________________
નામ રાખ્યું, ‘લાઇફ વિધાઉટ લિઝ'. ૧૭ વર્ષના નિકોલસની આ સંસ્થાને અપાર પ્રસિદ્ધિ મળી. એનું કારણ એ કે વિકલાંગોની શક્તિ બતાવવા માટે એને વ્યાખ્યાન કરવાની જરૂર નહોતી. એનું જીવન અને એનું આચરણ જ એનો જીવતો-જાગતો પુરાવો હતું. હવે નિકોલસને જિંદગીનાં નવાં નવાં શિખરો પર ડગ માંડવાનો વિચાર જાગ્યો.
આવી શારીરિક મુશ્કેલીઓની સાથે નિકોલસને માનસિક પડકારો પણ ઝીલવાના હતા અને એને સૌથી મોટો પડકાર એ હતો કે એ કઈ રીતે એના જીવનમાં પળે પળે આવતી હતાશાથી ઘેરાઈ જવાને બદલે એને પાર કરી જાય. એને માટે જીવન એ કોઈ મૂંઝવણ પછીની મોજ નહોતું, પરંતુ જીવનની પ્રત્યેક ક્ષણ અને મૂંઝવનારી હતી. આવી પરિસ્થિતિમાં ક્યારેક એ સૂનમૂન પડ્યો રહેતો અને ધીરે ધીરે એકલતા એની આસપાસ વીંટળાવા લાગી. શારીરિક મુશ્કેલીઓ ઓછી હોય તેમ આ માનસિક મુશ્કેલીઓ પણ તેને પજવવા માંડી અને આ બધાની સામે માત્ર માતાપિતાના સ્નેહના બળે નિકોલસે જીવનનો જંગ આદર્યો.
આજુબાજુના પોતાના ગોઠિયાઓને જોઈને એ વિચારતો હતો કે શા માટે આ બધાં બાળકોથી એ તદ્દન જુદો છે ? ક્યારેક એમ પણ વિચારતો હતો કે આ બધાને હાથપગ છે અને પોતે કેમ હાથ-પગ વિહોણો જભ્યો? આવા પ્રશ્નો આ બાળકને સતત પજવતા હતા. ઈશ્વરે કયો હેતુ સિદ્ધ કરવા માટે એને જન્મ આપ્યો હશે ? પોતાનાથી સામાન્ય કાર્ય પણ થઈ શકતાં નથી, તો બીજા કયા હેતુ એ સિદ્ધ કરી શકે ?
માતાપિતા જ્યારે એને એમ કહેતાં કે ઈશ્વરે આપણને આપેલા જીવનની પાછળ એનો કોઈ હેતુ હોય છે, ત્યારે નિકોલસ મનોમન ગડમથલ અનુભવતો કે એના આવા વ્યર્થ જીવનની પાછળ તે વળી ઈશ્વરનો કયો હેતુ હોય ! આવે સમયે એનામાં ઈશ્વર શ્રદ્ધા જાગી અને એ ઈશ્વરશ્રદ્ધાના બળે એણે આગળ વધવાનું નક્કી કર્યું. પ્રાર્થનાના બળનો એને ખ્યાલ આવ્યો.
| નિશાળનો અભ્યાસ પૂર્ણ કરીને નિકોલસે કૉલેજનો અભ્યાસ શરૂ કર્યો અને અહીં ગ્રિફિથ યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ
પ્લાનિંગમાં એ સ્નાતક થયો. એણે સ્નાતકની બે પદવી મેળવી અને ૧૯મા વર્ષે તો એ પોતાના સ્વજીવન આધારિત પ્રેરણાદાયી વ્યાખ્યાનો આપવા લાગ્યો. ઈશ્વરશ્રદ્ધાએ એનું જીવન બદલી નાખ્યું અને એનામાં ઉજ્વળ ભવિષ્યનો પ્રબળ આશાવાદ જગાવ્યો. પછી તો નિકોલસ કહેતો, ‘મારા જીવવાનું ધ્યેય અને આવા સંજોગો પાછળનો હેતુ મને મળી ગયો છે.'
એના ચિત્તમાં નવા નવા વિચારો જાગવા માંડ્યા. એને સમજાયું કે આપણા જીવનમાં આવતી પ્રત્યેક મુશ્કેલીઓની પાછળ કોઈ હેતુ રહેલો છે અને તેથી એ મુશ્કેલીઓ પ્રત્યે આપણે કેવા ઝઝૂમીએ છીએ અને તેને માટે કેવી ઈશ્વર-શ્રદ્ધા દાખવીએ છીએ એ મહત્ત્વની બાબત છે. એ હસતાં હસતાં એમ કહે છે, “જો ઈશ્વર હાથ અને પગ વગરના માણસને પોતાનો હાથ અને પગ બનાવે છે, તો એ કોઈ પણ શ્રદ્ધાવાન હૃદયને અજવાળે છે.'
એણે ‘લાઇફ વિધાઉટ ડ્રીમ્સ' નામની સંસ્થાની સ્થાપના કરી. વિશ્વના પાંચ ખંડના ચોવીસ દેશોમાં લાખો શ્રોતાજનો સમક્ષ એણે વક્તવ્ય આપ્યું. વ્યક્તિ આખી જિંદગીમાં જેટલું પામી શકે નહીં તેટલી સિદ્ધિઓ નિકોલસે મેળવી. ૨૦૦૭માં એ ઓસ્ટ્રેલિયાનું બ્રિસબેન શહેર છોડીને અમેરિકાના કૅલિફૉર્નિયા શહેરમાં વસવા આવ્યો. અહીં એ ‘લાઇફ વિધાઉટ લિઝ' સંસ્થાના પ્રમુખ અને સી.ઈ.ઓ. બન્યો.
૧૯મે વર્ષે પોતાની જીવનકથા કહેનારો નિકોલસ આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો, વેપારીઓ, મહિલાઓ, ઉદ્યોગ સાહસિકો અને ચર્ચની સભાઓમાં પ્રેરણાદાયી વક્તવ્ય આપી ચૂક્યો છે. એણે પોતાની જીવનગાથા રજૂ કરી છે અને વિશ્વભરમાં ટેલિવિઝન પર એની મુલાકાતો રજૂ થઈ છે. પોતાના શાળાજીવનનાં સ્મરણો કહેતાં એના પર ફિલ્મ પણ ઊતરી છે. એનો ‘સમથિંગ મોર' નામનો મ્યુઝિક વીડિયો પણ મળે છે અને ટૂંકી ફિલ્મોમાં એણે અભિનય કરીને શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ મેળવેલ છે. ૪૩ દેશોમાં પ્રવાસ ખેડનાર નિકોલસ ભારત પણ આવી ચૂક્યો છે.
પોતાનાં વ્યાખ્યાનોમાં શાળાના દિવસોનું સ્મરણ કરતાં એ કહે છે, “એ અત્યંત પીડાજનક સમયની વેદના અવર્ણનીય છે. તમારા જીવનમાં એવો
24 • તન અપંગ, મન અડીખમ
જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય • 25