Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ અતિ કઠિન હતું, પરંતુ મનમાં હિંમત પણ એટલી જ હતી. એ આ બંને ભાઈઓને હિંમતભેર ઉછેરવા લાગી. મોટા ભાઈ અહેમદના પગના નીચેના ભાગ અતિ વિકૃત હતા. એને આખો પગ તો નહોતો, માત્ર ઢીંચણની આગળ લબડતો બેડોળ, વિચિત્ર નાનકડો પગ હતો. આવા પગને પરિણામે એ ઊભો થઈ શકતો નહીં, પછી ચાલવાની તો વાત જ શી ? પરંતુ આ પરિસ્થિતિથી મોઇરા સહેજે હિંમત હારી નહીં. એણે અહેમદના પગનું ઓપરેશન કરાવ્યું. એની એ વિકૃતિ દૂર કરી અને પછી કૃત્રિમ પગ લઈ આવી. અહેમદને ધીરે ધીરે આ કૃત્રિમ પગ પહેરીને ચાલતાં શીખવ્યું. પહેલી વાર એણે ધરતી પર ડગ માંડ્યા, ત્યારે હૃદયમાં અતિ રોમાંચ થયો. એણે અનુભવ્યું કે ઓહ ! ધરતી કેવી કઠણ છે ! એની પાસે પગની પાની નહોતી, પગનાં તળિયાં નહોતાં, પગનો પંજો નહોતો, પરંતુ એના શરીરનો બાકીનો ભાગ ધરતી પર પગ મૂકવાથી થતો અહેસાસ અને રોમાંચ અનુભવી રહ્યો. આમ કૃત્રિમ પગથી અહેમદ ધીરે ધીરે ચાલવા લાગ્યો. સમય જતાં પોતાની ચાલ વેગીલી બનાવી. ત્યારબાદ દોડવા લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે મેદાનમાં દોડવા લાગે તો કેવું ? તવારીખ તો કહેતી હતી કે વિકલાંગ માનવી કદાચ શિક્ષક કે સંગીતકાર બની શકે, પરંતુ ખેલની દુનિયાનો ખેલંદો નહીં. અહેમદના દિલમાં તો એક જ ભાવ હતો અને તે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા'. મુશ્કેલી આવે એટલે પાછા વળી જવું નહીં, આફત દેખાય એટલે અટકી જવું નહીં, પરંતુ જિંદગીનું તમામ જોશ જગાડીને એનો સામનો કરવા માટે તૈયારી કરવી. આ જોશને આધારે જ , અહેમદ જીવતો રહ્યો હતો. આ જોશને કારણે જ એ તમામ મુશ્કેલીઓને પડકાર માનતો હતો. એવો પડકાર છે જેને પહોંચી વળવામાં ભારે આનંદ આવે. બે કૃત્રિમ પગથી અહેમદ દોડવા લાગ્યો. એની જિંદગીનું આ જોશ જોઈને એને બગદાદના બિસમાર અનાથાલયમાંથી ઓસ્ટ્રેલિયા લઈ આવનાર હિંમતબાજ મોઇરા કેલી આનંદથી ઝૂમી ઊઠી. વિક્ટોરિયા રાજ્યની આ મહિલાએ એવાં બાળકોની હિફાજત કરવાનું નક્કી કર્યું હતું કે જે બાળકોને મોતને હવાલે કરી દેવામાં આવ્યાં હોય. એ શ્વાસ એ માટે લેતાં હોય કે એમને માત્ર અંતિમ શ્વાસની જ રાહ હોય. મોઇરા કેલી આવાં બાળકોની માતા બનીને એમને ઉછેરતી હતી અને તેથી મોઇરાએ અહેમદને નાસીપાસ થયા વિના કાર્ય સિદ્ધ કરવા પ્રોત્સાહન આપ્યું. બંને કૃત્રિમ પગથી Telstra બરાબર દોડવા લાગેલા પગના પંજા વિનાનો અહેમદ અહેમદને એક નવી ઇચ્છા જાગી. એના મનમાં થયું કે જો ફૂટબૉલ રમવા મળે તો કેવું સારું ! જેને ‘ફૂટ’ નથી, એ ફૂટબૉલ કઈ રીતે રમી શકે ? પણ મોઇરા એના હોંસલાને વધાવતી રહી, પ્રેરણા આપતી રહી અને ધીરે ધીરે અહેમદ વિક્ટોરિયા રાજ્યની કિલમોરે નામની ફૂટબૉલ ક્લબમાં જોડાયો. ફૂટબૉલની રમત ક્રિકેટની રમત કરતાં વધુ થકવનારી ગણાય, કારણ કે એમાં ખેલાડીને સતત દોડતા રહેવું પડે. અહેમદ વિરોધીઓનો જોરદાર મુકાબલો કરતો હોવાથી તથા એની ‘નખ જેવી સખત’ રમવાની શૈલીને કારણે અહેમદ ‘નેઇલ્સ’ તરીકે ફૂટબૉલના સાથી ખેલાડીઓમાં જાણીતો થયો. ફૂટબૉલમાં તો પડવાનું, આથડવાનું, ટકરાવાનું, લાત મારવાની અને લાત ખાવાની - એ બધું જ હોય. અહેમદ પોતાની દૃઢ સંકલ્પશક્તિથી આ બધાને પાર કરતો ગયો. એણે કાબેલિયતથી પોતાના હરીફોને થાપ આપવા માંડી અને ટીમના ખેલાડીઓમાં આ પગ વગરનો ખેલાડી એની ફૂટબૉલની રમતને કારણે ચાહના પામ્યો. એ પછી આજથી ચાર વર્ષ પૂર્વે ૨૦૦૮માં એણે વળી નવો દાવ અજમાવ્યો. એના મનમાં થયું કે તરણ સ્પર્ધામાં પણ ભાગ લેવો જોઈએ. 56 * તેને અપંગ, મન અડીખમ કરુણાની દેવી ... 57

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82