________________
ભાઈ-બહેનની જોડી ચાલીને વહાલ આપતો હતો. પોતાનાથી અળગા રહેવાને બદલે પોતે જેવી હતી તેવી એણે સ્વીકારી લીધી હતી. એને માટે એક નવી દુનિયાનું સર્જન થયું. એને લાગ્યું કે ભગવાન મુસીબતો આપે છે, પણ સાથોસાથ એની સામે લડવાની તાકાત પણ આપે છે.
પહેલાં પોતાના સાથીઓની ઉપેક્ષાથી મુસ્કાનના દિલમાં ક્યારેક દુ:ખ થતું હતું. એમની અવગણનાથી ક્યારેક આઘાતની થોડી લાગણી થતી હતી. ક્યારેક એકલતા ડંખતી, તો ક્યારેક સાવ અટૂલી પડી ગઈ હોય તેમ જણાતું હતું, પરંતુ હવે ભાઈ મળતાં મુસ્કાન જાણતી હતી કે નિશાળમાં ભલે કોઈ એની સાથે રમેખેલે નહીં, પણ ઘરમાં તો એની સાથે ખેલકૂદ કરવા માટે એનો ભાઈ અમન ક્યારનોય રાહ જોઈને બેઠો હશે !
આમ ભાઈ-બહેનના હેતની કડી વધુ ને વધુ મજબૂત બનવા લાગી. વળી માતા-પિતાની સતત મળતી પ્રેરણાને કારણે મુસ્કાન આગળ વધતી ગઈ. એ સમયે મુસ્કાન પોતાના અભ્યાસનો મોટા ભાગનો સમય શાળાના પુસ્તકાલયમાં ગાળતી હતી. વખત મળે એ સ્કાયપીની મદદથી ભારતમાં વસતાં પોતાનાં કાકા-કાકી અને પિતરાઈઓ સાથે વાત કરતી હતી. એનું એક કુટુંબ ન્યૂઝીલૅન્ડમાં વસતું હતું અને બીજું ભારતમાં.
નવ વર્ષની મુસ્કાને વિલ્સન હોમની મુલાકાત સમયે જાણ્યું કે એ સંસ્થાને
કસરત માટેની એક બાઇકની જરૂર છે. મનોમન વિચાર્યું કે મને મદદ કરનારી સંસ્થાને માટે મદદ કરવી તે મારું કર્તવ્ય છે. સંસ્થાને બાઇક ભેટ આપવાની એના મનમાં તીવ્ર ઇચ્છા જાગી. ઘેર પાછા ફરતી વખતે એની માતા જૈમિનીને કહેવા લાગી કે કઈ રીતે વિલ્સન હોમના ફિઝિયોથેરપિસ્ટ જોં વાંકરને આપણે ઉપયોગી બની શકીએ ? કઈ રીતે આપણે એમને જરૂરી એવી બાઇક આપી શકીએ ?
નિશાળેથી પાછા આવતી વખતે માતાને સતત આ પ્રશ્ન પૂછતી રહી. મુસ્કાને વિચાર કર્યો કે મારે ભેટ આપવી છે, તો એની રકમ પણ મારે જ આપવી જોઈએ. મુસ્કાનને થયું કે પોતે દોડીને કોઈ સેવાનું કામ તો કરી શકે તેમ નથી, પરંતુ એ જાતે કંઈક લખી શકે તેમ છે. આમેય નિશાળમાં અભ્યાસ પછીનો મોટા ભાગનો સમય એ પુસ્તકોની દુનિયામાં ગાળતી હતી. ઘેર હોય ત્યારે પણ પુસ્તક એનાં સાથી હતા, તેથી મનોમન વિચાર્યું કે કોઈ એક પુસ્તક લખી તેને વેચી રકમ મેળવું અને એમાંથી જો વાંકરને બાઇક ભેટ ધરું.
દાદીમાએ કહેલી એક પૌરાણિક કથા એને ખૂબ ગમી ગઈ હતી. દાદીમાએ એને ગણેશજીની કથા કહી હતી. કઈ રીતે બુદ્ધિ અને સફળતાના દેવ વિપ્નહર્તા ગણેશજીએ હાથીનું મસ્તક મેળવ્યું હતું તેની વાર્તા લખવાનું નક્કી કર્યું. નવ વર્ષની મુસ્કાન ન્યૂઝીલેન્ડમાં બેસીને ગણેશજી વિશે પૌરાણિક કથા લખવા માંડી ! એને આમાં ખૂબ આનંદ આવ્યો અને પોતાની વાર્તા તૈયાર થયા પછી એણે એનું શીર્ષક આપ્યું, ‘ધ સ્ટોરી ઑફ ગણેશા'.
એક નવ વર્ષની છોકરી આવી કથા લખે, તેનાથી સઘળે આનંદ વ્યાપી ગયો, ન્યૂઝીલેન્ડમાં રહેતા એના પિતા અરુણભાઈના ભારતીય મિત્રોમાં અને અમદાવાદમાં વસતા એના પરિવારજનોમાં. આ વાર્તા ન્યૂઝીલેન્ડમાં શાળાના સામયિકમાં પણ પ્રકાશિત થઈ. આમાંથી મુસ્કાનને વિલ્સન હોમના જરૂરી સાધનો ખરીદવા માટેની રકમ મળી ગઈ. આને કારણે મુસ્કાનનો આત્મવિશ્વાસ વધ્યો અને એથીય વધુ બીજાને મદદ કરવાનું મુલ્ય શું છે તેની અનુભૂતિ થઈ.
એની માતાએ કહ્યું, ‘મુસ્કાન એ એવી નાનકડી બાળા છે કે જે બીજાને મદદ કરવા હંમેશાં તત્પર હોય.” પણ હજી મુસ્કાન શરમાતી હતી. સામાજિક
46 • તન અપંગ, મન અડીખમ
મુસ્કાનનું હોય • 47