Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ ખાસિયત છે. કોઈ એની સામે દયામણી નજરે આવીને કહે કે “બેટા સ્પેન્સર, તું પગ વિનાનો છે, ભારે દુઃખની વાત છે.’ ત્યારે એની વાતને હસીને ઉડાડી દેતા. એ કહે છે કે એ એના પગ ઘેર એના બીજા પેન્ટમાં ભૂલીને આવ્યો છે! અથવા કોઈને એમ પણ કહે છે કે શાર્ક માછલી મારા બંને પગ ખાઈ ગઈ, શું કરું ? એક સમયે ડૉક્ટરોએ એમ માન્યું હતું કે આ છોકરો માત્ર એક જ સ્થળે રહીને બેઠાડું નિષ્ક્રિય જિંદગી પસાર કરશે, પણ એણે ૧૯૯૯માં હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો અને પછી સોલ્ટ લેક સિટીની વેસ્ટમિનિસ્ટર કૉલેજમાં જોડાયો. અહીં સ્નાતક થયો, કૉર્પોરેટ જગતમાં ઊંચી નોકરી મેળવી. એ સમયે એણે સુખસાહ્યબીમાં પોતાનું જીવન નિરાંતે વિતાવવાને બદલે સાવ જુદો જ વિચાર કર્યો. દુનિયા દીવાનો કહે, તેવું કામ કર્યું. એને લાગ્યું કે મેં બાળપણમાં બંને પગ ગુમાવ્યા હતા અને છતાં જિંદગીમાં આટલી અપાર સમૃદ્ધિ અને આનંદ પામ્યો છું, વિરાટ પડકારો અને પ્રચંડ મુશ્કેલીઓનો હસતે મુખે સામનો કર્યો. તેનું કારણ એ છે કે આવી મુશ્કેલી અનુભવતી વ્યક્તિઓનું હું કંઈક ઋણ ફેડી શકું અને એમને પ્રેરણા આપી શકું. દિવસને અંતે એ એટલી જ આશા રાખતો કે હું જરૂરિયાતમંદ લોકોને મદદ કરું. વળી એ માનતો કે આપણા સહુને માથે સામાજિક ઋણ હોય છે અને પછી તો સ્પેન્સર વેસ્ટે એક સૂત્ર બનાવ્યું, ‘બીજાને પાછું આપવામાં આપણને સૌથી વધુ સુખ મળે છે અને એ સુખ સેવાકાર્યોથી પામી શકાય છે.’ પછી તો સ્પેન્સર વેસ્ટ કૅનેડા અને અમેરિકામાં ઘૂમવા લાગ્યો. એક વાર એણે અમેરિકાના પૂર્વપ્રમુખ અલ ગોરે, દલાઈ લામા, નોબેલ પારિતોષિક વિજેતા ઇલિક વિસેલની હાજરીમાં ૧૮ હજાર લોકોને પોતાની પડકારકથા કહી, ત્યારે સહુ કોઈ ભાવવિભોર બની ગયા હતા. એવામાં આફ્રિકામાં પડેલા ભીષણ દુષ્કાળના સમાચાર આવ્યા, ત્યારે એણે એ વિચાર્યું કે પોતે શું કરવું જોઈએ ? કિલબર્ગર સંસ્થાના સ્થાપક ક્રેગ લિબર્ગર આફ્રિકાના કિલિમાંજારો પર્વત પર આરોહણ કરીને આવ્યા હતા. એમણે એક વખત વાતવાતમાં સ્પેન્સર વેસ્ટને કહ્યું કે તું આ ઊંચા પર્વતને આંબી શકે ખરો ? ક્રેગ કિલબર્ગર જાણતા હતા કે સ્પેન્સરને માટે આ શક્ય 14 • તન અપંગ, મન અડીખમ CONGRATULATIONS! YOU ARE NOW AT UHURU PEAK 5895 M-AME TANZANIA 20 AFRICA'S HIGHEST POINT&C WORLD'S HIGHE TANDING MOUNT WORLD HERITAGE SITE કિલિમાંજારો પર્વતના શિખર પર સ્પેન્સર વેસ્ટ નહોતું, પણ એમનો ઇરાદો તો એના મનમાં આ વિચાર મૂકવાનો હતો અને જો સ્પેન્સર આ વિચારને લક્ષમાં રાખીને પર્વતારોહણ કરવાનો વિચાર કરે, તો એ દ્વારા જનસેવા કાજે સારી એવી રકમ એકઠી કરવાનો હતો. આ માટે આરોહણની ઘણી તાલીમ લેવી પડે, બે માઈલ જેટલું એકસાથે દોડવું પડે. સ્પેન્સરને માટે આ શક્ય નહોતું, પરંતુ ભારોત્તોલન, પુશ-અપ અને પુલપ્સ કરી શકતો હતો, આથી પર્વતારોહણની તાલીમ લેવાનું શરૂ કર્યું. કિલિમાંજારો પર્વતના પાછળના ભાગથી ૧૯૩૪૧ ફૂટ ઊંચે ચડવાનું હતું. પર્વતની ઊંચાઈના બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધવાનું હતું. અપંગ, નથી સહેજે અશક્ત * 15

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82