Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ અને નિવૃત્ત એવા અગિયાર લશ્કરી અધિકારીઓ હતા. માઉન્ટ એવરેસ્ટની બાજુ માં દરિયાની સપાટીથી વીસ હજાર ને પંચોતેર ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ લોબુચે શિખર પર આરોહણ કરવાનું સહુએ નક્કી કર્યું. લશ્કરમાં ગંભીર ઈજા પામેલા માટે આ ઘણો કપરો પડકાર હતો, પરંતુ અંરિકને જોઈને આ પડકાર ઝીલવા માટે સહુ ઉત્સાહિત બન્યા. તિબેટનાં અંધ બાળકોના જૂથને એણે નવી દૃષ્ટિ આપી. આ બાળકોની મંડળીએ માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરવાનો વિચાર કર્યો. ઍરિકનો ઇરાદો તો એ હતો કે આ બાળકોમાંથી લઘુતાગ્રંથિ દૂર કરીને આત્મવિશ્વાસ કેળવવો. એણે આ અંધ બાળકોની ટુકડીને મદદ કરી. એણે આ બાળકોને સમજાવ્યું કે આપણી પાસે આંખો નથી, પણ સર્જન કરી શકે તેવાં સ્વપ્નાં છે અને એ સ્વપ્નાંને સિદ્ધ કરી શકીએ તેમ છીએ. અંરિક અને એના છ સાથીઓ ભેગા મળીને ઍવરેસ્ટની ઉત્તર બાજુએ આવેલા રોમ્બક ગ્લેશિયર પર આરોહણ કર્યું. વર્ષોથી જેમને માત્ર ઉપેક્ષા મળી હતી એવાં બાળકોમાં નવી ધગશ જોવા મળી અને આ અંધ બાળકોની મંડળી ૨૧૫00 ફૂટ ઊંચા પર્વત પર સાથે મળીને પહોંચી ગઈ. જગતના ઇતિહાસમાં એક નવો અધ્યાય રચાયો. સ્ટીવન હાફ નામના નિર્માતાએ એના પર બનાવેલા દસ્તાવેજી ચિત્રએ લંડન, લૉસ એન્જલસ અને ટોરન્ટોના ફિલ્મ મહોત્સવમાં દર્શકોએ ફિલ્મને અંતે ઊભા થઈને તાળીઓના ગડગડાટથી અને હર્ષધ્વનિ સાથે એને વધાવી લીધી હતી. એક સમયે ધીમે પગલે આવનારા અંધત્વમાં મોતનો પગરવ સાંભળનારો ઍરિ ક આજે અંધત્વને અભિશાપને બદલે આશીર્વાદ માનવા લાગ્યો. એ કહે છે કે એને આજે જિંદગીની હરએક બાબતમાં આશીર્વાદનો અનુભવ થાય છે. આટલી આફતો છતાં જિવાયું, એ કેટલો મોટો આશીર્વાદ ગણાય ! સામાન્ય રીતે જિંદગીને લોકો નફા અને નુકસાનથી વિચારે છે. પોતાના શક્તિ અને અશક્તિના ત્રાજવે તોળે છે, જ્યારે ઍરિક જિંદગીની તાકાતનો વિચાર કરીને રોમાંચક વસ્તુઓ સર્જવામાં માને છે. તમે ખુદ તમારી જિંદગીને આશીર્વાદરૂપ બનાવી શકો. દુનિયા આખી સાત મહાસાગર તરનારા કે સાત શિખરો આંખનારા આ સાહસિકને સદા સલામ કરે છે. ઍરિકે ઍવરેસ્ટ વિજય હાંસલ કર્યા પછી તિબેટની અંધજનો માટે ‘બ્રેઇલ વિધાઉટ બોર્ડર' સ્કૂલમાં શિક્ષણ આપવાનું નક્કી કર્યું. આમેય અંરિકે બાળપણમાં અંધ થયા પછી બ્રેઇલનો કે લાકડીનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો હતો. એણે તિબેટની આ અંધશાળાનાં બાળકોને ખડક ચડવાના અને પર્વતો પર આરોહણ કરવાના પાઠ ભણાવ્યા. ઍરિકનાં પુસ્તકોએ દુનિયાને નવી દૃષ્ટિ આપી. ‘ટચ ધ ટૉપ ઑફ ધ વર્લ્ડ” નામક એનું પુસ્તક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટનાઓથી ભરપૂર છે. દુનિયાના દશ દેશોમાં અને છ ભાષાઓમાં પ્રકાશિત થયેલા આ પુસ્તકની કથાનું ફિલ્માંકન પણ થયું. એનું બીજું પુસ્તક “ધ એડવર્સિટી એડવાન્ટેજ'માં એની સાત વિજયોની કથા આલેખાઈ છે, જ્યારે ‘ફર્ધર ધેન ધ આઇ કેન સી” નામની ઍરિકની ફિલ્મ ઓગણીસ ફિલ્મોત્સવમાં પ્રથમ પારિતોષિકો પ્રાપ્ત કર્યા. ઍરિકનું સાહસ અને બીજામાં સાહસ જગાડવાની સદા પ્રેરણા આપતું રહ્યું છે. આજથી બારેક વર્ષ પહેલાં એણે એક નવી ત્રિપુટીનું સર્જન કર્યું. ત્રણ હજાર ફૂટ ઊંચા એલ કૅપિટાન શિખરને આંબવારા માર્ક વિલનને પોતાની સાથે લીધા, અને એ જ રીતે હાર્વર્ડના વિજ્ઞાની અને બંને કૃત્રિમ પગ ધરાવનાર હૉફ હેરને સાથે લીધા. બંને સાથે રિકે ઉટાહમાં આવેલા ૮00 ફૂટ ઊંચા ખડકના ટાવર પર આરોહણ કર્યું. આ ત્રણેય વિકલાંગ સાહસવીરોએ સાથે મળીને કરેલા આરોહણને અંતે ‘નો બેરિયર્સ' નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સર્જનાત્મક વિચારોને ઉત્તેજન આપે છે. શારીરિક વિકલાંગતા ધરાવતા લોકોને માટે ઉપયોગી એવી ટૅકનોલૉજીના સંશોધનમાં સહાય કરે છે. વિકલાંગ વ્યક્તિઓને એમની અશક્તિઓમાંથી બહાર લાવીને એમને સંપૂર્ણ અને સક્રિય જીવન જીવવાના ઉપાય પણ સૂચવે છે. ઍરિકે હોંગકોંગથી માંડીને સ્વિટ્ઝર્લૅન્ડ સુધી અનેક દેશોમાં પ્રવચનો આપ્યાં અને એ દ્વારા વ્યક્તિને એનાં સ્વપ્ન સાકાર કરવા માટેના સર્જનાત્મક વિચારો દર્શાવ્યા. ૨૯૦૨૯ ફૂટ ઊંચા હિમાલયના માઉન્ટ ઍવરેસ્ટ શિખરને આંખનારા એરિકે વિશ્વનાં સાતેય ઊંચાં શિખરો સર કરવાની સિદ્ધિ ૨00૮ની વીસમી ઑગસ્ટે મેળવી. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા એમ સાત ખંડોમાં આવેલા દેશના સૌથી ઊંચાં શિખરો પર વિજય મેળવનારો ઍરિક પ્રથમ અંધ રમતવીર બન્યો. આવી સિદ્ધિ | 74 • તન અપંગ, મન અડીખમ સાહસ પાડે સાદ • 75

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82