Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ હેરિસ વેપારમાં પણ એટલો જ કુશળ છે. એ સેલ્સ અને માર્કેટિંગનો સલાહકાર હોવા ઉપરાંત ચાર કંપનીઓના ડાયરેક્ટર તરીકે પણ કામ કરતો હતો. રેગ હેરિસને એક પ્રશ્ન મૂંઝવતો હતો. એ વિચારતો હતો કે હવે પછીની સાઇકલસ્પર્ધામાં ભાગ લેવો કે પોતે વિજેતા બન્યો હોવાથી ટોચ પર રહીને જ વિદાય લેવી ? પરંતુ રંગ હેરિસ નિરાશાને નબળાઈ ગણે છે અને નિવૃત્તિ જેવી કોઈ વાતની એને ખબર નથી. રેગ હેરિસે કસાયેલા તનની તાકાતનો પરિચય આપ્યો. મનની મજબૂતાઈથી એ રોગના ભયને ઓળંગીને સિદ્ધિની ટોચે પહોંચ્યો, પરંતુ રેગ હેરિસને રમતની દુનિયામાં તો નિવૃત્તિને નમાવનારા તરીકે સદાય યાદ કરાશે. જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય ! શીલા ૨ડઝવીઝનો જન્મ થયો, ત્યારે કોઈએ એમ વિચાર્યું કે આ છોકરી જન્મી જ શા માટે ? જન્મી જ ન હોત, તો બહુ સારું થાત ! અરે ! જન્મતાં સાથે મૃત્યુ પામી હોત, તો એ અતિ સભાગી ગણાત. કોઈને એમ પણ થયું કે હવે એ જન્મી છે, તો એના નસીબમાં માત્ર તરફડીને થોડા સમયમાં મૃત્યુ લખાયું છે ! આવી વિકલાંગ છોકરી આપણા દેશમાં જન્મી હોત, તો કોઈએ આ બાળકીની વિકલાંગતા માટે ગત જન્મોનાં પાપકર્મોને પુષ્કળ દોષ આપ્યો હોત, તો કોઈએ વિચાર્યું હોત કે હવે જલદીથી એના શ્વાસ છૂટી જાય તો સારું ! આવી બાળકીને જન્મ આપનારાં એનાં મમ્મી-પપ્પા પણ આપણે ત્યાં પ્રારબ્ધને દોષ આપીને દુઃખી થતાં થતાં લમણે હાથ દઈને દીકરીના મૃત્યુની રાહ જોઈને બેઠાં હોત ! શીલા રઝવીઝ 96 * તન અપંગ, મન અડીખમ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82