________________
વિચિત્ર દેહાકૃતિ ધરાવતા પોતાના શિશુનો દેખાવ એના મનમાંથી ખસતો નહોતો. જેમ્સ અકળાયો, મૂંઝાયો. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં વસતો આ સર્બિયન જાતિનો મૂળ વતની પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. વળી મનોમન છળી ગયો કે આવા બાળકને ઉછેરવું કઈ રીતે ? જેને જોઈને આવી જુગુપ્સા થાય છે, એનું પાલનપોષણ કરવું કઈ રીતે ? જેનો દેખાવ માત્ર બિહામણો લાગે છે, એની સંભાળ લેવી કઈ રીતે ?
એકાઉન્ટન્ટ અને કમ્યુટર પ્રોગ્રામર તરીકે આંકડાઓનો અને ૨કમોનો મેળ બેસાડી શકતા જેમ્સને એનું જીવન અંધકારમય લાગ્યું. ધીરે ધીરે એ સ્વસ્થ બન્યો અને પછી એણે અને એની પત્નીએ નિશ્ચય કર્યો કે બાળક એ પ્રભુની દેન છે. પ્રભુએ આપેલી એ ભેટ જતનથી જાળવવી જોઈએ અને માટે બંનેએ આ બાળકનું તમામ પ્રકારે પાલનપોષણ કરવાનું નક્કી કર્યું. એમાં સહેજેય ચૂક ન થાય એનો ખ્યાલ રાખ્યો. એમ પણ વિચાર્યું કે ઈશ્વરે એને આપણે ત્યાં મોકલ્યો હશે, એનું કારણ જ એ કે એને આપણા પર વિશ્વાસ હશે કે આપણે એની પૂરેપૂરી સંભાળ લઈશું. આથી જેમ્સ અને એની પત્ની એમના હાથ અને પગ વગરના પુત્ર નિકોલસને બહાર ફરવા લઈ જતાં. ઘરમાં સાચવીને ચલાવતાં અને દોઢેક વર્ષે તો જેમ્સ પુત્ર નિકોલસને તરતાં પણ શીખવ્યું.
માતા-પિતા તો ખૂબ ધ્યાન રાખે, પરંતુ આજુ બાજુ ના સમાજનું શું ? અને એનો પહેલો આઘાત બાળક નિકોલસે નિશાળમાં પ્રવેશતાંની સાથે જ અનુભવ્યો. બીજાં બાળકોને માટે નિકોલસ એ મજાક કરવાનું વિચિત્ર રમકડું બની ગયો. બાળકો એને હેરાન-પરેશાન કરવા માંડ્યાં. બંને હાથ અને બંને પગ વગરનો નિકોલસ કઈ રીતે પ્રતિકાર કરી શકે ?
કોઈ બાળક એની મજાક કરે, તો કોઈ એને ધક્કો લગાવે આવી પરિસ્થિતિથી આઠ વર્ષનો નિકોલસ એટલો બધો અકળાઈ ગયો કે એણે એક વાર તો આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. નિશાળમાં ગોઠિયાઓ દ્વારા થતી પજવણીથી એ સતત પરેશાન રહેતો. દસ વર્ષના નિકોલસે તો નક્કી કર્યું કે આજે તરવા જતી વખતે હોજમાં ડૂબી જવું છે ! આવી યાતનામય જિંદગીનો
હવે કોઈ પણ રીતે અંત આણવો છે ! આવી મજાકમશ્કરી, મહેણાં-ટોણા, ટીખળ અને શારીરિક પજવણી સહન કરીને ક્યાં સુધી જીવી શકાય? પરંતુ માતા-પિતાનું હેત નિકોલસને આપઘાતના માર્ગે જતાં અટકાવી ગયું. માતાપિતાની સારસંભાળ એ કઈ રીતે વીસરી શકે?
દીવાલ પર ગોઠવેલા
બ્રશ દ્વારા માતાપિતાની હાથ-પગ વિહોણો કપ્યુટર પ્રોગ્રામર મદદથી એ દાંત સાફ કરતાં
શીખ્યો. પંપ-સૉપ વડે માથું
ધોવાનું શીખ્યો. બાળક નિકોલસ ક્યારેક ઈશ્વરને પ્રાર્થના કરતો અને કાકલૂદીભરી આજીજી કરતાં કહેતો કે કોઈ એવો ચમત્કાર કરો કે મારા હાથ અને પગ વિકસવા લાગે. અત્યારે તો એના હાથ એના ખભાના સમાંતરે હતા અને પગ નહોતા. એ પગના પંજા પણ નહોતા. માત્ર તેનો થોડો ડાબો પગ હતો અને એ ડાબા પગ પર બે આંગળીઓ હતી. મનોમન વિચારતો કે પ્રભુ જરૂર એની પ્રાર્થના સાંભળીને એને હાથ-પગ આપશે.
હકીકતમાં નિકોલસને ટેટ્રા-અમેલિયા-સિન્ડ્રોમ નામના જન્મથી બંન હાથ અને બંને પગ ન હોય તેવો ભાગ્યે જ જોવા મળતો વરસાગત રોગ થયો હતો. આ રોગ લાખોમાં કોઈ એકાદ વ્યક્તિને થાય છે અને એ રોગનું લક્ષણ * ટેટ્રા-અમેલિયા-સિન્ડ્રોમ એ માતા-પિતા બંનેના WNT3 નામના જનીનની વિકૃતિથી ઉદ્ભવતા આ રોગમાં ચહેરો, ખોપરી, પ્રજનનના અવયવો, ગુદામાં કુરચના થયેલી જોવા મળે છે. અવિકસિત ફેફસાંને કારણે આ શિશુઓ મૃત જન્મે છે કે અલ્પાયુષી હોય છે.
જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય • 19.
18 • તેને અપંગ, મન અડીખમ