________________
એ કર્યું કે જુદાં જુદાં સ્થળોએ જઈને આ બંને પગવિહોણો યુવાન જીવનમાંથી અવરોધો પાર કરવા માટે જરૂરી પુરુષાર્થ વિશે પ્રવચનો આપવા લાગ્યો.
એની વાણીમાં એનું જીવન વહેતું હતું. એણે કહ્યું કે એ જન્મ્યો, ત્યારે જ ડૉક્ટરોએ એનાં માતા-પિતાને એમ કહ્યું હતું કે એમના દીકરાના પગ એટલા અશક્ત છે કે સાવ નકામાં ગણાય. એનો કોઈ અર્થ જ નથી. એણે જિંદગી ઘરના ખૂણે બેસીને, નસીબને દોષ દઈને પસાર કરવાની રહેશે. સાથોસાથ એવી સોનેરી સલાહ પણ આપી કે આ બાળક કોઈ હલનચલન કરી શકે તેમ નથી, માટે એની નિરાધાર જિંદગીને જીવવા માટે કોઈ આધાર તો જોઈશે ને ! બીજું તો શું કરી, શીખી શકે, પણ એનામાં વાચન અને સંગીતનો શોખ કેળવજો, જેથી એનું જીવન કંઈક સારું જાય અને સાર્થક બને.
પોતાના દીર્ધ અનુભવોને આધારે ડૉક્ટરોએ આ સલાહ આપી હતી, કારણ કે એમણે આવી વ્યક્તિને ક્યારેય કશું કરતો જોઈ નહોતી. બે વર્ષના શિશુ સ્પેન્સર વેસ્ટ પર સર્જરી કરવામાં આવી ! ડૉક્ટરોએ એક શક્યતાની ખોજ કરવાનું નક્કી કર્યું. આ બાળકના ઢીંચણથી એના નીચેના પગને કાપી નાખવામાં આવે તો કદાચ એ કૃત્રિમ પગ દ્વારા હરી-ફરી શકે. બે વર્ષના નાનકડા શિશુ પર ઓપરેશન તો થયું, પણ સદંતર નિષ્ફળ બાળકે સ્પેન્સર વેસ્ટને કૃત્રિમ પગથી તો વધુ મુશ્કેલી થવા લાગી. પહેલાં તો એ બે હાથ નીચે રાખીને ઘસડાઈને ચાલી શકતો હતો, હવે એય અટકી ગયું ! અંતે ડૉક્ટરોએ પાંચ વર્ષના આ બાળકના કમર નીચેના બાકીના બંને પગ ઑપરેશન કરીને કાઢી નાખ્યા.
સ્પેન્સરના પિતા ટૉનેટ અને માતા કૅની અત્યંત નાના શિશુની આવી દુઃખદ દશા જોઈને ભાંગી પડ્યાં નહીં, બલ્લે એમણે એમની પુત્રી એનીની માફક સ્પેન્સરને પણ સ્વતંત્ર રીતે જીવતા શીખવ્યું. સ્પેન્સરે પરાવલંબી બનવાને બદલે પોતાની જાતે પોતાની સંભાળ લઈ શકે એમ કરવાનો પ્રયત્ન કર્યો. એની માતા કૅનીએ એવાં વિકલાંગ બાળકોને જોયાં હતાં કે જે પોતાની અપંગતાને કારણે નિષ્ક્રિય બનીને લાચારીથી અન્ય પર નિર્ભર બની જતાં, બીજાની મદદ કે સહારા વિના એક ક્ષણ પણ જીવી શકતાં નહીં.
માતા કૅનીએ મનોમન નક્કી કર્યું કે મારે મારા દીકરાને આવો પરાવલંબી
બનાવવો નથી, બલ્ક, એ સ્વાવલંબનથી શું કરી શકે એ એને શીખવવું છે. એમણે આ શિશુ જાતમહેનતથી પોતાનાં કામ કરે, એવો પ્રયત્ન કર્યો. એને જાતે કપડાં પહેરતાં શીખવ્યું. આમાં વારંવાર પ્રયત્ન કરવા પડે. કેની સહેજે થાકી નહીં અને સ્પેન્સર સહેજે પાછો પડ્યો નહીં ! પોતાની સંભાળ પોતે જાતે જ કઈ રીતે લઈ શકે, એના પાઠ શીખવ્યા. બીજાં બાળકો ભાંખોડિયાંભેર ચાલે, એમ પોતાના પગવિહોણા બાળકને પણ ભાંખોડિયાંભેર ચલાવવા લાગી. એના ધડને - બાકીના દેહને - ઉછાળીને કઈ રીતે ખુરશી કે સોફા પર બેસી શકાય. તે શીખવ્યું અને એને રમવાની સઘળી મોકળાશ આપી.
માતા-પિતાના આવા ઉત્તમ ઉછેરને પરિણામે સ્પેન્સર વેસ્ટની દુનિયામાં ચોતરફ આનંદ ફેલાયેલો હતો. એના ચહેરા પર સતત હાસ્ય ફરકતું રહેતું. એને કલ્પના પણ ન હતી કે એ બીજા લોકોથી તદ્દન જુદો છે. એની તો એને ત્યારે જાણ થઈ કે જ્યારે એ ઘરની બહાર નીકળ્યો અને લોકો એને વિચિત્ર નજરે જોવા લાગ્યા ! સ્પેન્સર વેસ્ટને બહાર ચાલતો જોઈને લોકો એકબીજા સાથે કાનમાં ગુસપુસ કરવા લાગ્યા. કેટલાક એને તાકી તાકીને જોઈ રહેતા હતા.
એકાદ વાર એવું પણ બન્યું કે એ વ્હીલચેરમાં બેસીને નિશાળે જતો હતો, ત્યારે કોઈ છોકરાએ એની હીલચૅરને જોરથી પાછળથી પકડી. પેલા છોકરાને ખ્યાલ નહોતો કે સેન્સર ઊથલી પડશે. સ્પેન્સર એનાં પુસ્તકો સાથે વહીલચૅરમાંથી ગબડી પડ્યો ! પેલા છોકરાએ એને મદદ કરવાની કોશિશ કરી હોત, પરંતુ એ બધું કઈ રીતે કરવું એની સમજ ન હોવાથી એ ભાગી ગયો. આ ઘટનાને પરિણામે સેન્સર દુ:ખી દુ:ખી થઈ ગયો, પણ એ હાર્યો નહીં.
એ રૉક સ્પ્રિઝ હાઈસ્કૂલની ચિયરલીડિંગ મંડળીમાં દાખલ થયો. એના મનમાં તો એવી ઇચ્છા હતી કે આજે ચિયરલીડિંગ મંડળીમાં રહીને ખેલ ખેલતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને એક દિવસ એ ખુદ રમતવીર બનશે અને બીજાઓ એને હર્ષધ્વનિથી વધાવશે ! પરંતુ આમ કરવા જતાં એ ઘણી વાર પડી ગયો. છતાં એની ટીમ જ્યારે રાજ્યમાં પહેલી આવી, ત્યારે એના આનંદનો પાર ન રહ્યો.
કોઈ પણ બાબતમાંથી ‘શ્રેષ્ઠ'ને કઈ રીતે શોધવું, એ સ્પેન્સર વેસ્ટની
12 • તેને અપંગ, મન અડીખમ
અપંગ, નથી સહેજે અશક્ત • 13