________________
દરેક દિવસ એક નવો પડકાર હતો. નાની નાની બાબતો એને માટે મોટા પર્વત જેવી અવરોધરૂપ બની ગઈ. હાથ અને પગ વિનાના એનો દેખાવ સાવા બદલાઈ ગયો. એણે જોયું કે એનાં બાળકો પણ એનો દેખાવ જોઈને છળી જતાં હતાં. ખુદ મૈથ્ય પણ એમની સાથે વાત કરવાની હિંમત કરી શકતો નહીં.
રોજિંદા જીવનની રોજિંદી મુશ્કેલીઓ એની સામે અગ્નિપરીક્ષા કરતી અને મૈથ્ય એમ્સ હિંમતભેર એનો સામનો કરતો. એને સારવાર આપનારા ડૉક્ટરોને પણ મૈથ્યની ઘણી શારીરિક મર્યાદાઓની વચ્ચે કામગીરી બજાવવી પડતી હતી. મૈથૂએ ચાર મુખ્ય અંગો તો ગુમાવ્યાં હતાં, પણ સાથોસાથ એની કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી. એ પૂર્ણ રૂપે ડાયલિસીસ પર હતો. પરિણામે મેડિકલ સાયન્સના ગ્રંથોમાં લખ્યા પ્રમાણે સારવાર શક્ય નહોતી. મૈથ્યની શારીરિક મર્યાદાઓ જોઈને ડૉક્ટરોએ સારવારના નવા નવા રસ્તા ખોળવાના હતા.
જિંદગીના ડગલે ને પગલે યુદ્ધ ખેલતા મૈથૂના સ્વભાવમાં સહેજે કટુતા આવી નહોતી. એના ચહેરા પર હાસ્ય વિલસતું હતું અને એની પત્ની ડાયને પણ મૈથ્ય સાથે ફિલ્મ જોવા નીકળી હોય તેવાં સુંદર વસ્ત્રો પહેરીને હૉસ્પિટલમાં સેવાશુશ્રુષા કરતી હતી. મૈથ્યની સામે બે મોટા પડકાર હતા. પહેલો પડકાર શ્વાસોચ્છવાસ નિયમિત કરવા માટેનો અને બીજો પડકાર શરીરનાં કપાયેલાં અંગોના જખમ રૂઝવવાનો. જો શ્વાસોચ્છવાસ નિયમિત ન થાય તો એને પારાવાર મુશ્કેલીમાંથી પસાર થવું પડે અને જો કપાયેલાં અંગોને રૂઝ ન આવે, તો એના પર કૃત્રિમ અંગો જોડવામાં મુશ્કેલી પડે.
મેટર રિહેબિલિટેશન યુનિટના સિનિયર નિષ્ણાત સોલ જેફેનની સંભાળ હેઠળ મૈથ્યની સારવાર શરૂ થઈ. સોલ જે ફેનને માટે પણ આ એક મોટો પડકાર હતો. એમણે પંદર વર્ષ પૂર્વે આવી જ રીતે ચાર અવયવો ગુમાવનારી વ્યક્તિની સંભાળ લીધી હતી, પણ એ સમયે તેઓ જુનિયર ડૉક્ટર હતા અને હવે સિનિયર ડૉક્ટર તરીકે કામગીરી બજાવવાની હતી. એમનો એક જ મક્સદ હતો કે મૈથ્ય એમ્સને મારી આવડતથી ફરી ઊભો કરવો છે.
સોલ જે ફેન મૈથ્યના પરિવારજનોને મળ્યા. એમની સાથે ચર્ચાવિચારણામાં થોડો સમય વિતાવ્યો. એ બધા હકારાત્મક અભિગમ ધરાવતા
હતા અને એથી જ સોલ જેફેને આત્મવિશ્વાસ સાથે આ કાર્ય સિદ્ધ કરવાનો પોતાનો સંકલ્પ દર્શાવ્યો. ડૉક્ટરોની મોટી ટુકડી મૈથુ એમ્સની સંભાળ લેતી હતી. ફિઝિયોથેરાપિસ્ટમાં સૌથી મુખ્ય એવી જેક્વી રાઇટે મૈથ્ય એમ્સના અવયવોનો અભ્યાસ કર્યો. એણે મૈથૂના બાકીના અવયવોમાં રહેલી શક્તિ વિકસાવીને એને સક્ષમ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. શરૂઆતમાં એના સ્નાયુઓમાં તીવ્ર નિર્બળતા હતી. એને એનાં કપાયેલાં અંગથી ખસવું પડતું હતું, બેસવું પડતું હતું અને ગબડવું પડતું હતું. જ્યારે જેક્લી રાઇટની પ્રાથમિકતા એ હતી કે મૈથ્ય એમ્સ ખસી શકે એવો એને સક્ષમ બનાવવો.
એવામાં વળી નવી આફત ઊભી થઈ. એકાએક મૈથૂના નેત્રપટલમાં ખામી ઊભી થઈ અને સઘળી સારવાર છોડીને નેત્રપટલ પર ધ્યાન આપવું પડ્યું. જેક્વી રાઇટનું ધ્યેય હતું કે મૈથ્ય બેસી શકે. દાદરા પર એકાદ ઇંચ જે ટલો પગ પોતાની જાતે ઊંચો કરી શકે અને છેવટે નવા પગ સાથે ચાલી શકે . એની સામે ચોતરફ પડકાર હતો, પણ જેક્વી રાઇટે સારવાર શરૂ કર્યા પછી એક પણ દિવસની રજા લીધી નહીં. એણે મૈથ્યની સાથે હસીને, ક્યારેક થાકીને પણ ધ્યેયસિદ્ધિ માટે પરસેવો પાડ્યો અને અંતે એ શક્ય બન્યું.
મૈથ્ય પણ મજબૂત મનથી સારવાર લેતો હતો. ક્યારેક પડી જવાની સ્થિતિ હોય ત્યારે મુખમાંથી સહેજે ચીસ નીકળી પડે, પરંતુ મૈથુ એ વખતે પોતાની જાતને સંભાળી લેતો. એને જેક્વી રાઇટમાં શ્રદ્ધા હતી અને જે ક્વી રાઇટે એ પ્રમાણે કામ કરીને એને ઊભો કર્યો.
ફરી જીવવાનું જોશ અને ઊભા રહેવાની શક્તિ મેળવવાનો પ્રબળ વિશ્વાસ અને દઢ સંકલ્પ મૈથ્ય ધરાવતો હતો. કોઈ પણ પરિસ્થિતિથી હારી જવાને બદલે એનો હસીને સામનો કરતો હતો. આને પરિણામે તો સોલ જે ફેને કહ્યું કે, “મૈથ્ય જેવો દર્દી તો લાખોમાં એક મળે. આટલી બધી શારીરિક મર્યાદાઓને આવી રીતે સહન કરતો અને મક્કમતાથી એનો સામનો કરતો કોઈ દર્દી મેં આજ સુધીમાં જોયો નથી. અખૂટ ધૈર્ય, અડગ વિશ્વાસ, દઢ સંકલ્પ, અભેદ્ય મનોબળ અને સકારાત્મક પ્રયત્નો જ મૈથ્ય એમ્સના જીવનમાં સુખનો અવસર લાવ્યા.'
હૉસ્પિટલની લાંબી સારવાર બાદ મૈથ્ય જ્યારે ઘેર પાછો આવ્યો ત્યારે
88 • તેને અપંગ, મન અડીખમ
જીવી જાણનારો • 89