________________
મુસ્કાનનું હાસ્ય
આવો અવરોધ પાર કરતી વખતે તેને પોતાના પગ બદલવા પડશે, તો તેને બદલીને પણ તે પોતાની જાતે જ પોતાના માર્ગને પસાર કરશે.
કોઈ જેમ્સને કહે છે કે ‘શા માટે એ આ જીવનને છોડીને મોતની દોડ માટે તૈયાર થયો છે.' તો એ જવાબ આપે છે કે “મારે મોત સાથે બાથ ભીડીને દુનિયાને બતાવવું છે કે ભલે તમારી પાસે કૃત્રિમ પગો હોય, તો એનાથી જીવનની કે સ્પર્ધાની દોડમાં થોભી જવાની જરૂર નથી. - જેમ્સની આ જવાંમર્દી જોઈને એનો મુખ્ય કોચ માઇકલ કોહેન કહે છે કે આ જેમ્સ સાથે કામ કરતો હોઉં, ત્યારે એની પાસેથી હું પ્રેરણા પામું છું. કાદવ-કીચડથી ભરપૂર, લપસી જવાય તેવા ઢાળ ઓળંગતો અને બધી હદને વટાવતો જોઈને એનું અદ્ભુત મનોબળ અને દઢ સંકલ્પ મને કોઈ અવર્ણનીય આનંદની અનુભૂતિ કરાવે છે.'
જેમ્સ સિમ્પસન આવી મોતની દોડમાં ભાગ લેવાનો છે, તેની પાછળ તેનું એક ધ્યેય પણ છે. એણે જોયું કે છેક દ્વિતીય વિશ્વયુદ્ધથી માંડીને આધુનિક યુગના અફઘાનિસ્તાનમાં જંગ ખેલી રહેલા સૈનિકો માટે કામ કરતા મંડળને સારી એવી સખાવતની જરૂર છે. એનું ધ્યેય પોતાની સ્પર્ધા દ્વારા આ મંડળમાં મોટી રકમની સખાવત આપવાનું છે અને તેથી જ આ જવાંમર્દ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે મુસીબતો સામે બેપરવા બનીને અને મોતને હાથતાળી આપીને આ સપ્ટેમ્બરમાં સેનામાંથી નિવૃત્ત થયા બાદ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા ભગીરથ પ્રયાસ કરશે.
દંપતીના જીવનમાં આનંદનો સાગર ઊછળવા લાગ્યો. ભાવિ સુખની કલ્પનાએ અરુણભાઈ અને જૈમિની દેવતાના જીવનમાં અવનવા રંગો પૂરી દીધા. આવનારા સંતાનના સંકેતો માતા-પિતાની આજની દુનિયાને પલટાવી નાખે છે. વર્ષોની વારંવારની પ્રભુપ્રાર્થના ફળવતી બનતી હતી. સમગ્ર પરિવાર હૃદયમાં છાનીછાની ખુશીઓ લઈને ફરતો હતો.
સુખના આ વડલા પર એકાએક વજાઘાત સમી વીજળી ત્રાટકી. કેટકેટલીય આશાઓનાં તોરણ એકસાથે કરમાઈ ગયાં. અધૂરા મહિને દીકરીનો જન્મ થયો. એના ચહેરા પર સતત રેલાતું હાસ્ય જોઈને સહુએ એનું નામ ‘મુસ્કાન’ પાડવું.
બાળક જન્મે ત્યારે વહાલું તો લાગે, પણ એથીય વિશેષ ખિલખિલાટ હસતું બાળક
મુસ્કાન દેવતા
40 * તન અપંગ, મન અડીખમ