________________
ગીત ગાતો ઇમેન્યુઅલ
મહાન ક્લાસિકલ રચના ‘ઇમેજિનના રચયિતા સ્વ. જ્હોન લેનોનની પત્ની અને ૧૯૭૧માં આ ગીતના આલબમનાં સહનિર્માત્રી યોકો ઓનો તો આ ગીત સાંભળીને એટલાં બધાં પ્રભાવિત થયાં કે એમણે કહ્યું કે આજે જ્હોન લેનોન નથી, પરંતુ તારી આ રચના સાંભળીને એ જ્યાં હશે, ત્યાં ગૌરવ અનુભવતા હશે.
એક ગાયક તરીકે ઇમેન્યુલની ચાહના જગતવ્યાપી બનતી ગઈ. આ ઇમેન્યુલે પોતાનાં બે ગીત રજૂ કર્યા અને એનું પહેલું ગીત એણે એની પાલક માતા મોઇરા કેલીને અર્પણ કર્યું. એને પૂરો અહેસાસ છે કે જો મોઇરા કેલીનું વાત્સલ્ય એને મળ્યું ન હોત, તો એ આજે શ્વાસ લેતો ન હોત અને ક્વચિત્ શ્વાસ લેતો હોત, તો લાચાર જિંદગી માટે માત્ર સતત નિઃશ્વાસ નાખીને જીવન બસર કરતો હોત.
મોઇરા કેલી પાસેથી એને જીવન મળ્યું, પણ એથીય વિશેષ મોઇરાને ત્યાં બીજાં વિકલાંગ બાળકોને જોઈને ઇમેન્યુલને લાગ્યું કે એની વિકલાંગતા તો આ અન્ય બાળકોની વિકલાંગતાની સરખામણીમાં કશી વિસાતમાં નથી. એની પડકાર ઝીલવાની હિંમત વધી ગઈ. એણે જોયું કે મોઇરા આ સહુ બાળકોને અગાધ પ્રેમ કરતી હતી. આ સમયે ઇમેન્યુલે અનુભવ્યું કે એક ગાયક તરીકે સુંદર અવાજ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, પણ આ જગતમાં સહુને મંત્રમુગ્ધ કરે તેવું કોઈ સંગીત હોય તો તે પ્રેમનું સંગીત છે. પ્રેમ સહુ કોઈને જીતી લે છે.
ઇમેન્યુલને માટે જિંદગી એટલે સંઘર્ષ. સતત અવરોધો આવતા જાય અને અવરોધોનો પડકાર ઝીલવા પ્રયત્ન કરતો જાય, એ માને છે કે ઊંચાં સ્વપ્નો સિદ્ધ કરવા માટે મહાકાય વિષમતાઓનો સામનો કરવો જોઈએ. એના જીવનની મથામણ, મૂંઝવણ, પ્રયાસો એ બધું એની આ વાતનો જીવંત ચિતાર આપે છે.
જ્યારે સંગીતથી ઇમેન્યુલ એ સંદેશો આપવા માગે છે કે આ એક એવી કલા છે કે જે સરહદ, દેશ, ધર્મ અને સંસ્કૃતિના સીમાડાઓને ઓળંગીને વિશાળ જનસમૂહ પર અસર કરે છે. જગત આખું ચિતાના બોજથી દબાયેલું છે. માણસનાં મન માનસિક તનાવથી અત્યંત ક્ષુબ્ધ રહે છે, ત્યારે મેન્યુલ
આત્મવિશ્વાસથી કહે છે કે તરવરતો યુવાન હોય કે આધેડ વયનો આદમી હોય, એ બધાને જગાડી જાય એવો સ્પર્શ એના સંગીતમાં છે.
ઇમેન્યુલની આપવીતી એ માટે અનોખી છે કે આ માનવીએ વિશ્વભરના સંગીત-ચાહકો પર અજબનું કામણ કર્યું છે, પરંતુ એ કહે છે કે કદાચ મારો અવાજ કે દેખાવ ઉત્કૃષ્ટ ન હોય, પણ મારામાં એક પ્રકારનું દુનિયા કાજે ગાવાનું જોશ અને જોમ છે. એ કહે છે કે મારા સંગીત દ્વારા હજારો વ્યથિત લોકોના હોઠ પર મારે સ્મિત લાવવું છે અને સ્વપ્નશીલ બાળકો અને યુવાનોને એમ બતાવવું છે કે તમે સ્વપ્ન સેવો છો, તેમાં ક્યારેય પાછા પડશો નહીં. જિંદગીનું મુખ્ય ધ્યેય તો ઊંચાં સ્વપ્નો જોવાનું, એને સાકાર કરવા માટે પરિશ્રમ કરવાનું અને અંતે મહાન સિદ્ધિ પામવાનો અધિકાર પ્રાપ્ત કરવાનું છે.
પોતાની જીવન સંઘર્ષની વાત કરતાં ઇમેન્યુલ પોતાની કરુણામયી માતા મોઇરા કેલીનું એ સ્મરણ કરે છે.
આ ઓસ્ટ્રેલિયન યુવતી મોઇરા કેલી પણ અલગ મિજાજ, અલગ અંદાજ અને આગવું ખમીર ધરાવતી નારી છે. ૧૯૬૪ની ૩૧મી
60 * તેને અપંગ, મન અડીખમ
કરુણાની દેવી ... 61