Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ આનું કારણ એ હતું કે શીલા એવી વિકલાંગતા સાથે જન્મી હતી કે એનો દેખાવ જ ડરામણો લાગતો હતો. આ બાળકીને કોણીથી પોંચા સુધી બેમાંથી એકેય હાથ નહોતા. આનો અર્થ એ કે હાથ વિહોણી જિંદગી જીવવાનું સદાને માટે એના લલાટે લખાયું હતું. | દુર્ભાગ્ય જ્યારે આવે ત્યારે આંખો મીંચીને એકધારું ત્રાટકે છે. શીલા પાસે બેમાંથી એકેય હાથ નહોતા અને જે બે પગ હતા, તે પણ ઘણા વિચિત્ર હતા. એના પગ એવા હતા કે જે સામસામા ગોળ ફર્યા કરતા હતા. બોસ્ટનની માલ્ડન હૉસ્પિટલમાં જન્મેલી શીલાને માથે આટલી આફત ઓછી હોય તેમ ડૉક્ટરી તપાસમાં જાણવા મળ્યું કે એના હૃદયમાં છિદ્ર હતું અને લોહીના કોષોની સંખ્યા અલ્પ હતી. એની શારીરિક તપાસ બાદ ડૉક્ટરોએ જાહેર કર્યું કે આ બાળકી "TAR (Thrombo-cytopenia-absent radius)'ના ટૂંકા નામે ઓળખાતા રોગ સાથે જન્મેલી છે. આમ હૃદયમાં છિદ્ર, એક દિશામાં દૃઢપણે ચાલી નહીં શકતા પગ અને હાથ વિનાની આ બાળકીને માટે જીવવાનું હોસ્પિટલમાં અને મૃત્યુ પામવાનું અલ્પકાળમાં હતું. આવી પરિસ્થિતિમાં એનાં મમ્મી-પપ્પાએ નિર્ધાર કર્યો કે પુત્રી પર મુશ્કેલીઓ તો મુશળધાર વરસી છે, પરંતુ એ મુશ્કેલીઓથી સહેજે ડરવું નથી. આનાથી વધુ મોટું બનસીબ કયું હોય, પરંતુ એ બદનસીબીનાં રોદણાં રડવાને બદલે એને સદ્નસીબમાં પલટાવવું છે. આને પરિણામે બંનેએ મક્કમ નિર્ધાર કર્યો કે જિંદગીમાં ક્યારેય શીલા વિશે કોઈ નકારાત્મક વિચાર કરવો નથી, બલકે પૉઝિટિવ અભિગમથી એને સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપવાં. જન્મ પછી ઘેર આવેલી શીલાને તત્કાળ પુનઃ હૉસ્પિટલમાં લઈ જવી પડી. બે વર્ષ સુધી હૉસ્પિટલમાં સારવાર મેળવી અને જે ઉંમરે બાળકો ઘરમાં ખિલખિલાટ હસતાં હોય, આંગણામાં ખેલતાં હોય, આમતેમ ભાંખોડિયાભેર ચાલતાં હોય એવું મુગ્ધ બાળપણ શીલાએ હૉસ્પિટલના બિછાના પર વિતાવ્યું. જિંદગીનાં પહેલાં દસ વર્ષ શીલા થોડો સમય ઘેર રહી અને વધુ સમય હૉસ્પિટલમાં રહી ! એના પપ્પાએ આ છોકરીને સતત પ્રોત્સાહન આપ્યું અને એને માત્ર બે જ શબ્દો કહ્યા અને તે "1Can', શીલા શારીરિક મર્યાદાને કારણે ક્યારેક ભાંગી પડતી, રડવા લાગતી અથવા તો નિષ્ફળ જતી, ત્યારે એના પપ્પા એને સતત આ બે શબ્દો કહેતા અને એ શબ્દો શીલામાં નવીન ચેતનાનો સંચાર કરતા. પપ્પાના આ પ્રેરણાદાયી શબ્દો સાંભળીને શીલા એની હતાશા અને નિષ્ફળતા ખંખેરી નાખીને રમવા લાગતી. હાથવિહોણી અને અસ્થિર પગ ધરાવતી શીલા ક્યારેક એની મમ્મીને એમ કહેતી કે આ કામ મારે માટે અશક્ય છે અથવા તો બોલી ઊઠતી, ‘આ હું કરી શકીશ નહીં.' એવે સમયે એની મમ્મી શીલાને સમજાવતી કે શક્ય અને અશક્યનો અર્થ સમજવાની જરૂર છે. શક્ય એ છે કે જે તમે સરળતાથી કરી શકો છો અને અશક્ય એ છે કે જે કાર્ય સિદ્ધ કરવા માટે તમારે થોડો વધુ સમય અને થોડી વધુ મહેનત કરવી પડે. આમ અશક્ય એ સદાકાળ ટકનારી બાબત નથી, પરંતુ માત્ર થોડીક ક્ષણો રહેનારી ઘટના છે. થોડી વધુ મહેનત કરીએ એટલે અશક્ય શક્યમાં ફેરવાઈ જાય છે. શીલાનાં કુટુંબીજનોએ પણ સબળ સાથ આપ્યો અને હસમુખા કુટુંબીજનોને કારણે શીલા હસતી હસતી જિંદગીની પા પા પગલી ભરવા લાગી. દસેક વર્ષ પછી એણે વિકલાંગ બાળકોને વિનામૂલ્ય સારવાર આપતી સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. એ પાંચ વર્ષની થઈ, ત્યાં સુધી એને ચાલવા માટે પગ પર પટ્ટો લગાવવાની અને વૉકરની જરૂર પડી. ક્યારેક તો એ આ બંનેનો સહારો લે, ત્યારે માંડ માંડ ચાલી શકતી. એક વાર પગને બરાબર ગોઠવીને એ થોડું ચાલતી હોય અને પછી ફરી વાર ચાલવાનું આવે, ત્યારે ફરી પાછા એને યોગ્ય રીતે પગ ગોઠવવા પડે. આમ જ્યારે જ્યારે એ એના પગનો ઉપયોગ કરીને ચાલે, ત્યારે એને ચાલવા માટે દર વખતે નવેસરથી મથામણ કરવી પડતી, પણ આ મથામણનોય આ છોકરીને આનંદ હતો. એને વિકલાંગોની સંસ્થામાં પ્રવેશ મળ્યો, ત્યારે આજ સુધી મમ્મી-પપ્પા અને કુટુંબીજનો વચ્ચે રહેનારી શીલાને જુદા જ લોકો સાથે વસવાનું આવ્યું. પરિવારમાં એણે હૂંફ જોઈ હતી. અહીં ચોતરફ હાંસી થતી જોઈ. ઘણા એના શરીરને જાણે વિચિત્ર હોય તે રીતે તાકીને જોયા કરતા, કોઈ એની ચાલવાની. નિષ્ફળતા પર ઠઠ્ઠા-મશ્કરી કરતું, તો કોઈ એની આવી શારીરિક હાલતને માટે 98 • તેને અપંગ, મન અડીખમ જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય ! • 99.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82