________________
ટીમી સાથે પતિ રિચાર્ડ અને લિન્ડા
લિન્ડાના જેવી જ સ્થિતિ તેના પુત્ર ટીમીની હતી. એને પણ બંને હાથ નહોતા, આમ છતાં લિન્ડાએ પોતે જે રીતે જિંદગીની રોજિંદી આફતોને ઓળંગી હતી, એ પાઠ ટીમોને ભણાવવા લાગી. એનો એક જ મકસદ હતો કે ટીમી કોઈનો ઓશિયાળો થઈને જીવે નહીં. પોતાની જાત પર અને પોતાના પગ પર ઊભો રહે ! જિંદગીમાં પડકારો તો આવવાના, હાથ વિના નાની-મોટી કેટલીય મુશ્કેલીઓ સમસ્યારૂપ બનીને સામે ઊભી રહેવાની, પરંતુ એ સમસ્યાઓથી સહેજે હતાશ થયા વિના એને ઓળંગવાના અથાગ પ્રયત્નો કરવા અને ઉત્સાહથી કરેલા એ પ્રત્યેક પ્રયત્નમાંથી આનંદ મેળવવો.
લિન્ડાને માટે વાસણ અને કપડાં ધોવાં, પથારી તૈયાર કરવી કે સાંજનું ભોજન બનાવવું - એ બધાં કાર્યો હાથ વિના કરવાં મુશ્કેલ હતાં, પરંતુ એની કશીય ચિંતા કર્યા વિના એણે સહજ રીતે આ પરિસ્થિતિનો સામનો કરીને એનો ઉકેલ મેળવવા લાગી અને સમય જતાં આ સઘળાં કામો પગની મદદથી સરળતાથી કરવા લાગી.
પોતે જે ખમીરભર્યા રસ્તે ચાલી હતી, તે રસ્તે પોતાના પુત્રને લઈ જવાનો પ્રયત્ન કરવા લાગી. એણે પહેલું કામ તો એ કર્યું કે એ ટીમીના માથા પર એની વિકલાંગતા સહેજે સવાર થાય નહીં એવો પ્રયત્ન કર્યો. બીજા ઓ પાસે હાથ છે અને પોતાની પાસે નથી એવી લાચારીનો ભાવ એના મનમાં સહેજે પ્રવેશે નહીં તેની તકેદારી રાખી. એને સમજાયું કે હાથ નથી, તેથી શું થયું, પગ તો છે ને ! વળી હાથનાં આંગળાં નહીં હોવાથી એ કશું પકડી શકતો નથી, પણ તેથી શું? હાથની માફક પગને આમતેમ હલાવી શકે છે અને પગનાં આંગળાંથી હાથની આંગળીઓની જેમ વસ્તુને પકડી શકે છે.
લિન્ડાએ નિરાશા, લાચારી કે પરતંત્રતાને ટીમી પાસે આવવા દીધી નહીં. પરિણામે એને બીજાં બાળકોની માફક સ્વિમિંગ પૂલમાં તરવા મોકલ્યો. એની પાસે હાથ નહોતા, પણ એ પગની તાકાતથી તરવા લાગ્યો. એ બીજા કિશોરોની જેમ વીડિયો ગેમ રમવા લાગ્યો, એથીય વધારે એના પંજાની પકડ
એટલી મજબૂત કરી કે હાથનાં આંગળાં હોય, તે રીતે જ એ પગનાં આંગળાંથી કપ્યુટર ચલાવવા લાગ્યો. એને માર્શલ આર્ટ શીખવવા મોકલવા લાગી અને આજે ટીમ ટેકવોન્ડોના વર્ગો નિયમિત રીતે ભરે છે.
લિન્ડા બેનન જાતે પગના પંજા વડે સિવણકામ કરતી હતી. એટલું જ નહીં, પણ ભોજન સમયે છરી, ચપ્પા, કાંટા, ચમચા ઇત્યાદિ ટેબલ પર પગની સહાયથી ગોઠવતી હતી. પોતે જે કલા શીખી, એનો વારસો પુત્રને આપ્યો. પગના પંજાનો ટીમી આબાદ ઉપયોગ કરવા લાગ્યો. લિન્ડા બેનન પાસે એક જ સૂત્ર હતું, ‘મારો ટીમી બીજા સ્વસ્થ છોકરાઓ જે ટલો કાબેલ અને હોશિયાર છે. એ કોઈનો ઓશિયાળો બની રહે નહીં, એવી મેં એને કેળવણી આપી છે.”
પોતાના પગ વડે ટીમી ગૃહકાર્ય કરે છે, એની માતા સાથે લેગો (એક પ્રકારનાં પ્લાસ્ટિકનાં રમકડાં) રમે છે, પોતાના ખંડને જાતે સાફ કરે છે. લિન્ડા બેનન વિચારે છે કે જેમ રિચાર્ડ સાથેનું એનું દામ્પત્યજીવન સુખી છે, એમ ભવિષ્યમાં ટીમીનું પણ સુખી દામ્પત્યજીવન કેમ ન હોય ! લિન્ડા બેનન હવે વિકલાંગ લોકો માટે પ્રોત્સાહક વક્તા બનવાની યોજના ઘડી રહી છે. માત્ર વાતોથી નહીં, પણ પોતાના પ્રત્યક્ષ અનુભવોથી એ સહુને પ્રેરવા માગે છે. પોતાની મુશ્કેલીઓને કારણરૂપ બનાવી જિદગીને લાચાર બનાવનારા લોકોને એમાંથી બહાર આવીને જિંદગી માણવાનો તરીકો શીખવવા માગે છે.
80 * તને અપંગ, મન અડીખમ
જિંદગી માણવાનો તરીકો • 81,