શકે એમ નથી.
શીલાએ નોકરી માટે ન કોઈ લાચારી કરી કે ન કોઈ આજીજી બતાવી, પણ મૅનેજરને ગૌરવભેર કહ્યું, “જુઓ, આ શીલાએ અરજી કરી એનો અર્થ જ એ કે આ જવાબદારી એ પૂરેપૂરી બજાવી શકે તેમ છે. જો એમાં કોઈ મુશ્કેલી લાગી હોત કે પોતાની અયોગ્યતા જણાઈ હોત તો એણે અરજી જ કરી ન હોત.”
શીલાનો આત્મવિશ્વાસ મૅનેજરને સ્પર્શી ગયો. આખરે મૂવી થિયેટરમાં શીલાને કેશિયરની નોકરી મળી. મમ્મીના એ શબ્દો યાદ આવ્યા કે જીવનમાં કોઈ કામ અશક્ય નથી, માત્ર થોડો સમય રાહ જોવી પડે. આમ સમય જતાં શીલા એકલી એપાર્ટમેન્ટમાં રહેતી થઈ ગઈ અને આપબળે કમાતી થઈ ગઈ.
કેશિયર તરીકેની નોકરી
એ સ્વતંત્રપણે આજીવિકા ખમીરવંતી યુવતી
રળવાનો એનો પહેલો પ્રયાસ
હતો અને શીલાએ એટલી બધી નિષ્ઠાથી આ કામ બજાવ્યું કે એની પાળીમાં કામ કરતા કેશિયરોમાં એ સૌથી ઝડપી રકમની ગણતરી કરતી કેશિયર બની ગઈ !.
બાળપણમાં હોસ્પિટલના પલંગની બાજુમાં જ મૃત્યુ બેઠું છે એમ કહેનારા લોકોને સમજાયું કે શીલાએ પોતાના સ્વતંત્ર જીવનનો નકશો આગવી રીતે દોર્યો છે. હવે એ અનુસ્નાતક પદવી મેળવવાના અને કપરા દાવપેચ ધરાવતી માર્શલ આર્ટમાં આગળ વધવાનો વિચાર કરી રહી છે. સાવ અશક્ય લાગે છે. ને !
અશક્ય અને શક્ય વચ્ચે કેટલું અંતર ? એટલું છે કે શક્ય તત્કાળ સાકાર થઈ શકે છે, જ્યારે અશક્યને સાકાર કરવા માટે થોડો વિશેષ સમય જોઈએ ! સવાલ માત્ર સમયનો છે ! બાકી અશક્ય જેવું કશું છે જ નહીં ! એની ઇચ્છા કપરા દાવપેચ ધરાવતી ‘ટી ક્વોન ડો’ નામની માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટની ચરમ સિદ્ધિ મેળવવાની હતી. આનું કારણ એ કે જિંદગીમાં ઘણી નિરાશાજનક અને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થયેલી શીલાને એરિઝોના રાજ્યની
102 • તન અપંગ, મન અડીખમ
જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય ! • 103