________________
પ્રેરતો હતો કે તમે તમારી વિકલાંગતા સામે લડો અને એ તમારી લડાઈ જ તમારી વિશેષતા બનશે.
મારી પાસે આ નથી એની ચિંતા છોડી દો અને જે છે એનાથી કામ લો. “આ મારાથી શક્ય નહીં બને” એવો અફસોસ છોડીને “આ મારે શક્ય કરવું છે? એવી અંતરની ઊલટ સાથે આગળ વધો. આજ સુધી ઈશ્વરને યાચના કરનારો કે એની પર ફિટકાર વરસાવનારો નિકોલસ હવે વિચારે છે કે શા માટે દુનિયા અને દેવ તરફ આટલી બધી કડવાશ રાખવી ? ઈશ્વરે આપ્યું તે કંઈ ઓછું છે? એણે એક એવું સંકલ્પબળ પણ આપ્યું છે કે જેને કારણે જીવનની આફતોની પાર જઈ શકાય છે. તો પછી એનો તો આભાર માનવો જોઈએ, તિરસ્કાર નહીં.
નિકોલસ ધીરે ધીરે એના કામમાં ડૂબી ગયો. એણે પોતાના રોજિંદા કામમાં નિપુણતા હાંસલ કરવાનો પહેલો પ્રયત્ન કર્યો. એણે જોયું તો એની પાસે થોડો ડાબો પગ અને એ પગ પર બે આંગળીઓ હતી. મનમાં વિચાર્યું કે પેન ભરાવવાની આનાથી વધુ સારી બીજી જગા કઈ હોય ! એણે ડાબા પગની બે આંગળીઓ વચ્ચે પેન ટેકવીને લખવાનું કામ શરૂ કર્યું. એના પિતા કમ્યુટર નિષ્ણાત હતા, તો નિકોલસ પણ ડાબા પગની થોડી દેખાતી એડી અને પંજા વડે કમ્યુટરનો ઉપયોગ કરવાનું શીખવા લાગ્યો.
એ છ વર્ષની ઉંમરનો હતો, ત્યારે એના પિતા પાસે બેસીને એ પગ વડે ટાઇપ કરતાં શીખ્યો હતો. અને પછી તો નિકોલસ શારીરિક મર્યાદાઓના એક પછી એક શિખર પર કપરું આરોહણ કરીને વિજય હાંસલ કરવા લાગ્યો. એ જાતે પાણીનો ગ્લાસ લઈને ભરવા લાગ્યો. બ્રશ વડે વાળ ઓળવા લાગ્યો. આવતા ટેલિફોનનો જવાબ પણ આપવા લાગ્યો. ક્યારેક મોજ માં એને ડ્રમ વગાડવાનું મન થતું, તો ડ્રમ વગાડતો અને પછી તો સર્ડિંગ અને સ્વિમિંગ, ગૉલ્ફ અને ફૂટબૉલ જેવી રમત પણ ખેલવા લાગ્યો.
બધાં કામ જાતે જ કરવાનો એણે દૃઢ નિર્ધાર કર્યો અને તેથી એ સાતમા ધોરણમાં વિદ્યાર્થીમંડળની ચૂંટણીમાં ઊભો રહ્યો. બીજા બધા ખૂબ દોડધામ કરે, જીતવા માટે મહેનત કરે, સહાધ્યાયીઓનાં ટોળાં એકઠાં કરે, ત્યારે નિકોલસ
પ્રવચન આપતો નિકોલસ એની સ્કૂર્તિ, તાજગી અને મહેનતથી વિદ્યાર્થીઓમાં પ્રિય બની ગયો અને નિશાળના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયો.
એક સમયે એ નિશાળનું વાતાવરણ અને આત્મહત્યા કરવા પ્રેરતું હતું, એ જ વાતાવરણ એના જીવનમાં નવો ઉત્સાહ પ્રેરવા લાગ્યું. ત્યારબાદ એ વિદ્યાર્થી-પ્રવૃત્તિઓમાં ઉમંગભેર ભાગ લેવા લાગ્યો. જે વિદ્યાર્થીઓની ઠઠ્ઠામજાકથી નિકોલસ ભયભીત થતો હતો, હવે એ જ વિદ્યાર્થીઓ સાથે એને ગાઢ ભાઈબંધી થઈ ગઈ અને એમના પ્રશ્નો ઉકેલનારો વિદ્યાર્થીનેતા બની ગયો. એ વિદ્યાર્થી પરિષદમાં જોડાયો અને એમાં સામેલ થયા પછી એણે સ્થાનિક કલ્યાણ કાર્યો માટે ઉઘરાવાતા ફંડમાં તેમજ અપંગો માટે થતી ઝુંબેશમાં ભાગ લીધો.
નિકોલસને થયું કે એની જિંદગીનો ખરો હેતુ તો બીજાને મદદરૂપ થવાનો છે. પોતે જે યાતના, યંત્રણા અને મુશ્કેલીઓમાંથી પસાર થયો છે, એમાંથી બીજાઓને ઉગારવાના છે. આથી એણે એક સંસ્થા શરૂ કરી અને એનું
22 • તેને અપંગ, મન અડીખમ
જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય • 23