________________
સારવાર આપતા હતા, પણ દર્દીના ચહેરા પરના આનંદથી એમના ચહેરા પરના આનંદમાં ઉમેરો થતો હતો. મુસ્કાન વિલ્સન હોમની લાડકી બની ગઈ. ટેરી બિડવેલે કહ્યું, ‘અરે, આ હસમુખી મુસ્કાન તો બધા જ ડૉક્ટરો અને નર્સ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ. પોતાના સ્વાથ્ય અંગેના પડકાર ઝીલતાં ઝીલતાં એ ઘણી પાકટ બની ગઈ છે.’
મુસ્કાન માટે જિંદગીનો આનંદ જાળવી રાખવો અત્યંત કપરો હતો. એને ઝાંખી દૃષ્ટિને કારણે જાડા કાચનાં ચશ્માં પહેરવાં પડતાં. જમણા પગે પટ્ટા બાંધવા પડતા, એની ચાલ પણ વિચિત્ર પ્રકારની હતી. વળી બીજાં બાળકો ઝડપથી ચાલી શકતાં, ત્યારે મુસ્કાન એટલી ઝડપથી થોડું હલનચલન પણ કરી શકતી નહીં, આથી બીજાં બાળકોને મુસ્કાનનું હલનચલન વિચિત્ર લાગતું. ઘણા એને તાકી-તાકીને જોઈ રહેતા. લંચના સમયે કોઈ એની સાથે રમવા ઇચ્છતું નહીં.
આવે સમયે એ એકલી જાતે નિશાળના પ્રાંગણમાં લટાર મારતી હતી. કોણ એની પાસે આવે ? કોણ એનું મિત્ર બને ? એક બાજુ આવી ઉપેક્ષા હતી, એકલતા હતી, સહજ રીતે જ ઉદાસીનતામાં સરી પડાય તેવું વાતાવરણ હતું, પણ મુસ્કાન પોતાના શરીરની સ્થિતિ જોઈને વિચારતી કે જ્યારે હું જ મારી જાતને સ્વીકારી શકતી નથી, ત્યારે બીજા મારો સ્વીકાર કરે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકું ?
મુસ્કાનનું હૃદય મગજના સંદેશા ધાર્યા પ્રમાણે ઝીલતું નહોતું. તેમ છતાં એની સંવેદનાનો તંતુ હૃદય સાથે જોડાયેલો હતો. પરિસ્થિતિથી હતાશ થવાને બદલે એને વિશે પોતાની રીતે વિચાર કરતી હતી. એ બીજાની માફક દોડી શકતી નહીં, સખીઓ સાથે રમી શકતી નહીં. આવી એકલી નાનકડી મુસ્કાન હતાશા દૂર રાખીને જિંદગીનું હાસ્ય જાળવીને જીવતી રહી.
પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની તરીકે મુસ્કાન પાસે કોઈ પ્રવૃત્તિ નહોતી. એની શારીરિક સ્થિતિએ એની આસપાસ એક કિલ્લો રચી દીધો હતો. એવે સમયે મુસ્કાન પુસ્તકની દુનિયામાં ડૂબી જતી. એને માટે રોજ સવાર એ નવી ઉત્સાહભરી આશાનો સંચાર હતી. ઉષાની લાલિમા સાથે એના હોઠો પરનું હાસ્ય ખીલી ઊઠતું. દિવસનો આરંભ જ એવા ઉત્સાહભેર કરતી કે જગત
આખું એને જીવવા જેવું લાગતું. પોતાનાં દુ:ખ-દર્દની કોઈ ફિકર કે ચિંતા કરતી નહીં. એના પરિવારજનોને પણ થતું કે જીવનના અવરોધો સામે ઝઝૂમતી આ નાનકડી વીરાંગના છે. શરીરની મર્યાદાઓને સાથે રાખીને એને પાર કરતી પર્વતારોહક છે.
એ નવમા ધોરણમાં આવી, ત્યારે વેસ્ટલેક હાઈસ્કૂલમાં ટી-શર્ટ અને શોર્ટ પહેરીને તરવરાટ ભરેલી છોકરીની માફક નિશાળે જતી હતી. પ્રતિકૂળતાઓથી ભરેલી આ જિંદગીની રફતારમાં અપાર શારીરિક બંધનોની વચ્ચે મુસ્કાન જિંદગીનું જોશ જાળવીને જીવતી હતી.
ક્યારેક એ વિચાર કરતી કે ડૉક્ટરોએ કહ્યું હતું કે વધુમાં વધુ એકસો દિવસનું એનું આયુષ્ય છે. આયુષ્યની આ દોરી કેવી મજાથી લંબાતી રહે છે !
ક્યારેક એમ પણ વિચારતી કે કદાચ જિંદગીના આનંદને કારણે જ આયુષ્યની દોરી લંબાતી હશે ! ઉદાસીનતા અને હતાશામાંથી બચવું એનું નામ જ મુસ્કાન. જિંદગીમાં અજવાળું અને અંધારું આપણે જ બનાવીએ છીએ, એમ માનતી મુસ્કાન પહેલેથી જ હેમિપ્લેજિયાના રોગથી સહેજે ચિંતિત નહોતી.
કાળા આકાશમાં કોઈ વીજળીનો ચમકારો થાય, એ રીતે ૨00૫ની ૯મી જૂને મુસ્કાનની દુનિયા બદલાઈ ગઈ. એને ત્યાં એના ભાઈનો જન્મ થયો અને ભાઈના જન્મ સાથે જન્મથી જ શારીરિક મર્યાદાઓ ધરાવતી મુસ્કાનનો ‘નવો જન્મ' થયો. મુસ્કાને પોતાના ભાઈ અમનને ખોળામાં લીધો, ત્યારે એને જુદા પ્રકારનો રોમાંચ થયો. એની મમ્મી જૈમિનીએ નાનકડી મુસ્કાનને કહ્યું, ‘હવે તારે તારા નાના ભાઈ અમનને સંભાળવાનો છે.”
આ સાંભળીને મુસ્કાનને પોતે મોટી થઈ ગઈ હોય તેમ લાગ્યું, એથીય વિશેષ જિંદગીમાં પહેલી વાર જવાબદારીનો અહેસાસ થયો. મુસ્કાનને માટે એક નવી દુનિયા સર્જાઈ ગઈ. બીજાં બાળકો જ્યારે એનાથી દૂર ભાગતાં કે અળગાં રહેતાં, ત્યારે અમન મુસ્કાનની પાસે દોડી દોડીને આવવા લાગ્યો. અમનને એની આ હસમુખી બહેન ખૂબ પસંદ પડી ગઈ. મુસ્કાનનો આત્મવિશ્વાસ વધી ગયો અને તે એના ભાઈની વધુ ને વધુ સંભાળ લેવા લાગી.
બસ, પછી તો મુસ્કાનની દુનિયામાં એક નવો અર્થ ઉમેરાયો. એના આનંદમાં નવો રંગ ભળ્યો. એને એક એવો સોબતી મળ્યો કે જે એને સામે
A • તેને અપંગ, મન અડીખમ
મુસ્કાનનું હાસ્ય • 45