Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય સ્પેન્સરને માટે ખાસ પ્રકારની ઓછા વજનવાળી મજબૂત હીલચેર તૈયાર કરવામાં આવી. આખીય ટીમની રચના થઈ. આફ્રિકાના સૌથી ઊંચા કિલિમાંજાર પર્વત પર ચડવા માટે અગાઉ પચીસ હજાર આરોહકોએ પ્રયત્ન કર્યો હતો, એમાંથી દસ હજાર નિષ્ફળ ગયા હતા. સ્પેન્સર વેસ્ટ સહેજે નિરાશ થયો નહીં. એનું હાસ્ય સહેજે કરમાયું નહીં. વળી એ એમ માનતો કે એને માટે ધ્યેય નહીં, પણ પ્રવાસ અને પ્રયાસ મહત્ત્વનાં છે. વળી એણે વિચાર્યું કે જો આપણે પ્રયત્ન નહીં કરીએ, તો એને જાણીશું કઈ રીતે ? સ્પેન્સરે પોતાને માથે જીવસટોસટનું કામ લીધું હતું. બાળપણમાં ડૉક્ટરોએ રોગના નિદાનની સાથે એમ પણ કહ્યું હતું કે એ સમાજને ઉપયોગી એવું કોઈ કામ કરી શકશે નહીં. સ્પેન્સર એ વિધાનને ખોટું ઠેરવવા માટે સાહસ કરતો હતો. એણે પોતાની ‘ફ્રી ધ ચિલ્ડ્રન' નામની ચેરિટી સંસ્થા મારફતે આફ્રિકા અને અન્ય ગરીબ દેશોમાં સ્વચ્છ પાણીની યોજનાઓ અને નિશાળો શરૂ કરી હતી. ૩૧ વર્ષના સ્પેન્સરે આફ્રિકાના ૧૯૩૧૪ ફૂટ ઊંચા પર્વત કિલિમાંજારોના શિખર પર એના સાથીઓ સાથે માત્ર બે હાથે ચાલીને ઘસડાતાંઘસડાતાં આફ્રિકાના સર્વોચ્ચ પર્વતનું શિખર સર કર્યું. આ સમયે પોતાની સંસ્થાનાં સામાજિક કામો માટે પચાસ હજાર ડૉલર કરતાંય વધુ ફાળો એકત્રિત થયો. એણે એની જવાંમર્દી સાથે ખુમારીભર્યા નીચેના શબ્દો કહ્યા, ‘કિલિમાંજાર પર્વતનું આરોહણ કરવાની પાછળ મારે મારી ક્ષમતા માપવી નહોતી, પરંતુ અન્ય માનવીઓ પોતાના અવરોધો અને પડકારોનો સામનો કરી શકે અને જરૂરિયાતવાળા લોકોને મદદ કરીને સામાજિક ઋણ ચૂકવી શકે તે જીવંત રૂપે દર્શાવવું હતું. કિલિમાંજાર પર્વત ચડવાનું મારે માટે માનસિક અને શારીરિક રીતે ઘણું પડકારભર્યું બન્યું, પરંતુ એમ કરીને મેં સહુને એક એવો મજબૂત સંદેશ આપ્યો કે તમે તમારામાં આત્મવિશ્વાસ રાખો અને બીજામાં શ્રદ્ધા રોપો.' પુત્રજન્મના આનંદથી ઉત્સાહિત પિતા જેમ્સ બુજીસિકે પ્રચંડ આઘાત અનુભવ્યો. એને માટે પુત્રનો જન્મ એ અનેક આશાઓના ઉદય સમાન હતો, પરંતુ પુત્રનું પ્રથમ દર્શન જ આશાઓની સઘળી ઇમારતોને ભસ્મીભૂત કરનારું નીવડ્યું. એણે મનોમન કલ્પના કરી હતી કે ખિલખિલાટ અને કિલકિલાટ કરીને હાથ-પગ પછાડતું શિશુ જોઈને એનું જીવન ધન્ય બની જશે, પરંતુ એને બદલે એણે જોયું કે એકેય હાથ અને પગ વગરનું એ શિશુ હતું. એનો દેખાવ જોઈને જ જેમ્સ એટલો બધો હતપ્રભ થઈ ગયો કે જાણે એના માથા પર એકાએક વીજળી ત્રાટકી ન હોય ! એથીય વિશેષ એને આ બાળક એટલું બધું બેડોળ અને વિચિત્ર લાગ્યું કે એ આ ખંડ છોડીને દોડ્યો. એને ઊબકા આવવા માંડ્યા અને નજીકમાં વૉશબેસિન હતું ત્યાં ગયો અને જેમ્સને વૉમિટ થઈ. નિકોલસ લ્યુસિક 16 • તન અપંગ, મન અડીખમ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82